કેવી છે ભારત એ રશિયા પાસે થી ખરીદેલી S-400 મિસાઈલ સિસ્ટમ ?

Last updated on જુલાઇ 17th, 2023 at 09:29 એ એમ (am)

ભારત પાસે આવી ગઈ છે વિશ્વ ની સૌથી ખતરનાક મિસાઈલ સીસ્ટમ માની એક એવી S-400 . તો ચાલો જાણીએ શું છે ખાસ આ મિસાઈલ ડિફેન્સ સીસ્ટમ માં

એસ ૪૦૦ ની મિસાઈલ
એસ ૪૦૦ ની મિસાઈલ

ઇતિહાસ

ભારત એ રશિયા સાથે ૨૦૧૬ માં એક કરાર કર્યા હતા જેના પ્રમાણે ભારત રશિયા પાસે થી એકદમ લેટેસ્ટ એવી એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ ખરીદવાનો સોદો કરવામાં આવ્યો હતો આ મુજબ ભારત કુલ ૪૦,૦૦૦ કરોડ ના ખર્ચ કરીને અવી કુલ ૫ સીસ્ટમ લેવામાં આવી છે . ભારત આ સીસ્ટમ નો ઉપયોગ પોતાના અનેક અગત્ય ના મીલીટરી બેઝ અને ખાસ સ્થળો ની સુરક્ષા કરવા માં વાપરશે. રશિયા એ આ  સિસ્ટમ હજી સુધી માત્ર ચીન ને જ આપી છે. ભારત આ સીસ્ટમ ખરીદનાર બીજો દેશ બનશે. આ મિસાઈલ સીસ્ટમ ને કારણે અમેરીકા એ ભારત પર પ્રતિબંધ મુકવાની પણ ચેતવણી આપી છે. પણ ભારત એ આ સીસ્ટમ ખરીદવા ની પૂરી તયારી કરી લીધી છે.

વાંચો: જાણો ભારતીય સેના ના સૌથી મહત્વના શસ્ત્રો વિશે.

S-400 ફુલ સિસ્ટમ
S-400 ફુલ સિસ્ટમ

આમ તો ભારત પાસે ઘણી સેલ્ફ ડીફેન્સ સીસ્ટમ છે. જેમાં SPYDER, AKASH, BARAK 8 જેવી સિસ્ટમ અને મિસાઈલ છે પરંતુ આ બધી સીસ્ટમ ની અમુક લીમીટ છે. અને ભારત પોતાની પણ એક ડીફેન્સ સીસ્ટમ બનાવી રહ્યું છે. પરંતુ તેમાં હજી ઘણા વર્ષ નો સમય નીકળી જાય તેમ છે. આ સીસ્ટમ આજ સુધી ની સૌથી ખતરનાક અને આધુનીક મિસાઈલ ડિફેન્સ સીસ્ટમ માની એક છે.

વાંચો: જાણો ઈન્ટરનેટ ઉપર ચાલતા કોમન સ્કેમ વિશે 

S-400 ની રચના

S-400 ટ્રાયમ્ફ મિસાઈલ અથવા જેને નાટો દ્વારા SA-21 ગ્રોલર મિસાઈલ તરીકે પણ ઓળખવા માં આવે છે. આ કોઈ એક મિસાઈલ નહી પરંતુ અલગ અલગ રેંજ ની અનેક મિસાઈલનું સમૂહ છે. આ સીસ્ટમ આજ ના દરેક ફિફ્થ જનરેશન ફાઈટર વિમાન ને પણ ડિટેકટ કરીને તોડી પડી શકે છે. આવી વિશ્વ માં માત્ર એક જ મિસાઈલ ડીફેન્સ સીસ્ટમ છે. અને એ હવે ભારત ખરીદશે. આ સીસ્ટમ ૪૦૦ કિલોમીટર દુર ના કોઈ પણ ટાર્ગેટ ને નષ્ટ કરવા સક્ષમ છે.

S-400 ની ખાસીયત

ટાર્ગેટ ડિટેકશન રેંજ૬૦૦ કિમી
હવા માં ઉડતા ટાર્ગેટ ની રેંજમેકસીમમ : 400 કિલોમીટર
 મિનિમમ: ૨ કિલોમીટર
કેટલી ઉંચાઈ સુધી ના ટાર્ગેટ કરી શકે.મેકસીમમ :૧૮૫ કિલોમીટર મિનિમમ : ૨ મીટર
એક સાથે કેટલા ટાર્ગેટ સાથે લડી શકે છે?૮૦
એક સાથે કેટલી મિસાઈલ લોન્ચ કરી શકે?૧૬૦
કેટલી વાર માં ઓપરેશન માટે તૈયાર થઇ શકે?૧૫ મિનીટ
કેવા પ્રકાર ના ટાર્ગેટ નષ્ટ કરી શકે છે.બોમ્બર વિમાનો, ફિફ્થ જેન વિમાનો, યુએવી, મિસાઈલ, અરલી વોર્નીગ વિમાનો.
મિસાઈલ ના પ્રકારકુલ ૫ પ્રકાર ની  :
૪૦ કિમી :
૧૨૦ કિમી :
૨૦૦ કિમી
૨૫૦ કિમી:
૪૦૦ કિમી
S-400 ની બેઝિક માહિતી

S-400 ના મુખ્ય ઇક્વિપમેન્ટ

S-400-ઇન્ફોર્મેશન
S-400-ઇન્ફોર્મેશન

ભારત આવી કુલ ૫ સીસ્ટમ ખરીદવાનું છે. એક એસ-૪૦૦ ડીફેન્સ સીસ્ટમ માં હોય છે ૮ મિસાઈલ લોન્ચર જેમાં કુલ અલગ અલગ રેંજ ની ૩૨ મિસાઈલ રહી શકે છે. ૨ ખાસ પ્રકાર ના રેડાર જે ૬૦૦ કિલોમીટર દુર સુધી જોઈ શકે છે. એક આખી કમાંડ પોસ્ટ જેની મદદ થી એક આખી સીસ્ટમ ને કંટ્રોલ કરવામાં આવે છે. આખી સીસ્ટમ મોબાઈલ હોય છે. મતલબ તેને ટ્રક દ્વારા ગમે તે સ્થળે મોકલી અને ગોઠવી શકાય છે.

S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ના અગત્ય ના પાર્ટ માં છે 91N6E ગ્રેવસ્ટોન રેડાર જે ૬૦૦ કિલોમીટર દુર સુધી જોઈ શકે છે. અને એક સાથે ૩૦૦ ટાર્ગેટ ટ્રેક કરી શકે છે. બીજુ છે 92NE6 BIG BIRD રડાર જે અંદાજીત ૧૦૦ ટાર્ગેટ ને ટ્રેક કરી શકે છે.

એસ-૪૦૦ મિસાઈલ સીસ્ટમ નું 92N6 ગ્રેવસ્ટોન રેડાર
92N6 ગ્રેવસ્ટોન રેડાર

96LE6 નામનું હાઈ અલ્ટીટ્યુડ ડિટેકટર રડાર જે પહાડો ને પણ સર્ચ કરી શકે છે. 55K6E નામનું કમાંડ પોસ્ટ જે આખી સિસ્ટમ નું મુખ્ય કંટ્રોલ મથક હોય છે. જેમાં ૫ વ્યક્તિ એક સાથે બેસી શકે છે.

આ એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમ નું મુખ્ય શસ્ત્ર છે તેની મિસાઈલ. અલગ અલગ ટાર્ગેટ માટે તેમજ રેંજ માટે કુલ ૫ પ્રકાર ની મિસાઈલ આપવા આવી છે

S-400 ની મુખ્ય મિસાઈલ

મિસાઈલરેંજવજન
40N6૪૦૦ કિલોમીટર૧૮૯૩ કિલો
48N6E૩૨૫૦ કિલોમીટર૧૮૩૫ કિલો
48N6E2૨૦૦ કિલોમીટર૧૮૩૫ કિલો
9M96E2૧૨૦ કિલોમીટર૪૨૦ કિલો
9M96E૪૦ કિલોમીટર૩૩૩ કિલો
s-400 ની મિસાઇલ ના નામ અને તેની રેન્જ
એસ-૪૦૦ નું 55K6 કમાંડ પોસ્ટ
એસ-૪૦૦ નું 55K6 કમાંડ પોસ્ટ

આ ઉપરાંત અલગ અલગ ઘણી પ્રકાર ના ઓપ્શનલ રડાર અને પોસ્ટ હોઈ છે જેને અલગ અલગ જરૂરીયાત પ્રમાણે સિલેક્ટ કરવામાં આવે છે. આ મિસાઈલ સીસ્ટમ પાસે અમેરીકના પાંચમી પેઢી ના ફાઈટર વિમાનો જેવા કે F-22 રેપ્ટર, અને F-35 JSF જેવા વિમાનો પણ આની સામે ટકી શકે તેમ નથી. તેમજ ખુબ ઉંચે ઉડતા યુએવી પ્રકાર ના વિમાનો ને પણ આ નષ્ટ કરી શકે છે. અને ક્રુઝ મિસાઈલ સામે પણ આ સીસ્ટમ રક્ષણ આપે છે.

આ રશિયન એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એક સંપુર્ણ સુરક્ષા ની ગેરંટી છે. આનો ઉપયોગ ભારત ચીન તેમજ પાકિસ્તાન સામે ની સરહદ ની સુરક્ષા કરવામાં થશે. આવી એક સીસ્ટમ ની અદાજીત કીમત ૪ અબજ ડોલર જેટલી છે.

sources: wikipedia

If you like this article follow us on Twitter , Facebook and Instagraam

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.