નાસા આ મહિના માં લોન્ચ કરી રહ્યું છે આર્ટેમીસ -૧ મિશન. આ મિશન નું ખાસ મહત્વ છે કારણકે આ આગળ જતાં ચંદ્રયાત્રા માટે નો માર્ગ નક્કી કરશે. તો જાણો શું છે ખાસ અને કેવું છે આ આર્ટેમીસ -૧ મિશન.
નાસા એ નક્કી કર્યું છે કે ૨૦૨૪ સુધી માં તે પાછી સમાનવ ચ્ંદ્રયાત્રા યોજશે. ૨૦૨૪ સુધીમાં ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ ઉપર અંતરીક્ષ યાત્રી ને ઉતારવા માં આવશે. આના માટે નાસા છેલા ૧૦ વર્ષ થી તૈયારી કરી રહ્યું હતું. આ મિશન માટે નાસા એ અનેક તૈયારી કરી છે, જેમાં વિશ્વ નું સૌથી શક્તિશાળી રોકેટ SLS એટલે કે “સ્પેસ લોન્ચ સીસ્ટમ ” બનાવ્યું છે. ઉપરાંત “ORION” નામનું ખાસ સ્પેસક્રાફ્ટ બનાવ્યું છે. જે અંતરીક્ષ યાત્રી ને લઈ જઈ શકશે. અને આગળ જતાં આ નો ઉપયોગ બીજા સ્પેસ મિશન માં પણ થશે. આ આર્ટેમિસ -૧ મિશન જોકે કોઈ અંતરીક્ષ યાત્રી નહિ લઈ જાય. કારણકે આ એક સીસ્ટમ હજી પહલી વાર જ લોન્ચ થઈ રહી છે. તો ચાલો જાણીએ આ મિશન ના દરેક મહત્વ ના સીસ્ટમ વિશે.
Table of Contents
આર્ટેમીસ-૧ મિશન :
આર્ટેમીસ-૧ મિશન હેઠળ નાસા એના એકદમ નવા રોકેટ SLS અને તેના Orion મોડ્યુલ નું ટેસ્ટ કરશે. આ મિશન માં કોઈ અંતરિક્ષ યાત્રી સામેલ કરવામાં આવ્યા નથી. આ મિશન દરમિયાન મોડ્યુલ ચંદ્ર ને ફરતો ચક્કર મારશે. અને સાત એકદમ નાના ક્યુબસેટ ચંદ્ર ની ઓર્બીટ માં મૂકશે. આ ક્યુબસેટ એક બુટ ના બોક્સ જેવડી સાઇઝ ના હશે. અને ક્રૂ મોડ્યુલ પાછું પૃથ્વી ઉપર આવશે. અને સમુદ્ર માં લેન્ડ કરશે. આ મિશન ભવિષ્ય ના આવતા મિશન માટે નો રસ્તો કરશે.
SLS રોકેટ :
નાસા ઘણા સમયથી ખૂબ જ શક્તિશાળી રોકેટ બનાવી રહ્યું હતું. સ્પેસ શટલ પ્રોગ્રામ બંધ થવાથી નાસા પાસે હેવી લિફ્ટ રોકેટ ની ખાસ જરૂર હતી . 2011 પણ આ પ્રોગ્રામ આર્ટેમીસ-૧ મિશન મંજૂરી આપવામાં આવી આ રોકેટ ની પ્રથમ ફ્લાઇટ 2022માં ઓગસ્ટ મહિનામાં થશે. ચાલો જાણીએ શું છે આ મહાકાય શક્તિશાળી રોકેટ માં.
નામ | સ્પેસ લોન્ચ સિસ્ટમ |
પ્રકાર | સુપર હેવી રોકેટ લિફ્ટર |
સંસ્થા | નાસા |
ઊંચાઈ | ૯૮ મીટર |
વ્યાસ | ૮.૪ મીટર |
સ્ટેજ | ૨ |
વજન | ૨૬૦૦ ટન |
સ્પીડ | ૩૬૩૦૦ કિમી/કલાક |
પેલોડ કેપેસીટી | ૨૭ ટન થી લઈ ૯૫ ટન ( ઓર્બિટ પ્રમાણે અલગ અલગ) |
સમય | ૪૮૦ સેકન્ડ |
એક રોકેટ ની કિમત | ૨ અબજ ડોલર |
પ્રોજેકટ નો કૂલ રિસર્ચ અને ડેવલોપમેન્ટ ખર્ચ | ૨૩ અબજ ડોલર |
કોર સ્ટેજ :
આ સ્ટેજ SLS રોકેટનો સૌથી મોટો પાર્ટ છે. આ એક પ્રકારની ફ્યુઅલ ટેન્ક છે જે ૬૪ મીટર ઊંચી અને ૮.૪ મીટર વ્યાસ ની છે. ફ્યુઅલ સહિત આ સ્ટેજનો વજન થાય છે ૧૦૮૮ ટન જેમાં 143 લિક્વિડ હાઈડ્રોજન અને 843 ટન લિક્વિડ ઓક્સિજનનો સમાવેશ થાય છે આ સ્ટેજ એક ખાસ પ્રકારના એલ્યુમિનિયમ ધાતુનો બનેલો છે જે ખૂબ હાઈ પ્રેશર અને સહન કરી શકે છે .આર્ટેમીસ-૧ મિશન ના આ કોર સ્ટેજની નીચે આપેલા છે ૪ શક્તિશાળી RS- 25 એન્જિન. જે સ્પેસ શટલ માંથી લેવામાં આવ્યા છે કંપની દ્વારા તેને ખાસ મોડીફાય કરવામાં આવ્યા છે અને તેનો પાવર વધારવામાં આવ્યો છે આ સ્ટેજ માત્ર ૪૮૦ સેકન્ડ ચાલશે
કોર સ્ટેજની કેટલીક રોચક વાતો
- આ સ્ટેજમાં કોઈ 562 કેબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની કૂલ લંબાઇ 45 માઈલ છે
- કુલ મળીને 775 પ્રકારના સેન્સર આ ફિટ કરવામાં આવ્યા છે. જે અલગ-અલગ માહિતીને ભેગી કરીને કોમ્પ્યુટરને મોકલશે
- જ્યારે આ ટેન્કમાં ફ્યુલ ભરવામાં આવે છે ત્યારે તે લંબાઇમાં ૬ ઇંચ અને વ્યાસમાં ૧ ઇંચ એટલી સંકોચાઈ જાય છે.
- આરએસ 25 રોકેટ એન્જિનનો થ્ર્સ્ટએટલો હશે કે એક સાથે આઠ બોઇંગ વિમાન અને હવા માં પહોંચાડી દે.
- આ એન્જિન દરેક સેકન્ડે 5678 લીટર ફ્યુલ વાપરે છે એટલે કે એક સ્વિમિંગ પૂલ જેટલું
- આ એન્જિન -૨૪૦ સેલ્સિયસ થી ૩૩૧૬ ડિગ્રી ના તાપમાને કામ કરી શકે છે.
સોલીડ રોકેટ બુસ્ટર SRB:
કોર સ્ટેજ સાથે જોડવામાં આવ્યા છે બે વધારાના રોકેટ બુસ્ટર. જે કોર સ્ટેજને મદદ કરશે રોકેટને અંતરિક્ષમાં લઈ જવા માં. આ બુસ્ટર રોકેટ સોલિડ ફ્યુલ ઉપર ચાલે છે. એક બુસ્ટર નો વજન 726 ટન છે અને ઊંચા 17 માળની બિલ્ડિંગ જેવડી છે એકવાર સ્ટાર્ટ થયા પછી દર સેકન્ડે સાડા પાંચ ટન ફ્યૂલ બાળી નાખશે. આટલો પાવર 14 જમ્બો જેટ ના કુલ પાવર કરતાં પણ વધારે છે.
નામ | SRB “સોલીડ રોકેટ બુસ્ટર” |
બનાવનાર | નોર્થોપ ગૃમન |
કૂલ રોકેટ | ૨ |
ઊંચાઈ | ૫૪ મીટર |
વ્યાસ | ૩.૭ મીટર |
વજન | ૭૨૬ ટન (એક રોકેટ) |
સમય | ૨ મીનીટ |
લોન્ચ વ્હીકલ સ્ટેજ એડેપ્ટર LVSA:
LVSA અથવા લોન્ચ વ્હીકલ સ્ટેજ એડેપ્ટર એક શંકુ આકાર નું છે. આ નું કામ ICPS સ્ટેજ અને Core સ્ટેજ ને જોડી રાખવા નું છે. ઉપરાંત આમાં ખાસ રીતે બનવામાં આવ્યું છે જે લોન્ચ સમયે થતાં અતિ વાઇબ્રેશન થી ICPS અને Orion નું રક્ષણ કરશે.
નામ | LVSA |
ઊંચાઈ | ૮.૩ મીટર |
ટોચ નો વ્યાસ | ૫ મીટર |
નીચે નો વ્યાસ | ૮.૩ મીટર |
બનાવનાર | ટેલીડાઈન બ્રાઉન એંજિનયરિંગ |
ઈંટરીરયમ ક્રાયોજેનીક પ્રપલશન સ્ટેજ ICPS:
આ એક પ્રકાર નું ક્રાયોજેનીક એંજીન છે. આ નો ઉપયોગ રોકેટ ના સ્પેસ માં થશે. આ એક સિંગલ એંજિન છે જે ૧૩.૭ મીટર ઊંચું અને ૫.૧ મીટર વ્યાસ નું છે. જ્યારે મેઈન રોકેટ અને બુસ્ટર રોકેટ પૂરા થઈ ને ખરી પડસે ત્યારે આ ICPS નો ઉપયોગ થશે. આ આઇસીપીએસ એંજીન પણ RL-10 એંજિન નું અપગ્રેડ કરેલું છે. આ એક અપર સ્ટેજ છે.
નામ | ઈંટરીરયમ ક્રાયોજેનીક પ્રપલશન સ્ટેજ |
બનાવનાર | બોઈંગ અને યુનાઈટેડ લોન્ચ એલાઇન્સ |
ઊંચાઈ | ૧૩.૭ મીટર |
વ્યાસ | ૫.૧ મીટર |
વજન | ૩૨.૭ ટન |
ફ્યુઅલ | લિક્વિડ હાઈડ્રોજન અને લિક્વિડ ઑક્સીજન |
થ્રસ્ટ | ૧૧૦ KN |
ઓરાયન સ્પેસ ક્રાફ્ટ Orion spacecraft:
ઓરાયન સ્પેસક્રાફ્ટ છે આ મિશન નું સૌથી મુખ્ય અને સૌથી મહત્વ નું સ્ટેજ. આ સ્ટેજ માં જ અંતરિક્ષયાત્રી રહી શકશે. આ કોઈ સામાન્ય સ્પેસક્રાફ્ટ નથી. નાસા એ પોતાની વર્ષો નો અનુભવ અને ટેક્નોલૉજી નો ઉપયોગ કરી ને આ સ્પેસ ક્રાફ્ટ બનાવ્યું છે. ભવિષ્ય ના અનેક ડીપ સ્પેસ મિશન માટે આનો ઉપયોગ થશે. ઉપરાંત ૨૦૨૫ ની ચંદ્રયાત્રા માં પણ ઉપયોગ થશે. આ ઓરયન સ્પેસક્રાફ્ટ કૂલ ૨પાર્ટ માં બનેલું છે. આ સ્ટેજ સૌથી ઉપર ની તરફ હશે અને LAS સિસ્ટમ ની નીચે હશે. આ સ્પેસક્રાફ્ટ ને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે ૨૧ દિવસ સુધી તેમાં રહેલા અંતરીક્ષયાત્રી જીવતા રહી શકે છે.
ક્રૂ મોડ્યુલ :
આ સૌથી મહત્વ નું મોડ્યુલ છે. અંતરીક્ષ યાત્રી આજ મોડ્યુલ માં રહશે. કૂલ મળી ને ૪ અંતરીક્ષ યાત્રી આમાં રહી શકશે. જોકે આ આર્ટેમીસ-૧ મિશન મિશન માં કોઈ યાત્રી નહીં હોય. આ નો મુખ્ય હેતુ આ સિસ્ટમ ને ટેસ્ટ કરવાનો છે. છતાં નાસા એ આ મોડ્યુલ ને બનાવવામાં સૌથી વધારે ધ્યાન આપ્યું છે. આ એક જ મોડ્યુલ છે જે પૃથ્વી ઉપર પાછું ફરશે. આ મિશન નો સૌથી જોખમી પાર્ટ હશે આ મોડ્યુલ ને પૃથ્વી ઉપર પાછું લાવવું જ્યરે આ થસે ત્યારે આ મોડ્યુલ ની સ્પીડ હશે ૪૦,૦૦૦ કિમી/કલાક ની. આ મોડ્યુલ ખાસ પ્રકાર ના એલ્યુમિનિયમ અને લિથિયમ ધાતુ ના મિશ્રણ થી બનાવવામાં આવ્યું છે. સેફ રીતે પાણી માં ઉતારવામાં માટે આમાં ખાસ પ્રકાર ના પેરશૂટ પણ રાખવામા આવ્યા છે. વળતી વખતે એકદમ હિટ ને સહન કરવા આને ખાસ પ્રકાર ના avcoat મટિરિયલ થી મઢ્વામાં આવ્યા છે.
નામ | ક્રૂ મોડ્યુલ |
ઊંચાઈ | 3.3 મીટર |
વ્યાસ | ૫ મીટર |
વજન | ૯.૩ ટન |
બનાવનાર | લોકહિડ માર્ટિન કંપની |
આમાં અંતરિક્ષ યાત્રી માટે અનેક એડ્વાન્સડ ટેક્નોલૉજી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમ કે
ગ્લાસ કોકપિટ– એક પ્રકાર ની ડિજિટલ કંટ્રોલ સિસ્ટમ હોય છે. જેમાં યાત્રી કોમ્પ્યુટર માં દરેક વસ્તુ ને જોઈ ને કંટ્રોલ કરી શકે છે. આ પ્રકાર ની ટેક્નોલૉજી વિમાનો માં હોય છે.
ઓટો ડોક : આ ફીચર પણ સૌથી અગત્ય નું છે ભવિષ્ય માં કોઈ સ્પેસ સ્ટેશન સાથે આ મોડ્યુલ ને ડોક કરવું હોય તો આ કોમ્પ્યુટર દ્વારા ઓટોમેટિક રીતે થઈ જશે. તેને મેન્યુલી કંટ્રોલ નહીં કરવું પડે.
નાઇટ્રોજન ઑક્સીજન પ્રેશર સિસ્ટમ અને બીજી અનેક એડ્વાન્સ્દ ટેક્નોલૉજી આમાં રાખવામા આવી છે.
સર્વિસ મોડ્યુલ:
આ મોડ્યુલ પણ સૌથી મહત્વ નું મોડ્યુલ છે આ મોડ્યુલ ને યુરોપીયન સ્પેસ એજન્સી ESA દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે અને એરબસ કંપની દ્વારા આને બનાવવામાં આવ્યું છે. આ મોડ્યુલ નું મુખ્ય કામ એક પ્રકાર નું સપોર્ટ કરવાનું છે. લાંબા સમય ના મિશન માટે ની જરૂરી દરેક સિસ્ટમ આ મોડ્યુલ માં છે. જેમ કે પાવર ડિલિવરી સિસ્ટમ, સોલર એરે દ્વારા જે પાવર ઉત્પન થશે તેને આ મોડ્યુલ માં સ્ટોર કરવામાં આવશે. યાત્રી માટે પીવાના પાણી ની સિસ્ટમ પણ આ માં જ ફિટ કરવામાં આવી છે. તેમજ યાત્રી ના માટે ઑક્સીજન અને નાઇટ્રોજન ની વ્યવસ્થા પણ આ જ મોડ્યુલ માં છે.
નામ | સર્વીસ મોડ્યુલ |
લંબાઈ | ૪.૭૫ મીટર |
વ્યાસ | ૫ મીટર |
વજન | ૧૪ ટન |
એંજિન | ૨૪ રીએક્ષન એંજિન, ૮ બીજા એંજિન |
સોલર એરે | ૪, કૂલ ૧૫,૦૦૦ સોલર સેલ, ૧૯ મીટર લંબાઈ જ્યારે ફૂલ પેનલ ખુલશે. |
કૂલ ૪ સોલર પેનલ આ મોડ્યુલ માં છે જેને ફોલ્ડિંગ રાખવામા આવી છે. આ ૪ પેનલ માં કૂલ ૧૫,૦૦૦ સોલર સેલ લગાડવામાં આવ્યા છે. જે ૧૧ કિલોવોટ નો પાવર ઉત્પન કરશે. આમાં ૧ મૈન એંજિન, ૭ નાના એંજિન અને ૨૪ નાના થ્રસ્ટર મળી ને કૂલ ૩૩ એંજિન છે. જો orion પોતાના રસ્તા પર થી ભટકી જાય તો આ એંજિન ના ઉપયોગ દ્વારા તેને પાછું રસ્તા ઉપર લાવી શકાય છે.
લોન્ચ અબોર્ટ સિસ્ટમ LAS:
આર્ટેમીસ-૧ મિશન ની આ સિસ્ટમ એક ક્રીટીકલ સિસ્ટમ છે ટૂક માં જેને LAS કહેવામા આવે છે. જો લોન્ચ સમયે કોઈ પણ પ્રકાર ની ગડબડ કે અકસ્માત થાય તો માત્ર અમુક મિલી સેકન્ડ માં જ આ એક્ટિવેટ થઈ જશે અને યાત્રી અને મોડ્યુલ ને સેફ્ટી સાથે ઇજેક્ટ કરી દેશે.
નામ | લોન્ચ અબોર્ટ સિસ્ટમ |
ઊંચાઈ | ૫૦ ફૂટ |
વ્યાસ | ટોપ : ૩ ફૂટ, બેઝ : ૧૭ ફુટ |
વજન | ૭.૬ ટન |
એબોર્ટ મોટર | ૩.૪ ટન |
એટીટ્યુડ મોટર | ૭૫૦ કિલો |
જેટીસન મોટર | ૪૦૦ કિલો |
બનાવનાર | નોર્થોપ ગૃમન કંપની |
આ સિસ્ટમ અંતરિક્ષ યાત્રી ને ૩ લાખ ફિટ ની ઊંચાઈ એટલે કે ૯૧ કિલોમીટર ની ઊંચાઈ સુધી કામ કરી શકશે. આ સિસ્ટમ કૂલ ૩ પ્રકાર ની મોટર નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે આ રોકેટ સ્પેસ માં પોહચી જસે અને ત્યારે આ LAS સિસ્ટમ ની જરૂર નહીં રહે. ત્યારે રોકેટ થી અલગ કરવા માટે જેટીસન મોટર નો ઉપયોગ થશે. જોકે આ મિશન માં કોઈ અંતરિક્ષ યાત્રી સામેલ નથી માટે કોઈ પ્રકાર નું જોખમ નથી. છતાં આ સિસ્ટમ એક અગત્ય નું છે.
ક્રોલર ટ્રાન્સપોર્ટર ૨:
આ રોકેટ ને એસેમ્બલી બિલ્ડીંગ થી લોંચપેડ સુધી લઈ જવામાં માટે આ વાહન નો ઉપયોગ કરવામાં આવશે. આ કોઈ સામાન્ય ટ્રાન્સપોર્ટર નથી દુનિયા નું સૌથી પાવરફૂલ અને મહાકાય સાઇઝ ધરાવતું વાહન છે. આ વાહન ૪૦ મીટર લાંબુ અને ૩૫ મીટર પોહળું છે. અને આ વાહન નો વજન છે ૨૭૨૧ ટન. જ્યારે આ વાહન કૂલ મળી ને ૮૨૦૦ ટન વજન ઊચકી શકે છે. અને સ્પીડ ની વાત કરીયે તો માત્ર કલાક ની ૧.૬ કિલોમીટર જ કાપી શકે છે. આ SLS રોકેટ ને એના લોન્ચ સાઇટ ઉપર લઈ જશે.
આ છે આર્ટેમીસ-૧ મિશન ની ડિટેલ. આવતા વર્ષે. એટલે કે ૨૦૨૩ નાસા આર્ટેમીસ મિશન ૨ લોન્ચ કરશે જેમાં પહલી વાર અંતરીક્ષ યાત્રી સામેલ કરવામાં આવશે. ઉપરાંત SLS રોકેટ ને પણ અપગ્રેડ કરવામાં આવશે. આ રોકેટ ના અલગ અલગ વર્ઝન ડિઝાઈન કરવામાં આવ્યા છે. અને ૨૦૨૫ માં અર્ટેમીશ ૩ મિશન હેઠળ પહલી ચંદ્રયાત્રા કરવામાં આવશે જેમાં યાત્રી ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે.
SLS રોકેટ ના ભવિષ્ય ના વર્ઝન
sources:
image source and data : નાસા , વિકિપીડિયા
વાંચો: કેવું છે ઇસરો નું PSLV રોકેટ
If you like this article follow us on Twitter , Facebook and Instagraam