IPhone 13 – ચાલો જાણીએ શું છે નવું એપલ ના નવા આઇફોન 13 મોબાઇલ ફોન માં

Home » Mobiles » IPhone 13 – ચાલો જાણીએ શું છે નવું એપલ ના નવા આઇફોન 13 મોબાઇલ ફોન માં

એપલ કંપની એ લોન્ચ કર્યા છે પોતાના લેટેસ્ટ ફ્લેગશીપ ફોન iPhone 13. આ નવા મોબાઇલ ફોન માં ઘણા નવા ફીચર અને ખાસીયતો આપવામાં આવી છે. તો ચાલો જાણીએ શું છે નવું આ મોબાઇલ ફોન માં

IPhone 13 ના બધા મોડેલ

ડિઝાઈન:

          નવા IPhone 13 ની ડિઝાઈન આમ તો જૂના IPhone 12 જેવી જ રાખવામા આવી છે. બધા IPhone 13 માં ફ્લેટ એજ લુક આપવામાં આવ્યો છે. દરેક મોબાઇલ ફોન ની એલ્યુમીનીયમ ફ્રેમ રાખવામા આવી છે. આગળ ની તરફ એટલે કે ફ્રન્ટ સાઈડ એક નોચ આપવા માં આવ્યો છે જેમાં ખાસ  true depth camera સેન્સર આપવામાં આવ્યું છે. સ્પીકર અને માઈક્રોફોન પણ આગળ તરફ આપવા માં આવ્યા છે. પાવર બટન જમણી તરફ અને વોલ્યુમ બટન ડાબી તરફ છે. ચાર્જ કરવા માટે લાઇટનિંગ પોર્ટ નીચે એટલે સાવ બોટમ માં આપવા માં આવ્યો છે.

સાઇઝ:

          નવા iPhone કુલ 3 સાઇઝ માં આવશે સૌથી નાની સાઇઝ iPhone 13 MINI 5.4 ઇંચ ની સ્ક્રીન સાઇઝ છે. અને રેગ્યુલર iPhone અને pro મોડેલ 6.1 ઇંચ ની સ્ક્રીન સાઇઝ ધરાવે છે. જ્યારે સૌથી મોટું મોડેલ પ્રો મેક્સ 6.7 ઇંચ ની સ્ક્રીન સાઇઝ સાથે આવશે.

ડિસ્પ્લે:

          નવા આઇફોન ૧૩ માં આપવામાં આવેલી છે સુપર રેટીના એક્સડીઆર ઓલેડ સ્ક્રીન. જે માં છે ૨,૦૦૦,૦૦૦:૧ નો કોનટ્રાષ્ટ રેશીયો. અને ૧૨૦૦ નિટ્સ ની બ્રાઇટનેસ છે. Iphone 13 mini ની સ્ક્રીન માં છે 2340×1080 નું રેઝૉલ્યુશન. અને 6 ઇંચ વાળા iphone 13 ની સ્ક્રીન આપે છે 2532 x 1170 નું રેઝૉલ્યુશન. જે ખૂબ જ સરસ છે.

Iphone 13 મોડેલ
એપલ નો લેટેસ્ટ મોડેલ આઇફોન 13 પ્રો

વધારે વાંચો: એપલ આઇફોન ના વોઇસ આસીટંટ સિરી ના દરેક કમાન્ડ વિશે

પ્રોસેસર:

          નવા આઇફોન 13 સીરીઝ માં છે એકદમ નવા પ્રોસેસર જેને નામ આપવા માં આવ્યું છે “A15 bionic પ્રોસેસર”. જે જૂના iphone 12 માં આપેલા A14 પ્રોસેસર કરતાં આધુનીક છે. આઈફોન 13 અને 13  મિનિ  માં છે 4 કોર નું ગ્રાફિક્સ પ્રોસેસર છે. જ્યારે પ્રો અને પ્રો મેક્સ મોડેલ માં છે ૫ કોર નું ગ્રાફિક પ્રોસેસર. એપલ નો દાવો છે કે તેના જૂના ગ્રાફિક્સ પ્રોસેસર કરતાં 50% વધારે ફાસ્ટ છે. ઉપરાંત એક ૧૬ કોર નું ન્યૂરલ એંજીન છે જે દરેક સેકન્ડ એ ૧૫ ટ્રિલિયન ઓપરેશન પરફોર્મ કરે છે. અને આને લીધે સિનેમેટિક મોડ અને સ્માર્ટ એચડીઆર જેવા ફીચર સપોર્ટ કરે છે.

A-15 bionic પ્રોસેસર આઇફોન 13
A-15 bionic પ્રોસેસર

જાણો આઇફોન 13 ના દરેક મોડેલ વિશે

NameIPHONE 13 mini
NetworkGSM / CDMA / HSPA / EVDO / LTE / 5G
Size5.4 inch
cameraDual , 12 MP, f/1.6, 26mm (wide), 1.7µm, dual pixel PDAF, sensor-shift OIS
12 MP, f/2.4, 120˚, 13mm (ultrawide)
Front camra12 MP, f/2.2, 23mm (wide)
DisplaySuper Retina XDR OLED, 1080 x 2340 pixels
ProcessorA-15 bionic CHIP
Ram4 GB (est)
OSIOS 15
Storage128 GB, 256 GB, 512 GB
BatteryLi-Ion, non-removable with Fast charging 20W, 50% in 30 min (advertised) USB Power Delivery 2.0 MagSafe wireless charging 15W Qi magnetic fast wireless charging 7.5W
connectionWi-Fi 802.11 a/b/g/n/ac/6, Bluetooth 5.0, A2DP, LE GPS: Yes, with A-GPS, GLONASS, GALILEO, BDS, QZSS NFC:Yes
NameIPHONE 13
NetworkGSM / CDMA / HSPA / EVDO / LTE / 5G
Size6.1 inch
cameraDual , 12 MP, f/1.6, 26mm (wide), 1.7µm, dual pixel PDAF, sensor-shift OIS
12 MP, f/2.4, 120˚, 13mm (ultrawide)
Front camra12 MP, f/2.2, 23mm (wide)
DisplaySuper Retina XDR OLED, 1080 x 2340 pixels
ProcessorA-15 bionic CHIP
Ram4GB (est)
OSIOS 15
Storage128 GB, 256 GB, 512 GB
BatteryLi-Ion, non-removable with Fast charging 20W, 50% in 30 min (advertised) USB Power Delivery 2.0 MagSafe wireless charging 15W Qi magnetic fast wireless charging 7.5W
connectionWi-Fi 802.11 a/b/g/n/ac/6, Bluetooth 5.0, A2DP, LE GPS: Yes, with A-GPS, GLONASS, GALILEO, BDS, QZSS NFC:Yes
NameIPHONE 13 Pro
Support technologyGSM / CDMA / HSPA / EVDO / LTE / 5G
Size6.1 inch
cameraQuad  , 12 MP, f/1.5, 26mm (wide), 1.9µm, dual pixel PDAF, sensor-shift OIS
12 MP, f/2.8, 77mm (telephoto), PDAF, OIS, 3x optical zoom
12 MP, f/1.8, 13mm, 120˚ (ultrawide), PDAF
TOF 3D LiDAR scanner (depth)
Front camra12 MP, f/2.2, 23mm (wide)
DisplaySuper Retina XDR OLED, 1080 x 2340 pixels
ProcessorA-15 bionic CHIP
Ram6 GB (est)
OSIOS 15
Storage128 GB, 256 GB, 512 GB,1 TB
BatteryLi-Ion, non-removable with Fast charging 20W, 50% in 30 min (advertised) USB Power Delivery 2.0 MagSafe wireless charging 15W Qi magnetic fast wireless charging 7.5W
connectionWi-Fi 802.11 a/b/g/n/ac/6, Bluetooth 5.0, A2DP, LE GPS: Yes, with A-GPS, GLONASS, GALILEO, BDS, QZSS NFC:Yes
NameIPHONE 13 Pro max
NetworkGSM / CDMA / HSPA / EVDO / LTE / 5G
Size6.7 inch
cameraQuad  , 12 MP, f/1.5, 26mm (wide), 1.9µm, dual pixel PDAF, sensor-shift OIS
12 MP, f/2.8, 77mm (telephoto), PDAF, OIS, 3x optical zoom
12 MP, f/1.8, 13mm, 120˚ (ultrawide), PDAF
TOF 3D LiDAR scanner (depth)
Front camra12 MP, f/2.2, 23mm (wide)
DisplaySuper Retina XDR OLED, 1284 x 2778 pixels
ProcessorA-15 bionic CHIP
Ram6 GB (est)
OSIOS 15
Storage128 GB, 256 GB, 512 GB,1 TB
BatteryLi-Ion, non-removable with Fast charging 20W, 50% in 30 min (advertised) USB Power Delivery 2.0 MagSafe wireless charging 15W Qi magnetic fast wireless charging 7.5W
connectionWi-Fi 802.11 a/b/g/n/ac/6, Bluetooth 5.0, A2DP, LE GPS: Yes, with A-GPS, GLONASS, GALILEO, BDS, QZSS NFC:Yes

ઓપરેટિંગ સિસ્ટમ :

          એપલ ના નવા આઇફોન આવે છે એપલ ની સૌથી લેટેસ્ટ IOS 15 ઓએસ. જેમાં અનેક નવા ફીચર આપવા માં આવેલા છે. જેમાં છે લાઈવ ટેક્સ્ટ, ફેસટાઇમ, અને નવું વેધર એપ, અને ખાસ હવે એપલ નું સીરી વોઇસ આસિસ્ટન્ટ હવે ઓફલાઇન પણ ચાલી શકશે. ઉપરાંત કેમરા અને વોલેટ જેવા ફીચર આપેલા છે.

ios 15 ઓપરેટીંગ સીસ્ટમ
એપલ ની લેટેસ્ટ IOS 15 સીસ્ટમ

બેટરી :

          આમ તો એપલ કોઈ દિવસ પોતાના ફોન માં કેટલા પાવર ની બેટરી આપે છે તે જાહેર કરતું નથી પણ એને બદલે ફોન એકધારો કેટલીક કલાક ચાલે છે તે જાહેર કરે છે. જેમાં IPhone 13 મિનિ અને IPhone 13 ૧૭ કલાક સુધી નો વિડીયો પ્લેબેક કરી શકે છે. જ્યારે બીજા મોડેલ ૧૯ કલાક નો વિડ્યો પ્લે બેક આપે છે.

કેમરો:

          એપલ કંપની ના મોબાઈલ ફોન નો સૌથી પાવરફૂલ ફીચર છે તો એ આનો કેમેરો છે. એપલ કંપની હમેશા વધારે MP ના કેમરા ને બદલે કેમેરા ની ક્વાલિટી ઉપર વધારે ફોક્સ કરે છે. માટે ઓછા MP ના કેમેરા હોવા છતાં તેના ફોટો અને વિડીયો ક્વાલિટી બીજા અનેક કરતાં ખૂબ સારી ગણવામાં આવે છે. આઇફોન-૧૩ અને મિનિ મોડેલ માં ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યા છે જેમાં એક ૧૨ એમપી નો વાઈડ અને બીજો ૧૨ એમપી નો અલ્ટ્રા વાઈડ કેમેરા આપેલા છે જ્યારે પ્રો અને પ્રો મેક્સ માં ૩ કેમેરા આપવામાં આવ્યા છે. અને સાથે ૩x નું ઓપ્ટિક્લ ઝુમ પણ થઈ શકે છે. સાથે એક ખાસ પ્રકાર નો true depth કેમેરા સેન્સર છે જે એપલ ના ફેસ આઈડી માટે ખૂબ ઉપયોગી છે.

આઇફોન 13 ના કેમેરા
આઇફોન 13 ના કેમેરા

સ્ટોરેજ:

          આઇફોન ૧૩ આ વખતે મિનિમમ ૧૨૮ GB ની સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. અને વધારે માં આ ૧ TB સુધી ની આવે છે. આઇફોન ૧૩ મિનિ ૧૨૮ અને ૫૧૨ GB છે. જ્યારે પ્રો અને પ્રો મેક્સ ૧૨૮ GB , ૫૧૨ GB , અને  ૧ TB માં ઉપલબ્ધ છે.

નેટવર્ક :

          આ વખતે તમામ આઇફોન-૧૩ 5G ટેક્નોલૉજી સપોર્ટ કરે છે. જેમાં બે પ્રકાર ના 5G નેટવર્ક છે. એક 6 GHz નું સ્ટાનડાર્ડ અને બીજું mmwave ઉપર આધારિત હાઇફ્રિક્વન્સી 5G નેટવર્ક. જે સૌથી વધારે 5g સ્પીડ પકડી શકે છે. પરંતુ આ mmwave ટેક્નોલૉજી વાળા આઇફોન માત્ર US માં જ વેચાશે.

વધારે વાંચો: શું છે નવું આ 5G મોબાઈલ ટેક્નોલૉજી માં

ચાર્જિંગ :

          આઇફોન 13 માં છે મેગસેફ ચાર્જર ટેક્નોલૉજી જે એક પ્રકાર ની ગોળ રિંગ જેવી હોય છે અને આ રિંગ મેગ્નેટિક હોય છે આને આ વાયરલેસ ચાર્જર છે. જે 15W નું ચાર્જ સપોર્ટ કરે છે

આઇફોન ના પ્રાઇસ

  • Iphone 13 mini 128 GB : 69,900 INR
  • Iphone 13 mini 256 GB: 79,900 INR
  • Iphone 13 mini 512 GB: 99,900 INR
  • Iphone 13 128 GB :  ૭૭,૯૦૦
  • Iphone 13 256 GB :  ૮૯,૯૦૦
  • Iphone 13 512 GB :   ૧,૦૯,૯૦૦
  • Iphone 13 pro 128 GB : ૧,૧૯,૯૦૦
  • Iphone 13 pro 256 GB: ૧,૨૯,૯૦૦
  • Iphone 13 pro 512 GB:  ૧,૪૯ ૯૦૦
  • Iphone 13 pro 1 TB:     ૧,૬૯,૯૦૦
  • Iphone 13 pro max 128GB : ૧,૨૯,૯૦૦
  •                 Max 256GB: ૧,૩૯,૯૦૦
  •                 Max 512GB:  ૧,૫૯,૯૦૦
  •                 Max 1 TB:     ૧,૭૯,૯૦૦

Sources:  Apple, Wikipedia, macrumors

વધારે વાંચો:

If you like this article follow us on Twitter , Facebook and Instagraam

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.