શુ તમે જાણો છો કે ફાસ્ટેગ માટે રીચાર્જ તમે કાર ના નંબર ઉપર થી પણ કરી શકો છો. એ પણ કોઇપણ બેન્ક કે એપ દ્વારા આપવામાં આવેલુ હોય.
કેવી રીતે કામ કરે છે આ રીત
તમે જ્યારે કોઈ fastag ખરીદી કરો છો ત્યારે તમારી સાથે કાર ના રજીસ્ટર નંબર પર થી એક યુનિક UPI આઈડી બને છે. તમે આ આઈડી નો ઉપયોગ કરી ને કોઈ પણ કંપની કે બેંક દ્વારા આપેલું ફાસ્ટટેગ રિચાર્જ કરી શકો છો. આ રીત સરકાર દ્વારા કાયદેસર માન્યતા પ્રાપ્ત છે.
- સ્ટેપ ૧ : તમારી કોઈ પણ UPI એનેબલ એપ સ્ટાર્ટ કરો
તમે કોઈ પણ તમારી ઓનલાઇન પેમેન્ટ એપ વાપરો છો જેવી કે ગુગલપે, ફોનપે, પેટીએમ કે પછી બેન્ક ની ઓનલાઈન એપ એને સ્ટાર્ટ કરો
- સ્ટેપ ૨ : એપ માં send બટન ઉપર ક્લિક કરો
- સ્ટેપ 3: upi ID માં આ પ્રમાણે એડ્રેસ લખો netc.રજીસ્ટ્રેડનંબર@બેન્કહેન્ડલઆઈડી
ધારો કે તમારી કાર નો નંબર છે AB 1234 અને તમારું ફાસ્ટએગ છે SBI બેન્ક નું તો તમારે આવી રીતે લખવાનું netc.ab1234@sbi. બીજી કોઈ એપ કે બઁક દ્વારા હોય તો એ પ્રમાણે એનું હેન્ડલ નેમ લખવું
- સ્ટેપ ૪ : એડ્રેસ વેરીફાઈ કરો
એડ્રેસ લખ્યા પછી એને વેરીફાઈ જરૂર કરો જો એડ્રેસ સાચું હસે તો તરત જ થઈ જસે.
- સ્ટેપ ૫ : રિચાર્જ કરવાની રકમ એંટર કરો
તમારે જેટલી રકમ નું રિચાર્જ કરવું છે એટલી રકમ એંટર કરો
- સ્ટેપ ૬: તમારો PIN એન્ટર કરો
અહી છે ભારત ની કેટલીક પ્રખ્યાત FASTAG આપતી બેન્ક અને એપ ના UPI હેન્ડલ ની લીસ્ટ
નંબર | બેન્ક ની નામ | UPI બેન્ક હેન્ડલ |
1 | Airtel Payment Bank | @mairtel |
2 | Axis Bank | @axisbank |
3 | Bank Of Baroda | @barodampay |
4 | City union Bank | @cub |
5 | Equitas Small Finance Bank | @equitas |
6 | Federal Bank | @fbi |
7 | HDFC Bank | @hdfcbank |
8 | ICICI Bank | @icici |
9 | IDFC Bank | @idfcnetc |
10 | Indusind Bank | @indus |
11 | KVB Bank | @kvb |
12 | Kotak Mahindra Bank | @kotak |
13 | Paytm Bank | @paytm |
14 | Punjab National Bank | @pnb |
15 | South Indian Bank | @sib |
16 | State Bank Of INDIA | @sbi |
sources: NPCI
If you like this article follow us on Twitter , Facebook and Instagraam
વધુ આવી પોસ્ટ વાંચો