Last updated on જુલાઇ 5th, 2024 at 07:19 પી એમ(pm)
અહી આપેલ છે ગુગલ અને તેની ૪૫ થી વધારે વેબસાઇટની લીસ્ટ. દરેક વેબસાઇટ અથવા એપ દ્વારા ઉપયોગ કરી શકો છો.
આપણે લગભગ દરરોજ જ ગુગલ ઉપર સર્ચ કરતાં જ રહીએ છે. પરંતુ ગુગલ કંપની ની બીજી અનેક ઉપયોગી સર્વીસ છે.
અહી આપેલ છે ગુગલ ની ૪૫ થી વધારે વેબસાઇટ અથવા એપ ની લીસ્ટ
Table of Contents
સર્ચ :
આજે ઇન્ટરનેટ ચાલુ કરતાં સૌથી પેહલા જે વેબસાઇટ ઓપન કરવામાં આવે છે તે ગુગલ છે. ગુગલ વેબ સર્ચ એ વિશ્વ નુ સોથી લોકપ્રિય સર્ચ એન્જીન છે. આ વિશ્વ ની ૧૨૭ ભાષા માં ઉપલબ્ધ છે. ગુગલ ઉપર દરોજ ૩ અબજ થી વધુ સર્ચ ક્વેરી આવે છે. ગુગલ નુ આ સર્ચ એન્જીન ૧૯૯૭ માં શરુ કરવા માં આવ્યું હતું.
જીમેઈલ :
જીમેઈલ ઈ વિશ્વ ની સોથી લોકપ્રીય ઇમેલ સેવા છે.ગુગલ ની આ સેવા ૨૦૦૭ માં શરુ કરવામાં આવી હતી. સમય સાથે ગુગલ કંપની એ અનેક નવા ફિચર એડ કર્યા છે. અમેરિકા ની ૬૬% કંપની જીમેલ વાપરે છે. જીમેલ તમને ૧૫ જીબી ની સ્ટોરેજ સ્પેસ મળે છે. આજે જીમેલ કુલ ૧.૫ અબજ લોકો દ્વારા વાપરવા માં આવે છે.
યુટ્યુબ :
યુટ્યુબ એ એક ફ્રી વિડીઓ શેરીંગ વેબસાઈટ છે. જેમાં તમે ફ્રી માં વિડીઓ અપલોડ કરી ને શેર કરી શકો છો. આ ની શરુઆત ૨૦૦૫ કરવા માં આવી હતી. આજર દુનિયા ની સોથી લોકપ્રીય વેબસાઈટ છે. જેની ઉપર દર મિનીટ માં ૭૨ કલાક ના લંબાઈ ના વિડીઓ અપલોડ થાય છે. આજે યુટ્યુબ વિશ્વ ની બીજા નંબર ની સૌથી પોપ્યુલર સાઇટ છે.
મેપ :
ગુગલ મેપ એ વિશ્વ ની લોકપ્રીય મેપ સેવા છે. આના દ્વારા તમે મેપ, સેટેલાઈટ તસ્વીર, સ્ટ્રીટ મેપ, લાઇવ ટ્રાફિક , અને રસ્તાનું પણ પ્લાન પણ કરી શકો છો. આ સર્વિસ ૨૦૦૫ માં શરુ કરવા માં આવી હતી. આજે આ સર્વીસ કુલ 1 અબજ લોકો દ્વારા દર મહિને વાપરવા માં આવે છે.
ડ્રાઈવ:
ડ્રાઈવ એ ઓનલાઈન ફાઈલ સ્ટોરેજ અને બેકઅપ આપતી સુવિધા છે. તમારા કોઈ પણ ફાઈલ અને ડેટા નુ બેકઅપ ઓનલાઈન કરી શકાય છે. આને તમે વિશ્વ ના કોઈ પણ ખૂણે એક્સેસ કરી શકો છો. એ ઉપરાંત તમે સીધી આમાં ફાઈલ બનાવી શકો છો. આ સુવિધા માં ૧૫ જીબી સુધી ની ફ્રી સ્ટોરેજ તમને મળે છે. જો વધારે જરૂર હોય તો માસિક સબસ્ક્રાઈબ કરી શકો છો. ગુગલ
વાંચો : ગુગલ ના ઓકે ગુગલ વોઇસ કમાન્ડ ની લિસ્ટ
ટ્રાન્સલેટ:
ટ્રાન્સલેટ એ એક ભાષા ને બીજી ભાષા માં કન્વર્ટ કરી શકે છે. આ માં તમે કોઈ પણ વેબસાઈટ, ફોટો, વિડિઓ ને રીઅલ ટાઇમ માં બદલી શકો છો. એક એકદમ આધુનિક એવી મશીન લર્નીંગ ટેકનીક વાપરી ને ગુગલ આ રીઝલ્ટ આપે છે. આ સેવા વિશ્વની ૧૦૩ ભાષા ને સપોર્ટ કરે છે. અને દરોજ ૨૦ કરોડ થી વધારે લોકો આનો ઉપયોગ કરે છે.
બ્લોગર:
જો તમે પોતાનો બ્લોગ શરૂ કરવા માંગો છો. અને તમને કોઈ જાત નું બ્લોગ નું નોલેજ નથી. તો ગુગલ ની આ સેવા તમારા માટે છે. બ્લોગર દ્વારા તમે તમારી ઓનલાઈન બ્લોગ અથવા વેબ શરુ કરી શકો છો. આ સેવા ફ્રી છે. આ સેવા ૧૯૯૯ માં શરુ કરવા માં આવી હતી.
ડાઉનલોડ કરો Android
કેલેન્ડર:
ગુગલ ની ઓનલાઈન કેલેન્ડર સેવા ગુગલ કેલેન્ડર દ્વારા તમે તમારા ટાઇમ મેનેજમેન્ટ કરી શકો છો. અને તમે આને મોબાઇલ સાથે સીંક કરી શકો છો. આ સેવા ૨૦૦૬ માં શરુ કરવા માં આવી હતી. આજે તે ગુગલ અને અનેક લોકો ની જરૂરીયાત બની ગઈ છે. આ સેવા માં તમે કેલેન્ડર દ્વારા તમે તમારી મીટીંગ સેટ કરી શકો છો. તમારા પોતાના કેલેન્ડર બનાવી શકો છો. અને બીજા સાથે શેર કરી શકો છો
ટાસ્ક
ગુગલ ટાસ્ક એક લીસ્ટ બેઝ એપ છે. જેને તમે તમારા ઈમેલ સાથે જોડી શકો છો. આ તમને યાદ અપાવશે કે તમારે ક્યાં દિવસે કયું ટાસ્ક કરવાનું છે. અને એક ટાસ્ક ના બીજા સબ ટાસ્ક પણ તમે બનાવી શકો છો. માત્ર એપ ઉપર જ ચાલશે.
માય બિઝનેસ
ગુગલ માય બીઝનેસ એક ખુબ ઉપયોગી સેવા છે. જયારે તમને પોતાની વેબસાઈટ નો હોય તો તમે આ સેવા નો ઉપયોગ કરી શકો છો. નાના અથવા મધ્યમ સાઈઝ ના બીઝનેસ પોતાના રજીસ્ટર કરી શકો છો. આં થી તમે પોતાના બીઝનેસ ને ગુગલ મેપ ઉપર પણ એડ કરી શકો છો.
ડાઉનલોડ કરો Android IOS
ન્યુઝ
ન્યુઝ ઈ ૨૦૦૬ માં શરુ કરવા માં આવી હતી. તમે તમારા ન્યુઝ ગુગલ આ એકજ વેબસાઈટ પર વાંચી શકો છો. કુલ ૪૫૦૦ અલગ અલગ ન્યુઝ સોંસ પર થી તમે ગુગલ ની એક જ વેબ પર જોઈ શકો છો. આ સેવા વિશ્વ ની ૨૮ ભાષા માં ઉપલબ્ધ છે.
ઇમેજ સર્ચ
ઈમેજ સર્ચ એ આજ ની સૌથી વધુ ઉપયોગી પ્રોડક્ટ માનું એક છે. આજે નેટ ઉપર અબજો ને અબજો ફોટો અપલોડ થાય છે. તેમાં માત્ર જરૂરી ફોટો જોવા ગુગલ એ ખાસ સર્ચ એન્જીન બનાવ્યું છે. અલગ અલગ સાઈઝ, કોપીરાઈટ, જેવા વિવિધ ફિલ્ટર થી ઈમેજ શોધી શકો છો.
ટ્રેન્ડ
ટ્રેન્ડએ વિશ્વ માં થતા સર્ચ ને લગતી માહિતી આપે છે. વિશ્વ માં શું સોથી વધારે સર્ચ થાય છે. તેના વોલ્યુમ વિશે અથવા ક્યાં દેશ માં શું સર્ચ થાય છે. તેના વિશે માહિતી આપે છે. આ સેવા બ્લોગરો માટે ખુબ ઉપયોગી છે.
બુક
બુક્સ ગુગલ ની ડીજીટલ બૂક પૂરી પાડતી સેવા છે. ગુગલ કંપની એ ૨.૫ કરોડ પ્રિન્ટ બૂક ને ડીજીટલ સ્વરૂપ માં ફેરવી વેબસાઈટ ઉપર મૂકી છે. આમાં તમે ઘણી બૂક ફ્રી માં વાંચી શકો છો.
ડોક
ગુગલ ડોક્સ એ ઓનલાઈન વર્ડપ્રોસેસર છે. જેમાં તમે ઓનલાઈન ડોક્યુમેન્ટ બનાવી ને સીધું ગુગલ ડ્રાઈવ માં સેવ કરી શકો છો.
વાંચો : કેવી રીતે કામ કરે છે ગુગલ નું સર્ચ એન્જીન
શીટ
શીટ એ ઓનલાઈન સ્પ્રેડશીટ પ્રોગ્રામ છે. આ માઈક્રોસોફ્ટ ના એક્સેલ સ્પ્રેડશીટ જેવો છે. પણ આ એક ઓનલાઈન સેવા છે.
સ્લાઇડ
આ એક ઓનલાઈન પ્રેઝન્ટેશન પ્રોગ્રામ છે. જે માઈક્રોસોફ્ટ ના પાવરપોઈન્ટ ને મળતો આવે છે. આ ફ્રી સર્વીસ છે. અને માત્ર ઓનલાઈન છે.
ફોર્મ
ફોર્મ એ ગુગલ ની ઓનલાઈન સર્વે કરવા માં આવે છે જેમાં તમે તમારા પોતાના સર્વે કરી શકો છો. આ ખુબ ઉપયોગી સેવા છે. અને તમારી વેબસાઈટ સાથે કોમ્બીનેશન કરી શકો છો.
ગ્રુપ
આ સેવા દ્વારા તમે તમારા સ્પેસીફીક ગ્રુપ બનાવી આને તેમાં તમારા વિચાર અથવા માહિતી ની આપ લે કરી શકો છો. આ સેવા ૨૦૦૧ માં શરુ કરવામાં આવી હતી.
મીટ
આ એક ઓનલાઈન વિડીયો કોન્ફરન્સ પ્લેટફોર્મ છે. જેને ગુગલ એ ૨૦૧૭ માં લોન્ચ કર્યું હતું. આમાં ફ્રી અને પૈઈડ બાને વર્ઝન છે. ફ્રી એકાઉન્ટ માં તમે એક સાથે ૧૦૦ લોકો સાથે વિડીયો કોન્ફરન્સ કરી શકો છો. પણ આ માત્ર ૬૦ મિનીટ ની લીમીટ આવે છે. જયારે પેઈડ સર્વીસ માં તમે એક સાથે ૨૫૦ લોકો સાથે કોન્ફરન્સ કરી શકો છો.
ડાઉનલોડ કરો Android IOS
વાંચો: ગુગલ ઉપર સર્ચ કરવાની સરળ રીત
ફોટોસ
ગુગલ ફોટોસ એ ફોટો શેરીંગ અને ઓનલાઈન સ્ટોરેજ આપતી સેવા છે. તમે તમારા ફોટો આના ઉપર અપલોડ કરી અને કોઈ પણ સર્વિસ માં એક્સેસ કરી શકો છો. આ સેવા માર્ચ ૨૦૧૫ માં જ શરુ કરવા માં આવી છે.
કિપ
આ એક લીસ્ટ બેઝ સર્વીસ છે. જ્યાં તમે તમારા દરોરજ ની લીસ્ટ અથવા કામ ની યાદી બનાવી શકો છે. તેમા રીમાઇન્ડર મુકી શકો છો. તમે એપ અને ઓનલાઇન બંન્ને રીતે એમા કામ કરી શકો છો.
ક્લાસરૂમ
આ સર્વીસ ખાસ વિદ્યાર્થીઓ અને ટીચર માટે બનાવેલી છે. આ સર્વીસ નો કુલ ૧૦ કરોડ થી પણ વધારે લોકો વાપરે છે. ઉપરાંત ગુગલ ની બીજી સર્વીસ જેવી કે ડોક, શીટ અને ડ્રાઇવ સાથે ઇન્ટીગ્રેટ કરી શકો છો. ટીચર આના મદદ થી સ્ટુડન્ટ ને ,એસાઇમેન્ટ આપી શકે છે. ગ્રેડ આપી શકે છે.
ફાઇનાન્સ
આ સેવા દ્વારા તમે કોઈ પણ કંપની વિશે ના શેર, તેમજ દરેક માર્કેટ ને લગતી ન્યુઝ મેળવી શકો છો. શેર ના સ્ટોક ને કમ્પેર કરી શકો છો.
ફ્લાઇટ :
ફ્લાઈટ સર્ચ એ બે અલગ અલગ શહેર તથા દેશ વચે ફ્લાઈટ સર્ચ કરવા ઉપયોગ થાય છે. આમાં તમે બજેટ પ્રમાણે, ફ્લાઈટ ના રેંજ પ્રમણે સર્ચ કરી શકો છો.
અર્થ
આ એક સર્વીસ મા તમે આખા વિશ્વ ની ૩D વ્યુ જોઇ શકો છો. સેટેલાઈટ દ્વારા લેવામાં આવેલી તસવીરો જોઇ શકો છો.
વાંચો ગુગલ વિષે ની થોડી અજાણી વાતો
એનાલીટીક્સ
આ એક એનાલીટીકલ સર્વીસ છે જે ગુગલ દ્વારા ફ્રી આપવામાં આવે છે. અમ તમે તમારી વેબસાઈટ કે બ્લોગ ના વેબ ટ્રાફીક ની રીપોર્ટ મેળવી શકો છો. જેની મદદ થી તમારે તમારી સાઈટ માં શું ફેરફાર કરવા એનો નિર્ણય કરી શકો છો.
કોન્ટેક
આ એક કોન્ટેક મેનેજમેન્ટ સીસ્ટમ છે ગુગલ ની. આ સેવા માં તમે તમારા કોન્ટેક ના નબર ,ઇમેલ એડ્રેસ ફોટો વગેરે સેવ કરી શકો છો. ઉપરાંત તમે એને જોઈએ એ રીતે સોર્ટીંગ કરી શકો છો.
ડાઉનલોડ કરો Android
લેન્સ
આ એક અત્યંત મહત્વ ની પ્રોડક્ટ છે ગુગલ ની. આ એક ઈમેજ રીકોગનીશન એપ છે. જે A.I ટેકનોલોજી ના ઉપયોગ થી ફોટો ને ઓળખી શકે છે. ઉપરાંત તમે લાઈવ કેમરા થકી પણ સામે આવેલી વસ્તુ કે પ્લેસ, ને ઓળખી શકો છો.
ડાઉનલોડ કરો Android
ગુગલ એલર્ટ
આ એક ખાસ સેવા છે. જો તમે તમારા કોઈ ટોપિક ઉપર કોઈ નવા ચેન્જ કે સમચાર આવ્યા છે કે નહિ તે જાણવું હોય તો તમે આ અલેર્ટ સેટ કરી શકો છો.
ઈનપુટ ટૂલ્સ
આ એક ઓનલાઈન ટૂલ છે જેની મદદ થી તમે ઈંગ્લીશ સિવાય બીજી ૨૨ ભાષા માં લખી શકો છો. જેમાં ગુજરાતી,હિન્દી, સંસ્કૃત જેવી ભાષા ઓ સામેલ છે. આને તમે ક્રોમ બ્રાઉઝર ના એક્સટેન્સસન તરીકે વાપરી શકો છો.
મૂવી અને ટીવી
ગુગલ મુવી અને ટીવી અથવા આજે આ ગુગલ ટીવી તરીકે પણ ઓળખવા માં આવે છે. તમે આની ઉપર મુવી જોઈ શકો અથવા ખરીદી શકો છો. તે પણ HD ક્વાલીટી માં. આ સેવા ૧૧૨ દેશ માં ચાલે છે.
શોપીંગ
ગુગલ શોપીંગ મા તમે એક જ અલગ અલગ વેબસાઈટ ઉપર આવેલા એક જ પ્રોડક્ટ ને કંમ્પેર કરી શકો છો. તમે જાણી શકો છો કે કઇ પ્રોડક્ટ ટ્રેન્ડ થઇ રહી છે. વેપારી પોતાના પ્રોડક્ટ ફ્રી મા આમા લીસ્ટ કરાવી શકે છે.
વાંચો : કેવી રીતે ગુગલ મેપ માં એડકરવો તમારો બીઝનેસ
પોડકાસ્ટ
પોડકાસ્ટ એટલે જેમાં તમે બોલેલા શબ્દો નું રેકોર્ડિંગ હોય એને તમે ઓડિયો ફાઇલ તરીકે તેને સાંભળી શકો છો. આ પોડકાસ્ટ આજકાલ ખૂબ લોકપ્રીય છે. એટલે જ ગૂગલ ની આ સર્વીસ ખૂબ ઉપયોગી છે.
ડાઉનલોડ કરો Android IOS
વૈઝ
વેઝ એક કોમ્યુનિટી ગાઇડેડ નેવીગેશન એપ છે.GPS ધરાવતા કોઇ પણ ફોન કે ટેબલેટ મા ચાલે છે. આમા યુઝર રસ્તા મા ટ્રાફિક, એક્સીડન્ટ, પોલીસ નુ સ્થાન વગેરે જેવી અનેક વસ્તુઓ માર્ક કરી શકે છે. આ માહીતી તેના સર્વર ઉપર જઇ ને બીજા યુઝર ને માહીતી આપે છે.
યુટ્યુબ મ્યૂજિક
યુટ્યુબ ની આ એક સ્પેશીયલ સર્વીસ છે ખાસ મ્યુઝીક સર્વીસ છે જેમાં મ્યુઝીક સિવાય બીજા કોઈ જ વિડીયો નથી. આમાં સબક્રીપશન અને ફ્રી બંને સેવા છે
યુટ્યુબ કિડ્સ
ડાઉનલોડ કરો Andઆ ખાસ એપ માત્ર બાળકો માટે બનાવાવા માં આવી છે. 7 વર્ષ સુધી ના બાળકો માટે આ છે. જેમાં લર્નિંગ, શો, જેવા બાળકો ને ગમે એવા હોય છે. ઉપરાંત પેરેન્ટ્સ આ એપ માં ટાઈમ લિમિટ લગાવી શકે છે.
એડસેન્સ:
એડસેન્સ એક ગુગલ ની ઓનલાઈન એડ આપતી સેવા છે, જેમાં ટેક્સ્ટ બેઝ, ઈમેજ બેઝ, અને વિડિઓ બેઝ, એડ આપે છે. તમે એડસેન્સ ની મદદ થી રૂપિયા કમાઈ શકો છો. તમારી વેબસાઈટ પર ગુગલ એડ મુકે અને તેના પર ક્લિક થવાથી તમને રૂપિયા આપે છે. ગુગલ ની કુલ આવક માંથી ૨૨% આવક એટલેકે ૧૪ અબજ ડોલર આ સેવા થી કમાય છે.
ગુગલ પે
આ એક ડિજિટલ પેમેન્ટ એપ છે. ભારત સહિત વિશ્વ ના ૪૦ દેશ માં આ એપ ચાલે છે. આના મદદ થી તમે કોઈ પણ ને પૈસા મોકલી શકો છો. ટિકિટ બુક કરી શકો છો. ભારત માં આ આપે UPI ને પણ સપોર્ટ કરે છે.
ક્રોમ
આ એક વેબ બ્રાઉજર છે. જેને ખાસ ગુગલ કંપની એ બનાવ્યું છે. આજે વિશ્વ ના ૭૦% કોમ્પ્યુટર માં આ વપરાય છે. ઉપરાત મોબાઈલ અને ટેબલેટ કોમ્પ્યુટર માં પણ આનો ખૂબ ઉપયોગ થાય છે. ગુગલ ની દરેક સર્વીસ તમે આના મદદ થી એક્સેસ કરી શકો છો.
સ્નેપસિડ
ગુગલ ની આ એક ફોટો એડિટિંગ એપ છે. વિવિધ પ્રકાર ના ફિલ્ટર તમે તમારા ફોટો ઉપર એપ્લાય કરી શકો છો. આ એક ખૂબ પોપ્યુલર એપ છે.
ડોમેઈન
આ એક ડોમેન નેમ રજીસ્ટ્રેશન સર્વિસ છે. મતલ તમારે તમારી વેબસાઇટ માટે કોઈ ડોમેન લેવું હોય તો તમે ગૂગલ ની આ સાઇટ ઉપર થી બૂક કરી શકો છો. વિશ્વ ના 30 દેશો માં આ સેવા ચાલુ છે.
સાઇટ
ગુગલ સાઈટ ની ઓનલાઈન વેબસાઈટ બનવા માટે છે. તમને વેબસાઈટ કેવી રીતે બનાવી એ ખ્યાલ ના હોય તો ગુગલ સાઈટ એ નો જવાબ છે. બેઝીક વેબસાઈટ તમે બનાવી શકો છો આની મદદ થી.
ગુગલ અસીસ્ટંટ
ગુગલ અસીસ્ટંટ એક AI આધારીત એપ છે. જેમાં તમે વોઇસ દ્વારા અથવા સર્ચ ક્વેરી લખીને સર્ચ કરી શકો છો. અથવા બીજા ઘણા કામ તમે વોઇસ કમાન્ડ આપી ને કરી શકો છો.
તો આ છે ગુગલ અને તેની ૪૫ જેટલી વેબસાઇટ ની લિસ્ટ. જે આપણે ઘણી કામ આવે છે.
If you like this article follow us on Twitter , Facebook and Instagraam