Last updated on નવેમ્બર 14th, 2022 at 08:46 પી એમ(pm)
BHIM એ ભારત સરકાર દ્વારા બનાવેલી એક ડિજીટલ પેમેન્ટ એપ છે. તો શું છે આ BHIM એપ માં ખાસ અને કેવી રીતે તેને ફોન પર ઇન્સ્ટોલ કરવી અને કેવી રીતે તેનો વપરાશ કરવો એ અંગે જાણો. અને બીજી દરેક બાબત આ એપ વિષે ની.
Table of Contents
શું છે આ BHIM એપ?
UPI એ એક પ્રકાર ની પેમેન્ટ સિસ્ટમ છે. જેને સરકાર ની NPCI એટેલે કે “નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા” દ્વારા બનાવવામાં આવી છે. આ UPI નું આખું નામ “યુનીફાઇડ પેમેન્ટસ ઇન્ટરફેસ” થાઈ છે. આની શરૂઆત ૨૦૧૬ માં કરવામાં આવી હતી. આજે આ દેશ ની સૌથી લોકપ્રીય સેવા માની એક છે. આ સિસ્ટમ માં આજે દેશ ની ૧૬૮ બેન્ક સામેલ છે. અને દર વર્ષે કુલ મળી ને ૧.૬ અબજ ટ્રાન્જેકશન થાઈ છે જેની કુલ કિમત ૩ લાખ કરોડ રૂપિયા છે.
BHIM નું આખુ નામ છે “ભારત ઇન્ટરફેસ ફોર મની” આ એક પેમેન્ટ એપ છે. જેને ભારત સરકાર ની NPCI એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ બનાવેલી છે અને RBI ની સહયોગ થી બનેલી છે.
આ એક UPI એટલે કે “યુનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ” છે. કેશલેસ વ્યવહારો ને વધારવા માટે સરકાર દ્વારા ૩૦ ડીસેમ્બર ૨૦૧૬ ના રોજ આને લોન્ચ કરવામાં આવી હતી. આ એપ ની મદદ થી તમે કોઈ ને પણ બહુ જ સરળ રીતે રૂપિયા મોકલી શકો અને મેળવી શકો છો
એપ બીજી એપ જેવી કે paytm કરતા ઘણી અલગ છે. paytm એ એક ડિજીટલ વોલેટ છે. જેમાં તમે તમારા પૈસા ને રાખી અને તેમાં થી વાપરી શકો છો અને પાછા તમે તમારા એકાઉન્ટ માં લઇ શકો છો. જેમાં તમારે કદાચ ચાર્જ ચૂકવવો પડે. જયારે આ એપ સીધા તમારા ખાતા માંથી રૂપિયા લઇ ને સામે વાળા ના ખાતા માં સીધા જમા કરી શકો છો. આ એપ એક UPI એડ્રેસ બનાવશે જે એકદમ યુનિક હોય છે
જેમ આપણું ઇમેલ એડ્રેસ હોય છે. આ સિવાય તમે QR કોડ ની મદદ થી અથવા આધાર કાર્ડ ની મદદ થી અથવા આમાં થી કાઈ પણ ન હોય તો તેનું બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડ દ્વારા પણ વહીવટ કરી શકો છો. જેમાં દેશ ની દરેક મોટી બેંક નો સમાવેશ થાય છે.
(૧) તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર જે તમારા બેંક ખાતા સાથે લીંક હોય અને જો આધાર કાર્ડ ની મદદ ના નંબર ની મદદ થી વ્યવહાર કરવાનો હોય તો એ પણ તેના ખાતા સાથે લીંક થયેલો હોવો જરૂરી છે.
(૨) એટીએમ કાર્ડ/ડેબીટ કાર્ડ હોવું જરૂરી છે.
1 એક જ એપ ની મદદ થી તમે પૈસા મોકલી શકો છો અને મેળવી શકો છો.
2 કેશલેસ વહીવટ માટે સૌથી સરળ એપ છે.
3 સેફટી અને સિક્યુરિટી માટે ટુ ફેક્ટર પાસવર્ડ પ્રોટેકશન છે. મતલબ કે આ એપ માટે બે પાસવર્ડ જરૂરી છે એક છે એપ ને ચાલુ કરવા અને બીજો છે ટ્રાનજેક્શન ને કમ્પ્લીટ કરવા.
4 મોબાઈલ નંબર અને vpa ની મદદ થી પૈસા ને લેતીદેતી થઇ શકે છે.
5 જેની પાસે bhim એપ નથી તેને પણ પેમેન્ટ મોકલી શકાય છે.
6 આધાર નંબર ની મદદ થી લેતીદેતી થઇ શકે છે.
7 24X7,365 દિવસ વાપરી શકો છો.
8 BHIM એપ થી તમે હવે તમારા બીજનેસ માટે મર્ચન્ટ એકાઊંટ પણ ખોલી શકો છો.
IPO, બિલ, ટેક્સ વગેરે ની ચુકવણી કરી શકો છો.
1 એક વાર માં ૧૦,૦૦૦ સુધી નો વહીવટ થઇ શકે છે.
2 ટોટલ એક દિવસ માં ૨૦,૦૦૦ સુધી ના વહીવટ થઇ શકે છે.
3 કુલ ૨૦ બેંક ટ્રાન્જેક્સ્ન આખા દિવસ માં થઇ શકે છે પ્રતી બેંક
4 મરચંટ એકાઉંટ માટે ૧ લાખ ની લિમિટ છે.
કેવી રીતે ઇન્સ્ટોલ કરવી BHIM એપ ?
- ડાઉનલોડ કરો એપ bhim
(૧)ગુગલ ના પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર પર થી BHIM એપ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો ANDROID BHIM અથવા IOS BHIM . અને ઇન્સ્ટોલ કરો.
- ભાષા સિલેક્ટ કરો
(૨)તમારી ભાષા નું સિલેકશન કરો. આ એપ ગુજરાતી, ઇંગ્લીશ, હિન્દી, બંગાળી,તામીલ,તેલુગુ,કન્નડ,મલયાલમ, અને ઓડિયા જેવી અનેક ભાષા સપોર્ટ કરે છે.
- સિમ કાર્ડ સિલેક્ટ કરો
એ સીમ કાર્ડ સિલેક્ટ કરો જેનો નંબર તમારા બેંક સાથે લીંક હોય.
- પાસવર્ડ બનાવાઓ
સૌથી પહેલા તમને એક ચાર આકડા નો પાસવર્ડ આપવો પડશે તમારી મરજી નો કોઈ પણ ચાર આકડા નો પાસવર્ડ રાખી શકો છો. આ એક અગત્ય નું છે આ પાસવર્ડ વગર કોઈ આ એપ ચાલુ નહિ કરી શકે.
- લિસ્ટ માથી તમારી બેન્ક સિલેક્ટ કરો
હવે તમને બેંક ની લીસ્ટ દેખાશે જેમાં તમે તમારી બેંક ને સિલેક્ટ કરો.
- upi સેટ કરો
હવે તમારે તમારો UPI PIN સેટ કરવો પડશે આના માટે તમારે તમારા એટીમ કમ ડેબીટ કાર્ડ ના છેલ્લા ૬ આકડા અને તેની એક્સપાયરી ડેટ આપવાની હશે જે કાર્ડ ઉપર લખેલી હશે. આ PIN નંબર પણ બહુ અગત્ય નો છે કોઈ પણ વ્યવહાર કરવા માટે તમારે આ PIN નબર નાખવો જરૂરી છે.
- તમારું વર્ચુઅલ પેમેન્ટ એડ્રેસ(VPA) બનાવો
હવે તમારે તમારું વર્ચુઅલ પેમેન્ટ એડ્રેસ(VPA) બનાવવાનું રેહશે જે તમને મળશે પ્રોફાઇલ સેક્સન માં. સામન્ય રીતે એક વ્યક્તી માત્ર ૨ VPA રાખી શકે છે. જેમાં પહેલું હોય છે તમારો મોબાઇલનબર@upi અને બીજુ નામ@upi
કેવી રીતે BHIM એપ થી રૂપીયા મોકલવા?
(૧) વર્ચુઅલ પેમેન્ટ એડ્રેસ(VPA) દ્વારા
- BHIM એપ ને ચાલુ કરો અને પ્રથમ પાસવર્ડ એન્ટર કરો.
- Send Money નામનો ઓપ્શન સિલેક્ટ કરો.
- અહી તમને સામે વાળા નું VPA એડ્રેસ નાખવાનું રેહશે.આની સાથે તમને બાજુ માં Verify નામનું ઓપ્શન છે એને ક્લિક કરો અને આની મદદ થી સામે વાળા નું આખું નામ અને ડિટેલ આવશે. જેને તમે ચેક કરી શકો.
- હવે પછી ના ઓપ્શન માં દેવા ની રકમ એન્ટર કરો અને રીમાર્ક માં તમે કોઈ પણ નોંધ લખી શકો છો. અને PAY બટન પર ક્લિક કરો.
- હવે એપ તમારી પાસે થી તમારો UPI PIN માગશે. આ PIN એન્ટર કરશો એટલે એક કન્ફર્ફ્મેશન મેસેજ આવશે કે જેમાં લખેલું હશે કે money is sent to customer.
(૨) મોબાઈલ નંબર ની મદદ થી રૂપિયા મોકલવા.
- આ રીત પણ VPA એડ્રેસ ની જેમ જ છે માત્ર તમારે એડ્રેસ ને બદલે સામે વાળા ના મોબાઈલ નંબર એન્ટર કરવાના રહે છે.
- BHIM એપ ને ચાલુ કરો અને પ્રથમ પાસવર્ડ એન્ટર કરો.
- Send Money નામનો ઓપ્શન સિલેક્ટ કરો.
- સામે વાળા ના મોબાઈલ નંબર એન્ટર કરો અને વેરીફાય કરો
- હવે રકમ એન્ટર કરો અને રીમાર્ક માં કઈ પણ લખો અને PAY બટન ઉપર ક્લિક કરો
- હવે તમારો UPI-PIN એન્ટર કરો. જેવો તમે પાસવર્ડ એન્ટર કરશો એટલે એક કન્ફર્મ મેસેજ આવશે કે જેમાં લખેલું હશે કે money is sent to customer.
(૩)બેંક ના એકાઉન્ટ નંબર અને IFSC કોડ દ્વારા.
- આ રીતે તમે એવી વ્યક્તિ ને રૂપિયા મોકલી શકો છો જેની પાસે BHIM એપ ઇન્સ્ટોલ ના કરેલી હોય.
- ->BHIM એપ ને ચાલુ કરો અને પ્રથમ પાસવર્ડ એન્ટર કરો.
- ->Send Money નામનો ઓપ્શન સિલેક્ટ કરો.
- ->હવે અહી તમને જમણી બાજુ ઉપર ની તરફ ૩ ટપકા દેખાશે એની ઉપર ક્લિક કરતા તમને Account+IFSC અને AADHAR pay જેમાં થી તમારે પ્રથમ Account+IFSC લખેલ ઓપ્શન ઉપર ક્લિક કરો
- ->અહી સામેવાળા ના એકાઉન્ટ નંબર અને IFSC કોડ એન્ટર કરો અને વેરીફાય કરો. વેરીફાય કરતા સામેવાળા નું નામ અને આવી જશે
- ->રકમ એન્ટર કરો અને રીમાર્ક લખો અને પછી PAY નામના બટન ઉપર ક્લિક કરો.
- ->હવે તમારો UPI-PIN એન્ટર કરો. જેવો તમે પાસવર્ડ એન્ટર કરશો એટલે એક કન્ફર્મ મેસેજ આવશે કે જેમાં લખેલું હશે કે money is sent to customer.
(૪) આધાર નંબર ની મદદ થી :
- BHIM એપ નું લેટેસ્ટ અપડેટ આધાર કાર્ડ ના નંબર થી પણ રૂપિયા મોકલી શકે છે.આના માટે એક વાત નું ધ્યાન રાખવું કે સામે વાળા ના બેંક એકાઉન્ટ સાથે આધાર લીંક હોવું જરૂરી છે.
- BHIM એપ ને ચાલુ કરો અને પ્રથમ પાસવર્ડ એન્ટર કરો.
- Send Money નામનો ઓપ્શન સિલેક્ટ કરો.
- હવે અહી તમને જમણી બાજુ ઉપર ની તરફ ૩ ટપકા દેખાશે એની ઉપર ક્લિક કરતા તમને Account+IFSC અને AADHAR pay લખેલ ઓપ્શન દેખાશે એમાંથી તમારે AADHAR pay ઉપર ક્લિક કરો
- અહી તમને આધાર કાર્ડ ના નંબર વેરીફાય થશે અને જોશે કે આપેલ આધાર નંબર બેંક સાથે લીંક છે કે નહી.
- વેરીફાય થવા અહી તમને કોઈ નામ નહી દેખાય કારણકે આ એક સેફટી માટે રાખેલ છે. માટે આધાર નંબર થી વહીવટ કરતા પેહલા બે વખત નબર ચકાસવા જરૂરી છે.
- રકમ એન્ટર કરો અને રીમાર્ક લખો અને પછી PAY નામના બટન ઉપર ક્લિક કરો.
- હવે તમારો UPI-PIN એન્ટર કરો. જેવો તમે પાસવર્ડ એન્ટર કરશો એટલે એક કન્ફર્મ મેસેજ આવશે કે જેમાં લખેલું હશે કે money is sent to customer.
(૫) Scan AND Pay દ્વારા પેમેન્ટ કરવું.
- આ સિસ્ટમ PAYTM ની SCAN and PAY ને મળતી આવે છે.એકદમ સરળ છે.
- આ સિસ્ટમ એક QR કોડ બનાવે છે જેની મદદ થી તમે એને સ્કેન કરી ને સીધું pay કરી શકો છો.
- જો તમારે બહુ જ વાર પેમેન્ટ કરવાનું હોય તો આ એક સરળ ઉપાય છે તમે તમારા એડ્રેસ નો QR કોડ બનશે જેને તમે પ્રિન્ટ કરી અને તમારી ખાસ જગ્યા એ ચોટાડી દો. આ QR કોડ તમને મળશે તમારા પ્રોફાઇલ માં જેમાં તમારું નામ અને QR કોડ બનેલો હશે એની નીચે તમને ડાઉનલોડ નામનો ઓપ્શન હશે એની ઉપર ક્લિક કરી ને ડાઉનલોડ કરી શકશો અને એની પ્રિન્ટ કાઢી શકશો.
- હવે તમારે BHIM એપ ચાલુ કરો અને SCAN and pay પર ક્લિક કરો.
- હવે આપેલ QR કોડ સ્કેન કરો આ ઓટોમેટીક નામ આવી જશે
- રકમ એન્ટર કરો અને PAY ઉપર ક્લિક કરો.
- હવે તમારો UPI-PIN એન્ટર કરો. જેવો તમે પાસવર્ડ એન્ટર કરશો એટલે એક કન્ફર્મ મેસેજ આવશે કે જેમાં લખેલું હશે કે money is sent to customer.
(૨)BHIM એપ પૈસા દ્વારા રીસીવ કરવા :
(૧) વર્ચુઅલ પેમેન્ટ એડ્રેસ(VPA) દ્વારા
- BHIM એપ સ્ટાર્ટ કરો અને રીક્વેસ્ટ મની ઉપર ક્લિક કરો.
- સામે વાળા નું VPA એડ્રેસ નાખો અને વેરીફાય કરો. પેયર નું નામ દેખાશે.
- રકમ એન્ટર કરો એટલે કન્ફર્મેશન રીક્વેસ્ટ સામે વાળા ને મળશે.
- પછી રિક્વેસ્ટ મેળવનાર પેમેન્ટ માટે ના જરૂરી સ્ટેપ લેશે
(૨)મોબાઈલ નંબર દ્વારા:
- આ રીત માં તમે vpa ને બદલે મોબાઈલ નંબર વાપરી ને મની રિક્વેસ્ટ મોકલી શકો છો.
- બાકી બધા એ જ સેમ સ્ટેપ રેહશે.
(૩)QR કોડ જનરેટ કરી ને:
- આ રીત દ્વારા તમે આપેલી રકમ નો QR કોડ બનાવી ને pay થઇ શકે છે. જેમ કે ૧૦૦ રૂપિયા નો QR કોડ બનાવી ને તમે અને કોઈ પણ જગ્યા એ ને શેર કરી શકો છો.
- સામે વાળી વ્યક્તી પોતાની BHIM એપ ની મદદ થી scan and pay શરુ કરો અને આપેલ QR કોડ scan કરો. અને તમને પેમેન્ટ કરી શકે છે.
કેવી રીતે બદલવો તમારો UPI-PIN
- બેંક એકાઉન્ટ ઓપ્શન સિલેક્ટ કરો
- RESET UPI-PIN ઉપર ક્લિક કરો
- પછી એપ માં તમારી પાસે તમારા કાર્ડ ના છેલ્લા ૬ અંકો અને એક્સપાયરી ડેટ એન્ટર કરો.
- બેંક દ્વારા એ OTP મોકલવામાં આવશે જે એપ દ્વારા ઓટોમેટીક રીતે ડિટેકટ થઇ જશે.
- તમારે હવે નવો UPI-PIN એન્ટર કરો
- રીક્ન્ફર્મ માટે હજી એક વાર UPI-PIN એન્ટર કરો.
- પછી UPI-PIN નો નવો રજીસ્ટ્રેશન સકસેસ થવા નો મેસેજ દેખાશે.
Your text here |
Sources:
websites :
NPCI