Windows 11 – જાણો કેવી છે માઈક્રોસોફ્ટ ની નવી ઓપરેટીંગ સીસ્ટમ

Home » Computers » Windows 11 – જાણો કેવી છે માઈક્રોસોફ્ટ ની નવી ઓપરેટીંગ સીસ્ટમ

આખરે લાંબા સમય બાદ માઈક્રોસોફ્ટે લોન્ચ કરી છે પોતાની નવી સીસ્ટમ Windows 11. તો ચાલો જાણીએ શું છે નવું અને ખાસ આ વિન્ડોઝ ૧૧ માં.

વિન્ડોઝ ૧૧ નું સ્ટાર્ટ મેનૂ
વિન્ડોઝ ૧૧ નું સ્ટાર્ટ મેનૂ

આ નવી ઓપરેટીંગ સીસ્ટમ માં માઈક્રોસોફ્ટ એ ઘણા નવા ફીચર આપ્યા છે. આ નવી સીસ્ટમ ૫ ઓક્ટોબર થી પબ્લીક માટે રીલીઝ કરવામાં આવશે. આમ તો આ વિન્ડોઝ ૧૧ જૂન ૨૪ ના દિવસે ૨૦૨૧ ના દિવસે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. માઈક્રોસોફ્ટ એ આ વખતે નવી સીસ્ટમ ૬ વર્ષે લોન્ચ કરી છે. આની પેહલા ૨૦૧૫ માં વિન્ડોઝ ૧૦ લોન્ચ કરવામાં આવી હતી.

હાર્ડવેર રિક્વાયરમેંટ

નવી Windows 11 લગભગ windows 10 જેવી જ છે પરંતુ તેમાં થોડા મેજર અપડેટ કરવામાં આવ્યા છે. આ સીસ્ટમ માટે ખાસ કોમ્પ્યુટર હાર્ડવેર ની જરૂર પડશે. ચાલો જાણીએ શું છે મિનિમમ હાર્ડવેર રિક્વાયરમેંટ windows 11 ને ચલાવવા માટે.

windows 11 ની બેઝિક હાર્ડવેર રિકવાયરમેન્ટ

પ્રોસેસર                    1 GHz ની સાથે મિનિમમ 2 કોર અને 64 bit પ્રોસેસર
રેમ4 GB
સ્ટોરેજ  64 GB
ફર્મવેર  UEFI, secureboot કેપેબલ
TPMTrusted plateform module Version 2.0
ગ્રાફિક્સ કાર્ડDirectx 12 compatible with wddm 2.0 driver
ડિસ્પ્લેHD 720p
બીજું જરૂરિયાતનેટ કનેક્શન અને માઈક્રોસોફ્ટ નું એકાઉન્ટ

જો તમને ખ્યાલ ના હોય કે તમારા કોમ્પ્યુટર માં ચાલશે કે નહીં તો તમે માઈક્રોસોફ્ટ નું એક ફ્રી ટૂલ વાપરી શકો છો. આ છે  PC HEALTH CHECK APP  અથવા બીજું એક ટૂલ છે “WhyNotWin11” આ બન્ને ટૂલ એકદમ ફ્રી છે.

વધારે વાંચો: બાઈટ, મેગાબાઈટ,ગીગાબાઈટ – ચાલો જાણીએ ડેટા માપવા ના એકમ વિશે

Windows 11 માં કોમ્પ્યુટર ના હાર્ડવેર ની જરૂરિયાત માં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં પ્રોસેસર માટે તમારે મિનિમમ ૧ ghz ની સ્પીડ અને ૨ કોર વારુ પ્રોસેસર ની જરૂર પડશે. ઉપરાંત ઇન્ટેલ ના ૭th જનરેશન અથવા એના થી જૂના પ્રોસેસર સપોર્ટ નહીં કરે. અને કેટલાક એએમડી ના જૂના રાયઝેન પ્રોસેસર પણ નહીં ચાલે. ઉપરાંત માઈક્રોસોફ્ટ હવે માત્ર 64 બીટ સપોર્ટેડ Windows 11 બનાવશે.

આ નવી ઓપરેટીંગ સિસ્ટમ માં મુખ્ય જરૂરિયાત છે. TPM 2.0. TPM નો અર્થ થાય છે “trusted platform module”. આ એક પ્રકાર ની ખાસ કોમ્પ્યુટર ચિપ છે જે મધરબોર્ડ માં ફિટ કરેલી હોય છે. આ ચિપ નું કામ છે હાર્ડવેર બેઝ સિક્યુરિટી રેલેટેડ ફંક્શન આપવા નું. આ ચિપ ને તમે ટેકનિકલ ભાષા માં ક્રિપ્ટો પ્રોસેસર પણ કહી શકો છો. જેનું કામ ક્રીપ્ટોગ્રાફી ઓપરેશન કરવાનું થાય છે. આ એક પ્રકાર ખૂબ જ સિકયુર મિકેનિઝમ છે જે કોમ્પયુર ની સિક્યુરીટી ને વધારે છે.

Windows 11 ના ફીચર્સ :

આ રહી લિસ્ટ windows 11 ના એકદમ નવા ફીચર ની.

યુઝર ઇન્ટરફેસ:

          માઇક્રોસોફ્ટ દ્વારા આ windows 11 માં એકદમ નવો લુક આપવામાં આવ્યો છે. આ નવો લુક એકદમ એપલ ની મેક ને મળતો આવે છે. એકદમ નવું સ્ટાર્ટ મેનુ, આપવામાં આવ્યું છે અને એ પણ ટાસ્કબાર ના એકદમ વચ્ચે . પેલા કરતાં વધારે સારા અને કલરફૂલ આઈકોન આપવા માં આવ્યા છે, અને એકદમ નવું ફાઇલ એક્સ્પ્લોરર અને ડિવાઇસ મેનેજર પણ આપવા માં આવ્યું છે.

Android સપોર્ટ :

          Windows 11 નું સૌથી ખાસ ફીચર છે Android સપોર્ટ. હા હવે તમે મોબાઇલ ની કોઈ પણ Android એપ ને તમારા કોમ્પ્યુટર થી ચલાવી શકશો. આના માટે માઈક્રોસોફ્ટ દ્વારા ખાસ એપ સ્ટોર બનાવવા માં આવ્યો છે. અને થર્ડ પાર્ટી એપ સ્ટોર પણ ચાલશે.

android support

વિજેટ:

        Windows 11 નુ સૌથી ખાસ ફીચર છે વિજેટ્સ. વિજેટ્સ એટલે એક નાનો એવો પ્રોગ્રામ કે ટૂલ જે એક ખાસ પ્રકાર નુ એક જ કામ કરી શકે છે. ઉદાહરણ તરીકે જો તમે વેધર વિષે જાણવા માંગો છો. સિસ્ટમ માં એક વિજેટ ઓન કરી ડો તો એ તમને હમેશા વેધર વિષે તમારી સ્ક્રીન ઉપર બતાવતું રહસે. એક પ્રકાર નુ ફીડ સિસ્ટમ છે. અને તમે તેને તમારા ડેસ્કટોપ ઉપર કેવી રીતે દેખાડવા માંગો છો. આ સાઈજ માં નાના એવા હોય છે.

windows widgets

વધારે વાંચો: જાણો વિવિધ પ્રકાર ના કોમ્પ્યુટર વિષે.

સ્નેપ લે આઉટ ,સ્નેપ ગ્રૂપ:

          Windows 11 માં સ્નેપ લે  આઉટ અને ગ્રૂપ માટે નુ ખાસ ફીચર આપવામાં આવ્યું છે. જો તમે એક સાથે બે અથવા વધારે એપ ચાલવા માંગો છો તો તેને એક સાથે કેવી રીતે વ્યવસ્થિત રીતે ગોઠવવી તે આ ના દ્વારા કરી શકો છો. તમે કૉલમ અથવા ગ્રીડ માં અને ગોઠવી શકો છો. કુલ મળી ને ૬ અલગ અલગ ઓપ્શન માથી તમે તમારી મનપસંદ ગ્રૂપ સિલેક્ટ કરી શકો છો.

વર્ચ્યુયલ ડેસ્કટોપ :

          આજ સુધી એવું હતું કે તમે તમારા ડેસ્કટોપ ને માત્ર એક જ રીતે વાપરી શકતા હતા. હવે તમે તમારા મનપસંદ રીતે અલગ અલગ ડેસ્કટોપ ગોઠવી શકો છો. ઉદાહરણ તરીકે જ્યારે તમે કામ કરવા બેશો છો તો એ પ્રમાણે ના આઈકોન, વોલપેપર, અને લુક સેટ કરી શકો છો. જ્યારે સ્કૂલ માટે અલગ ડેસ્કટોપ ની ગોઠવણી કરી શકો છો. તમારા મૂડ અને કામ પ્રમાણે આ ગોઠવણ થઈ શકે છે.

ગેમીંગ:

          માઈક્રોસોફ્ટ દ્વારા આ વખતે windows ૧૧ માં ગેમીંગ ઉપર પણ પૂરતું ધ્યાન આપવા માં આવ્યું છે. વિડીયો ગેમ એક્સબૉક્સ નુ ખાસ ફિચર AUTO HDR ને windows 11 માં સમાવી લેવા માં આવ્યું છે. જેના થી સિસ્ટમ તેને મેળે વિડીયો ગેમ નો કલર ઓટોમેટીક રીતે સેટ કરી શકે છે. આના થી ગેમીંગ વધારે સારી અને ક્લિયર દેખાય છે.

વધારે વાંચો: કેવી રીતે કોમ્પ્યુટર માં ગુજરાતી ભાષા માં લખી શકાય છે ?

ટીમ ઇન્ટીગ્રેશન :

          માઇક્રોસોફ્ટ ની સૌથી લોકપ્રીય સર્વીસ માની એક છે ટીમ એપ. આ એક પ્રકાર ની વિડ્યો કોન્ફ્રરસિંગ અને મેસેંજિંગ સર્વીસ છે. હવે આને વિન્ડોઝ ૧૧ માં સીધું સમાવેશ કરી દેવા માં આવ્યો છે. હવે ટાસ્કબાર માથી આને સીધું એક્સેસ કરી શકે છે.

પેન, ટચ અને વોઇસ માટે નો સપોર્ટ

          આ વખતે વિન્ડોઝ ૧૧ માં ટચ અને પેન સપોર્ટ ખાસ આપવામાં આવ્યો છે જેથી તે ટેબ્લેટ કોમ્પ્યુટર માં પણ સારી રીતે ચાલે. અને ટાઈપિંગ માટે વોઇસ ટાઈપિંગ ની સુવિધા પણ આપવામાં આવી છે. જેથી તમે કીબોર્ડ ને બદલે અવાજ દ્વારા પણ ટાઈપ કરી શકો છો.

ઇનબિલ્ટ ટૂલ્સ :

          આ વખતે windows 11 માં દરેક ટૂલ્સ ને રીડિઝાઈન કરવામાં આવ્યા છે. સૌથી મોટો ફેરફાર એ છે કે માઈક્રોસોફ્ટ નું નવું વેબ બ્રાઉઝર EDEGE હવે ડિફોલ્ટ બ્રાઉઝર છે. અને જૂનું ઇન્ટરનેટ એક્સપ્લોરર ને હમેંશા કાઢી નાખવામાં આવ્યું છે. ઉપરાંત વિન્ડોઝ મીડિયા પ્લેયર, સ્નિપિંગ ટૂલ્સ, ફાઇલ એક્સપ્લોરર દરેક ને નવો લુક આપવામાં આવ્યો છે.

પ્રાઇસ:

          જો તમારા કોમ્પ્યુટર માં વિન્ડોઝ ૧૧ OEM વર્ઝન છે અથવા તમારા કોમ્પ્યુટર માં વિન્ડોઝ ૧૦ નું લાઇસન્સ વર્ઝન છે તો તમે આને ફ્રી માં અપગ્રેડ કરી શકો છો.

વધારે વાંચો: CPU – જાણો કોમ્પ્યુટર ના સૌથી મુખ્ય ભાગ CPU વિષે

sources: Microsofts, cnet

If you like this article follow us on Twitter , Facebook and Instagraam

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.