પર્સીવરન્સ- જાણો કેવુ છે નાસા નુ માર્સ રોવર

Last updated on ફેબ્રુવારી 20th, 2021 at 04:39 પી એમ(pm)

Home » Space » પર્સીવરન્સ- જાણો કેવુ છે નાસા નુ માર્સ રોવર
પર્સીવરન્સ નું ગ્રાફીક્સ
પર્સીવરન્સ નું કોમ્પ્યુટર ગ્રાફીક્સ

૧૮ ફેબ્રુઆરીએ મંગળ ગ્રહ ઉપર ઊતરશે નાસા નુ “પર્સીવરન્સ” રોવર. આ આજ સુધી નુ સૌથી આધુનીક અને સૌથી મોટુ રોવર છે.  તો ચાલો જાણીએ શું છે આ રોવર મા અને આ મિશન ની દરેક વિગત વિશે.

ઈન્ટ્રોડકશન

મંગળ ગ્રહ કાયમ માટે વિજ્ઞાનીઑ માટે અભ્યાસ નો ખાસ વિષય રહ્યો છે. અનેક વર્ષો થી આ ગ્રહ ઉપર અનેક રિસર્ચ થયા છે. નાસા અને અન્ય અનેક એજન્સી માર્સ ઉપર ખૂબ મોટા પાયે રિસર્ચ કરી રહી છે. તેમાં સૌથી આગળ છે અમેરીકાની અને વિશ્વ ની સૌથી મોટી વૈજ્ઞાનિક એજન્સી નાસા. નાસા દ્વારા આ રેડ પ્લેનેટ ઉપર અનેક સેટેલાઈટ, લેંડર, અને રોવર યાન મોકલવા માં આવ્યા છે.

રોવર યાન માં માત્ર ૫ જ પ્રોજેકટ સફળ થયા છે. છેલ્લે ૨૦૧૨ માં ક્યુરીયોસિટી રોવર મંગળ ગ્રહ ઉપર લેન્ડ થયું હતું. હવે ૮ વર્ષ પછી  એક નવું રોવર  યાન “પર્સીવરન્સ” મંગળ ગ્રહ ઉપર લેન્ડ કરશે. અને ઈતીહાસ માં પ્રથમ વખત આ રોવર સાથે હશે એક નાનું એવું હેલિકોપ્ટર “ઈંજેન્યુઈટી”. પ્રથમ વખત બીજા કોઈ ગ્રહ ઉપર એક હેલીકોપ્ટર ઉડાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. 

પર્સીવરન્સ
પર્સીવરન્સ રોવર

પર્સીવરન્સ ની ખાસીયત

નામપર્સીવરન્સ
સંસ્થાનાસા 
બનાવનારJPL (જેટ પ્રપલ્સન લેબોરેટરી)
પ્રકારરોવર 
લંબાઈ ૨ મીટર 
વ્યાસ ૨.૭ મીટર
ઊંચાઈ ૨.૨ મીટર 
વજન ૧૦૨૫ કિલોગ્રામ 
લોન્ચ થયા ની તારીખ ૩૦ જુલાઇ ૨૦૨૦ 
લેંન્ડીંગ તારીખ ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૧ 
લેન્ડીગ સાઇટ જેઝરો ક્રેટર (મંગળ ગ્રહ)
વૈજ્ઞાનિક ઉપકરણો ૭ , ૧ ઈંજેન્યુઈટી હેલીકોપ્ટર 
મિશન નું બજેટ૨.૭૫ અબજ ડોલર 
આ યાન ની કેટલી રસપ્રદ વિગતો

શું છે આ યાન પર્સીવરન્સ માં ?

આ એક નાસા દ્વારા બનાવેલ આજ સુધીનું સૌથી આધુનીક મંગળ યાન છે. આ રોવર યાન માં કુલ ૬ વ્હીલ છે. જે મંગળ ગ્રહ ની ગમે તેવી ખરાબ અથવા પથરો વારી સપાટી ઉપર આરામ થી ચાલી શકે છે. દેખાવ માં આ યાન બિલકુલ જૂના ક્યુરિયોસીટી યાન જેવુ જ છે. પણ એના કરતાં વજન માં વધારે છે.

વાંચો : કેવું છે ઈસરો નું PSLV રોકેટ

આ યાન માં કુલ ૨૩ પ્રકાર ના કેમેરા છે. જેમાં એન્જિનયરિંગ માટે ૯, વિજ્ઞાન માટે ના ૭, અને EDL માટે ૭ બીજા કેમેરા છે. ઉપરાંત  આમાં માઈક્રોફોન પણ રાખવામા આવ્યા છે. આ યાન માં મંગળ ગ્રહ ની સપાટી ઉપર થી માટી ના સેમ્પલ લેશે અને તેને એક ટ્યુબ માં ભરી ને રાખી દેશે. ભવિષ્ય માં બીજા માર્સ મિશન દ્વારા તેમાં થી આ સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે.

બીજું એક ખાસ પ્રકાર નો રોબોટિક આર્મ આ યાન માં છે જે ૭ ફુટ લાંબો છે. આ હાથ ના છેડે આવેલા છે ૨ ઉપકરણ, એક ખાસ પ્રકાર ની ડ્રીલ આવેલી છે.જે મંગળ ગ્રહ ના પત્થરો પર હોલ પાડી શકે છે. અને એક નાની નાઈટ્રોજન ભરેલી ગેસ ની ટેંક છે જે પત્થર ઉપર થી પડેલી ધુળ ને ઉડાડી દેશે.

આ પર્સીવરન્સ માં પહેલી વાર હેલીકોપ્ટર “ઈન્જેન્યુઈટી “ રાખવા માં આવ્યું છે. પેહલી વાર બીજા ગ્રહ ઉપર હેલીકોપ્ટર ઉડાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. જો આ સફળ થશે તો બીજા ભવીષ્ય માં આવતા મિશન માં પણ આવા હેલીકોપ્ટર નો સમાવેશ થશે. 

આ રોવર મંગળ ગ્રહ ની જમીન ઉપર થી સેમ્પલ લઇ ને પોતાની અંદર ની નળાકાર ટ્યુબ માં ભરી લેશે. 

શું છે આ મિશન માર્સ ૨૦૨૦  માં :

આ મિશન ના મુખ્ય ઉદેશ્ય આ પ્રમાણે છે. 

૧: મંગળ ગ્રહ ઉપર ક્યારેય જીવન હતું કે નહી. તેની તપાસ કરવી:

૨ : મંગળ ગ્રહ ના વાતાવરણ નો અભ્યાસ કરવો 

૩ : મંગળ ગ્રહ ના ભુગોળ નો અભ્યાસ કરવો 

૪ : માણસો માટે મંગળ ગ્રહ ઉપર એકસ્પ્લોરેશન શક્ય છે કે નહી તે નક્કી કરવા

ઇન્જેન્યુઈટી:

આ હેલીકોપ્ટર નો વજન છે ૧.૮ કિલોગ્રામ, ઉંચાઈ છે ૧.૬ ફૂટ, સાઈઝ છે ૫.૫ ઇંચ બાય ૭.૭ ઇંચ બાય ૬.૪ ઇંચ. આ ની ઉપર સોલાર સેલ લાગેલા છે જે આની બેટરી ને ચાર્જ કરશે. એમાં કુલ ૨ પ્રકાર ના કેમેરા આવેલા છે. 

ઈંજેન્યુઈટી હેલીકોપ્ટર

આ હેલીકોપ્ટર એક વાર માં ૧૫ ફુટ ઊંચું જઈ શકે છે અને ૫૦ મીટર સુધી દુર જઈ શકે છે. એક વાર માં કુલ ૯૦ સેકન્ડ માટે જ ઉડી શકે છે. 

પર્સીવરન્સ રોવર ના  વેજ્ઞાનિક ઉપકરણ :

પર્સીવરન્સ ના વૈજ્ઞાનીક ઉપકરણો
પર્સીવરન્સ ના વૈજ્ઞાનીક ઉપકરણો

 ૧ : Mastcam-Z

આ બે અતિ આધુનીક સ્ટીરીયોસ્કોપીક હાઈ રેઝોલ્યુશન કેમરા છે. જે આ રોવર ના આંખ નું કામ કરશે. આ કેમેરા ની મદદ થી આનો ઓપરેટર પૃથ્વી થી જોઈ શકશે કેવી રીતે આ રોવર ને ચલાવવું . આ કેમેરા ૩૬૦ ડીગ્રી સુધી રેકોર્ડ કરી શકે છે અને ખુબ જ ઝૂમ કરી ને જોઈ શકે છે 

2: MEDA (Mars Environmental Dynamics Analyzer):

આ ઉપકરણ માં અનેક પ્રકાર ના સેન્સર આવેલા છે જે મંગળ ગ્રહ ના વાતાવરણ પર નઝર રાખશે. જેવી કે પવન ની સ્પીડ, ઐર પ્રેશર, તાપમાન, રેડીયેશન વગેરે વગેરે. આ ઉપકરણ સ્પેન ની યુનિવર્સીટી દ્વારા બનાવવામાં આવ્યું છે. 

MOXIE (Mars Oxygen ISRU Experiment):

આ પ્રકાર નો પ્રયોગ પેહલી વાર કરવામાં આવશે આ પ્રયોગ માં ઉપકરણ દ્વારા ત્યાના કાર્બન ડાયોક્સાઈડ નો ઉપયોગ કરી ને ઓક્સીજન બનાવવાની કોશિશ કરવામાં આવશે. જો સફળ થાય તો આવા મોટા મશીન લગાવી ને ત્યાં ઓક્સીજન ઉત્પન કરી શકાય જે મંગળ ગ્રહ ઉપર રોકેટ ઉતરશે ત્યાં આ ને ફયુલ તરીકે વાપરી શકશે. 

૪: PIXL (Planetary Instrument for X-ray Lithochemistry):

આ ઉપકરણ રોવર ના રોબોટીક હાથ ઉપર ફીટ કરવામાં આવ્યો છે. આ એક પાવરફુલ x-ray છે. જે મંગળ ગ્રહ ની સપાટી ઉપર ના પત્થરો નાતત્વો વિષે જાની શકાશે. આ લાઈટ માત્ર ૧૦ સેકન્ડ માં અલગ અલગ ૨૦ તત્વો ની ઓળખ કરી શકે છે.

૫: RIMFAX (Radar Imager for Mars’ Subsurface Experiment):

  આ એક ખાસ પ્રકાર નું રેડાર છે. જે મંગળ ગ્રહ ની સપાટી ની નીચે તપાસ કરશે. આ રેડાર ૩૩ ફીટ નીચે સુધી તપાસ કરી શકે છે એ પણ તપાસ કરી શકે કે તેની નીચે કોઈ પણ પ્રકાર નો બરફ છે કે નહી. આ સાધન નોર્વે દ્વારા બનાવવામાં આવ્યું છે. 

૬: SHERLOC (Scanning Habitable Environments with Raman & Luminescence for Organics & Chemicals):

આ ઉપકરણ પર્સી ના રોબોટીક હાથ ઉપર રાખવામાં આવ્યું છે. આ ઉપકરણ માં એક અલ્ટ્રા વાયોલેટ લેસર રાખવામાં આવી છે જે પથ્થર ઉપર પડી ને તેના મિનરલ નો તપાસ કરશે. એક ખાસ watson કેમેરો પણ આની સાથે રાખવામાં આવ્યો છે. 

૭: SuperCam :

આ ઉપકરણ રોવર ના સૌથી ઉચા મસ્ટ ઉપર લગાવેલો છે આ એક પલ્સ લેસર છે. આ એક પથર ઉપર લેસર ફેકી ને તેને ૧૦ હજાર ડીગ્રી સુધી ગરમ કરશે. તેને પ્રકાશ ઉપર થી આ કેમેરો તેના કેમીકલ વિષે ની તપાસ કરશે.  આ કેમેરો ૨૦ ફૂટ દુર થી તેના કેમીકલ નો તપાસ કરી શકે છે. 

કેવી રીતે લેન્ડ કરશે આ યાન ?

મંગળ ગ્રહ ઉપર રોવર કે લેન્ડર ઉતારવું એ એક ખુબ અઘરું છે. જેમાં સફળતા નો ચાન્સ ખુબ ઓછો છે. પર્સીવરન્સ માં પણ એજ છે. અમેરીકા ના ૭ માંથી માત્ર ૬ રોવર જ સફળતા મેળવી શક્યા છે. આખા મિશન નો આધાર આ સ્ટેજ ઉપર છે. આ સ્ટેજ ને ટુક માં EDL કહેવામાં આવે છે. એટલે કે એન્ટ્રી, ડિસેન્ટ, લેન્ડીંગ. આ રોવર ની લેન્ડીંગ માટે જેઝેરો ક્રેટર નક્કી કરવામાં આવ્યો છે. વિજ્ઞાનીકો નું માનવું છે કે અહી ક્યારેક પાણી હશે. જુવો નીચે નો વિડીયો

આવી રીતે લેન્ડ કરશે રોવર

આમ તો આ સ્ટેજ માત્ર ૭ મિનીટ માટે જ છે. પરંતુ આખી મિશન નો સફળતા નો આધાર આ ૭ મિનીટ ઉપર જ હોય છે. 

૧: યાન ૧૯,૦૦૦ કિલોમીટર ની સ્પીડે મંગળ ના વાતાવરણ માં પ્રવેશ કરે છે. 

૨ : યાન નજીક પોહ્ચતા તેમાંથી એક પેરેશુટ બહાર નીકળશે જે આની સ્પીડ ને ઘટાડી દેશે. 

૩ : નીચે થી હીટ શિલ્ડ અલગ થઇ ને તેનું ખાસ સીસ્ટમ ટેરેન મેપિંગ સીસ્ટમ ચાલુ થશે.

૪ : ૧.૫ કિલોમીટર ની દુર ડિસેન્ટ સ્ટેજ ચાલુ થઇ જશે. જે યાન ને ઓટોમેટીક તેની સ્થાન ઉપર લઇ જશે. 

પર્સીવરન્સ લેન્ડીંગ સ્થાન.

આ આખી પ્રક્રિયા ઓટોમેટીક હશે. આ સ્ટેજ દરમિયાન આ યાન નો સંપર્ક પણ કપાઈ જશે. માત્ર લેન્ડ થયા પછી જ આ રોવર પાછુ પૃથ્વી ઉપર સિગ્નલ મોકલી શકશે.

સોર્સ : નાસા

If you like this article follow us on Twitter , Facebook and Instagraam

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.