Dial-Up

ડાયલ અપ એક પ્રકાર નું ઇન્ટરનેટ કનેક્શન નું પ્રકાર છે. આ કનેક્શન સામન્ય ટેલીફોન ઉપર અને એક મોડેમ ની મદદ થી કોમ્પ્યુટર ને ઇન્ટરનેટ સાથે જોડવામાં આવે છે. આ માં મહતમ ઇન્ટરનેટ ની સ્પીડ માત્ર 56 kbps ની હોય છે જ્યારે એવરેજ સ્પીડ માત્ર ૪૧ થી ૪૫ kbps ની આવે છે. આ કનેક્શન ૧૯૯૦ ની સાલ માં ચાલતા. 

IP Address

IP એડ્રેસ નું આખું નામ છે “ઇન્ટરનેટ પ્રોટોકોલ” એડ્રેસ. આ એક પ્રકાર નું લોજીક્લ એડ્રેસ છે જેને કોમ્પ્યુટર નેટવર્ક અથવા ઇન્ટરનેટ  સાથે જોડાયેલ હોય. IP ADDRESS એક પ્રકાર નું ઓળખાણ છે જેંમા કોમ્પ્યુટર અથવા તેની લોકેશન ની જાણકારી હોય છે. IP ADDRESS ઈન્ટરનેટ ની મહત્વ ની સીસ્ટમ છે.  IP એડ્રેસ માં કુલ ૨ પ્રકાર ના વર્ઝન હોય છે. એક છે IPV4 જેમાં  IP Address ૪ ના ગ્રુપ માં હોય છે અને દરેક ગ્રુપ એક ડોટ થી અલગ પડે છે example તરીકે 192.168.1.1 , આ દરેક ગ્રૂપ માં 0 થી 255 ની વેલ્યૂ વચ્ચે હોય છે. બીજું છે IPv6 આ વર્ઝન માં એડ્રેસ ૮ ના ગ્રૂપ માં હોય છે. દરેક ગ્રુપ માં ૪ અક્ષર અથવા નંબર નો હોય છે. અને આ હેક્ષા ડેસીમલ ફોર્મેટ માં લખવા માં આવે છે દાખલા તરીકે 2001:0db8:85a3:0000:0000:8a2e:0370:7334 . IP એડ્રેસ ના પણ અનેક પ્રકાર હોય છે જેવા કે Consumer IP addresses, Private IP addresses, Public IP addresses, Dynamic IP addresses, Static IP addresses. વગેરે વગેરે 

Keyboard

કિબોર્ડ એક પ્રકાર નું ઈનપુટ ડિવાઈસ છે.જેના દ્વારા તમે કોમ્પ્યુટર ને કમાન્ડ શકો છો. ડેટા ની એન્ટ્રી કરી શકાય છે. કીબોર્ડ માં અલગ અલગ પ્રકાર ની કી એટલે કે સ્વીચ હોય છે. જે ટાઇપ રાઈટર જેવી હોય છે.સામાન્ય રીતે કીબોર્ડ માં A થી Z, 0 થી 9, કેટલીક ખાસ સિમ્બોલ કી, ફન્કશન કી, ઉપરાંત ખાસ કી જેવી કે ALT, SHIFT,CAPS LOOK, ENTR. કી હોય છે. સામાન્ય રીતે એક કીબોર્ડ માં ૧૦૪ કી હોય છે. પણ સાઈઝ અને મોડેલ પ્રમાણે અલગ અલગ ૮૪ થી લઇ ને ૧૧૦ કી સુધી હોઈ શકે છે. કીબોર્ડ એની કી ની ગોઠવણ પ્રમાણે ઓળખાય છે. સામાન્ય રીતે સૌથી વધારે QWERTY કીબોર્ડ વપરાય છે. જે એના અક્ષર ની પેલી લાઈન પ્રમાણે છે. બીજા અનેક પ્રકાર ના કીબોર્ડ માં DVORAK પ્રમાણે ગોઠવણ હોય છે.

MAC Address

MAC એડ્રેસ નુ આખુ નામ છે “MEDIA Access Control Address”, આ એક પ્રકાર નું હાર્ડવેર એડ્રેસ છે. જે કોમ્પ્યુટર ના નેટવર્ક કાર્ડ માં હોય છે. ઈન્ટરનેટ માટે બે પ્રકાર ના એડ્રેસ ની જરૂરી છે. IP એડ્રેસ અને MAC એડ્રેસ. સામાન્ય રીતે આ એડ્રેસ યુનિક હોય છે. મતલબ વિશ્વ માં બીજા કોઈ કોમ્પ્યુટર નું મેક એડ્રેસ સરખું ના હોય. અને આ એડ્રેસ ૧૨ આકડા ના હેક્ષા ડેસીમલ ફોરમેટ માં હોય છે. જેવા કે 00:0a:95:9d:67:16 . આ એડ્રેસ કંપની ઓ દ્વારા જ બનાવતા સમયે રાખી દેવા માં આવે છે.

Motherboard

મધરબોર્ડ કોમ્પ્યુટર નો સૌથી અગત્ય નો પાર્ટ છે આ એક પ્રકાર નું મેઇન સર્કિટબોર્ડ હોય છે. આની સાથે કોમ્પ્યુટર ના બીજા પાર્ટ જેવા કે CPU, RAM, HARD DISK  જોડાયેલા હોય છે. મધરબોર્ડ નું કામ આ બધા પાર્ટ ની વચ્ચે સંદેશાવ્યવહાર જાળવી રાખવાનો હોય છે. કોમ્પ્યુટર નો દરેક પાર્ટ આની સાથે જોડાયેલો હોય છે. આની ઉપર અનેક પ્રકાર ના બીજા પોર્ટ હોય છે, કનેક્ટર હોય છે. જેના અલગ અલગ નામ અને કામ હોય છે.

Mouse

કોમ્પ્યુટર માઉસ એક પ્રકાર નું ઈનપુટ ડિવાઇસ છે. આજ ના ગ્રાફિકલ યુજર ઇન્ટરફેસ ધરવતા કોમ્પ્યુટર માં આ ખૂબ ઉપયોગી છે. માઉસ એ કોમ્પ્યુટર ની X અને Y સ્થિતિ ઉપર ચાલે છે. જ્યારે તમે એને ચાલવો છો ત્યારે કોમ્પ્યુટર માં એક કર્સર પણ ચાલે છે. માઉસ નો ઉપયોગ સિલેક્ટ કરવામાં માટે, ફોલ્ડર કે ફાઇલ ને ઓપન કરવા માટે, ડ્રેગ અને ડ્રોપ માટે, રાઇટ ક્લિક મેનૂ ઓપન કરવામાં માટે પણ થાય છે. આની શોધ ૧૯૬૩ માં ડગલસ એંજેલબાર્ટ દ્વારા કરવામાં આવી હતી. માઉસ માં બે બટન જેને રાઇટ અને લેફ્ટ બટન કહેવા માં આવે છે અને વચ્ચે એક વ્હીલ જેવુ સ્ક્રોલ વ્હીલ હોય છે જેને થી ફાઇલ આગળ પાછળ કરી શકાઈ છે. માઉસ અનેક પ્રકાર હોય છે. જેમાં મિકેનિકલ માઉસ, led માઉસ, લેસર માઉસ બ્લૂટુથ માઉસ વગેરે નો સમાવેશ થાય છે.