ભારતીય સરકાર ની ટોપ ૧૦ એપ્સ

Home » Top 10 » ભારતીય સરકાર ની ટોપ ૧૦ એપ્સ

આજકાલ બધા કામકાજ ડિજિટલ થવા લાગ્યા છે. તો સરકારી કામ પણ ડિજિટલ એપ દ્વારા થઈ શકે છે અહી છે સરકારી કામકાજ માટે ની ટોપ ૧૦ એપ્સ.

આ છે સરકારી કામ માટે ની ટોચ ની ૧૦ મોબાઈલ એપ જેની મદદ થી તમે તમારા અનેક સરકારી અને બીજા કામો તમારા મોબાઈલ ની મદદ થી કરી શકો છો. આમાં ઇન્કમ ટેક્સ, રેલ્વે, પાસપોર્ટ, આધાર કાર્ડ, વિદેશ, પી.એફ. જેવા ખૂબ ઉપયોગી કાર્યો કરી શકો છો.

૧: aaykar setu app:

આ એપ ભારત ના ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા બનાવવામાં આવી છે. ટેક્સ પેયર માટે આ એપ ખુબ ઉપયોગી છે. આ એપ ની મદદ થી તમે ઇન્કમટેક્ષ ની વિવધ પ્રોસેસ ને સરળતાથી સમજી શકો છો. આ એપ કેટલીક ખાસીયતો.

  ટેક્સ ટુલ : જેની મદદ થી તમે ટેક્સ ની ગણતરી કરી શકો છો.

TRP : એટલે ટેક્સ રીટર્ન પ્રિપેરર જે તમારા ટેક્સ નું રીટન બનાવી આપે તેવા લોકો ની લીસ્ટ આપે છે.

PAN,TAN,TDS વગેરે માટે ઓનલાઈન એપ્લાય કરી શકો છો.

ઓનલાઈન ટેક્સ પણ ભરી શકાઈ છે.

ડાઉનલોડ કરો: Android

2: Digilocker App:

ડિજીટલ ઇન્ડિયા ના મિશન હેઠળ આ એપ લોન્ચ કરવામાં આવી હતી આ એક કલાઉડ સ્ટોરેજ સર્વીસ છે અને ફ્રી છે. આ એપ માં તમે તમારા અગત્ય ના ડોક્યુમેન્ટ ની ડિજીટલ કોપી સેવ રાખી શકો છો. ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, RC બુક, ૧૦ અને ૧૨ ની માર્કશીટ, ડિગ્રી સર્ટીફીકેટ, ઉપરાંત પણ બીજા અનેક પ્રકાર ના લીગલ ડોક્યુમેન્ટ રાખી શકો છો. તમને કુલ મળી ને ૧ GB સુધી ની ફ્રી સ્પેસ મળશે . આ એપ આજે દેશ ના ૯ કરોડ થી પણ વધારે લોકો વાપરે છે. 

ડાઉનલોડ કરો: Android

3: mAddhar App:

આધાર કાર્ડ આપણી રોજબરોજ ના જીવન પરત બની ગયો છે. સરકાર દ્વારા આધાર કાર્ડ ની ખાસ એપ લોન્ચ કરવામાં આવી છે mAAdhar, આનો મુખ્ય ઉપયોગ E-KYC કરવા માટે થાય છે આ એપ નો ઉપયોગ કરવા તમારો આધાર કાર્ડ તમારા મોબાઈલ સાથે લીંક હોવો જરૂરી છે. તમે એક એપ માં એક સાથે ૩ પ્રોફાઈલ બનાવી શકો છો.

ડાઉનલોડ કરો: Android

4:Bhim App:

ડિજીટલ અને કેશલેસ વહીવટ માટે સરકાર દ્વારા આને બનાવવામાં આવી હતી આ એક UPI આધારીત સીસ્ટમ છે જેની મદદ થી તમે કોઈ ને પણ પૈસા મોકલી શકો અથવા મેળવી શકો છો એ પણ સીધા તમારા બેંક ખાતા માં આજે UPI સીસ્ટમ દેશ ની ૩૦૦ થી વધુ બેંક દ્વારા સપોર્ટ કરવામાં આવે છે. આમાં સ્કેન એન્ડ પે ની સુવિધા પણ છે. 

ડાઉનલોડ કરો: Android

5: mParivahan:

આ એપ ની મદદ થી તમે કોઈ પણ વાહન ની ડીટેલ જાની શકો છો. આ એપ સરકાર ની રોડ અને હાઇવે મંત્રાલય દ્વારા બનાવવામાં આવ્યું છે. આ એપ કેટલાક ખાસિયત નીચે પ્રમાણે છે.

તમે તમારા Driving Licenses, RC બુક ની ડિજીટલ કોપી સેવ કરી શકો છો. 

વાહન ના PUC,વીમો,અને ફિટનેસ સર્ટીફીકેટ વિશે પણ જાની શકો છો.

તમારા નજીક RTO ઓફીસ વિષે જાણી શકો છો. 

તમારા વાહન નું કોઈ ચલણ બાકી હોય તો તેના વિષે જાની શકો છો.

ટેક્સ ભરી શકો છો. 

RC બુક ને બીજા સાથે ડિજીટલ રીતે શેર કરી શકો છો. 

ડાઉનલોડ કરો: Android

6:mPassport seva:

પાસપોર્ટ અને તેને લગતી સેવો માટે પણ હવે એપ બની ગઈ છે. આ એપ ને સરકાર ના વિદેશ મંત્રાલય દ્વારા બનાવવામાં આવી છે આ એપ ની કેટલીક ખાસિયત 

નવા પાસપોર્ટ ની અરજી કરવા માટે 

તમારી આસપાસ ના પાસપોર્ટ સેવા કેન્દ્ર અને DPC ની માહિતી મેળવવા

તમારે ક્યાં લય ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તેના વિષે ની માહિતી 

તમારા પાસપોર્ટ ના સ્ટેટ્સ ને ટ્રેક કરવા માટે 

ફી ની ગણતરી કરવા

ડાઉનલોડ કરો: Android

7:Madad:

આ એપ ને પણ વિદેશ મંત્રાલય દ્વારા બનાવવામાં આવી છે. જો તમે NRI છો અથવા વિદેશ માં સ્ટડી માટે કે બીજા કામ માટે જાવ છો તો આ એપ તમારી મદદ કરશે. આ એપ માં તમે તમારી ફરિયાદ કરી શકશો. આ ફરિયાદ જે તે દેશ માં આવેલી ભારતીય દુતાવાસ ને મળી જશે. અને તેને સોલ્વ કરવામાં મદદ કરશે. વિદેશ ભણવા જતા વિદ્યાર્થી માટે આં એપ ખુબ ઉપયોગી છે. 

ડાઉનલોડ કરો: Android

8:Umang:

આ umang નો આખો અર્થ થાય છે. UNIFIED MOBILE APP આ એપ ની મદદ થી તમે કેન્દ્ર અને વિવિધ રાજ્યો ની અનેક સેવા ના લાભ આ એક જ એપ દ્વારા લઇ શકો છો. આ એપ માં તમે ઇન્કમટેક્ષ, આધાર કાર્ડ, PF , GAS સીલીન્ડર, પાસપોર્ટ, વગેરે જેવી ૧૦૦ થી વધુ સેવા ના લાભ લઇ શકો છો.

ડાઉનલોડ કરો: Android

10:Irctc RailConnect:

રેલવે માં ટીકીટ બુક કરવા માટે ની ભારતીય રેલવે ની આ એક ઓફીસીઅલ એપ છે. આમાં કોઈ પણ સ્થળ ની રેલવે ટીકીટ બુક કરી શકો છો. ટ્રેન ના સમય જાણી  શકો છો. 

ડાઉનલોડ કરો: Android

If you like this article follow us on Twitter , Facebook and Instagraam

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.