મધરબોર્ડ – જાણો કોમ્પ્યુટર ના સૌથી મહત્વ ના પાર્ટ વિશે

મધરબોર્ડ એટલે કે કોમ્પ્યુટર નું સૌથી મેઇન પાર્ટ. કોમ્પ્યુટર માં અનેક અલગ અલગ પાર્ટ હોય છે જેમ કે હાર્ડ ડિસ્ક, CPU, રેમ, ગ્રાફિક્સ કાર્ડ, કી બોર્ડ, માઉસ વગેરે પણ આ બધા ને એક સાથે જે કામ કરાવે છે તે છે મધરબોર્ડ.

મધરબોર્ડ
મધરબોર્ડ

મધરબોર્ડ એક અત્યંત જટીલ રચના ધરાવતું પ્રિંટેડ સર્કિટ બોર્ડ છે. અનેક પ્રકાર ના ચિપ,અને સર્કિટ, કનેકશન હોય છે. મધરબોર્ડ માં અનેક પાર્ટસ ને એક સાથે કામ કરવાની જવાબદારી હોય છે. સીપીયુ, રેમ, ગ્રાફિક્સ કાર્ડ, હાર્ડડિસ્ક ને માત્ર મધરબોર્ડ સાથે જ ફિટ કરવાના હોય છે. દરેક મધરબોર્ડ ની સાઇઝ અને પ્રકાર અલગ અલગ હોય છે. દરેક મધરબોર્ડ દરેક cpu કે પાર્ટ તમામ મધરબોર્ડ સાથે ફિટ નથી થઈ શકતા. તમારે એવા જ પાર્ટ પસંદ કરવા પડે જે તેની સાથે કમ્પેટિબલ હોય છે.

મધરબોર્ડ સાઇઝ

મધરબોર્ડ ક્યાં હોય છે? તો ડેસ્કટોપ કોમ્પ્યુટર માં એ કોમ્પ્યુટર ના મોટા ટાવર કેસ માં હોય છે. જ્યારે લેપટોપ માં તમારા કીબોર્ડ ની નીચે તરફ હોય છે. આ મધરબોર્ડ કોમ્પ્યુટર નો સૌથી મોટો પાર્ટ હોય છે. મધરબોર્ડ ની અલગ અલગ સાઇઝ માં હોય છે મુખ્યત્વે પાંચ  પ્રકારની સાઇઝ માં હોય જે નીચે મુજબ હોય છે.

ATX : આ સાઇઝ ૧૨ x ૯.૬ ઇંચ ની હોય છે

E-ATX : એક્સટેન્ડેડ ATX જે ૧૨ x ૧૩ ઇંચ ની સાઇઝ હોય છે.

XL-ATX : એક્સટેંડેડ ATX જે સૌથી મોટા હોય છે અને ખૂબ ઓછા પ્રમાણ માં બનાવવા માં આવે છે. માત્ર ખૂબ જ મોટા અને પાવરફૂલ કોમ્પ્યુટર દ્વારા અને મોટી કંપની દ્વારા જ ખરીદવામાં આવે છે.

Micro ATX : આ મધરબોર્ડ ચોરસ આકાર માં હોય છે જે ૯.૬ x ૯.૬ ઇંચ ની સાઇઝ માં હોય છે.

Mini ATX : સૌથી નાની સાઇઝ ના મધરબોર્ડ હોય છે જે ૬.૭ x ૬.૭ ઇંચ ના હોય છે.

હવે જોઈએ મધરબોર્ડ ના મુખ્ય પાર્ટસ ને. આ લિસ્ટ નીચે પ્રમાણે છે.

મધરબોર્ડ ના અલગ અલગ પાર્ટ
મધરબોર્ડ ના અલગ અલગ પાર્ટ

CPU સોકેટ:

સીપીયુ સોકેટ એટલે એ સ્થાન જ્યાં કોમ્પ્યુટર ના સૌથી મહત્વ ના પાર્ટ CPU ને ફિટ કરવામાં આવે છે. CPU જે કોમ્પ્યુટર નું મગજ ગણવામાં આવે છે. જેની સાથે કોમ્પ્યુટર ના દરેક પાર્ટ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા હોય છે. તમે કોઈ પણ પ્રોસેસર ને કોઈ પણ મધરબોર્ડ ના સોકેટ માં ફિટ નથી કરી શકતા. તમારા CPU નો સોકેટ અને CPU મોડેલ મેચ થવા જરૂરી છે.

મધરબોર્ડ નું CPU સોકેટ
CPU સોકેટ

ચીપસેટ :

 CPU ની જેમ ચીપસેટ પણ કોમ્પ્યુટર નો સૌથી અગત્ય નો પાર્ટ છે. Chipset નું મેઇન કામ કોમ્પ્યુટર ના દરેક પાર્ટ જેવા કે CPU, હાર્ડડિસ્ક, પોર્ટ વગેરે વચ્ચે કોમ્યુનિકેશન જાળવી રખવાનું હોય છે. CHIPset ના મોડેલ ઉપર થી નક્કી થાય છે કે તમારા કોમ્પ્યુટર ના મધરબોર્ડ માં ક્યૂ CPU સપોર્ટ કરશે, રેમ ને કેટલી અપડેટ કરી શકાય,કેટલા USB પોર્ટ અને બીજા કેટલા પોર્ટ સપોર્ટ થઈ શકશે. ચિપસેટ એ પહલે થી જ મધરબોર્ડ માં ફિટ કરી દેવામાં આવે છે. તેને અપડેટ કે બદલી નથી શકતા. CHIPSET એ કુલ ૨ પ્રકાર ના અલગ અલગ ચિપ હોય છે. મધરબોર્ડ ને બે ભાગ માં કંટ્રોલ કરવામાં આવે છે. એક છે નોર્થ સાઈડ બીજી છે સાઉથ સાઈડ નોર્થ સાઈડ ને નોર્થબ્રિજ ચિપ કંટ્રોલ કરે છે અને સાઉથ સાઈડ ને સાઉથબ્રિજ કંટ્રોલ કરે છે. 

          નોર્થબ્રિજ:

નોર્થ બ્રિજ ને મેમરી કંટ્રોલર હબ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચિપ CPU સાથે ડાયરેક્ટ કનેકશન હોય છે. ખૂબ ફાસ્ટ કોમ્યુનિકેશન ને હેન્ડલ કરી શકે છે. CPU, ગ્રાફિક્સ કાર્ડ, PCI સ્લોટ વચ્ચે કોમ્યુનિકેશન થાય છે. આનું સ્થાન cpu ની બાજુ માં જ હોય છે.

        સાઉથબ્રિજ :

સાઉથબ્રિજ ચિપ કોમ્પ્યુટર ની એક ખાસ ચિપ છે જે કોમ્પ્યુટર ના ઈનપુટ અને આઉટપુટ સાધનો ને કંટ્રોલ કરે છે. જે લો સ્પીડ ધરાવતા હોય જેવા કે માઉસ,usb,કીબોર્ડ, હાડડિસ્ક, આ બધા પાર્ટ પેહલા સાઉથબ્રિજ ને સિગ્નલ મોકલે છે. જે આગળ નોર્થબ્રિજ ને પાસ કરે છે.  આજ કાલ ના મોડર્ન કોમ્પ્યુટર માં બે ચિપ ને બદલે હવે એક જ ચિપ હોય છે.

ચીપસેટ ડાયગ્રામ
ચીપસેટ ડાયગ્રામ

DIMM સ્લોટ અથવા રેમ સ્લોટ:

          RAM એટલે કે રેંડમ એક્સેસ મેમરી, કોમ્પ્યુટર ની મેઇન મેમરી પણ આ એક ટેમ્પરરી મેમરી હોય છે જેમાં માત્ર થોડી વાર માટે જ ડેટા સ્ટોર કરે છે. જેવુ તમે કોમ્પ્યુટર ઓફ કરી ને ઓન કરો ત્યારે એ તમામ ડેટા ઓટોમેટિક ડિલીટ થઈ જાય છે. રેમ ના અનેક પ્રકાર હોય છે. DRAM, SDRAM, SRAM, DDRRAM વગેરે તેમની સાઇઝ 2જીબી થી લઈ ને ૬૪ જીબી સુધી હોય શકે છે.

PCI સ્લોટ:

          PCI સ્લોટ એટલે Peripheral Component Interconnected આ સ્લોટ નું કામ તમારા મધરબોર્ડ માં વધારા ના પાર્ટસ ઉમેરે છે જે તમારા મધરબોર્ડ માં ના હોય. જેવા કે વધારા ના USB પોર્ટ, SSD કાર્ડ, સાઉન્ડ કાર્ડ, સિરિયલ પોર્ટ, વગેરે. આજે pci નું ખૂબ જ એડ્વાંસ વર્ઝન PCI-E જેમાં E નો મતલબ EXPRESS થાય  છે. દરેક PCI-e ના દરેક લેન ને x1, x4, x8, x16 જેવા નામે હોય છે.  જેમાં x1 લેન નાનો અને x16 સૌથી લાંબો પોર્ટ છે.  

M.2 પોર્ટ અને U.2 પોર્ટ:

          આજકાલ ના મોડર્ન લેપટોપ અને ડેસ્કટોપ SSD ડ્રાઈવ ઉપર સ્ટોર કરે છે. M.2 પોર્ટ આજ ની આધુનિક SSD માટે વપરાય છે. આની સાઇઝ રેમ ની સાઇઝ કરતાં પણ નાની હોય છે. U.2 પોર્ટ પણ ssd માટે જ છે જેને ખૂબ સ્પીડ અને પેરફોર્મન્સ માટે વપરાય છે. ખૂબ મોટી કેપેસિટી વાળી SSD માટે હોય છે.

AGP સ્લોટ:

          AGP એટલે Accelerated Graphics Port જે ખાસ ગ્રાફિક્સ કાર્ડ એટલે કે વિડીયો કાર્ડ માટે વાપરવા માં આવે છે. આ ના થી ગ્રાફિક્સ કાર્ડ નું પરફોર્મન્સ વધે છે છે એ ખૂબ સ્પીડ માં કામ કરે છે. આ પોર્ટ ની રચના ઇન્ટેલ કંપની દ્વારા કરવામાં આવી હતી.

SATA પોર્ટ :  

          SATA પોર્ટ એ ઘણી વાર જૂના કોમ્પ્યુટર માં વપરાય છે. Sata નું આખું નામ છે “Serial ATA”.   સામાન્ય રીતે ૨.૫ ઇંચ અને ૩.૫  ઇંચ ની હાર્ડ ડિસ્ક માટે, ડીવીડી અને બ્લૂ રે ડિસ્ક જેવા ઓપ્ટિક્લ ડ્રાઈવ માટે વપરાય છે. આના એડ્વાન્સ વર્ઝન SATAe એટલે કે sata express છે. ૧૬GBi/t. ની સ્પીડ આપે છે.  

કનેક્ટર પોર્ટ્સ :

        આ એવા પોર્ટ હોય છે જેમાં અલગ અલગ પ્રકાર ના બીજા સાથે જોઇન્ટ થઈ એવા પોર્ટ હોય છે જેમ કે USB પોર્ટ, HDMI પોર્ટ, Serial પોર્ટ, parallel  પોર્ટ, VGA પોર્ટ, નેટવર્કિંગ માટે ના પોર્ટ વગેરે હોય છે. આ બધા ડેસ્કટોપ મધરબોર્ડ ની પાછળ ની સાઈડ હોય છે. વધારે જાણવા માટે કોમ્પ્યુટર ના વિવિધ પ્રકાર ના પોર્ટ વિષે ઉપર ક્લિક કરો . 

all type of ports and connectors
કોમ્પ્યુટર માં વપરાતા તમામ પ્રકાર ના પોર્ટસ

ESATAp પોર્ટ:

આ પોર્ટ SATAe પોર્ટ કરતાં અલગ હોય છે. આ પોર્ટ sata અને USB નું મિક્ષ રૂપ છે.

BIOS:

        BIOS નો આખો અર્થ થાઈ છે Basic input/output system આ એક પ્રકાર નો પ્રોગ્રામ હોય છે જે કોમ્પ્યુટર ને પાવર ઓન કરતાં તેની મેળે ચાલે છે. BIOS  નું મુખ્ય કામ છે ઓપરેટિંગ સિસ્ટમ અને હાડવેર વચ્ચે ના ડેટા ને મેનેજ કરવાનું છે. જ્યારે તમે કોમ્પ્યુટર શરૂ કરો છો ત્યારે BIOS સૌથી પેહલા ચેક કરે છે કોમ્પ્યુટર ના બધા પાર્ટ તેમના સ્થાન પર છે અને બરાબર કામ કરે છે કે નહીં. Bios માં જ હોય છે કોમ્પ્યુટર ની મેયઇન ઓપ્રાટિંગ સિસ્ટમ ક્યાં આવેલી હોય છે.

CMOS:

          CMOS એટલે કે Complementary Metal-oxide-semiconductor, આ એક પ્રકાર નો બેટરી સેલ હોય છે. જે મધરબોર્ડ ની ક્લોક ને પાવર પૂરો પાડે છે. આ એક CR 2032 લિથિયમ આયન બટન સેલ હોય છે. જે મધરબોર્ડ  માં ફિટ કરેલો હોય છે. આ સેલ નું આયુષ્ય 3 થી ૫ વર્ષ નું હોય છે.

UEFI :

          આ નો અર્થ થાઈ છે unified extensible firmware interface. આ સિસ્ટમ નું કામ પણ bios જેવું જ છે. પણ આ સિસ્ટમ BIOS કરતાં વધારે એડ્વાન્સ છે. આ સિસ્ટમ ને ઇન્ટેલ દ્વારા બનાવવામાં આવી હતી. આજ કાળ ના મોડર્ન કોમ્પ્યુટર આ સિસ્ટમ સપોર્ટ કરે છે. બંને વચ્ચે ગણો ફર્ક હોય છે

પાવર સપ્લાય કનેક્ટર :

પાવર સપ્લાય યુનિટ અથવા PSU આ નું કામ આખા મધરબોર્ડ ને પાવર પૂરો પડે છે. ઉપરાંત મધરબોર્ડ ના અલગ અલગ પાર્ટ ને અલગ અલગ વૉલ્ટ ની જરૂર પડે છે. જે આ PSU દ્વારા અલગ અલગ કનેક્શન દ્વારા આપવામાં આવે છે. મુખ્ય પાવર કનેક્ટર 20 અથવા 24 પિન નું કનેક્ટર હોય છે. બીજા 4 પિન ના કનેક્ટર જેને મોલેક્સ કનેક્ટર પણ કહે છે. ઉપરાંત 6 પિન ના પણ કનેક્ટર હોય છે.

તો આ છે કોમ્પ્યુટર ના મધરબોર્ડ ના સૌથી મેઇન પાર્ટ. આમાં દરેક મધરબોર્ડ માં બધા પાર્ટ હોય એ જરૂરી નથી. એએ બધુ મધરબોર્ડ ના કંપની અને સમય પ્રમાણે અને મધરબોર્ડ ના ભાવ ઉપર આધાર રાખે છે.

sources: wikipedia , Tomshardware, Intel, Computerhope,

If you like this article follow us on Twitter , Facebook and Instagraam

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.