કેવી રીતે કોમ્પ્યુટર માં ગુજરાતી ભાષા માં લખી શકાય છે ?

શું તમારે કોમ્પ્યુટર માં ગુજરાતી ભાષા માં લખવું છે? તો તમારે માત્ર અહી આપેલા સ્ટેપ ફોલો કરો. અને કોઈ પણ લખી શકશે ગુજરાતી ભાષા માં.

અહી તમે સ્માર્ટ રીતે ગુજરાતી ભાષા માં લખી શકો છો. આના માટે તમારે કોઈ ટ્રેનીંગ ની જરૂર નહીં પડે. જેવો તમે સ્પેલીંગ લખશો કે તરત તેની નીચે ગુજરાતી શબ્દ આવી જશે.

સૌથી પેહલા તો માઈક્રોસોફ્ટ નું ભાષાઈંડિયા માં જઈ તમારે આ બે પ્રોગ્રામ ડાઉનલોડ કરવા પડશે.  ડાઉનલોડ માંટે ક્લિક કરો અહી. BHASHA INDIA. અહી તમને પેહલા તો Microsoft I​ndic Language Input Tool (ILIT) દેખાશે તેમાં ગુજરાતી ઉપર ડાઉનલોડ ઉપર ક્લિક કરો. અને કોમ્પ્યુટર માં ઇન્સ્ટોલ કરો.

indic language tools 3

પછી તમારે બીજો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવો પડશે આ છે Indic Input 3 આ જ પેજ ઉપર જ્યારે તમે નીચે જસો ત્યારે તમને દેખાશે. અહી ગુજરાતી સામે તમને દેખાશે 32 bit કે 64 બીટ માં ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવશે.

તમારી સિસ્ટમ પ્રમાણે તમે એમાં થી વર્જન ડાઉનલોડ કરો. લગભગ તો આજ ના બધા કોમ્પ્યુટર 64 બીટ ના જ હોય છે. જો તમારે જાણવું હોય કે તમારી સિસ્ટમ કેટલા બીટ ની છે તો ડેસ્કટોપ ઉપર  My Computer ના આઈકોન ઉપર રાઇટ ક્લિક કરો, તેમાં તમને Properties નામનો ઓપ્શન હશે તેના ઉપર ક્લિક કરો તેમાં system કૉલમ માં જુવો

બંને વસ્તુ ડાઉનલોડ કરી ને ઇન્સ્ટોલ કરો જેવુ તમે આ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરશો કે તરત જ નીચે taskbar  માં  એક લેન્ગ્વેજ બાર  દેખાશે. જેમાં GU લખેલું હશે.  જો કોઈ કારણસર તમને આ  દેખાય નહીં  તો આ સેટિંગ કરો.  કંટ્રોલ પેનલ માં જાવ, તેમાં Language સેટીંગ માં જઈ જમણી તરફ તમને Advanced settings દેખાશે. તેમાં  switching input method દેખાશે. જેમાં option  ઉપર ક્લિક કરો. તેમાં Language Bar મેનુ માં બીજો ઓપ્શન Docked in taskbar ઓન કરી દો.

 

વાંચો: કોમ્પ્યુટર માં વપરાતા દરેક પ્રકાર ના પોર્ટ વિષે.

 

type in gujarati

બસ આવી રીતે તમે ગુજરાતી કોમ્પુટર માં લખી શકશો. ગુજરાતી ભાષા લખવા માટે તમે આ પ્રોગ્રામ ની હેલ્પ ફાઇલ ખાસ વાંચવી. આહિ તમને કેવી રીતે ટાઈપ કરવું. ક્યાં શબ્દો માટે કેવી રીતે ટાઈપ કરવું તેની આખી pdf ફાઇલ આપેલી છે. ખાસ વાંચવી.

 

સોર્સ :  માઈક્રોસોફ્ટ ભાષા ઈન્ડિયા 

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.