જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ – કેવુ છે આ નવું સ્પેસ ટેલિસ્કોપ

નાસા લોન્ચ કરવા જઇ રહ્યું છે વિશ્વ નું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ. જેનું નામ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ. ચાલો જાણીએ  શું છે ખાસ આ નવા ટેલિસ્કોપ માં. અને કેવી રીતે કામ કરશે આ ટેલિસ્કોપ.

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ સ્પેસ માં
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ સ્પેસ માં

આખા વિશ્વ ની નજર ઘણા સમય થી જેની ઉપર હતી તે છે નાસા નો સૌથી મહત્વ ના પ્રોજેકટ માનો એક એવો સ્પેસ ટેલિસ્કોપ  જેનું નામ છે “જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ” અથવા “JWST” અને માત્ર “વેબ” ના નામે પણ ઓળખવામાં આવે છે. આ કોઈ સામાન્ય ટેલિસ્કોપ નહીં હોય. અનેક પ્રકાર ની લેટેસ્ટ ટેક્નોલૉજી થી સજ્જ છે. અને આ ટેલિસ્કોપ અંતરીક્ષ માં ખૂબ દૂર મૂકવામાં આવશે. અને આ બ્રમ્હાડ ના અનેક રહસ્યો ઉકેલવામાં મદદ કરશે. આ ટેલિસ્કોપ હબલ નું સ્થાન લેશે. પરંતુ હબલ કરતાં અનેક ગણું મોટું અને આધુનિક છે આ JWST.

ફોલ્ડ કરેલું જેમ્સ વેબ ટેલિસ્કોપ
ફોલ્ડ કરેલું ટેલિસ્કોપ

ટેલિસ્કોપ ની બેઝીક માહિતી

નામ :   જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ
બનાવનાર નાસા, ESA, CSA , નોર્થોપ ગૃમન એરોસ્પેસ
પ્રકાર સ્પેસ ટેલિસ્કોપ
વજન૬.૫ ટન
સાઇઝ ૨૦ મીટર x ૧૪ મીટર
ટેલિસ્કોપ નો વ્યાસ ૬.૫ મીટર
ઓર્બિટ L૨ પોઈન્ટ  (પૃથ્વી થી ૧૫ લાખ કિલોમીટર દૂર)
ઉપકરણ NIRCAM, NIRSPEC, MIRI, NIRIss, FGS  
કિમત ૧૦ અબજ ડોલર
પ્રોજેકટ નું આયુષ્યઅંદાજિત ૧૦ વર્ષ
લોન્ચ ની તારીખ૨૪  ડિસેમ્બર ૨૦૨૧
લોન્ચ નું રોકેટ અને સ્થળએરીન-૫ , ફ્રાંસ ફ્રેંચ ગુયાના
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ ની બેજીક માહિતી

ઈતિહાસ :

હબલ ટેલિસ્કોપ ની સફળતા પછી નાસા એ ૧૯૯૬ માં એક નવા અને આધુનીક સ્પેસ ટેલિસ્કોપ ની જરુર પડી જે હબલ કરતાં અનેક ગણું પાવરફૂલ હોય અને વધુ દૂર સુધી જોઈ શકે. આ પ્રોજેકટ ને પેહલા “નેક્ષ્ટ જનરેશન સ્પેસ ટેલિસ્કોપ “ નામ આપવામાં આવ્યું. પછી  તેનું નામ બદલી ને “ JWST” એટલે “જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ” કરવામાં આવ્યું. જેમ્સ વેબ નાસા ના ટોચ ના વૈજ્ઞાનિક હતા. જે નાસા ના એપોલો મૂન મિશન ના ડિરેક્ટર હતા. આમ તો આ સ્પેસ ટેલિસ્કોપ ૨૦૦૭ માં લોન્ચ થવાનું હતું પરંતુ અનેક ટેકનિકલ સમસ્યા ઑ અને લાંબા સમય સુધી આ પ્રોજેકટ શરૂ ના થયો અને એક વાર આ પ્રોજેકટ કેન્સલ કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો. પરંતુ આ પ્રોજેકટ આગળ વધ્યો.

ટેલિસ્કોપ નું કામ :

આ ટેલિસ્કોપ ના મુખ્ય ૪ કામ  છે.

  • એવા સ્ટાર કે ગ્રહ કે આકાશગંગા ની શોધ કરવાની જે બ્રમ્હાંડ ના જન્મ પછી તરત જ બની હોય એટલે કે બિગ બેંગ પછી.
  • આકાશગંગા કેવી રીતે બની તેનો અભ્યાશ કરવાનો
  • ગ્રહો અને તારાઓ કેવી રીતે બને છે તેનો અભ્યાષ કરવો
  • બીજા કોઈ ગ્રહ ઉપર જીવન છે  કે નહીં તેનો અભ્યાશ કરવો

આ ટેલિસ્કોપ એક સ્પેસ ટેલિસ્કોપ છે જે ઇન્ફ્રારેડ કિરણો ને ઓળખી શકે છે. જેના સેન્સર અને ઉપકરણ એટલા પાવરફૂલ છે જે અનેક ગણા દૂર ના સ્ટાર અને ગ્રહ નો પતો લગાવી શકે છે. આના માટે આ વેબ ટેલિસ્કોપ અતિ આધુનિક એવ ઉપકરણો છે.

ટેલિસ્કોપ ની રચના :

કોઈ પણ ટેલિસ્કોપ નો મુખ્ય ભાગ હોય છે તેનો અરીસો અથવા પ્રાઇમરી મિરર. જેમ્સ વેબ નો મુખ્ય અરીસો ૬.૫ મીટર વ્યાસ નો છે. આ અને કુલ ૧૮ નાના ષટ્કોણ માં બનાવવામાં આવ્યા છે. કારણકે એક સાથે આટલા વ્યાસ નો મિરર કોઈ રોકેટ માં ફિટ થઈ શકે નહીં. આ દરેક ષટ્કોણ બનેલા છે બેરીલિયમ ના અને દરેક ને સોના ના અત્યંત પાતળા પડ થી મઢ્વામાં આવ્યા છે. માટે આના દરેક ષટ્કોણ યલો કલર માં દેખાય છે. આના માટે કુલ માત્ર ૪૮ ગ્રામ સોનું વાપરવામાં  આવ્યું છે. હબલ નો મિરર ૨.૪ મિટર  નો છે. જ્યારે જેમ્સ વેબ નો ૬.૫ મીટર છે.

નાસા ના હબલ અને જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ ના મિરર ની સાઇઝ
હબલ અને જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ ના મિરર ની સાઇઝ ની સરખામણી

સન પ્રોટેકશન શિલ્ડ:

આ શિલ્ડ ટેલિસ્કોપ માટે ખૂબ અગત્ય નું છે. આ શિલ્ડ સૂર્ય ના ખતરનાક તાપમાન ને રોકી ને ટેલિસ્કોપ ના મિરર નું રક્ષણ કરશે. આ શિલ્ડ બનેલું છે kapton નામના પદાર્થ નું અને કુલ ૫ લેયર માં બનેલું છે. અને તેને એલ્યુમીનીયમ થી કોટ કરવામાં આવ્યું છે. આ સન પ્રોટેકશન શિલ્ડ જ્યારે આખું ખુલશે ત્યારે એ એક પતંગ ના આકાર નું બને છે. આ ટેલિસ્કોપ ને  કાર્ય કરવા માટે એકદમ ઠડું રાખવું પડે છે એટલે કે -૨૨૦ થી -૩૭૦ ડિગ્રી સુધી. જો આ તાપમાન રાખવામા ના આવે તો સૂર્ય ,ની ગરમી અથવા ઇન્ફ્રારેડ નું રેડિયેશન આ ટેલિસ્કોપ ના તમામ ઉપકરણો બગડી નાખશે. આ શિલ્ડ ખૂલતાં આ ટેલિસ્કોપ ની સાઇઝ એક ટેનિસ રમત  ના મેદાન જેવડી થઈ જશે.

વૈજ્ઞાનીક ઉપકરણો:

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ ડિટેલ
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ માં મુખ્ય ૫ અલગ અલગ વૈજ્ઞાનીક ઉપકરણ છે. આ છે

  • NIRCAM : આ ઉપકરણ નું નામ near infrared camera છે. આ એક પ્રકાર નો કેમેરો છે જે દૂર ની આકાશ ગંગા માથી આવતી  ઇન્ફરેડ કિરણો ને ઓળખી શકે છે. આ ઉપકરણ માં ૧૦ સેન્સર છે જે દરેક ૪ મેગાપીક્સેલ ના છે.
  • NIRSpec: આ ઉપકરણ નું નામ near infrared spectrograph છે. જેનું કામ અલગ અલગ વેવલેંથ નો અભ્યાસ કરવાનો અને તેના ઉપર નજર રાખવાની હશે. આ ઉપકરણ એક સાથે ૧૦૦ જેટલા ઓબ્જેકટ ઉપર નજર રાખી શકે છે. આ ઉપકરણ માં ૪ મેગાપિકસેલ ના કુલ ૨ સેન્સર આવેલા છે.
  • MIRI: આ નું નામ Mid-infrared Instrument છે. આનું કામ પણ ઇન્ફ્રારેડ કિરણો ને અભ્યાશ કરવાનો છે. ખૂબ દૂર ની આકાશગંગા ,કોમેટ, ની તસ્વીરો લેશે.
  • FGS/NIRISS: આ નું નામ છે  Fine Guidance Sensor and Near Infrared Imager and Slitless Spectrograph જે થોડું લાંબુ છે. આ ઉપકરણ નું કામ છે ટેલિસ્કોપ ને સ્થિર રાખવાનો અને સાચી દિશા માં રાખવાનો. નકર આ ટેલિસ્કોપ પોતાના કામ નહીં કરી શકે.
  • Spacecraft Bus: આ ઉપકરણ જેમ્સ વેબ ટેલિસ્કોપ નું મુખ્ય ઉપકરણ છે, આખા ટેલિસ્કોપ નું મુખ્ય કોમ્પ્યુટર, સંદેશાવ્યવહાર અને પાર્ટ ને કંટ્રોલ કરવાનું કામ છે, લોન્ચ પછી આ ટેલિસ્કોપ બરાબર રીતે ખૂલી ને પોતાનું સ્થાન લે અને દરેક પાર્ટ કામ કરે તે જોશે. ઉપરાંત કમાન્ડ સેન્ટર માં થી આપવામાં આવેલા કમાન્ડ ને અનુસરવાનું કામ પણ કરશે. આમાં કુલ મળી ને ૧૦ નાના થ્રસ્ટર આવેલા હસે જેનું કામ ટેલિસ્કોપ ને આગળ પાછળ કરવાનું હશે.
  • આ ટેલિસ્કોપ નું કોમ્પ્યુટર એક સાથે ૪૫૮ ગીગાબિટ ડેટા પ્રોસેસ કરી શકે છે. આ ના કોમ્પ્યુટર માટે એક ખાસ પ્રકાર નું પ્રોસેસર વિકસાવ્યું છે. જેને SIDECAR ASIC((System for Image Digitization, Enhancement, Control And Retrieval Application Specific Integrated Circuit) કહેવામા આવે છે.  

ટેલિસ્કોપ ની ઓર્બિટ:

આ જેમ્સ વેબ ટેલિસ્કોપ ને અંતરીક્ષ માં એક ખાસ પોઈન્ટ ઉપર મૂકવામાં આવશે. જે ઓર્બિટ ઉપર આ મૂકવામાં આવશે તેને બીજોLagrange point L2 કહેવામાં આવે છે આ પૃથ્વી ગ્રહ થી ૧૫ લાખ કિલોમીટર દૂર આવેલ છે. આ પોઈન્ટ સુધી પોહચતા ટેલિસ્કોપ ને ૧ મહિના નો સમય લાગશે. એ પછી તેનો મિરર ,સન શિલ્ડ ખૂલવામાં અને ટેલિસ્કોપ ને કામ કરવાં માટે બીજા ૬ મહિના નો સમય લાગશે.

જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપ ની ઓર્બીટ

ટેલિસ્કોપ ને સ્પેસ  માં આટલે દૂર શું કામે મૂકવામાં આવશે ? હબલ ની જેમ પૃથ્વી ની ઓર્બિટ માં કેમ નહીં?

     અવકાશ નો વધારે નજીક થી અભ્યાસ કરવા માટે આ ખાસ ટેલિસ્કોપ બનાવવામાં આવ્યું છે. આવા ટેલિસ્કોપ માટે પૃથ્વી નું વાતાવરણ જ સૌથી મોટું નડતર બને છે. દરેક તારા ગ્રહ ઇન્ફરેડ કિરણો નું પ્રસાર કરતાં હોય છે. આ કિરણો પૃથ્વી ના વાતાવરણ સાથે આવતા જ બદલી જાય છે. ઉપરાંત ટેલિસ્કોપ ને એકદમ ઠંડુ રાખવું પડે છે જે માત્ર દૂર અંતરીક્ષ માં જ શક્ય છે. પૃથ્વી ઉપર આવેલા ટેલિસ્કોપ પણ એક હદ સુધીજ તારા અને ગ્રહ ના ઇન્ફ્રારેડ કિરણો નો પતો લગાવી શકે છે. એકદમ ઓછી વેવલેન્થ વાળા કિરણો નો પતો લગાવવા ટેલિસ્કોપ ને એકદમ ઠંડુ એટલે કે -૨૨૦ ડિગ્રી તાપમાન ઉપર રાખવું પડે અને સુર્ય ,પૃથ્વી કે ચંદ્ર ની વધારા ની ગરમી આને કામ માં રૂકાવટ ના નાખે એટેલે ખાસ શિલ્ડ લગાવી પડી છે.

લોન્ચ રોકેટ:

 જેમ્સ વેબ ને લોન્ચ કરવા માટે વિશ્વ ના સૌથી હેવી લિફ્ટર રોકેટ માના એક એવા યુરોપીયન સ્પેસ એજેંસી ના ariane-5 નો ઉપયોગ કરવામાં આવશે. આ રોકેટ 52 મીટર ઊંચું અને ૫.૪ મીટર નો વ્યાસ ધરાવે છે. અને વજન છે ૭૭૭ ટન. આ રોકેટ ૭ ટન વજન ના પેલોડ ને અંતરીક્ષ માં મોકલી શકે છે.

ટેલિસ્કોપ લઈ ને સ્પેસ માં જનારું રોકેટ
એરિન -૫ રોકેટ

કેવી રીતે અંતરીક્ષ માં આ ટેલિસ્કોપ મુકાશે.?

આ વિડીયો માં જુવો આવી રીતે સ્પેસ માં ગોઠવાશે આ ટેલિસ્કોપ. video source : lockheed martin company

કોણે બનાવ્યું છે આ ટેલિસ્કોપ.

આમ તો આ ટેલિસ્કોપ માત્ર નાસા એજ નહીં પરંતુ તેની સાથે યુરોપ ની અને કેનેડા ની સ્પેસ એજન્સી એ પણ મદદ કરી છે. ઉપરાંત કુલ મળી ને ૨૫૮ જેટલી પ્રાઈવેટ કંપની ઑ એ પણ મદદ કરી છે તેમાં ગ્વાર્મેંત એજન્સી અને મોટી એકેડેમીક કોલેજ ની પણ હેલ્પ લેવામાં આવી છે. કુલ મળી ને ૧૫ દેશો ના એંજિનિયરો, વિજ્ઞાની, અને ટેકનિશયનો ની મદદ લેવામાં આવી છે. નાસા તરફ થી આખા ટેલિસ્કોપ નું નિર્માણ તેના ગોડાર્ડ સ્પેસ  ફ્લાઇટ સેન્ટર દ્વારા બનાવવામાં આવ્યું છે,

વધારે વાંચો:

કેવું છે ઈસરો નું સૌથી સફળ રોકેટ PSLV ?

પર્સીવરન્સ- જાણો કેવુ છે નાસા નુ માર્સ રોવર

If you like this article follow us on Twitter , Facebook and Instagraam

sources: Nasa jwst, wikipedia

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.