RAM

RAM એટલે કે Random Access Memory આ એક ખાસ જાત ની મેમરી હોય છે. કોમ્પ્યુટર અને આજકાલ ના દરેક ગેજેટ જેવા કે સ્માર્ટફોન,ટેબલેટ,ગેમીંગ કોન્સોલ, દરેક માં આ રેમ ની જરૂર પડે છે. રેમ એ ડેટા ને  ટેમ્પરરી રીતે સ્ટોર કરે છે અને જ્યારે ડેટા ની જરૂર પડે ત્યારે ખૂબ ઝડપ થી પાછો મેળવી શકે છે. જ્યારે તમે પહેલા કોઈ ડેટા કોમ્પ્યુટર ને આપો છો તે સૌથી પેહલા રેમ માં હોય છે ત્યાં થી એ હાર્ડડિસ્ક કે બીજા સ્ટોરેજ માં સેવ થાય છે. રેમ માથી ડેટા એક્સેસ કરવો સહેલો છે. અને તે ખૂબ ઝડપી પણ છે. તમારા કોમ્પ્યુટર ની સ્પીડ નક્કી કરવામાં રેમ નો ખૂબ અગત્ય નો ભાગ છે. રેમ ના અનેક પ્રકાર હોય છે. જેમાં SRAM,DRAM,SDRAM,DDR-RAM જેવા પ્રકાર હોય છે. આજે સૌથી વધારે DDR રેમ વપરાય છે. રેમ ની કેપેસીટી અને સ્પીડ તમારા કોમ્પ્યુટર પ્રમાણે અલગ અલગ હોય શકે છે. રેમ ૪, ૮, ૧૬, ૩૨ GB સુધી ની કેપેસિટી માં મળે છે. જેમ રેમ વધારે તેમ કોમ્પ્યુટર ની સ્પીડ પણ વધારે.

Routers

રાઉટર એ ખાસ પ્રકાર નું સાધન છે જેનું કામ બે થી વધારે કોમ્પ્યુટર નેટવર્ક ને જોડી અને એક નેટવર્ક માથી આવતા ડેટા ના પેકેટ ને બીજા નેટવર્ક માં અથવા તેના નક્કી કરેલા સ્થાને પોંહચાડે છે. દાખલા તરીકે જો તમારા ઘર માં કોઈ વાઈફઈ નેટવર્ક હોય અને તમે તમારા મોબાઇલ અથવા કોમ્પ્યુટર પર પ્રિન્ટ કરો તો રાઉટર દ્વારા આ ડેટા ને પ્રિન્ટર સુધી પોહચડવા માં આવે છે. રાઉટર અનેક પ્રકાર ના હોય છે. જેમ કે કોર રાઉટર, વાયર રાઉટર, વાયરલેસ રાઉટર, એજ રાઉટર વગેરે આ પ્રકાર છે. 

WWW(World Wide Web)

www એટલે કે “world wide web ” . આપણે લગભગ બધી જ વેબસાઇટ ની આગળ આ શબ્દ  હોય છે.  ઘણા લોકો આને જ ઇન્ટરનેટ ગણે છે પણ આ સાચી વાત નથી. આ સિસ્ટમ ઇન્ટરનેટ નો માત્ર એક ભાગ છે. સંપુર્ણ ઇન્ટરનેટ નથી. આ સિસ્ટમ એક પ્રકાર ની ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ સિસ્ટમ છે. આપણે જેને માત્ર વેબ તરીકે પણ ઓળખીએ છે. આની અંદર વિવિધ પ્રકાર ના ઇન્ટર કનેકટેડ ડૉક્યુમેન્ટ , હાઇપર લિંક્સ, મીડિયા ફાઇલ, વગેરે હોય છે. આને એક્સેસ કરવા માટે આને એક URL હોય છે. જેને ખાસ બ્રાઉજર સૉફ્ટવેર ની મદદ થી જોઈ શકાય છે.