મધરબોર્ડ – જાણો કોમ્પ્યુટર ના સૌથી મહત્વ ના પાર્ટ વિશે

મધરબોર્ડ

મધરબોર્ડ એટલે કે કોમ્પ્યુટર નું સૌથી મેઇન પાર્ટ. કોમ્પ્યુટર માં અનેક અલગ અલગ પાર્ટ હોય છે જેમ કે હાર્ડ ડિસ્ક, CPU, રેમ, ગ્રાફિક્સ કાર્ડ, કી બોર્ડ, માઉસ વગેરે પણ આ બધા ને એક સાથે જે કામ કરાવે છે તે છે મધરબોર્ડ.

મધરબોર્ડ
મધરબોર્ડ

મધરબોર્ડ એક અત્યંત જટીલ રચના ધરાવતું પ્રિંટેડ સર્કિટ બોર્ડ છે. અનેક પ્રકાર ના ચિપ,અને સર્કિટ, કનેકશન હોય છે. મધરબોર્ડ માં અનેક પાર્ટસ ને એક સાથે કામ કરવાની જવાબદારી હોય છે. સીપીયુ, રેમ, ગ્રાફિક્સ કાર્ડ, હાર્ડડિસ્ક ને માત્ર મધરબોર્ડ સાથે જ ફિટ કરવાના હોય છે. દરેક મધરબોર્ડ ની સાઇઝ અને પ્રકાર અલગ અલગ હોય છે. દરેક મધરબોર્ડ દરેક cpu કે પાર્ટ તમામ મધરબોર્ડ સાથે ફિટ નથી થઈ શકતા. તમારે એવા જ પાર્ટ પસંદ કરવા પડે જે તેની સાથે કમ્પેટિબલ હોય છે.

Continue Reading

જાણો વિવિધ પ્રકાર ના કોમ્પ્યુટર વિષે.

ડેસ્કટોપ કોમ્પ્યુટર

આજ ના દિવસો કોમ્પ્યુટર લગભગ આપની જિંદગી નો એક ભાગ બની ગયો છે. કોમ્પ્યુટર વગર ની આજ ની દુનીયાનો  વિચાર કરવો જ અશક્ય છે.

શરૂઆત વર્ષો ના કોમ્પ્યુટરો ખૂબ મોટા હતા, અને તેનો કોમ્પ્યુટીંગ પાવર પણ ઓછો હતો. પણ જેમ જેમ ટેક્નોલૉજી આગળ વધતી ગઈ તેમ તેમ તેની સાઇઝ નાની થઈ ગઈ. આજ ના કોમ્પ્યુટર આપણી હથેળી માં સમાઈ જાય એટલા નાના થઈ ગયા છે.

ચાલો જાણીએ કોમ્પ્યુટર ના પ્રકાર વિષે

કોમ્પ્યુટર ના પ્રકારો:

Continue Reading

CPU – જાણો કોમ્પ્યુટર ના સૌથી મુખ્ય ભાગ CPU વિષે

Intel processor

ઘણી વાર આપણે કોમ્પ્યુટર ના કેબીનેટ ને CPU તરીકે ઓળખીએ છીએ. પરંતુ એ cpu નહિ પરંતુ જેમાં કોમ્પ્યુટર હાર્ડવેર ના સૌથી અગત્ય ના ભાગ જેમ કે મધરબોર્ડ, હાર્ડ-ડિસ્ક, રેમ વગેરે હોય છે. કોમ્પ્યુટર ના મધરબોર્ડ માં હોય છે CPU એટલે કે “સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનીટ”. તો ચાલો જાણીએ CPU વિષે ની દરેક વિગત વિષે.

Intel processor

CPU એ સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનીટ હોય છે જેનું મુખ્ય કામ આદેશ માનવાનું અને બીજી આવેલા પાર્ટ્સ પાસે થી કામ લેવાનું છે. પ્રોસેસર તમારા પીસી, લેપટોપ, મોબાઈલ ફોન કે ટેબ્લેટ નું મુખ્ય ભાગ છે. તમે તેને કોમ્પ્યુટર નો મગજ તરીકે ગણો તો પણ ચાલે. સામાન્ય રીતે આપણે કોમ્પ્યુટર ના કેબીનેટ ને આખો CPU તરીકે ઓળખીએ છે. પણ ખરેખર તો CPU એક નાની કોમ્પ્યુટર ચીપ છે જેને મુખ્ય સર્કીટ બોર્ડ એટલે કે “મધરબોર્ડ” ઉપર ફીટ કરવામાં આવે છે. પછી કોમ્પ્યુટર ના બીજા પાર્ટ્સ જેવા કે હાર્ડડીસ્ક, રેમ, ગ્રાફિક્સ કાર્ડ, કીબોર્ડ ને તેની સાથે જોડવામાં આવે છે.

CPU માં શું હોય છે?

die of processor
પ્રોસેસર

CPU ની અંદર આવેલા હોય છે ટ્રાન્ઝીસ્ટર. આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે કોમ્પ્યુટર માત્ર ૦ અને ૧ ની બાઈનરી લેન્ગવેજ સમજે છે, આ ટ્રાન્ઝીસ્ટર છે આ ભાષા સમજે અને એ પ્રમાણે કામ કરે છે. આવા ટ્રાન્ઝીસ્ટર સેકડો નહિ પરંતુ અબજો ની સંખ્યા માં હોય છે. ઇન્ટેલ ના પ્રોસેસર I7 સામાન્ય રીતે ૧.૭૫ અબજ જેટલા ટ્રાન્ઝીસ્ટર હોય છે અને દરેક પ્રોસેસર માં આ અલગ અલગ હોય શકે છે. આટલા ટ્રાન્ઝીસ્ટર હોવા છતા આ ચીપ ની સાઈઝ માત્ર અમુક મીલીમીટર ની જ હોય છે. આ આજ ની હાઈ ટેક ટેકનોલોજી નો કમાલ છે જે એટલા નાની સાઈઝ માં અબજો ટ્રાન્ઝીસ્ટર ફીટ કરી દે છે. આની પાસે એક નિયમ કામ કરે છે જેને સામાન્ય રીતે “મુર નો નિયમ” કહેવામાં આવે છે. તેમને આવું કહેલું કે દર બે વર્ષે ટ્રાન્ઝીસ્ટર ની સંખ્યા બમણી થઇ જશે અને એની સાઈઝ નાની થઇ જશે.

જો મોબાઈલ ના પ્રોસેસર ની વાત કરીએ તો તે કોમ્પ્યુટર ના પ્રોસેસર કરતા થોડા અલગ હોય છે. મોબાઈલ ના પ્રોસેસર ને સામાન્ય રીતે “SOC” એટલે કે “સીસ્ટમ ઓન ચીપ” પણ કહેવામાં આવે છે. કારણ કે મોબાઈલ માં બધા અલગ અલગ કામ માટે ચીપ ન આવી શકે માટે તેના દરેક કામ માટે એક જ ચીપ માં તેના બધા ફન્કશન કામ કરી શકે એવી રીતે બનાવવા માં આવે છે. આ માં પ્રોસેસર ની અંદર જ CPU,GPU,MODEM,RAM,ROM, WIFI, blutooth વગેરે એક જ ચીપ થી કામ કરે છે.

મોબાઈલ પ્રોસેસર soc
મોબાઈલ પ્રોસેસર soc

CPU વિષે

તમે જો ક્યારેય CPU નું ડીસ્ક્રીપસન વાંચ્યું હોય તો તે કઈક આવું હશે.

Intel Core i7 4700 K quad core Skylake   2.4 GHZ , shared L2, L3 cache, 47 W , BGA 1364 ,

ઇન્ટેલ પ્રોસેસર નું નામ
ઇન્ટેલ પ્રોસેસર

હવે આપણે તેને સમજીએ.

પેહલું છે કંપની નું નામ ઇન્ટેલ

 I7 એ એના પ્રોસેસર નું નામ છે, આવી રીતે તેના I3, i5, જેવા ઘણા અલગ અલગ પ્રોસેસર આવે છે.

4700 માં પેહલો 4 પ્રોસેસર ની જનરેશન બતાવે છે મતલબ કે એ 4 જનરેશન નું પ્રોસેસર છે, બાકી ના ૩ ડીજીટ તેના SKU કોડ બતાવે છે,

K એ એક સફીક્સ છે તેનો મતલબ છે કે CPU ને ઓવરકલોક કરી શકાય છે. આ સફીક્સ ઇન્ટેલ ની બધા જનરેશન માં અલગ અલગ હોય છે. માટે તેને વેબસાઈટ ઉપર ચેક કરવું.

QUAD CORE :  આ તેમાં આવેલા કોર વિષે કહે છે DUAL મતલબ ૨ ,QUAD નો મતલબ ૪ ,HEXA એટલે ૬ ,OCTA એટલે 8. એક કોર એક પ્રોસેસર ની જેમ કામ કરે છે. માટે QUAD core માં તમને એકસાથે ૪ પ્રોસેસર નો પાવર મળે છે. આની મદદ થી કોમ્પ્યુટર ની મલ્ટી-ટાસ્ક કેપેસીટી વધી જાય છે.

Skylake: આ પ્રોસેસર નું કોડ નેમ બતાવે છે. ઇન્ટેલ હમેશા પોતાના દરેક પ્રોસેસર ને એક કોડનેમ આપે છે જે નવી ટેકનોલોજી પ્રમાણે અલગ અલગ હોય છે.

2.4 GHZ એ પ્રોસેસર ની સ્પીડ બતાવે છે ઘણીવાર એને કલોક સ્પીડ પણ કહેવામાં આવે છે. ગીગા મતલબ અબજ. આ પ્રોસેસર ૨.4 અબજ instruction પ્રતી સેકન્ડ એ કામ કરે છે.

L2, L3 Cache:  આ એક ખાસ પ્રકાર ની મેમરી છે જે પ્રોસેસર માં આવેલી હોય છે. સામાન્ય રીતે આની સાઈઝ અમુક મેગાબાઈટ ની જ હોય છે પરંતુ આ એકદમ ફાસ્ટ હોય છે. આ મેમેરી માં પ્રોસેસર દ્વારા વાપરવાની માહિતી હોય છે. કઈ માહિતી પછી કઈ માહિતી આવશે એ પેહલા આ કેશ મેમરી માં આવે છે પછી ત્યાં થી પ્રોસેસર દ્વારા એના ઉપર પ્રોસેસ થાય છે. આની મદદ થી પ્રોસેસર કામ કરવાની સ્પીડ એકદમ વધી જાય છે.

47W: આ પ્રોસેસર ને જોઈતો પાવર નો અંદાજ આપે છે. આ પ્રોસેસર માટે ૪૭ વોટ નો પાવર જોઈએ છે.

BGA 1364: આ પ્રોસેસર આવેલો સોકેટ નો પ્રકાર બતાવે છે. તમે જયારે કોઈ પ્રોસેસર પસંદ કરો ત્યારે તે એવા મધરબોર્ડ ઉપર ચાલશે જે આ સોકેટ પ્રકાર સપોર્ટ કરતુ હોય.

તમને સવાલ જરૂર થતો હશે કે CPU નું ઉત્પાદન કેવી રીતે કરવામાં આવતું હશે?

તો જુવો નીચે નો વિડીયો

જુવો આવી રીતે બને છે કોમ્પ્યુટર ના પ્રોસેસર

ઇન્ટેલ ની જેમ એએમડી કંપની પણ આવી જ રીતે દરેક પ્રોસેસર માટે અલગ અલગ નામ અને કોડ વાપરે છે. છતા બેઝીક બંને માં એક સરખું જ હોય છે.

કોમ્પ્યુટર માટે INTEL અને AMD કંપની ના પ્રોસેસર અગ્રેસર માનવામાં આવે છે. જયારે મોબાઈલ માટે ની કંપની માં Qualcom, TSMC, Samsung, MEDIATEK જેવી અનેક કંપની બનાવે છે.

જાણો કોમ્પ્યુટર માં વપરાતા દરેક પ્રકાર ના પોર્ટ વિશે

all type of ports and connectors

તમે દરેક ડેસ્કટોપ કોમ્પ્યુટર ની પાછળ અનેક અલગ અલગ પ્રકાર ના પોર્ટ જોયા હશે. દરેક નું કામ અને આકાર બંને અલગ અલગ હોય છે. તો ચાલો જાણીએ કેવા અને કેટલા પ્રકાર ના પોર્ટસ નો કોમ્પ્યુટર માં ઉપયોગ થાય છે.

all type of ports and connectors
કોમ્પ્યુટર માં વપરાતા તમામ પ્રકાર ના પોર્ટસ

આજે કોમ્પ્યુટર માં અનેક પ્રકાર ના પોર્ટસ આવે છે. યુએસબી, એચડીએમાઈ, વીજીએ, વગેરે વગેરે તમે જો કોમ્પ્યુટર કે લેપટોપ નવું ખરીદવાના છો તો પણ એમાં કેટલા પોર્ટસ છે અને ક્યાં છે એ જાણવુ જરૂરી છે. કોમ્પ્યુટર ના પોર્ટસ ને આપણે ૬ અલગ કેટેગરી માં વેચી શકીએ. આ છે. (૧) USB અને keyboard,mouse, (૨) Storage /Disk (૩) Network/Communication (૪)Audio (૫)Video (૬) Power

આ દરેક કેટેગરી ની અંદર એના બીજા સબ કેટેગરી હોય છે. તો ચાલો જાણીએ એ દરેક વિષે.

વાંચો : એપલ ના સીરી કમાંડ ની લીસ્ટ 

USB (Universal serial bus):

USB પોર્ટ એ આજે સૌથી વધારે કોમન પોર્ટ છે. આ પોર્ટ ની મદદ થી તમે ડેટા ટ્રાન્સફર કરી શકો અથવા કોઈ બીજા ડિવાઇઝ ને કોમ્પ્યુટર સાથે જોડી શકો છો. જેવા કે કી બોર્ડ, ગેમ પેડ, માઉસ, પ્રિન્ટર વગેર.

USB ના કુલ ૪  અલગ અલગ વર્ઝન છે. અને દરેક ના પાછા અલગ પ્રકાર છે. શરૂઆત ૧૯૯૫ ની સાલ માં કરવામાં આવી હતી. IBM, MICROSOFT, INTEL, COMPAQ, જેવી મોટી કંપની ઓ એ સાથે મળી ને USB ઈમ્પ્લેમેન્ટ ફોરમ ની સ્થાપના કરી આ સંસ્થા USB માટે ના નિયમ  નક્કી કરે છે. આ USB ના આજ સુધી કુલ પાંચ વર્ઝન આવી ગયા છે. જે નીચે પ્રમાણે છે.

USB ૧.૦ :

આ યુએસબી પોર્ટ વર્ઝન ની સ્પીડ ૧.૫ Mbit/s (મેગાબીટ્સ પર સેકન્ડ) હોય છે. અને વધુ માં વધુ ૧૨ Mbit/s હોય છે. પણ આ વર્ઝન હવે ક્યાય વપરાતું નથી.

USB ૨.૦ :

આ વર્ઝન આજે લગભગ દરેક કોમ્પ્યુટર માં હોય છે. આ વર્ઝન એપ્રીલ ૨૦૦૦ માં રીલીઝ કરવામાં આવ્યું હતું. આ ની મદદ થી ડેટા ટ્રાન્સફર ૨૮૦ Mbit/s થી લઇ ૪૦૦ Mbits ની સ્પીડે કરી શકાય છે. USB ૨.૦ નું પોર્ટ કે પ્લગ હમેશા બ્લેક કલર માં રાખવામાં આવે છે.

USB ૩.૦ :

આ વર્ઝન ૨૦૦૮ માં આવ્યું હતું જેમ જેમ ડેટા નો વપરાશ વધતો ગયો તેમ વધારે સ્પીડ થી ડેટા ટ્રાન્સફર કરી શકાય એ માટે આ પોર્ટ ની રચના કરવામાં આવી. આ વર્ઝન ૪૦૦ MBPS ઝડપે ડેટા ટ્રાન્સફર કરી શકે છે. આ પોર્ટ પણ આજ ના દરેક કોમ્પ્યુટર માં આપવામાં આવે છે. આ નો પોર્ટ અને પીન બ્લુ કલર માં રાખવામાં આવે છે. આને આ બેકવર્ડ કોમ્પેટેબલ હોય છે મતલબ આ પોર્ટ ની અંદર તમે યુએસબી ૨.૦ ધરાવતા ડિવાઈસ નો ઉપયોગ કરી શકો છો.

USB ૩.૧ :

આ પોર્ટ ૧૦ GBP/s ની સ્પીડ થી ડેટા ટ્રાન્સફર કરી શકે છે. HD મુવી, કે ખુબ મોટી સાઈઝ ધરાવતી ફાઈલ ને ટ્રાન્સફર કરવા માટે આ પોર્ટ છે. આને USB SS એટલે કે સુપરસ્પીડ તરીકે પણ ઓળખવા માં આવે છે. આ ૩.૦ નું એડવાન્સ વર્ઝન છે. ૩.૦ અને ૩.૧ બંને સરખા પોર્ટ વાપરે છે. આ પોર્ટ માં પણ GEN-૧ અને GEN-૨ એમ બે વર્ઝન છે.

all types of usb and logos
યુએસબી ના તમામ પ્રકાર અને લોગો

USB type C: 

આ પોર્ટ ખરેખર તો એકદમ નવી ટેકનોલોજી છે. એક ખાસ પોર્ટ અને કનેક્ટર છે. આ પોર્ટ કદાચ આવતા દરેક મોબાઇલ, લેપટોપ, અને દરેક ગેજેટ માં જોવા મળી શકે છે. USB-C ની ખાસ વાત એ છે કે એની રીવ્સબીલીટી. સામન્ય રીતે દરેક USB પ્લગ માત્ર એક જ રીતે કનેક્ટ કરી શકો છો જયારે Type-C માં તમે પ્લગ ને બંને તરફ થી વાપરી શકો છો. તમે પ્લગ કોઈ પણ રીતે કનેક્ટ કરી શકો છો. આ પોર્ટ ની પાવર ડીલીવરી સિસ્ટમ થી તમે માત્ર ફોન અને ટેબ્લેટ જ નહી પરંતુ લેપટોપ પણ ચાર્જ કરી શકો છો.

આ વર્ઝન માં ૧.૦ તો હવે ક્યાય પણ વપરાશ થતો નથી. ૨.૦ અને સૌથી નવું ૩.૦ વર્ઝન જ વપરાય છે. આને ઓળખવા માટે USB ૨.૦ હંમેશા બ્લેક કલર માં હોય છે. જયારે ૩.૦ હંમેશા બ્લુ કલર માં હોય છે. આ દરેક ના અલગ કનેક્ટર હોય છે. તો ચાલો જાણીએ આ દરેક કનેક્ટર વિશે.

USB connectors

USB type A:

આ કનેક્ટર સૌથી વધારે કોમન અને વધુ વપરાશ માં આવે છે. આપણી પેનડ્રાઈવ એ સૌથી સરળ ઉદાહરણ છે. ઉપરાંત કોઇપણ તમારા ડીવાઈસ ઉપર આ પ્લગ જોવા મળી શકે છે. USB- ૧.૦, ૨.૦, ૩.૦ વગેરે દરેક માં એક જ સાઈઝ ના કનેક્ટર વપરાય છે. અને આ બેકવર્ડ કંપેટેબિલિટી ધરાવે છે.

USB type B:

આ કનેક્ટર એકદમ ચોરસ આકાર માં હોય છે. આ નો ઉપયોગ મોટા પ્રિન્ટર, સ્કેનર, એક્સ્ટ્રનલ હાર્ડડિસ્ક વગેરે માં ઉપયોગ થાય છે. USB-૧.૦, ૨.૦ type B કનેક્ટર એકદમ સરખા છે, જયારે ૩.૦ નો આકાર અને સાઈઝ બદલી દેવામાં આવી છે માટે તે બેકવર્ડ કંપેટેબિલિટી નથી ધરાવતુ.

USB Mini-A: / USB Mini-B :

આ પ્રકાર ના કનેક્ટર ડિજીટલ કેમેરા, શરૂઆત પેઢી ના સ્માર્ટફોન માં વાપરવામાં આવતા હતા. આ

USB Micro-A /   USB Micro-B :

જેમ જેમ સ્માર્ટફોન ની સાઈઝ નાની થતી ગઈ ત્યારે જરૂર પડી એક દમ નવા અને નાની સાઈઝ ના કનેક્ટર ની ત્યારે USB-IF એ ૨૦૦૭ માં સ્માર્ટફોન માં સમાઈ શકે એવા કનેક્ટર બનાવ્યા. આજ ના દરેક સ્માર્ટફોન માં USB માઈક્રો પોર્ટ હોય છે.

વાંચો: કેવી રીતે ઈન્ટરનેટ માંથી પૈસા કમાવા ની રીત 

Thunderbolt:

આ ટેકનોલોજી એપલ અને ઇન્ટેલ કંપની દ્વારા સંયુક્ત રીતે વિકસાવવા માં આવી છે. આ ટેકનોલોજી નો ઉપયોગ પણ ડેટા ટ્રાન્સફર તથા બીજા અનેક ઉપયોગો છે. સૌથી ખાસ વવત એ કે આ પોર્ટ બીજા પોર્ટ ઉપર પણ ચાલી શકે છે. મતલબ એક જ પોર્ટ તમને બે અલગ અલગ રીતે કામ આવી શકે છે. આ ટેકનોલોજી ૨૦૧૧ માં શરૂઆત માં આવી હતી. એપલ કંપની ના દરેક લેપટોપ માં આ પોર્ટ હોય છે. આ પોર્ટ ના કુલ ૩ વર્ઝન છે. આ ટેકનોલોજી નું નિસાન વીજળી નું પ્રતિક જેવી નીસાની છે. અને વર્ઝન ૧ અને ૨ માં MDP એટલે Mini DisplayPort ના કનેક્ટર નો ઉપયોગ થાય છે. પણ એનો મતલબ એવો નથી કે દરેક MDP એThunderBolt ને સપોર્ટ કરી શકે. બંને તરફ ની ડિવાઈસ ઉપર ThunderBolt ની નીસાની હોય તોજ સમજવું કે તે સપોર્ટ કરે છે.

થન્ડરબોલ્ટ પોર્ટ

Thunderbolt 1:

આ પોર્ટ ૧૦ GBPS ની સ્પીડ થી ડેટા ટ્રાન્સફર કરી શકે છે. જે USB ૩.૦ કરતા વધારે છે.

Thunderbolt 2:

આ પોર્ટ ૨૦ GBPS ની સ્પીડ થી ડેટા ટ્રાન્સફર કરી શકે છે. આ બેકવર્ડ કંપેટેબિલિટી પણ ધરાવે છે.આ 4K video મોનીટર સપોર્ટ કરી શકે છે.

Thunderbolt 3:

આ વર્ઝન માં ખુબ ફેરફાર કરવામાં આવ્યા છે. આજે માર્કેટ માં સૌથી ઝડપી સ્પીડે કોઈ ડેટા ટ્રાન્સફર કરી શકે તો એ છે આ લેટેસ્ટ વર્ઝન ૩ જે ૪૦ GBPS ની સ્પીડે ડેટા ટ્રાન્સફર કરી શકે છે. એક સાથે બે 4K મોનીટર ચલાવી શકે છે. કોમ્પ્યુટર નેટવર્ક માટે પણ આનો ઉપયોગ થઇ શકે છે. આનું કનેક્ટર એ USB-C ઉપર ચાલી શકે છે. આ બેકવર્ડ કંપેટેબિલિટી ધરાવતું નથી. અને આ પાવર ડીલીવરી પણ કરી શકે છે મતલબ આની મદદ થી ડીવાઈઝ પણ ચાર્જ થઇ શકે છે.

HDMI:

HDMI એટલે (High Defination Multimedia Interface)  આ પણ એક પ્રકાર ની ડિસ્પ્લે ટેકનોલોજી છે. આ નો ઉપયોગ ખુબ વધારે ઓડિયો અને વિડીયો રેઝોલ્યુંસન માટે થાય છે. આ આજ નો સૌથી કોમન પોર્ટ છે.આ પોર્ટ તમારા લેપટોપ,ડિવીડી,બ્લુ-રે પ્લેયર ,LCD અને LED ટીવી માં જોવા મળે છે. આ ટેકનોલોજી ની શરૂઆત ૮ કંપની એ ભેગી મળી ને કરી હતી આજે આ HDMI ફોરમ નામની સંસ્થા બનાવી. આજે આ સંસ્થા માં ૮૩ કંપની સામેલ છે. પ્રથમ વર્ઝન ૨૦૦૨ આવ્યુ હતું. આજ સુધી કુલ સાત વર્ઝન આવી ગયા છે.

 ૧.૦૧.૧૧.૨૧.૩૧.૪૨.૦૨.૧
રેઝોલ્યુંસન૧૯૨૦x૧૨૦૦

 

૬૦ HZ

૧૯૨૦x૧૨૦૦

 

૬૦ HZ

૧૯૨૦x૧૨૦૦

 

૬૦ HZ

૨૫૬૦x૧૬૦૦

 

૬૦ HZ

૩૮૪૦x૨૧૬૦

 

૪૦૯૬x૨૧૬૦

૩D:૧૯૨૦x૧૦૮૦

૪૦૯૬x ૨૧૬૦ (4k)

 

૩D:૧૯૨૦x 1૦૮૦

4K,5K,8K,10K

 

Also 3D supported

જો તમે કોઈ HDMI કંપેટેબિલિટી ધરાવતા ગેજેટ લેવા માંગતા હોય તો ચેક કરવું તેમાં ૨.૦ વર્ઝન છે કે નહી.સૌથી વધારે ૧.૪ અને ૨.૦ વર્ઝન વપરાય છે.  USB ની જેમ આમાં પણ અલગ અલગ કનેક્ટર નો વપરાશ HDMI માં પાંચ અલગ અલગ કનેક્ટર નો વપરાશ થાય છે.

ત્રણ પ્રકાર ના HDMI કનેક્ટર

TYPE A:

આ એક રેગ્યુલર સાઈઝ નો hdmi કનેક્ટર છે.લગભગ બધા જ TVમાં અને લેપટોપ માં આ વર્ઝન આવે છે.

Type B :

આ એક ડ્યુઅલ લીંક કનેક્ટર છે. આ નો ઉપયોગ ખુબ ઓછા પ્રમાણ માં થાય છે.

Type C :

આને Mini HDMI પણ કહેવામાં આવે છે.પોર્ટેબલ ડીવાઈસ જેવા કે ગેમીંગ કોન્સોલ, વિડીયો રેકોર્ડર વગેરે માં વપરાય છે.

Type D :

આને Micro HDMI પણ કહેવામાં આવે છે. મોબાઇલ, ટેબ્લેટ જેવા ડિવાઈસ માં વપરાય છે.

Type E :

આ પ્રકાર મુખ્યત્વે ઓટોમોટીવ ઇલેક્ટ્રોનિકસ માં વપરાય છે.

HDMI cable types

કનેક્ટર સિવાય આના કેબલ ના પણ પાંચ પ્રકાર છે.

(૧) HDMI Standard Cable:

(2)HDMI Standard with Ethernet:

(3)HDMI Standard with Automative

(4)HDMI Highspeed:

(5)HDMI Highspeed with Ethernet:

DisplayPort:

આ પોર્ટ પણ HDMI ને મળતી ટેકનોલોજી છે. આની શરૂઆત Video Electronics Standard Association(VESA)  એ કરી હતી HDMI પહેલા આ ટેકનોલોજી ખુબ લોકપ્રીય હતી. આ ટેકનોલોજી DVI પોર્ટ અને VGA પોર્ટ ની ખામીઓ ને દુર કરવા બનાવવા માં આવી છે.છતાં આ એક બેકવર્ડ કંપેટેબિલિટી ધરાવે છે. કન્વર્ટર કેબલ ની મદદ થી તમે DISPLAYPORT અને DVI અને VGA નો ઉપયોગ કરી શકો છો. આ ટેક્નોલોજી ના કુલ પાંચ  વર્ઝન આવી ગયા છે. ૧.૦ ,૧.૧, ૧.૨, ૧.૩, ૧.૪  આમ કુલ પાંચ વર્ઝન છે સૌથી નવું વર્ઝન ૧.૪ જે 8K( ૭૬૮૦x૪૩૨૦) સુધી સપોર્ટ કરી શકે છે.

આ પોર્ટ ના કુલ ૩ અલગ કનેક્ટર છે.

(૧)Standard (૨)Mini (૩)MIcro

આ માં  થી standard અને મીની સૌથી વધારે પ્રમાણ માં વપરાય છે. આ પોર્ટ બીઝનેસ ક્લાસ લેપટોપ માં વાપરવામાં આવે છે.જેમાં એપલ નું મેકબુક, ડેલ નું XPS સીરીઝ HP ના ELITBOx વગેરે જેવા લેપટોપ માં હોય છે.ડેસ્કટોપ માં વપરાતા ગ્રાફિક્સ કાર્ડ માં પણ આ પોર્ટ નો ઉપયોગ થાય છે. આ displayport રોયલ્ટી ફ્રી હોવા થી ઘણી કંપની પોતાના અલગ ટેકનોલોજી આ પોર્ટ ના બેઝ ઉપર બનાવે છે. આવા પોર્ટ માં છે. DDM (Direct drive monitor), eDP (embedded DisplayPort) ,IDP(internal DisplayPort), PDMI,WDP, SlimPort, DisplayID, DockPort. આ બધા આ ટેકનોલોજી ઉપરજ બનેલા છે.

વાંચો : ફેસબુક ની અજાણી વાતો

DVI :

DVI નો મતલબ થાય છે. Digital Visual Interface. આ પોર્ટ પણ સૌથી કોમન પોર્ટ છે.આ પોર્ટ ૧૯૯૯ માં ડીઝાઇન કરવામાં આવેલ છે.આ પોર્ટ ૧૯૨૦x૧૨૦૦ અને ૨૫૬૦x ૧૬૦૦ નું પ્રસારણ કર શકે છે. આ પોર્ટ હમેશા સફેદ કલર માં હોય છે. DVI-A , DVI-D, DVI-I, આમાં પણ DVI-D અને i ના બે કેટેગરી છે બંને માં સિંગલ લીંક અને ડ્યુઅલ લીંક એમ કેટેગરી છે. જયારે DVI-A માત્ર એનેલોગ સિગ્નલ મોકલી શકે છે. જયારે D Digital સિગ્નલ મોકલી શકે છે. આ પોર્ટ તમને ફ્લેટ પેનલ tv અને અમુક dvd પ્લેયર માં જોવા મળી શકે છે. આ પોર્ટ ના ખાસ વર્ઝન mini-DVI અને Micro-DVI અમુક એપલ ના લેપટોપ માં જોવા મળી શકે છે. આ પોર્ટ ની સૌથી મોટી ખામી એ છે આ વિડીયો ની સાથે ઓડિયો નું પ્રસારણ નથી કર શકતું.

VGA :

આ પોર્ટ સૌથી જુનો છે અને હાલ તી તારીખ માં વપરાય છે. VGA નું આખું નામ Video Graphics Array એવું થાય છે. આ પોર્ટ ની રચના ૧૯૮૭ માં IBM કંપની એ કરી હતી. આ પોર્ટ સામન્ય રીતે બ્લુ કલર માં જોવા મળે છે અને પોર્ટ ની બંને બાજુ સ્ક્રુ હોય છે. આ પણ માત્ર video નું જ પ્રસારણ કર શકે છે.ઓડિયો નું નહી. અના કનેક્ટર ને DE-૧૫ પણ કહેવામાં આવે છે. કારણ કે તેમાં કુલ ૧૫ પીન હોય છે. VGA પોર્ટ ૧૯૨૦x ૧૦૮૦ નું રેઝોલ્યુંસન સપોર્ટ કરી શકે છે.

PS/2:

આ બે પોર્ટ કી બોર્ડ અને માઉસ ને કનેક્ટ કરવા માટે વપરાય છે. PS/૨ નો અર્થ પર્સનલ સિસ્ટમ ૨ એવો થાય છે, કારણ કે આ સૌ પ્રથમ ibm ના ps/૨ કોમ્પ્યુટર માં માં હતા. આમાં પર્પલ કલર નો પોર્ટ કી બોર્ડ માટે અને ગ્રીન કલર નો માઉસ માટે વપરાય છે. ધીરે ધીરે આ પોર્ટ નું સ્થાન USB એ લઇ લીધું છે.

serial port:

આ પોર્ટ ને કોમ પોર્ટ પણ કહેવામાં આવે છે. આ પોર્ટ કમ્યુનિકેશન માટે વપરાય છે. આ બીટ બાય બીટ ડેટા નું ટ્રાન્સફર કરે છે. આ પોર્ટ પણ સૌથી જુના પોર્ટ માંથી એક છે અને હજી પણ કોમ્પ્યુટર અને બીજા ઘણા પ્રકાર ના સાધન માં વપરાય છે જેમ કે મોડેમ, CNC કંટ્રોલર, જુના પ્રિન્ટર, ટેક્સ્ટ બેઝ્ડ display બોર્ડ, અમુક ખાસ પ્રકાર ના indstrial કોમ્પ્યુટર માં વપરાય છે. આ માં કુલ બે પ્રકાર ના કનેક્ટર વપરાય છે જેમાં DB-9 અથવા DB-25 તરીકે ઓળખાય છે.

Parallel Port :

આ પોર્ટ ને LPT પોર્ટ અથવા પ્રિન્ટર પોર્ટ પણ કહેવા માં આવે છે. આની રચના પણ ibm કંપની એ કરી હતી. સીરીયલ પોર્ટ એક પછી એક બીટ મોકલે છે જયારે પેરેલલ પોર્ટ એક સાથે ૮ બીટ ડેટા નું ટ્રાન્સફર કરી શકે છે. આ પોર્ટ સાથે એક્સટરનલ ડિવાઈસ જોડી શકાઈ છે જેમ કે પ્રિન્ટર, સ્કેનર, એક્સટરનલ હાર્ડ ડિસ્ક. આ પોર્ટ નું સ્થાન આજે USB એ લઇ લીધું છે. આ પોર્ટ નું માત્ર એક જ કનેક્ટર છે જેને DB-25 કહેવામાં આવે છે.

વાંચો: ગુગલ અને તેની ૩૦ ઉપયોગી વેબસાઈટ ની લીસ્ટ

Firewire port:

આ પોર્ટ ને ૧૩૯૪ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પોર્ટ ની ડીઝાઇન એપલ કંપની એ બનાવી હતી. જે ઘણી હદે USB ને મળતી આવે છે. આ પોર્ટ એપલ ના કોમ્પ્યુટર માં વધારે જોવા મળે છે. આ પોર્ટ ના કુલ 4 વર્ઝન છે. Firewire-400 , Firewire-800, Firewire-1600, Firewire-3200 આ પોર્ટ ૨૦૧૩ સુધી ખુબ પોપ્યુલર હતો પણ તેનું સ્થાન Thunderbolt અને USB એ લઇ લીધું છે. આ પોર્ટ ૪૦૦ MBPS થી લઇ ને ૮૦૦ mbps સુધી ની સ્પીડે ડેટા ટ્રાન્સફર કરી શકે છે.

Ethernet Port:

આ પોર્ટ નેટવર્ક માટે વપરાય છે એક કરતા વધારે કોમ્પ્યુટર સાથે નેટવર્ક કરવાનું હોય અથવા ઈન્ટરનેટ કનેક્ટ કરવાનું હોય વાયર દ્વારા નેટ કનેક્ટ કરવા માટે આ પોર્ટ વપરાય છે. આ ની કનેક્ટર ને સામન્ય રીતે RJ-45 તરીકે ઓળખવામાં આવે છે. અથવા 8p8c તરીકે પણ ઓળખાય છે. આજ કાલ ના દરેક મોડેમ અને રાઉટર માં આ પોર્ટ આપવા માં આવે છે.

Audio port:

આ એક ઓડિયો પોર્ટ છે. ડેસ્કટોપ પર તમને ઘણી વાર એ હેડફોન જેક અને એક માઈક માટે નો પોર્ટ હોય છે જયારે લેપટોપ માં બંને માટે માત્ર એક જ પોર્ટ આપવા માં આવે છે. ઓડિયો પોર્ટ ની ના કુલ ૩ standard છે. ૨.૫ MM, ૩.૫ MM, અને ૬.૫ MM. આમાં થી ૩.૫ mm જેક સૌથી વધારે વપરાય છે. દરેક લેપટોપ તથા મોબાઇલ માટે આ ૩.૫ mm કોમન છે. આની પીન માં બે અલગ પ્રકાર હોય છે જેને TRS અને TRRS સેટિંગ હોય છે. નીચેની ફોટો માં દેખાય છે. આહી બતાવેલા સેટિંગ વધારે પડતા pc માટે વપરાય છે જયારે બીજા ઓડિયો ડીવાઈસ માટે અલગ સેટિંગ વપરાય છે.

#computerports #portsandconnectors  #કોમ્પ્યુટરપોર્ટસ #કનેક્ટરપીન