અહી આપેલ છે વિશ્વ ની સૌથી મોંઘી ૧૦ કાર ની લીસ્ટ. જ્યારે વાત આવે સુપરકાર ની તો આપણાં મન માં આવે સ્પીડ, સ્ટેટ્સ, અને ખૂબ મોંઘી પ્રાઇસ ટેગ ધરાવતી કાર. આ પ્રકાર ની કાર ખૂબ જ લીમીટેડ સંખ્યા માં બનાવવા માં આવે છે. વિશ્વ માં માત્ર અમુક લોકો જ આવી કાર ખરીદી શકે છે.
આ રહી વિશ્વ ની ટોપ ૧૦ મોંઘી કાર ની લિસ્ટ.
Table of Contents
૧૦: Lamborghini Veneno: ₹૩૭ કરોડ
વિશ્વ ની ટોપ ૧૦ મોંઘી કાર માં ૧૦ માં નંબરે છે લેમ્બોર્ગીની ની VENENO. લેમ્બોર્ગીની કંપની પોતાની કાર ની સ્ટાઈલ અને સ્પીડ અને લક્ષઝરી માટે આખી દુનિયા માં ફેમસ છે. આ કંપની એ બનાવી છે ખાસ VENENO. આ કાર માં છે 6.5 લિટર નું V12 એન્જીન જે આ કાર ને આપે છે ૭૪૦ HP નો પાવર. આ કાર ની ટોપ સ્પીડ છે ૩૫૬ કિમી/કલાક. ૦ થી ૧૦૦ ની સ્પીડ આ કાર માત્ર ૨.૯ સેકન્ડ માં પકડી લે છે. આ મોડેલ ની માત્ર ૧૪ કાર જ બનાવવામાં આવી છે. એક મોડલ ની કિમત છે ૪૫ લાખ ડોલર એટલે કે ₹૩૭ કરોડ.
૯: Bugatti Bolide: ₹૩૮કરોડ
જ્યારે વાત આવે ફાસ્ટ કાર ની તો સૌથી પેલું નામ આવે છે ફ્રાંસ ની બુગાટી કંપની નું. આ કંપની રેકોર્ડ બ્રેકિંગ સ્પીડ ધરાવતી કાર બનાવે છે. આ કંપની નું સૌથી મોડેલ છે BOLIDE. આ કાર ખાસ રેસ ટ્રેક માટે જ બનાવવામાં આવી છે. “bolide ” શબ્દ નો અર્થ પણ “રેસિંગ કાર” એવો થાય છે. આ કાર માં છે 8.0 લિટર ની કવાડ ટર્બોચાર્જ w16 એન્જીન. આ કાર ની ટોપ સ્પીડ છે કલાક ના ૫૦૦ કિમી/કલાક છે. ૦ થી ૧૦૦ ની સ્પીડ માત્ર ૨.૨ સેકન્ડ માં પોહચી શકે છે. આ પ્રકાર ની માત્ર ૪૦ કાર જ બનશે. ૨૦૨૪ થી આ કાર ની ડિલિવરી સ્ટાર્ટ થશે. કિમત છે ૩૮ ₹ કરોડ
વધારે વાંચો: મધરબોર્ડ – જાણો કોમ્પ્યુટર ના સૌથી મહત્વ ના પાર્ટ વિશે
૮:Bugatti Divo : ₹૪૮ કરોડ
લિસ્ટ માં આઠ માં ક્રમે છે બુગાટી કંપની ની જ કાર “DIVO”. આ કાર માં પણ એજ 8.0 લિટર નું ક્વાડ ટર્બોચાર્જ w16 એન્જિન લાગેલું છે. જે કાર ને ૧૪૮૦ HP નો પાવર આપે છે. આ કાર ને ૦ થી ૧૦૦ ની સ્પીડ પકડતા માત્ર ૨.૪ સેકન્ડ જ લાગે છે. આ મોડલ chiron કાર જેવુ જ દેખાવ માં છે પણ કંપની એ માત્ર થોડા ફેરફાર કર્યા છે. આ કાર ની ટોપ સ્પીડ છે. ૩૮૦ કિમી/કલાક. અને કિમત છે ૪૮ કરોડ રૂપિયા
૭:Pagani Codalunga: ₹૬૪ કરોડ
પગાની ની કંપનીનું નામ પણ હાઈ સ્પીડ કાર બનાવવામાં સૌથી ઊંચું છે. આ ઇટાલિયન કંપનીએ માત્ર પાંચ જ મોડલ બનાવ્યા છે આ કારમાં છે 6.0 લિટરનો ટર્બોચાર્જ v12 એન્જિન છે ૮૪૦ હોર્સ પાવર નું છે હાથી કારનો વચન છે 1290 કિલો ટોપ સ્પીડ છે 300 કિલોમીટર કલાક.
૬:Mercedes-Maybach Exelero: ₹૬૬ કરોડ
મર્સડીઝ કંપની ની આ કાર છે નંબર 6 ઉપર. આ કાર માં છે 5.9 લીટર નું ટર્બો ચાર્જ V12 એન્જીન જે 690 HP પાવર કાર ને આપે છે. કાર ની ટોપ સ્પીડ છે 351 કીમી/કલાક ની. અને 0 થી 100 ની સ્પીડ માત્ર 4.4સેકન્ડ માં પોહચી શકે છે. આ કાર 2005 માં બની છે. અને આવી માત્ર એક જ મોડલ બનાવવા માં આવ્યું છે.માટે આ કાર ની કીમત પણ 66 કરોડ રૂપિયા ની છે.
વધારે વાંચો: ભારતીય સરકાર ની ટોપ ૧૦ એપ્સ
૫:Bugatti Centodieci: ₹૭૪ કરોડ
વિશ્વ ની ટોપ ૧૦ મોંઘી કાર માં નંબર ૫ ઉપર છે. બુગાટી centodeici. આ કાર બુગાટી કંપની ની સૌથી લિમિટેડ એડીસન કાર છે માત્ર 10 કાર જ કંપની એ બનાવી છે. આમાં 1578 hp નુ એન્જીન છે ટોપ સ્પીડ છે 380 કિમી/કલાક ની. આ નામ નો અર્થ 110 એવો થાય છે. જે કંપની ના સ્થાપક બુગાટી માર્ક ના 110 માં જન્મ દિવસ ઉપર લોન્ચ કરવામાં આવી હતી. આ કાર ની કિમત છે ૭૪ કરોડ રૂપીયા.
૪:SP Automotive Chaos: ₹૧૧૫ કરોડ
જ્યારે વાત હોર્સપાવર ની આવે ત્યારે SP કંપની આ કાર તમામ રેકોર્ડ તોડી નાખે છે. 3000 હોર્સપાવર ધરાવતી આ સુપરકાર ગ્રીસ ની કંપની Spyros Panopoulos (or SP Automotive), એ બનાવેલી છે. નામ છે “CHAOS”. 0 થી 100 ની સ્પીડ માત્ર 1.8 સેકન્ડ માં પકડી લે છે. આ કાર માં છે turbocharged 4.0-liter V10 engine. ખાસ પ્રકાર ના 3D પ્રિંટેડ વ્હીલ અને ડિસ્ક બ્રેક આ કાર ને ખાસ બનાવે છે. આ કાર ની પ્રાઇસ પણ આસમાની હોવાથી આવી માત્ર લિમિટેડ એડિસન કાર બનવામાં આવે છે.
૩:Pagani Zonda HP Barchetta: ₹૧૨૩ કરોડ
પગાની કંપની ની સૌથી મોંઘી કાર માની એક છે આ કાર. આ કાર ના માત્ર 3 મોડેલ જ બનવામાં આવ્યા છે. આ કાર એક સમયે દુનિયાની સૌથી મોંઘી કાર ગણવામાં આવતી. કાર્બન ફાઈબર બોડી, અને તેમાં મર્સિડિસ કંપની નું 7.3 લિટર નું AMG એન્જિન જે આને આપે છે 789 HP નો પાવર. આ કાર માત્ર 3.1 સેકન્ડ માં 0 થી 100 ની સ્પીડ પકડી શકે છે. આ કાર કંપની ના સ્થાપક પગાની ની યાદ માં બનાવવા માં આવ્યા છે.
૨:Bugatti La Voiture Noire:₹ ૧૪૮ કરોડ
બુગાટી કંપની ની આ કાર પણ અતિ દુર્લભ છે. કારણ કે આ મોડેલ ની માત્ર અને માત્ર એક જ કાર બનાવવામાં આવી છે. આ કાર માં પણ1480 HP quad-turbocharged 8.0-liter W16 engine વાપરવામાં આવ્યું છે જે CHIRON કાર માં છે. આ કાર માં કુલ ૬ એક્સજોસ્ટ પાઇપ રાખવામા આવ્યા છે. કંપની એ આના ખરીદનાર નું નામ ગુપ્ત રાખ્યું છે.
૧: Rolls Royce Boattail :₹૨૩૦ કરોડ
રોલ્સ રોઈસ ની આ કાર એ કિમત ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ કાર ની કિમત માં તમે ૨૦૦ બીજી કાર ખરીદી શકો એટલી મોંઘી છે. નામ છે boattail. ૨૩૦ કરોડ ની આસમાની કિમત સાથે આ કાર વિશ્વ ની અતિ દુર્લભ કાર ગણવામાં આવે છે. કારણકે આવી માત્ર ૩ કાર જ બની છે. અને દરેક વેચાઈ ગયી છે. આ કાર લકજરી નું બીજું નામ છે. આ કાર માં છે ૫૬૩ હોર્સપાવર ધરાવતું ૬.૭૫ લિટર નું v12 એંજિન. 2023 માં આ કાર દુનિયા ની સૌથી મોંઘી કાર છે.
તો આ છે વિશ્વ ની ટોપ ૧૦ સૌથી મોંઘી કાર ની લિસ્ટ.
images and sources: motor1.com wikipedia
If you like this article follow us on Twitter , Facebook and Instagraam