Last updated on જુલાઇ 5th, 2024 at 07:19 પી એમ(pm)
ટેલિકોમ ક્ષેત્ર માં એક નવી ટેક્નોલૉજી આવી રહી છે, એ છે 5G. મોબાઈલ ટેક્નોલૉજી ની દુનિયા માં આને નવી ક્રાંતિ ગણવામાં આવી રહી છે. તો ચાલો જાણીએ શું છે આ નવી 5G ટેક્નોલૉજી?
તમે મોબાઇલ માં વપરાતી 1g, 2g,3g, 4g ટેક્નોલૉજી વિશે જરૂર સાંભળ્યુ હશે. આ દરેક ટેક્નોલૉજી મોબાઈલ કોમ્યુનિકેશન માં વપરાતી અલગ અલગ પેઢી ની ટેક્નોલૉજી છે. ૧૯૮૦ માં 1g એટલેકે મોબાઈલ ની સૌથી પહલી ટેક્નોલૉજી હતી. 2g ટેક્નોલૉજી આવી 1990 માં, પછી 2000 માં આવી 3g ટેક્નોલૉજી. અને ૨૦૧૦ માં આવી 4g. જેમ જેમ મોબાઈલ ટેક્નોલૉજી નો ઉપયોગ વધતો ગયો તેમ તેમ નવી રીતે મોબાઈલ ટેક્નોલૉજી ડેવલોપ કરવાની જરૂર પડી. આજે 2021 માં સૌથી લેટેસ્ટ જનરેશન છે 5g ટેક્નોલૉજી. જો કે 5G ટેક્નોલૉજી આજે વિશ્વ ના 36 દેશો માં લોન્ચ થઈ ચૂકી છે ભારત માં પણ આ ટેક્નોલૉજી ના પરીક્ષણ માટે મંજૂરી આપવા માં આવી છે. આ માટે 5g ટેક્નોલૉજી દેશ ની કંપની જ બનાવશે.
Table of Contents
શું છે 5g ટેક્નોલૉજી ?
5G ટેક્નોલૉજી એ મોબાઈલ કોમ્યુનિકેશન માટે ની સૌથી આધુનીક ટેક્નોલૉજી છે. જેમ જેમ વિશ્વ માં મોબાઇલ નો ઉપયોગ વધતો જાય છે. ડેટા નો ઉપયોગ વધતો જાય છે. 4G ટેક્નોલૉજી આજે જૂની થઈ ગઈ છે. પરીણામે એક એવી નવી ટેક્નોલૉજી ની જરૂર પડી જે ડેટા અને વોઇસ ને હાઇ સ્પીડે વાહન કરી શકે છે. વધુ કેપેસીટી એ વોઇસ નું વહન કરી શકે છે. આ માટે 5G-NR નામની ટેક્નોલૉજી ડેવલોપ કરવામાં આવી જેને આપણે જનરલી 5G ના નામ થી ઓળખવા માં આવે છે. આ માત્ર વોઇસ અને ડેટા જ નહીં પરંતુ આવતી કાલ ની અનેક નવી ટેક્નોલૉજી ને બદલી શકે છે. જેમાં IOT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ), ડ્રાઈવરલેસ કાર, AR અને VR, ઉપરાંત બીજનેસ માટે પણ આ અનેક નવી રીતે ઉપયોગી થશે.
વધારે વાંચો: જાણો વિવિધ પ્રકાર ના કોમ્પ્યુટર વિષે.
કોણે બનાવી છે આ 5G ટેક્નોલૉજી?
5g ટેક્નોલૉજી કોઈ એક વ્યકતી કે કંપની દ્વારા નથી બની. સૌથી પેહલા તો ITU એટલે કે ઇન્ટરનેશનલ ટેલીકોમ યુનીયન નામની સંસ્થા એ આના માટે કેટલાક નિયમ અને મિનિમમ રિકવાયરમેટ નક્કી કરી છે. આ સંસ્થા સીધી UNO ની નીચે કામ કરે છે. આ નિયમ ને માની ને 3gpp નામની સંસ્થા જે 3rd Generation Partnership Project (3GPP) તરીકે ઑળખવામાં આવે છે. તે આ નવી ટેક્નોલૉજી ને ડેવલપ કરે છે. આ સંસ્થા વિશ્વ ની તમામ મોટી મોબાઈલ કંપની, ટેલિકોમ્યુનિકેશન કંપની, ચિપ બનાવતી કંપની અને બીજી અનેક કંપની ઑ નો સમૂહ છે.
5G અને 4G વચ્ચે શું તફાવત છે?
આજ ની 4G અને આવનારી 5G વચ્ચે ઘણો તફાવત હશે.
પેલો તફાવત છે સ્પીડ નો : હા 5G આજ ની 4g ટેક્નોલૉજી કરતાં અનેક ગણી સ્પીડે ચાલશે. આ ટેક્નોલૉજી ૧ GBPS ની સ્પીડ સપોર્ટ કરી શકે છે. પરંતુ એવરેજ ૨૦૦ થી ૪૦૦ mbps અથવા તેની આસપાસ ની સ્પીડે ચાલી શકે છે. મતલબ કે ફાસ્ટ ડાઉનલોડ અને અપલોડ.
બીજો તફાવત એ છે કે આ નેટવર્ક 4g કરતાં 100 ગણા વધારે ટ્રાફીક ને હેન્ડલ કરી શકશે. આ ટેક્નોલૉજી ના પાયા માં જ વધારે મોબાઈલ ડેટા અને વોઇસ ના ટ્રાફીક ને પોહચી વરવાની ક્ષમતા રાખવામા આવી છે.
ત્રીજો તફાવત આ ટેક્નોલૉજી મોબાઈલ ના સ્પેક્ટ્ર્મ નો વધારે સારી રીતે ઉપયોગ કરી શકશે. અગાઉ ની મોબાઈલ ટેક્નોલૉજી માં પેહલા ફાળવાયેલા સ્પેક્ટ્ર્મ નો બહુ સારી રીતર ઉપયોગ નો થતો હતો. આ પ્રોબ્લેમ ને આ ટેક્નોલૉજી માં સોલ્વ કરી લેવામાં આવી છે.
ચોથો તફાવત છે વિલંબ ના સમય ઓછો કરવાનો એટલે કે latency. આમાં વિલંબ નો સમય માત્ર 10 મિલિસેકન્ડ નો હશે.
વધારે વાંચો:ગુગલ અને તેની ૪૫ વેબસાઇટ ની લિસ્ટ
ક્યાં ક્યાં ક્ષેત્ર માં આનો વધારે ઉપયોગ થશે.?
લગભગ બધા જ ક્ષેત્રો માં આનો ઉપયોગ થાશે. પરંતુ સૌથી વધુ ફાયદો થશે હેલ્થકેર, ઓટો ઈન્ડસ્ટ્રી, ખેતીવાડી , મેનુફેકચરીંગ , આઇટી કંપની, વગેરે ને થશે. જેમ કે આવનારા સમય માં તમારી દરેક કાર ઇન્ટરનેટ સાથે જોડાયેલી હશે અને કદાચ સેલ્ફ ડ્રાઈવિંગ પણ કરતી હશે. ડોક્ટર એક સ્થાને થી બેઠા બેઠા બીજા શહેર ના પેશન્ટ નો ઈલાજ કરી શકશે. ખેતીવાડી માં આધુનિક સેન્સર ની મદદ થી ખેતી ને પણ ઓટોમેટીક કરી શકશે. મોટી ફેક્ટરી માત્ર AI અને રોબોટ ની મદદ થી કોઈ પણ વસ્તુ નું ઉત્પાદન કરી શકશે. માત્ર એટલુ જ નહીં આ ટેક્નોલૉજી ની મદદ થી ગ્લોબલ ઈકોનોમી માં 13 લાખ કરોડ ડોલર નો વધારો થવાનો અંદાજો છે. અને 22 કરોડ નવી નોકરી પેદા થવાનો અંદાજ છે.
5G માં વપરાતી નવી ટેક્નોલૉજી કેવી છે ?
5જી ટેક્નોલોજી મા કુલ મળી ને કુલ 3 પ્રકાર ની ફ્રિક્વન્સી ઉપર ચાલશે. આ છે. લો બેન્ડ (Low band), મિડ બેન્ડ (Mid Band), અને હાઇ બેન્ડ(high Band) અથવા mmwave ટેક્નોલૉજી. આ દરેક ની પોતાનો ફાયદો અને ગેર ફાયદો પણ છે.
Low band:
આ પ્રકાર ની ફ્રિક્વન્સી માં ૧ ગિગાહર્ટ્જ થી ઓછી ફ્રિક્વન્સી ના મોજા વાપરવામાં આવે છે. આ પ્રકાર લો બેન્ડ માં ટાવર ની રેન્જ સૌથી વધુ હોય છે. આ રેન્જ માં બિલ્ડીંગ કે બીજા ઓબ્સટેકલ ને પાર કરી જાય છે અને એક સાથે અનેક લોકો કનેક્ટ થઈ શકે છે. નાના ગામ અથવા શહેર માં આ પ્રકાર ના ટાવર ખૂબ ઉપયોગી થશે.
Mid-band :
આ પ્રકાર ની ફ્રિક્વન્સી ૧ થી ૬ ગિગાહર્ટ્જ વચ્ચે હશે. આ ની રેન્જ ઓછી હશે પણ આની ડેટા સ્પીડ ખૂબ વધારે હશે. અંદાજીત ૧૦૦ થી ૯૦૦ mbit ની સ્પીડ હશે. આ પ્રકાર ના ૫g ટાવર સૌથી વધુ પ્રમાણ માં સ્થાપવા માં આવશે.
High band or mmwave :
આ 5g ટાવર માં સૌથી વધુ સ્પીડ પકડશે એક અંદાજ પ્રમાણે આમાં ૧ જીબીપીએસ થી વધુ ની સ્પીડ પકડી શકે છે. આને અત્યયંત હાઇ ફ્રિક્વન્સી જે ૨૪ ગિગા હર્ટ્જ થી વધારે હશે. પરંતુ આ માં એક સૌથી મોટો પ્રોબ્લેમ એ હસે કે આની રેન્જ એકદમ ઓછી હશે. કદાચ ૧ કિલો મીટરની આસપાસ આને આ પ્રકાર માં સિગ્નલ માં બિલ્ડીંગ કે કોઈ મોટી દીવાલ ની આરપાર જય શકતા નથી. માટે આ પ્રકાર ના ટાવર ને સ્મોલ સેલ ટાવર પણ કહેવા માં આવે છે. સામાન્ય રીતે આવા ટાવર ખૂબ ભીડભાડ વાળા સ્થાન પર લગાવવામાં આવશે જેમ કે સ્પોર્ટ ના મેદાનો માં.
અહી આપેલી સ્પીડ ના આકડા બીજા અનેક પ્રકાર ના ફેક્ટર ઉપર નિર્ભર કરે છે જેને લીધે આ માં દરેક સ્થાન અને કંપની પ્રમાણે અલગ અલગ હોય શકે છે.
5g ટેક્નોલૉજી એક ક્રાંતિકારી ટેક્નોલૉજી સાબીત થશે. ભારત માં પણ આ ટેક્નોલૉજી ઉપર અનેક કંપની પરીક્ષણ કરી રહી છે, બહુ જલ્દી ભારત માં પણ શરૂ થશે.
If you like this article follow us on Twitter , Facebook and Instagraam