Comments

આ છે ૨૦૧૮ ની વિશ્વ ની ટોપ ૧૦ ફાસ્ટ કાર

અહી આપેલ છે ૨૦૧૮ ના વર્ષ ની વિશ્વ ની ટોપ ૧૦ ફાસ્ટ કાર ની લીસ્ટ. આ લીસ્ટ માં કેટલીક નવી કાર કંપની પણ સામેલ થઇ છે. જેમાં કોનીસેગ,બુગાટી,અને હેનેસી જેવી કંપની ના મોડેલ આ લીસ્ટ માં સામેલ કરવામાં આવ્યા છે. આ બધી કાર ફાસ્ટ છે પણ તેમનું પ્રોડક્શન એકદમ લીમીટેડ રાખવામાં આવ્યા છે.અને આ બધી કાર ખુબ જ મોઘી હોય છે. માટે દરેક માટે ખરીદવી શક્ય નથી. જુવો આ ૨૦૧૮ ની આ એકદમ નવી લીસ્ટ.

૧૦: MCLAREN F1: ૩૮૭ KMPH

વિશ્વ ની ટોપ ૧૦ ફાસ્ટ કાર - મેક્લેરેન એફ ૧

મેક્લેરેન એફ ૧

આ કાર આમ તો ૧૯૯૩ માં બનેલી છે છતા આજે પણ આ સુપરકાર વિશ્વ ની સૌથી ફાસ્ટ કાર ની લીસ્ટ માં છે. મેક્લેરેન કંપની એ બનાવેલી આ કાર ની અંદર એક ૬.૧ લીટર નું V12 એન્જીન છે જે કાર ને ૩૮૭ કિલોમીટર પ્રતિ કલાક ની સ્પીડ આપે છે. આ મોડેલ ની કુલ મળી ને માત્ર ૧૦૬ કાર જ બનાવામાં આવી છે. માટે આ કાર ખુબ જ દુર્લભ છે.૧૯૯૩ માં આ કાર ની કિમત ૮ લાખ ડોલર હતી. જયારે ૨૦૧૭ માં એક F1 કાર ૨.૪ કરોડ ડોલર માં વેચાણી છે. Continue Reading

Comments

કેવી છે ભારત એ રશિયા પાસે થી ખરીદેલી S-400 મિસાઈલ સિસ્ટમ ?

ભારત અને રશિયા વચ્ચે બહુ જલ્દી આ મિસાઈલ S-400 સિસ્ટમ ખરીદવાના કરાર થઇ જશે. આ મિસાઈલ સિસ્ટમ એવું શું ખાસ છે કે ભારત એ એના માટે અમેરીકા ના પ્રતિબંધ મુકવાની ની ચેતવણી ને પણ અવગણી દીધી છે. તો ચાલો જાણીએ આ આખી મિસાઈલ ડિફેન્સ સીસ્ટમ એસ- ૪૦૦ વિષે.

એસ ૪૦૦ ની મિસાઈલ

એસ ૪૦૦ ની મિસાઈલ

ભારત એ રશિયા સાથે ૨૦૧૬ માં એક કરાર કર્યા હતા જેના પ્રમાણે ભારત રશિયા પાસે થી એકદમ લેટેસ્ટ એવી એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ ખરીદશે. ભારત કુલ ૪૦,૦૦૦ કરોડ ના ખર્ચ કરીને અવી કુલ ૫ સીસ્ટમ લેશે. ભારત આ સીસ્ટમ નો ઉપયોગ પોતાના અનેક અગત્ય ના મીલીટરી બેઝ અને ખાસ સ્થળો ની સુરક્ષા કરવા માં વાપરશે. રશિયા એ આ  સિસ્ટમ હજી સુધી માત્ર ચીન ને જ આપી છે. ભારત આ સીસ્ટમ ખરીદનાર બીજો દેશ બનશે. આ મિસાઈલ સીસ્ટમ ને કારણે અમેરીકા એ ભારત પર પ્રતિબંધ મુકવાની પણ ચેતવણી આપી છે. પણ ભારત એ આ સીસ્ટમ ખરીદવા ની પૂરી તયારી કરી લીધી છે.

વાંચો: ભારત ની સેના દ્વારા વાપરવામાં આવતા વિવિધ શસ્ત્રો વિષે 

S-400 ફુલ સિસ્ટમ

S-400 ફુલ સિસ્ટમ

આમ તો ભારત પાસે ઘણી સેલ્ફ ડીફેન્સ સીસ્ટમ છે. જેમાં SPYDER, AKASH, BARAK 8 જેવી સિસ્ટમ અને મિસાઈલ છે પરંતુ આ બધી સીસ્ટમ ની અમુક લીમીટ છે. અને ભારત પોતાની પણ એક ડીફેન્સ સીસ્ટમ બનાવી રહ્યું છે. પરંતુ તેમાં હજી ઘણા વર્ષ નો સમય નીકળી જાય તેમ છે.માટે ભારતે રશિયા પાસે થી આ સીસ્ટમ ખરીદવા નું નક્કી કર્યું છે. આ સીસ્ટમ આજ સુધી ની સૌથી ખતરનાક અને આધુનીક મિસાઈલ ડિફેન્સ સીસ્ટમ માની એક છે.

વાંચો: જાણો ઈન્ટરનેટ ઉપર ચાલતા કોમન સ્કેમ વિશે 

S-400 ટ્રાયમ્ફ મિસાઈલ અથવા જેને નાટો દ્વારા SA-21 ગ્રોલર મિસાઈલ તરીકે પણ ઓળખવા માં આવે છે. આ કોઈ એક મિસાઈલ નહી પરંતુ અલગ અલગ રેંજ ની અનેક મિસાઈલનું સમૂહ છે. આ સીસ્ટમ આજ ના દરેક ફિફ્થ જનરેશન ફાઈટર વિમાન ને પણ ડિટેકટ કરીને તોડી પડી શકે છે. આવી વિશ્વ માં માત્ર એક જ મિસાઈલ ડીફેન્સ સીસ્ટમ છે. અને એ હવે ભારત ખરીદશે. આ સીસ્ટમ ૪૦૦ કિલોમીટર દુર ના કોઈ પણ ટાર્ગેટ ને નષ્ટ કરવા સક્ષમ છે.

S-400-ઇન્ફોર્મેશન

S-400-ઇન્ફોર્મેશન

ભારત આવી કુલ ૫ સીસ્ટમ ખરીદવાનું છે. એક એસ-૪૦૦ ડીફેન્સ સીસ્ટમ માં હોય છે ૮ મિસાઈલ લોન્ચર જેમાં કુલ અલગ અલગ રેંજ ની ૩૨ મિસાઈલ રહી શકે છે. ૨ ખાસ પ્રકાર ના રેડાર જે ૬૦૦ કિલોમીટર દુર સુધી જોઈ શકે છે. એક આખી કમાંડ પોસ્ટ જેની મદદ થી એક આખી સીસ્ટમ ને કંટ્રોલ કરવામાં આવે છે. આખી સીસ્ટમ મોબાઈલ હોય છે. મતલબ તેને ટ્રક દ્વારા ગમે તે સ્થળે મોકલી અને ગોઠવી શકાય છે.

એસ-૪૦૦ ની ખાસીયત

ટાર્ગેટ ડિટેકશન રેંજ ૬૦૦ કિમી
હવા માં ઉડતા ટાર્ગેટ ની રેંજ મેકસીમમ : 400 કિલોમીટર

મિનિમમ: ૨ કિલોમીટર

કેટલી ઉંચાઈ સુધી ના ટાર્ગેટ કરી શકે. મેકસીમમ :૧૮૫ કિલોમીટર

મિનિમમ : ૨ મીટર

એક સાથે કેટલા ટાર્ગેટ સાથે લડી શકે છે? ૮૦
એક સાથે કેટલી મિસાઈલ લોન્ચ કરી શકે? ૧૬૦
કેટલી વાર માં ઓપરેશન માટે તૈયાર થઇ શકે? ૧૫ મિનીટ
કેવા પ્રકાર ના ટાર્ગેટ નષ્ટ કરી શકે છે. બોમ્બર વિમાનો, ફિફ્થ જેન વિમાનો, યુએવી, મિસાઈલ, અરલી વોર્નીગ વિમાનો.
મિસાઈલ ના પ્રકાર કુલ ૫ પ્રકાર ની  :

:૪૦ કિમી

: ૧૨૦ કિમી

:૨૦૦ કિમી

:૨૫૦ કિમી

:૪૦૦ કિમી

 

S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ના અગત્ય ના પાર્ટ માં છે 91N6E ગ્રેવસ્ટોન રેડાર જે ૬૦૦ કિલોમીટર દુર સુધી જોઈ શકે છે. અને એક સાથે ૩૦૦ ટાર્ગેટ ટ્રેક કરી શકે છે. બીજુ છે 92NE6 BIG BIRD રડાર જે અંદાજીત ૧૦૦ ટાર્ગેટ ને ટ્રેક કરી શકે છે.

એસ-૪૦૦ મિસાઈલ સીસ્ટમ નું 92N6 ગ્રેવસ્ટોન રેડાર

92N6 ગ્રેવસ્ટોન રેડાર

96LE6 નામનું હાઈ અલ્ટીટ્યુડ ડિટેકટર રડાર જે પહાડો ને પણ સર્ચ કરી શકે છે. 55K6E નામનું કમાંડ પોસ્ટ જે આખી સિસ્ટમ નું મુખ્ય કંટ્રોલ મથક હોય છે. જેમાં ૫ વ્યક્તિ એક સાથે બેસી શકે છે.

આ એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમ નું મુખ્ય શસ્ત્ર છે તેની મિસાઈલ. અલગ અલગ ટાર્ગેટ માટે તેમજ રેંજ માટે કુલ ૫ પ્રકાર ની મિસાઈલ આપવા આવી છે

મિસાઈલ રેંજ વજન
40N6 ૪૦૦ કિલોમીટર ૧૮૯૩ કિલો
48N6E૩ ૨૫૦ કિલોમીટર ૧૮૩૫ કિલો
48N6E2 ૨૦૦ કિલોમીટર ૧૮૩૫ કિલો
9M96E2 ૧૨૦ કિલોમીટર ૪૨૦ કિલો
9M96E ૪૦ કિલોમીટર ૩૩૩ કિલો
એસ-૪૦૦ નું 55K6 કમાંડ પોસ્ટ

એસ-૪૦૦ નું 55K6 કમાંડ પોસ્ટ

આ ઉપરાંત અલગ અલગ ઘણી પ્રકાર ના ઓપ્શનલ રડાર અને પોસ્ટ હોઈ છે જેને અલગ અલગ જરૂરીયાત પ્રમાણે સિલેક્ટ કરવામાં આવે છે. આ મિસાઈલ સીસ્ટમ પાસે અમેરીકના પાંચમી પેઢી ના ફાઈટર વિમાનો જેવા કે F-22 રેપ્ટર, અને F-35 JSF જેવા વિમાનો પણ આની સામે ટકી શકે તેમ નથી. તેમજ ખુબ ઉંચે ઉડતા યુએવી પ્રકાર ના વિમાનો ને પણ આ નષ્ટ કરી શકે છે. અને ક્રુઝ મિસાઈલ સામે પણ આ સીસ્ટમ રક્ષણ આપે છે.

આ રશિયન એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એક સંપુર્ણ સુરક્ષા ની ગેરંટી છે. આનો ઉપયોગ ભારત ચીન તેમજ પાકિસ્તાન સામે ની સરહદ ની સુરક્ષા કરવામાં થશે. આવી એક સીસ્ટમ ની અદાજીત કીમત ૪ અબજ ડોલર જેટલી છે.

Comments

હવે ભારત માં બનશે અમેરીકા નું સૌથી ખતરનાક લડાયક હેલીકોપ્ટર અપાચે AH-64

થોડા સમય પેહલા અમેરીકા ની બોઇંગ કંપની અને ભારત ની ટાટા કંપની નું સંયુક્ત કંપની ટાટા બોઇંગ એરોસ્પેસ લીમીટેડ નું હેદ્રાબાદ માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કંપની ભારત માટે અને તમામ વિશ્વ માટે ના ફાઈટર હેલીકોપ્ટર બોઇંગ ના AH-64 અપાચે ના ફ્યુસ્જલાજ બનાવશે. તો ચાલો જાણીએ થોડા સમય માં ભારત ની સેના માં સામેલ થનારું  Apache AH-64 Longbow.

ભારત એ કારગીલ યુદ્ધ માંથી શીખ લઇ ને સેના ને એકદમ નવા અને ખતરનાક હેલીકોપ્ટર ખરીદવાનું નક્કી કર્યું હતું. જેમાં ૨૨ હેલીકોપ્ટર લડાયક અને ૧૫ હેવી લીફ્ટ હેલીકોપ્ટર ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું. સેના એ પોતાની પસંદગી ઉતારી અમેરીકા ના સૌથી ખતરનાક એવા અપાચે AH-64E ઉપર આ ઉપરાંત આર્મી માટે પણ આવા 6 અપાચે ખરીદવા માં આવશે. આ Apache AH-64 હેલીકોપ્ટર વિશ્વ નું સૌથી ખતરનાક હેલીકોપ્ટર ગણવામાં આવે છે.

વાંચો: ભારત નું નવું ફાઈટર વિમાન રફાલ 

નામ

અપાચે AH-64

કંપની

બોઇંગ

પાયલટ

૨, એક પાયલટ અને એક કો-પાયલટ અથવા હથિયાર ચલાવનાર

લંબાઈ

૧૭.૭૩ મીટર

ઉંચાઈ

૩.૮૩ મીટર

ખાલી વજન

૫.1 ટન

ફૂલ વજન

8 ટન

એન્જીન

2 x General Electric T700-GE-701D turboshafts

મહતમ સ્પીડ

૩૦૦ કિમી/કલાક

ક્રુઝ સ્પીડ

૨૭૫ કિમી/કલાક

ઉડવાની મહતમ ઉંચાઈ

૬.૪ કિલોમીટર

રેંજ

૫૦૦ કિલોમીટર

શસ્ત્રો

ગન- ૧- ૩૦ mm ની M-230, કુલ ૧૨૦૦ રાઉન્ડ

રોકેટ : Hydra 70 70 mm, અને CRV7 70 mm air-to-ground rockets

મિસાઈલ:16 x AGM-114L Hellfire-2 missiles

4 x AIM-92 Stinger,

2 x AIM-9 Sidewinder air-to-air missiles,

2 x AGM-122 Sidearm anti-radiation missiles

રેડાર

AN/APG-78 Longbow fire-control રેડાર

આ હેલીકોપ્ટર અનેક યુદ્ધ માં પોતાની કાબિલિયત નો પરિચય આપી ચુક્યું છે. અને અમેરીકા સહીત ઇઝરાયેલ, બ્રિટન, નેધરલેંડ, યુએઈ, ગ્રીસ અને જાપાન જેવા દેશો નું આ મુખ્ય હેલીકોપ્ટર છે. આ ફાઈટર હેલીકોપ્ટર નું પ્રોડક્શન આજે બોઇંગ કંપની કરે છે. આ હેલીકોપ્ટર પ્રથમ વાર ૧૯૮૪ માં અમેરીકા ની સેના માં સામેલ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ એના અનેક વર્ઝન બન્યા છે. આ હેલીકોપ્ટર ના કુલ 4 વર્ઝન છે. A, B, C, D, અને E. ભારત આમાં થી સૌથી લેટેસ્ટ મોડેલ E મળશે.

 

વાંચો: ભારત ની સેના દ્વારા વાપરવામાં આવતા વિવિધ પ્રકાર ના શસ્ત્રો 


આ લડાયક હેલીકોપ્ટર ની સાથે ભારત ખરીદશે ૮૧૨ AGM-114L Hellfire-2 એન્ટી ટેંક મિસાઈલ,
૫૪૩ AGM-114R-3 HELLFIRE II મિસાઈલ , ૨૧૪ Stinger Block 1-92H મિસાઈલ, ૧૨ AN/APG-78 ફાયર કન્ટ્રોલ રેડાર, ૫૦ T700-GE-701D હેલીકોપ્ટર એન્જીન, ૨૩ ટાર્ગેટ સીસ્ટમ અને પાયલટ માટે નાઈટ વિઝન ડીવાઈઝ, વગેરે પણ સાથે મળશે.


આ અપાચે હેલીકોપ્ટર ને બે લોકો ચલાવે છે. એક હોય છે પાયલટ અને બીજો હોય છે ગનર અથવા કો-પાયલટ હેલીકોપ્ટર માં પ્રથમ કો-પાયલટ હોય છે અને એની પાછળ મેઈન પાયલટ બેઠો હોય છે. આ હેલીકોપ્ટર ને પાવર આપે છે ૨ એન્જીન જે અમેરીકા ની જનરલ ઇલેક્ટ્રિક બનાવે છે. આ હેલીકોપ્ટર એક અતિ આધુનિક ડીજીટલ સીસ્ટમ થી સજ્જ છે. અને આ હેલીકોપ્ટર એક સાથે ૨૫૦ ટાર્ગેટ ને ઓળખી તેની ઉપર ફાયર કરી શકે છે. આ રેડાર ખુબ નબળી પરીસ્થિતિ માં પણ એકદમ ચોકસાઈ પૂર્વક કામ આપી શકે છે. આ હેલીકોપ્ટર ની મશીન ગન એક મિનીટ માં ૬૦૦ રાઉન્ડ ફાયર કરી શકે છે. અને આ ગન જોડાયેલી હોય છે પાયલટ ના હેલ્મેટ સાથે મતલબ પાયલટ ને નિસાન લગાવવા માટે આખું હેલીકોપ્ટર ફેરવવું નો પડે માત્ર પાયલટ પોતની હેલ્મેટ ને ટાર્ગેટ ઉપર લોક કરી ને ફાયર કરી શકે છે. આ અપાચે હેલીકોપ્ટર ની ખાસ TADS સીસ્ટમ એટલે કે target acquisition designation sight. લોકહીડ માર્ટીન કંપની એ બનાવી છે. આ સીસ્ટમ દુર ના ટાર્ગેટ ને જોઈ શકે છે છે. એના પર નિશાન લગાવી શકે છે. આ સીસ્ટમ હેલીકોપ્ટર સૌથી આગળ લગાડવા માં આવી છે.


આ હેલીકોપ્ટર ખાસ તો દુશ્મન ઉપર એટેક માટે બનાવેલ છે. માટે આ અનેક પ્રકાર ના શસ્ત્રો અને મિસાઈલ થી લેસ કરી શકાય છે. આ મિસાઈલ માં છે AGM-114L Hellfire-2 આ મિસાઈલ ખાસ દુશ્મન દેશ ની ટેન્કો ને નષ્ટ કરવા માટે વપરાય છે. આ 4 ના ગ્રુપ માં આવી કુલ 16 મિસાઈલ આ હેલીકોપ્ટર પર ફીટ થઇ શકે છે. આ ઉપરાંત AGM-114R-3 HELLFIRE II, સ્ટીંગર મિસાઈલ , અથવા સ્પાઈક મિસાઈલ પણ એટેચ કરી શકાય છે. તે ઉપરાંત ૭૦ mm ના હાઈડ્રા અનગાઈડેડ રોકેટ અથવા CRV૭ રોકેટ થી સજ્જ કરી શકાય છે.આ હેલીકોપ્ટર લગભગ ૨૦૧૯ માં પ્રથમ વાર ભારત ની સેના માં સામેલ થશે. અને આ હેલીકોપ્ટર ના કેટલાક ભાગ ભારત માં જ બનેલા હશે. આ હેલીકોપ્ટર ઉપરાંત ભારત એક પોતાનું લાઈટ કોમ્બેટ હેલીકોપ્ટર પણ બનાવી રહ્યું છે. જેનું હમણાં ટેસ્ટીંગ ચાલુ છે. આ હેલીકોપ્ટર ભારત ની મારક ક્ષમતા માં અનેક ગણો વધારો કરી દેશે.

Photos: www.tactical-life.com

Comments

જાણો ભારતીય સેના ના દ્વારા વપરાતા વિવિધ પ્રકાર ના ખતરનાક શસ્ત્રો અને અસ્ત્રો વિષે

ભારત ની સેના વિશ્વ ની ટોચ ની ૧૦ સેના ઓં માં સામેલ છે. જેમાં આર્મી, વાયુસેના, નેવી, ઉપરાંત BSF,ITBP,CRPF જેવી પેરા મીલીટરી ફોર્સ પણ છે. અહી સેના દ્વારા લડાઈ માં વપરાતા અનેક શસ્ત્રો વિષે જાણો જેમાં રાઈફલ, તોપ, ટેંક,ફાઈટર વિમાનો, યુએવી, રેડાર, નેવી ના જહાજો,સબમરીન વગેરે જેવા અનેક શસ્ત્રો છે.

શસ્ત્ર

નામ

નોટ

ગ્લોક-૧૭

આ ગન ભારતીય સ્પેશીયલ ફોર્સીસ દ્વારા વાપરવામાં આવે છે આ ગન ૫૦ મીટર ની રેંજ સુધી નિસાન લગાવી શકે છે. આની કાર્ત્રિજ માં ૧૭ કારતુસ મી કેપેસિટી ધરાવે છે. SPG, NSG, MARCOS, PARA કમાન્ડો દ્વારા યુઝ થાય છે.

SPAS-15

આ એક ઈટાલિયન શોટગન છે જે સેમી ઓટોમેટીક છે. આની રેંજ છે ૪૦ મીટર છે.

માઈક્રો UZI

ઇઝરાયેલ બનાવટ ની આ ગન એક મિનીટ માં ૨૦૦ ગોળી ફાયર કરી શકે છે. અને આ ગન ની રેંજ છે ૨૦૦ મીટર સુધી ની.

MP-5

આ ગન વિશ્વ ની દરેક સ્પેશીયલ ફોર્સ દ્વારા વાપરવામાં આવે છે. આ ગન બીજા ઘણા સબ વર્ઝન છે. આ ગન ૮૦૦ રાઉન્ડ પર મિનીટ સ્પીડ થી ફાયર કરી શકે છે. અને રેંજ છે ૨૦૦ મીટર સુધી ની.

MP-9

આ એક સ્વીસ બનાવટ ની ગન છે. ક્લોસ કોમ્બેટ માટે આ ગન નો યુઝ કરવામાં આવે છે.

Tavor-TAR 21

ભારતીય સ્પેશીયલ ફોર્સ ની મનપસંદ એસોલ્ટ રાઈફલ. વિશ્વ ની સૌથી ખતરનાક ગન માની એક છે. આ ગન ૫૫૦ મીટર સુધી દુર ના ટાર્ગેટ ને ખત્મ કરી શકે છે.

AKM

આ ગન AK-47 નું આધુનીક રૂપ છે. એક મિનીટ માં ૬૦૦ રાઉન્ડ પર મિનીટ ની સ્પીડ થી ફાયર કરી શકે છે. અને રેંજ છે ૩૫૦ મીટર

AK-103

આ ગન AK-74 નું આધુનીક રૂપ છે. આ ગન ની ઉપર એક ગ્રેનેડ લોન્ચર અથવા નાઈટ વિઝન ડીવાઈઝ એટેચ કરી શકાય છે.૭.૬૨ mm ની આ ગન ૬૦૦ રાઉન્ડ પર મિનીટ ની સ્પીડ થી ફાયર કરી શકે છે.

M4A1

આ એક અમેરીકન રાઈફલ છે. ખાસ સ્પેશીયલ ફોર્સ માટે બનાવેલી આ ગન ૭૦૦ રાઉન્ડ પર મિનીટ ની સ્પીડ થી ફાયર કરી શકે છે.

M-16

આ પણ એક અમેરીકન બનાવટ ની ગન છે. નાટો ના સ્ટાનડરડ પ્રમાણે બનેલી છે. ૯૫૦ રાઉન્ડ પર મિનીટ ની સ્પીડે આ ગન ૫૫૦ મીટર દુર ના ટાર્ગેટ ને ખત્મ કરી શકે છે.

MCIWS

આ ગન ની ડીઝાઇન ભારત ની ARDE લેબોરેટરી એ બનાવેલી છે. આ ગન ને જરૂરીયાત પ્રમાણે બેરલ બદલી શકાય છે. માટે એક જ ગન બે પ્રકાર ના રાઉન્ડ ફાયર કરી શકે છે. આ ગન ૬૫૦ રાઉન્ડ પર મિનીટ ની સ્પીડ પર ફાયર કરી શકે છે. અને આ નો ઉપયોગ BSF, ITBP, અને CRPF દ્વારા કરવામાં આવશે.

Excalibur

આ ગન પણ ભારત ની ARDE દ્વારા ડેવલોપ કરવામાં આવી છે. જે INSANS રાઈફલ નું સ્થાન લેશે. આ રાઈફલ ૬૫૦ RPM ની સ્પીડ થી ફાયર કરો શકે છે. અને રેંજ છે ૪૫૦ મીટર

Amogh

આ એક ટુકી રેંજ ની રાઈફલ છે જેને ભારતે ડેવલોપ કરી છે. ૨૦૦ મીટર રેંજ ધરાવતી આ રાઈફલ ૭૦૦ rpm ની સ્પીડ થી ફાયર કરી શકે છે. હાલ માં નેવી દ્વારા યુઝ કરવામાં આવે છે.

INSAS

આજે ભારતીય સેના નું મુખ્ય રાઈફલ છે જેને ૧૯૯૮ માં ડેવલોપ કરવામાં આવી હતી આ ના કુલ ૩ અલગ અલગ વર્ઝન છે. ૪૦૦ મીટર સુધી દુર ના ટાર્ગેટ ને ખત્મ કરી શકે છે. ધીરે ધીરે આ રાઈફલ ને સેના માંથી રીટાયર્ડ કરી દેવામાં આવશે.

SSG-69

આ એક સ્નાઈપર રાઈફલ છે જે ૮૦૦ મીટર દુર ના ટાર્ગેટ ને નિસાન લઇ ને વીંધી શકે છે.

SSG-3000

આ પણ એક સ્નાઈપર રાઈફલ છે. જેની રેંજ 900 મીટર સુધી ની છે.

PSG-1

આ સ્નાઈપર રાઈફલ ની રેંજ છે ૮૦૦ મીટર. આ એક જર્મન કંપની દ્વારા ડીઝાઇન કરવામાં આવી છે.

GALIL

આ એક ઇઝરાયેલ બનાવટ ની ગન છે જેનું ખાસ વર્ઝન સ્નાઈપર રાઈફલ તરીકે યુઝ કરવામાં આવે છે. ૫૦૦ મીટર ની રેંજ છે આ ગન ની.

Dragunov SVD

રશીયન બનાવટ ની આ સ્નાઈપર ગન સૌથી ખતરનાક ગન માં થી એક ગણવા માં આવે છે. આની રેંજ છે ૮૦૦ મીટર ની.

વિધ્વંશક

આ એક લોંગ રેંજ સ્નાઈપર ગન છે અને ભારત દ્વારા બનાવવામાં આવી છે. જેની રેંજ છે. ૧૮૦૦ મીટર. આ ગન BSF દ્વારા યુઝ કરવામાં આવે છે.

Continue Reading

Comments

જાણો શું શું નવું લોન્ચ થયું સીઈએસ ૨૦૧૮ માં ?

સીઈએસ ૨૦૧૮

અમેરીકા ના લાસ વેગસ શહેર માં દર વર્ષે થાય છે વિશ્વ નો સૌથી મોટો ટેકનોલોજી ગેજેટ ને લગતો શો જેને ces એટલે કે “કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનીક્સ શો”. દર વર્ષે યોજાતા આ શો ની મુલાકાત લાખો લોકો લે છે અને વિશ્વ ની તમામ દિગ્ગજ કંપનીઓ આ માં પોતાના પ્રોડ્કટ અને ભવિષ્ય ની ટેકનોલોજી ને લગતા પ્રોડ્કટ અહી પેહલી વાર દર્શાવવામાં આવે છે. તો ચાલો જાણીએ આ વર્ષે શું નવું લોન્ચ થયું આ શો માં.

 

LG નું ૬૫ ઇંચ નું રોલેબલ TV

એલજી નું રોલેબલ ટીવી

એલજી નું રોલેબલ ટીવી

LG કંપની એ લોન્ચ કર્યું છે વિશ્વ નું પ્રથમ ૬૫ ઇંચ નું OLED 4K ટીવી જેને કોઈ કાગળ ની જેમ રોલ થઇ શકે છે. આ ટીવી એ આખા વિશ્વ નું ધ્યાન આકર્ષીત કર્યું છે. આ માત્ર સામાન્ય ટીવી નહિ પરંતુ એ સ્માર્ટ ટીવી છે. પરંતુ આ ટીવી નું માત્ર પ્રોટોટાઈપ છે. માટે આ ટીવી ને પ્રોડક્શન માં હજી ૨ થી ૩ વર્ષ લાગી શકે છે. જુવો વિડીયો

સેમસંગ નું ૧૪૬ ઇંચ નું MicroLED બેઝ મોડ્યુલર TV “ The Wall”

સેમસંગ ધ વોલ

સેમસંગ કંપની એ પોતાનું નવું ટીવી ces માં મુક્યું છે નામ છે “The Wall”. અને સાઈઝ છે ૧૪૬ ઇંચ. સેમસંગ કંપની નો દાવો છે કે આ એક મોડ્યુલર ટીવી છે. એટલે કે કોઈ પણ આ ટીવી ની સાઈઝ પોતાની મરજી મુજબ વધારી કે ઘટાડી શકે છે. ટીવી ના પરફોર્મન્સ ને તેનાથી કઈ વાંધો નહિ આવે. આ ટીવી માટે સેમસંગ કંપની એ પોતાની ખાસ એક માઈક્રો એલઈડી ટેકનોલોજી વિકસિત કરી છે. જે સામાન્ય OLED ટેકનોલોજી કરતા અલગ છે. આ ટીવી આ વર્ષ ના અંત સુધી માં માર્કેટ માં આવી જશે.

સોની નું LSPX A1 4K પ્રોજેક્ટર

સોની LSPX1 પ્રોજેક્ટર

સોની કંપની એ પોતાનું પ્રોજેક્ટર લોન્ચ કર્યું છે. આ કોઈ સામાન્ય પ્રોજેક્ટર નથી પણ એક 4K પ્રોજેક્ટર છે મતલબ હવે તમે તમારા ઘર ને પણ એક થીએટર માં બદલી શકો છો. આ પ્રોજેક્ટર ને દીવાલ થી માત્ર ૧૦ ઇંચ જ દુર રાખવું પડે છે અને તે ૧૨૦ ઇંચ ની ઈમેજ ઉભી કરી શકે છે. સ્પીકર પણ ભેગા ઇનબિલ્ટ આપવા માં આવ્યા છે. આ પ્રોજેક્ટર ની કીમત ૩૦,૦૦૦ ડોલર એટલે અંદાજીત ૨૦ લાખ રૂપીયા રાખવામાં આવી છે.

HIsense નું ૧૦૦ ઇંચ નું પ્રોજેક્ટર “લેસર tv”

આ ચાયનીઝ કંપની એ પોતાનું નવું પ્રોજેક્ટર લોન્ચ કર્યું છે નામ છે લેસર ટીવી. વાયરલેસ સબવુંફર અને એલક્સા ના સ્માર્ટ વોઈસ કન્ટ્રોલ સાથે આ પ્રોજેક્ટર આવે છે અને કીમત છે ૧૦,૦૦૦ ડોલર આ પ્રોજેક્ટર પણ દીવાલ થી માત્ર થોડા અંતરે રાખી શકાય છે. આની અંદર ઘણી એપ્સ પણ છે.

 

લોરીઆલ નું UV સેન્સ

લોરીઆલ નું UV સેન્સ

લોરીઅલ કંપની આમ તો પોતાના બ્યુટી પ્રોડ્કટ માટે જાણીતી છે. છતાં આ વર્ષે તેણે આ એક ખાસ સેન્સર માર્કેટ માં ઉતાર્યું છે, આ સેન્સર માત્ર તમારા નખ ની સાઈઝ જેટલું છે. અને તેમાં કોઈ બેટરી નથી. પરંતુ તેને ફોન સાથે કનેક્ટ કરી શકાય છે. આ સેન્સર નું કામ એ જાણવાનું છે કે વ્યક્તિ કટલા સમય સુધી બહાર સૂર્ય નીચે રહે છે અને તે પ્રમાણે તે ડેટા કલેક્ટ કરે છે.

લેનોવો નું સ્માર્ટ ડિસ્પ્લે

લેનોવો સ્માર્ટ ડિસ્પ્લે

      લેનોવો એ લોન્ચ કર્યું છે સ્માર્ટ ડિસ્પ્લે. આ એક વોઈસ કન્ટ્રોલ ડિવાઈસ છે, જે તમારા સ્માર્ટ હોમ ને એક સ્થાને થી કન્ટ્રોલ કરી શકે છે. આ ની અંદર છે ગુગલ નું વોઈસ કન્ટ્રોલ જેને ગુગલ હોમ કહેવામાં આવે છે.

હોન્ડા ના ૩e રોબોટીક્સ

હોન્ડા ૩e રોબોટીક્સ

          હોન્ડા કંપની એ આ વખતે પોતાના એક સાથે ચાર રોબોટ ના કોન્સેપ્ટ રજુ કર્યા છે. ૩E નું નામ પ્રમાણે Empower, Empathy, Experience. અલગ અલગ કામ કરવા માટે આ રોબોટ ને ડીઝાઇન કરવામાં આવ્યા છે.

 

વ્યુઝીક્સ બ્લેડ AR ગ્લાસ

વ્યુઝીક્સ બ્લેડ ગ્લાસ

      ગુગલ ના ગ્લાસ જેવી જ ટેકનોલોજી ધરાવતા આ ચશ્માં એક AR ગ્લાસ છે મતલબ કે Augmented Reality મતલબ કે જો તમે આ ચશ્માં માં જ બધું કોમ્પ્યુટર ની જેમ જોઈ શકો છો. ધારો કે તમે કોઈ કાર જોઈ અને તમે એના વિષે જાણવા માગો છો તો તમારું આ કામ કરશે તમારા આ ચશ્માં જે તમને તમારા ચશ્માં ની સ્ક્રીન પર જ બધી ડીટેલ આપી દેશે. આ ગ્લાસ માં છે એક નાનું પ્રોજેક્ટર, GPS, ૬૪ જીબી ની સ્ટોરેજ ક્ષમતા, બ્લુટુથ 4.૦એક ટચ પેડ અને વોઈસ એનેબલ કમાંડ.

બાયટન ની નવી કોન્સેપ્ટ કાર

બાઈટન ની કોન્સેપ્ટ કાર

      બાઈટન ની આ કાર ખરેખર એક કોન્સેપ્ટ કાર છે. જો તમારે જોવું હોય કે આવતા ભવિષ્ય ની કાર કેવી હશે અને એમાં શું શું હોઈ શકે તો આ રહી એ કાર બાઈટન કંપની ની ઇલેક્ટ્રિક કાર. આ કાર પોતાના ડ્રાઈવર ને ઓળખી શકે છે. આખી કાર ઈન્ટરનેટ સાથે કનેક્ટ હશે. એમઝોન નું અલેકસા વોઈસ આસિસ્ટન્ટ, અને એક વાર માં ૨૫૦ માઈલ ની સફર કરી શકે છે. અને લેવલ ૩ નું સેલ્ફ ડ્રાઈવીંગ હશે. આ કાર ૨૦૨૦ માં માર્કેટ માં આવશે.

સોની નો AIBO

સોની AIBO

      કેવાય છે કે ડોગ માણસ ના બેસ્ટ ફ્રેન્ડ હોઈ છે અને જો ડોગ કોઈ રોબો હોઈ તો. હા સોની કંપની પોતાનો રોબો ડોગ AIBO ને નવા અવતાર સાથે લોન્ચ કર્યો છે. આ રોબો ડોગ AI ની મદદ થી તમારા દરેક ફેમીલી મેંબર ને ઓળખી શકે છે. સોની કંપની ઘણી મેહનત કરી છે કે આ ડોગ એકદમ રીઅલ ડોગ ની જેમ વર્તન કરે. આ ડોગ ની કીમત છે ૧૭૦૦ ડોલર એટલે કે ૧,૧૦,૦૦૦ રુપયા. હજી આ રોબો માત્ર જાપાન માજ વેચાય છે.

HTC નું વાઈવ પ્રો 

htc વાઈવ પ્રો

      આ ડિવાઈસ VR એટલે કે વર્ચ્યુઅલ રીઆલીટી માટે છે. આ પેહરી ને તમે એક વર્ચ્યુઅલ દુનીયા એટલે કે એક નકલી દુનીયા માં સફર કરી શકો છો. આ ના ઉપયોગ બીજા ક્ષેત્ર જેવા કે મેડીકલ ટ્રેનીંગ, ઓટો ઇન્ડસ્ટ્રી જેવા અનેક ફિલ્ડ માં ઉપયોગી થઇ શકે છે.

લેનોવો નું મિરાજ સોલો

લેનોવો મિરાજ સોલો

        લેનોવો અને ગુગલ કંપની એ સાથે મળી ને બનાવ્યું છે VR હેન્ડસેટ જેને ડે-ડ્રીમ હેન્ડ સેટ પણ કહેવાય છે. બીજા VR હેન્ડસેટ ની જેમ આ માં મોબાઇલ ફોન ની જરૂરીયાત નથી પડતી. આ ની અંદર છે 6DOF એટલે કે six Degree of Freedom. આનો કેમેરો ૧૮૦ ડીગ્રી માં ૩ડી વિડીયો કે ફોટો લઇ શકે છે.

hp નો Z-૩ડી કેમેરો:

      હવે કોઈ પણ વસ્તુ ને તમે તમારા કેમરા ની મદદ થી થ્રી ડી માં સ્કેન કરી શકો છો. આ કેમેરો ને તમે તમારા સ્ક્રીન ની ઉપર એક સામાન્ય વેબ કેમ ની જેમ માઉન્ટ કરી શકો છો. આની અંદર ૧૪ મેગા પિક્સેલ કેમરો આપેલ છે.

નીવીડા ના BFG મોનીટર

      નીવાડા કંપની આમ તો પોતાના ગ્રાફિકસ કાર્ડ માટે જાણીતી છે. નીવાડા કંપની એ HP, acer, અને asus કંપની સાથે મળી ને લોન્ચ કાર્ય છે ખાસ ગેમીંગ માટે ના ટીવી.. કુલ ૬૫ ઇંચ ની સ્ક્રીન અને 4K સપોર્ટેડ છે. bfg નું નામ જ છે big format gaming display.

રેઝર નું  લેપટોપ

        રેઝર કંપની એ ઉતાર્યું છે પોતાનું એકદમ નવું લેપટોપ આ ની ખાસ વાત એ છે કે આ ઇન્ટેલ ના cpu ને બદલે ક્વોલકોમ કંપની ના સ્નેપડ્રેગન પ્રોસેસર પર ચાલે છે અને આની અંદર એટેચ કરી શકાય છે રેઝર નો મોબાઇલ ફોન માર્લબ ફોન અને લેપટોપ બંને સાથે.

ટોયોટા ની ઈ-પેલેટ

ટોયોટા કંપની ની આ કોન્સેપ્ટ ભવિષ્ય ની ગાડી ના આભાસ કરાવે છે. ટોયોટા કંપની એ પાંચ કંપની સાથે મળી ને એક એલાયન્સ બનાવ્યું છે જેમાં છે. ઊબેર, પીઝા હટ, એમેઝોન, મઝદા અને ડીડી, e પેલેટ ગાડી કુલ અલગ અલગ સાઈઝ માં બનશે જેનો ઉપયોગ પિઝ્ઝા ડીલીવરી થી લઇ ચાલતા ફરતા શોપ અને ગેરેજ માટે પણ થઇ શકે છે. સંપૂર્ણ પાને ઓટોમેટીક અને સેલ્ફ ડ્રાઈવીંગ હશે.

 

નિસાન ની B2V ટેકનોલોજી

 

નિસાન કંપની એ ડેવલોપ કરી છે એવી ટેકનોલોજી જે તમારા મગજ ને વાંચી ને તમારી કાર ને ડ્રાઈવ કરી શકે છે. હા B2V એટલે કે “બ્રેન ટુ વ્હીકલ” ટેકનોલોજી. નિસાન કંપની દાવો કરે છે કે માણસ ના મુવમેન્ટ કરતા આ ટેકનોલોજી અડધી સેકન્ડ ઝડપથી નિર્ણય લઇ શકે છે.

એઓલસ રોબોટ

એઓલ્સ કંપની એ બનાવ્યો છે એવો રોબોટ જે તમારા ઘર ના અમુક સામન્ય કામ કરી શકે છે. જેમ કે વેક્યુમ ક્લીનર લઇ ને રૂમ ની સફાઈ અથવા તમારા કહેવા પ્રમાણે તે કિચન માંથી પાણી ની બોટલ કે બીજી કોઈ વસ્તુ તમને લાવી આપી શકે છે. આ રોબોટ હજી પ્રોટોટાઇપ સ્ટેજ માં છે.

lg નું Cloi

LG કંપની પોતાના તમામ સ્માર્ટ હોમ ડીવાઈઝ સાથે જોડી ને એક સ્માર્ટ રોબો સીસ્ટમ બનાવે છે જે એક રોબો ની જેમ તમારી દરેક વાત માનશે. આ ટેકનોલોજી ને LG ThinQ ટેકનોલોજી કહે છે. તમારા વોઈસ કમાંડ થી તમારા ઘર ના દરેક ઈક્વિપમેન્ટ ચાલશે.

બડી રોબોટ:

આ રોબોટ ને કોમ્પેનીયન રોબોટ પણ કહેવામાં આવે છે. આ રોબોટ તમારી સાથે વાત ચિત કરી શકે છે. પોતાની સ્ક્રીન ઉપર થી એના હાવભાવ બતાવી શકે છે. આ ની અંદર ગુગલ હોમ ના વોઈસ કન્ટ્રોલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. બહુ જલ્દી આપણે હોલીવુડ મુવી ના કાલ્પનીક રોબોટ ની જેમ સાચા રોબોટ સાથે આપને કામ પાર પડવાનું થશે.

Vivo in-display fingerprint scanner

વિવો કંપની એ પોતાના આ નવા ફોન થી અનેક લોકો ને આશ્ચર્ય માં નાખી દીધા છે. વિવો કંપની એ સૌ પ્રથમ વાર એક ફિંગરપ્રિન્ટ સ્કેનર ને મોબાઇલ ની ટચસ્ક્રીન માં સમાવી દીધું છે. આ સ્કેનર આવી રીતે કામ કરે છે જયારે તમે તમારી ફિંગર સ્ક્રીન ઉપર રાખો છો ત્યારે તે તેમાં થી લાઈટ તમારા ફિંગરપ્રિન્ટ ઉપર મોકલે છે અને તેનું રીફ્લેક્શન પોતાની સ્ક્રીન માં નોંધે છે. આમ તમારો ફિંગરપ્રિન્ટ ને સ્કેન કરવામાં આવે છે.

AirSelfie 2

હવે સેલ્ફી પાડો ડ્રોન થી. હા આ એક પોકેટ સાઈઝ ડ્રોન છે જે જેને એરસેલ્ફી-૨ કહેવામાં આવે છે એકદમ નાની સાઈઝ નું આ ડ્રોન કેમેરો ૧૨ મેગાપિક્સેલ નો કેમેરો ધરાવે છે. આ કુલ ૬૦ ફૂટ ઉંચાઈ સુધી જઈ શકે છે. આં ડ્રોન ની બેટરી એક વાર ચાર્જ માં માત્ર 4.૫ મિનીટ ચાલે છે.

Ubtech Walker

આ એક બે પગે ચાલતો રોબોટ છે જે સીડીઓ ચડી શકે છે, તમારી સાથે ફૂટબોલ રમી શકે છે. તમારા ઘર ની ચોકીદારી કરી શકે છે. આ ની સાથે વોઈસ કમાંડ થી તમે આદેશ આપી શકો છો. આ રોબોટ તમારા માટે વિડીયો કોલ પણ કરી શકે છે.

Smacircle S1 folding eBike

એક ચાયનીઝ સ્ટાર્ટઅપ કંપની એ લોન્ચ કરી છે એક સૌથી હળવી e-સાયકલ. માત્ર 6.8 કિલો ની આ સાયકલ ને તમે ફોલ્ડ કરીને ગમે ત્યાં લઇ જઈ શકો છો. આને તમે તમારા મોબાઈલ ની મદદ થી લોક પણ કરી શકો છો.

 

Whill Model Ci

આ એક પર્સનલ મોબીલીટી ચેર છે જેમાં ઉપર તમે બેસી ને ટ્રાવેલ કરી શકો છો. એક વાર ચાર્જ માં ૧૦ માઈલ સુધી ચાલે છે.

ForwardX CX-1 suitcase

શું તમે તમારી સામાન ની સુટકેસ ઉપાડી ને થાકી ગયા છો તો આ સ્માર્ટ સુટકેસ છે તમારા માટે. આ સુટકેસ ને એવી રીતે બનાવવામાં આવી છે કે એ જાતે જ તમારી સાથે ચાલી શકે છે. આ સુટકેસ હજી પ્રોટોટાઈપ મોડ માં છે.

Comments

વિશ્વ ની સૌથી ફેમસ વેબસાઈટ અને તેના સ્થાપક ની લીસ્ટ

અહી આપેલ છે વિશ્વ ની સૌથી લોકપ્રિય વેબસાઈટ અને તેમની સ્થાપના કરનાર વ્યક્તીઓ ના નામ.

GOOGLE

ગુગલ ના સ્થાપક સર્ગેઈ બ્રીન

સર્ગેઈ બ્રીન

ગુગલ ના સ્થાપક લેરી પેજ

લેરી પેજ

 

 

 

 

 

 

વિશ્વ નું સૌથી મોટુ સર્ચ એન્જીન છે ગુગલ. ઈન્ટરનેટ ચાલુ કરતા ની સાથે આપણે સૌથી પેહલા ગુગલ ની વેબસાઈટ શરુ કરીએ છીએ. આ ગુગલ વેબસાઈટ ની સ્થાપના કરી હતી બે મિત્રો એ જેનું નામ છે.  લેરી પેજ અને સર્ગેઈ બ્રીન. લેરી પેજ નું આખું નામ છે. લોરેન્સ એડવર્ડ પેજ. તેમને મિશિગન યુનિવર્સીટી માંથી કોમ્પ્યુટર વિજ્ઞાન માં PHD કરેલું છે. ગુગલ સર્ચ નો મુખ્ય અલગોરિધમ જે ગુગલ સર્ચ નો પાયો છે એ “પેજરેંક” અલગોરિધમ તેમનો બનાવેલો છે. સર્ગેઈ બ્રીન નો જન્મ રશીયા માં થયેલો છે. એમને પણ અમેરીકા ની સ્ટેનફોર્ડ યુનિવર્સીટી માંથી PHD ની ડિગ્રી મેળવેલી છે. ગુગલ સર્ચ માટે નો વેબ ક્રોલર પ્રોગ્રામ તેમને બનાવેલો છે

YOUTUBE

યુટ્યુબ ના સ્થાપક જાવેદ કરીમ

જાવેદ કરીમ

યુટ્યુબ ના સ્થાપક સ્ટીવ ચેન

સ્ટીવ ચેન

યુટ્યુબ ના સ્થાપક ચેડ હર્લી

ચેડ હર્લી

 

 

 

 

 

 

ગુગલ પછી સૌથી વધુ કોઈ વેબસાઈટ લોકપ્રિય હોય તો એ છે યુટ્યુબ ની વેબસાઈટ ગુગલ પછી સૌથી વધુ વિઝીટ આ વેબસાઈટ ની લેવા માં આવે છે. આ એક વિડીયો શેરીંગ વેબસાઈટ છે. જેમાં કોઈ પણ વ્યક્તી વિડીયો બનાવી ને અપલોડ કરી શકે છે. અને કોઈ પણ વ્યક્તી એને જોઈ શકે છે. આ વેબસાઈટ ની શરૂઆત કુલ ૩ વ્યક્તીઓ એ કરી હતી. ચેડ હર્લી , સ્ટીવ ચેન અને જાવેદ કરીમ. આ વેબસાઈટ ૨૦૦૫ માં શરુ કરવામાં આવી હતી અને ૨૦૦૬ ગુગલ કંપની એ તેને ૧.૬૫ અબજ ડોલર માં વેચાતી લઇ લીધી. ચેડ હર્લી એ યુટ્યુબ સ્થાપક માંથી એક છે. તેઓ પેહલા PAYPAL કંપની માં કામ કરતા હતા. વિડીયો શેરીંગ વેબસાઈટ નો આઈડિયા તેમનો હતો. સ્ટીવ ચેન મૂળ તાઈવાન ના છે. તેમને યુટ્યુબ ના CTO તરીકે કામ કરેલું છે. જાવેદ કરીમ યુટ્યુબ ના ત્રીજા ફાઉન્ડર છે. યુટ્યુબ નો સૌથી પ્રથમ વિડીયો “ ME At the  Zoo” એ જાવેદ કરીમ એ અપલોડ કરેલો છે. જાવેદ કરીમ પેહલા paypal માં કામ કરતા હતા. ત્યાં તેમણે અનેક ઈન્ટરનેટ ફ્રોડ થી બચવા માટે ની સીસ્ટમ તૈયાર કરી હતી.

 

વાંચો: કિલોબાઈટ, મેગાબાઈટ જેવા ડેટા ના એકમ વિષે.

FACEBOOK

ફેસબુક ના સ્થાપક માર્ક ઝુકરબર્ગ

માર્ક ઝુકરબર્ગ

ફેસબુક ના સ્થાપક ક્રિસ હ્યુજીસ

ક્રિસ હ્યુજીસ

 

ફેસબુક ના સ્થાપક એડ્યુંરાડો સેવરીન

એડ્યુંરાડો સેવરીન

ફેસબુક ના સ્થાપક ડસ્ટીન મોસ્કોવીઝ

ડસ્ટીન મોસ્કોવીઝ

ફેસબુક ના સ્થાપક એન્ડ્રુ મેક્કુલમ

એન્ડ્રુ મેક્કુલમ

ફેસબુક ની સ્થાપના ઘણા ને  ખબર હશે કે તે માર્ક ઝુકરબર્ગ એ કરી છે. સાથે તેમના ચાર મિત્રો એ પણ આ વેબસાઈટ ની શરૂઆત કરી હતી. આ વેબસાઈટ નું પેલા નામ Facemash હતું પછી બદલી ણે આ નામ Facebook કરી દેવામાં આવ્યું. આજે દર મહીને ફેસબુક ઉપર ૨ અબજ લોકો વાપરે છે. ફેસબુક ના બીજા સંસ્થાપકો માં છે એડ્યુંરાડો સેવરીન, એન્ડ્રયુ મેકલમ, ડસ્ટીન મોસ્કોવીઝ અને ક્રિસ હ્યુજીસ. આ તમામ લોકો એ ફેસબુક ની શરૂઆત કરી હતી.

 

TWITTER

ટ્વીટટર ના સ્થાપક જેક ડોર્સે

જેક ડોર્સે

ટ્વીટટર ના સ્થાપક બીઝ સ્ટોન

બીઝ સ્ટોન

ટ્વીટર ના સ્થાપક નોઆ ગ્લાસ

નોઆ ગ્લાસ

ટ્વીટર ના સ્થાપક ઇવાન વિલિયમ્સ

ઇવાન વિલિયમ્સ

 

 

 

 

 

 

 

ટ્વીટર ની સ્થાપના માર્ચ ૨૦૦૬ માં કરવમાં આવી હતી. આમાં યુઝર કોઈને પણ ૧૪૦ અક્ષર માં મેસેજ મોકલી શકે છે. આવા ટુકા મેસેજ ને ટ્વીટ તરીકે ઓળખવા માં આવે છે. પછી નવેમ્બર ૨૦૧૭ થી આ લીમીટ વધી ને ૨૮૦ અક્ષર ની થઇ ગઈ છે. આ પ્રખ્યાત વેબસાઈટ ની સ્થાપના કરી હતી જેક ડોરસે, નોવા ગ્લાસ, બીઝ સ્ટોન, અને ઇવાન વિલિયમ્સ એ. આ વેબસાઈટ વિશ્વ ની ટોપ ૧૦ માં આવે છે.

 

INSTAGRAM

ઈન્સ્ટાગ્રામ ના સ્થાપક કેવીન સીસ્ત્રોમ

કેવીન સીસ્ત્રોમ

 

ઇન્સટાગ્રામ ના સ્થાપક માઈક ક્રીગર

માઈક ક્રીગર

 

 

 

 

 

ઇન્સટાગ્રામ એ એક ફોટો શેરીંગ વેબસાઈટ છે. આ વેબસાઈટ સૌપ્રથમ ૨૦૧૦ માં એપલ ના IOS માટે બનાવામાં આવી હતી. એન્ડ્રોઈડ સીસ્ટમ માટે ૨ વરસ પછી ૨૦૧૨ માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ વેબસાઈટ બનાવી હતી કેવીન  સીસ્ત્રોમ અને માઈક ક્રીગર એ. ૨૦૧૨ માં જ આ વેબસાઈટને ફેસબુક એ ૧ અબજ ડોલર થી ખરીદી લીધી હતી. આજે આ વેબસાઈટ ના ૮૦૦ મીલીયન યુઝર છે. આજ સુધી માં કુલ મળી ને ૪૦ અબજ ફોટો અને વિડીયો આ વેબસાઈટ ઉપર અપલોડ થયા છે.

 

WIKIPEDIA

જીમી વેલ્સ

જીમી વેલ્સ

લેરી સેન્ગર

લેરી સેન્ગર

 

 

 

 

 

વિશ્વ નો સૌથી મોટો ઓનલાઈન એન્સાઈક્લોપીડિયા છે વીકીપીડીયા. ગુગલ અને ફેસબુક પછી સૌથી વધુ વ્યસ્ત સર્વર વીકીપીડીયા નું છે. આ વેબસાઈટ ની સ્થાપના કરી હતી જીમી વેલ્સ અને લેરી સેન્ગર એ ૨૦૦૧ માં આ વેબસાઈટ શરુ કરવામાં આવી હતી. આજે આ વેબસાઈટ ૩૦૦ જેટલી ભાષાઓમાં છે. અને આ ટોટલી ફ્રી છે.

 

YAHOO

જેરી યેંગ

જેરી યેંગ

ડેવીડ ફીલો

ડેવીડ ફીલો

 

 

 

 

 

 

એક સમયે યાહૂ કંપની ઈંટરનેટ ઉપર સૌથી લોકપ્રીય હતી આની સ્થાપના ૧૯૯૪ માં જેરી યંગ અને ડેવીડ ફીલો નામના બે વ્યક્તિ એ કરી હતી. આ બંને સ્ટેનફોર્ડ યુનિવર્સીટી ના વિદ્યાર્થી હતા. આજે આ કંપની ખોટ માં જતા વેરીઝોન એ માત્ર ૪.૫ અબજ ડોલર માં ખરીદી લીધી.

 

LINKEDIN

રીડ હોફમેન

રીડ હોફમેન

એલેન બ્લુ

એલેન બ્લુ

એરીક લાઈ

એરીક લાઈ

જીન લ્યુક

જીન લ્યુક

 

 

 

 

 

 

આ વેબસાઈટ ૨૦૦૨ માં શરુ કરવામાં આવી હતી આની સ્થાપના કરી હતી રીડ હોફમેન અને તેની ટીમ જેમાં છે એલેન બ્લુ, કોન્સ્તાટીન, એરીક લી, જીન લુક વેઈલન્ટ. આ વેબસાઈટ ખાસ પ્રોફેશનલ લોકો માં વધારે ફેમસ છે. આ કંપની આજે માઈક્રોસોફ્ટ ની નીચે કામ કરે છે.

AMAZON

જેફ બેઝોસ

જેફ બેઝોસ

 

અમેઝોન ની સ્થાપના કરી હતી જેફ બેઝોસ એ. શરૂઆત માં આ ફક્ત ઓનલાઈન રીટેલ બીઝનેસ કરતી હતી પણ આજે આ વિશ્વ ની સૌથી મોટી કંપની માની એક છે. જેફ બેઝોસ આજે વિશ્વ ના સૌથી ધનાઢ્ય વ્યક્તી છે. આની સ્થાપના ૧૯૯૪ માં થઇ હતી.

FLIPKART

સચીન બંસલ

સચીન બંસલ

બિન્ની બંસલ

બિન્ની બંસલ

 

 

 

 

 

 

ફ્લીપકાર્ટ એ ભારત ની ઓનલાઈન શોપીંગ વેબસાઈટ છે. આ વેબસાઈટ ૨૦૦૭ માં સચીન બંસલ અને બિન્ની બંસલ નામના બે ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી. આને ભારત ની એમેઝોન પણ કહેવામાં આવે છે.

FLICKR

સ્ટીવ બટરફિલ્ડ

સ્ટીવ બટરફિલ્ડ

કેટરીના ફેક

કેટરીના ફેક

 

 

 

 

 

 

આ એક ફોટો શેરીંગ વેબસાઈટ છે. આ સર્વીસ માં વધુ પડતા બ્લોગ, અને રિસર્ચ અને સોસીઅલ મીડિયા ને  લગતા ફોટો અપલોડ થાય છે. આ વેબસાઈટ ની સ્થાપના કરી હતી સ્ટીવર્ટ બટરફિલ્ડ અને તેમની પત્ની કેટરીના ફેક દ્વારા ૨૦૦૪ માં. પાછળ થી આ વેબસાઈટ યાહૂ એ ખરીદી લીધી હતી.

ZOMATO

દીપિન્દર ગોયલ

દીપિન્દર ગોયલ

પંકજ ચઢા

પંકજ ચઢા

 

 

 

 

 

 

આ એક ભારતીય વેબસાઈટ છે. આ વેબસાઈટ માત્ર રેસ્ટોરન્ટ અને તેની વાનગી સર્ચ કરવા માટે વપરાય છે આ નું હેડક્વાટર છે ગુરુગ્રામ, હરિયાણા માં આ વેબસાઈટ ભારત ,અમેરીકા સહીત ૨૩ દેશો માં ખુબ જ લોકપ્રિય છે. આની સ્થાપના કરી હતી દીપિન્દર ગોયલ અને પકંજ ચઢા એ ૨૦૦૮ માં કરી હતી.

PAYPAL

પંકજ ચઢા

કેન હોવેરી

લ્યુક નોસેક

લ્યુક નોસેક

મેક્સ લેવીચન

મેક્સ લેવીચન

પીટર થિલ

પીટર થિલ

 

 

 

 

 

આ કંપની આજે વિશ્વ ની સૌથી મોટી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાની કંપની છે. આજે paypal ની આવક છે ૧૧ અબજ ડોલરની. આ કંપની શરુ કરી હતી ૪ વ્યકતીઓં એ જેમાં છે કેન હોવેરી, લ્યુક નોસેક, મેક્સ લેવીચીન, પીટર થિલ એ. શરૂઆત માં એલોન મસ્ક પણ ભેગા હતા પાછળ થી તેમણે કંપની માંથી રાજીનામુ મૂકી દીધુ. આ સર્વીસ ૧૯૯૮ માં શરુ કરવામાં આવી હતી. પછી ઇબે કંપની એ આને ખરીદી લીધી હતી.

UBER

ટ્રેવીસ કલનીક

ટ્રેવીસ કલનીક

ગેરેટ કેમ્પ

ગેરેટ કેમ્પ

 

 

 

 

 

આ કંપની એ ટેક્ષી ટ્રાન્સપોર્ટ સીસ્ટમ માં ક્રાંતી લાવી દીધી છે. માત્ર વેબસાઈટ કે મોબાઈલ એપ ની મદદ થી તમે ટેક્સી બૂક કરાવી શકો છો. આજે વિશ્વ ના ૬૩૩ શહેરો માં આ સર્વીસ ચાલુ છે. આ કંપની સ્ટાર્ટ કરી હતી ટ્રેવીસ કાલાનીક અને ગેરેટ કેમ્પ એ ૨૦૦૯ માં.

OLA

ભાવીશ અગ્રવાલ

ભાવીશ અગ્રવાલ

અંકીત ભાટી

અંકીત ભાટી

 

 

 

 

 

ઓલા કેબ એ પણ ઉબેર જેવી ટેક્સી ટ્રાન્સપોર્ટ સર્વીસ છે. આ એક ભારતીય કંપની છે ભારત ના ૧૧૦ શહેરો માં આ સર્વીસ શરુ છે. આની શરૂઆત કરી હતી ભાવીશ અગરવાલ અને અંકીત ભાટી એ ૨૦૧૦ માં.

SNAPCHAT

ઇવાન સ્પીગ્લ

ઇવાન સ્પીગ્લ

બોબ મર્ફી

બોબ મર્ફી

રેગી બ્રાઉન

રેગી બ્રાઉન

 

 

 

 

 

સ્નેપચેટ એ મેસેજિંગ સર્વીસ છે. આજે instagram અને અને ફેસબુક ના જે સ્ટોરી મોડ આવે છે. તે સૌ પ્રથમ આ સ્નેપચેટ ના આઈડિયા છે. આ કંપની શરુ કરી હતી ઇવાન સ્પીગ્લ, બોબ મર્ફી અને રેગી બ્રાઉન એ ૨૦૧૬ માં.

NETFLIX

રીડ હેસ્ટીગ

રીડ હેસ્ટીગ

માર્ક રેન્ડોલ્ફ

માર્ક રેન્ડોલ્ફ

 

 

 

 

 

આજે પોતાના ઓનલાઈન ચેનલ થી ધૂમ મચાવનારી આ કંપની શરૂઆત માં DVD ભાડે આપવા નો બીઝનેસ કરતી હતી. આજે આ કંપની ૧૯૦ દેશ માં કામ કરે છે. આ ની સ્થાપના ૧૯૯૭ માં રીડ હેસ્તીંગ અને માર્ક રેન્ડોલ્ફ એ કરી હતી.

BLOGGER

ટ્વીટર ના સ્થાપક ઇવાન વિલિયમ્સ

ઇવાન વિલિયમ્સ

 

 

 

 

 

આ વેબસાઈટ શરુ કરી હતી ટ્વીટર ના સ્થાપક ઇવાન વિલિયમ્સ એ સૌથી પેલા પાયરા લેબ્સ માં બ્લોગસ્પોટ ની રચના કરી હતી પછી ગુગલ એ કંપની ખરીદી લીધી હતી. આ વેબસાઈટ ની શરૂઆત થઇ હતી. ૧૯૯૯ માં.

PINTREST

પોલ સીઆરા

ઇવન શાર્પ

બેન સીલ્બરમેન

 

 

 

 

 

આ વેબસાઈટ એ ઈમેજ બેઝ વેબસાઈટ છે આમાં યુઝર ફોટો ને પીન કરે છે અથવા પોતાના પીનબોર્ડ બનાવી ને શેર કરે છે. આજે વેબસાઈટ સૌથી લોકપ્રીય વેબસાઈટ માંથી એક છે. આની સ્થાપના કરી હતી પોલ સીઆરા, ઇવન શાર્પ, બેન સીલ્બરમેન દ્વારા ૨૦૦૭ માં.

Reddit

સ્ટીવ હ્ફ્મેન

અલેક્સીસ ઓહાનીયન

 

 

 

 

 

આ વેબસાઈટ એક બુકમાર્કીંગ વેબસાઈટ છે જેમાં યુઝર બીજી વેબસાઈટ માંથી લીંક અથવા ફોટો અથવા ટેક્ષ્ટ બેઝ્ડ મેસેજ શેર કરે છે. અને બીજા યુઝર એને વોટ કરે છે. આ વેબસાઈટ ટ્રાફિક ની દ્રષ્ટી એ ૮ માં નંબરે છે. આની શરૂઆત કરી હતી. સ્ટીવ હફ્મેન અને એલેક્ષીસ ઓહાનીયન એ ૨૦૦૫ માં.

IMDB

કોલ નીધમ

આ વેબસાઈટ નું નામ છે Internet Movie DataBase. વિશ્વ ની કોઈપણ ફિલ્મ વિષે કે એના એક્ટર વિષે જાણવા માટે આ વેબસાઈટ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ વેબસાઈટ સૌથી અગત્ય ની છે. આ વેબ ઉપર આજે છે ૪૭ લાખ થી વધુ મુવી ના ટાઈટલ અને ૮૩ લાખ થી વધુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી વ્યકતી ઓં ની યાદી છે. આ વેબસાઈટ શરુ થઇ હતી ૧૯૯૦ માં કોલ નીધમ દ્વારા પછી એમેઝોન એ આ વેબ ખરીદી લીધી છે.

PAYTM

વિજય શેખર શર્મા

આ એક ઓનલાઈન પેમેન્ટ કંપની છે. PayTM નું નામ પડ્યું છે “Payment Through Mobile” ઉપર થી આજે ભારત ની સૌથી મોટી મોબાઇલ પેમેન્ટ કંપની છે. આની શરૂઆત કરી હતી વિજય શેખર શર્મા એ. ૨૦૧૦ માં આજે આ કંપની માં કુલ ૧૩૦૦૦ કર્મચારીઓ છે. અને આનું હેડ ક્વાટર છે નોઇડા UP માં.

AIRBNB

બ્રાયન ચેસ્કી

જો ગેબીયા

નાથન બ્લેકચેસ્કી

 

 

 

 

 

વિશ્વ ની સૌથી મોટી રેન્ટલ એજન્સી છે. આ માં કોઈ પણ વ્યકતી પોતાના રૂમ કે મકાન ને ગેસ્ટહાઉસ ની જેમ ભાડે આપી શકે છે. વિશ્વ ની સૌથી મોટી રેન્ટલ એજન્સી હોવા છતાં તેની પાસે પોતાની માલિકી નો એક પણ રૂમ નથી. આ વેબસાઈટ ઉપર કુલ મળી ને ૩૦ લાખ થી વધારે પ્લેસ રેહવા માટે લીસ્ટેડ છે. અને આ વેબસાઈટ વિશ્વ ના ૧૯૧ દેશો ના ૬૫૦૦૦ શહેરો માં છે. આ વેબસાઈટ ની શરૂઆત કરી હતી  બ્રાયન ચેસ્કી, જો ગેબીયા, અને નેથન બ્લેચરઝીક એ.

OYO

રીતેશ અગ્રવાલ

આ વેબસાઈટ નો કોન્સેપ્ટ AIRBNB જેવો છે. પણ આ એક ભારતીય એ શરુ કરેલ છે. આજે આ વેબસાઈટ ભારત ના ૨૩૦ શહેર માં સર્વીસ આપે છે. આની સ્થાપના રીતેશ અગ્રવાલ એ કરી હતી ૨૦૧૨ માં.

DROPBOX

ડ્ડ્રુ હ્યુસ્ટન

અર્શ ફીર્દોશી

 

 

 

 

 

આ વેબસાઈટ એક ફાઈલ હોસ્ટીંગ અને બેકઅપ સર્વીસ કંપની છે. તમારી કોઈ પણ ફાઈલ એ બેકઅપ તરીકે અથવા તમારે કોઈ સાથે શેર કરવી હોય તો તમે એ ફાઈલ dropbox ઉપર  અપલોડ કરી શકો છો અને વિશ્વ ના કોઈ પણ ખૂણે થી તમે એને એક્સેસ કરી શકો છો. આજે આ વેબસાઈટ ના કુલ ૫ કરોડ થી વધુ યુઝર છે. આ વેબસાઈટ શરુ કરી હતી. ડ્રુ હ્યુસ્ટન અને અર્શ ફીરદોશી એ ૨૦૦૭ માં

SNAPDEAL

રોહીત બંસલ

કુણાલ બહલ

 

 

 

 

 

સ્નેપડીલ કંપની એ એક ઓનલાઈન રિટેલ કંપની છે. આ કંપની ની શરૂઆત કરી હતી કુણાલ બહલ અને રોહિત બંસલ દ્વારા ૨૦૧૦ માં કરવામાં આવી હતી આજે ભારત ના ૬૦૦૦ થી વધુ ગામ અને શહેરો માં  આ કંપની કામ કરે છે.

Rediff.com

અજીત બાલાક્રિશ્નન

આ વેબસાઈટ એક ભારતીય વેબસાઈટ છે અને ૧૯૯૬ થી આ વેબસાઈટ શરુ છે જયારે ભારત માં ઈંટરનેટ ખુબ નહીવત પ્રમાણ માં વપરાશ થતો. આ વેબસાઈટ પોતાની મેલબોક્સ પણ ચલાવે છે.  આ વેબસાઈટ ની સ્થાપના કરી હતી અજીત બાલાક્રિશ્ન એ.

OLX

ફેબ્રીસ ગ્રીંડા

એલેક ઓક્સેનફોર્ડ

 

 

 

 

 

આ વેબસાઈટ ખરેખર તો આર્જેન્ટીના દેશ ની છે. આ વેબસાઈટ ઉપર યુઝર પોતાના સામાન ની એડ્સ મુકે છે અને ખરીદનાર આ એડ્સ જોઈને  તેનો સંપર્ક કરે છે. આ કંપની ની સૌથી વધુ આવક ભારત માં થી થાય છે. એ સિવાય ના બીજા ૪૫ દેશો માં આ વેબસાઈટ શરુ છે. આની શરૂઆત કરી હતી ફેબ્રીસ ગ્રીંડા અને એલેક્સ ઓક્સેનફોર્ડ દ્વારા  ૨૦૦૬ ની સાલ માં.

EBAY

પીટર ઓમનીદયાર

ઇબે એ ઓનલાઈન ઇકોમર્સ ની સૌથી જૂની કંપની માંથી એક છે આ કંપની શરુ કરી હતી પીયરી ઓમ્નીડ્યાર એ ૧૯૯૫ માં આજે વિશ્વ ની ટોચ ની ઇકોમર્સ કંપની માની એક છે.

SKYPE

વિશ્વ ની સૌથી મોટી વિડ્યો કોલિંગ અને VOIP બેઝ્ડ કંપની છે. આજે આ કંપની માઈક્રોસોફ્ટ ની નીચે કામ કરે છે. આ ની શરૂઆત કરી હતી નીકલસ ઝેન્સ્ત્રોમ, જેનુસ ફ્રીસ,એહીતી હેન્લા,પ્રીટ કસેસ્લું અને જેન ટેલીનન દ્વારા ૨૦૦૩ માં

TUMBLR

ડેવીડ કાર્પ

આ એક માઈક્રો બ્લોગીંગ વેબસાઈટ છે આ વેબસાઈટ ની શરૂઆત કરી હતી ડેવીડ કાર્પ એ ૨૦૦૭ માં

Quora

ચાર્લી શીવર

એડમ ડી એન્જેલો

 

 

 

 

 

આ એક સવાલ જવાબ વેબસાઈટ છે. જેમાં યુઝર પોતાનો કોઈપણ સવાલ અહી લખી શકે છે. અને બીજા યુઝર એનો જવાબ આપી શકે છે. આની અંદર તમે કોઈ પણ વિષય ને લગતો સવાલ પૂછી શકો છો. વિશ્વ ની ઘણી મોટી વ્યકતી વિશેષ આ QUORA કોમ્યુનીટી માં છે. આની શરૂઆત કરી હતી ૨ ફેસબુક ના એક્સ કર્મચારી દ્વારા એડમ ડી એન્જેલો અને ચાર્લી શીવર દ્વારા 2009 માં શરુ કરવામાં આવી હતી.

Alibaba

જેક માં

લી પેંગ

 

 

 

 

 

 

આ વેબસાઈટ ને  ચાઈના ની એમેઝોન કહેવામાં આવે છે. લગભગ આખું ચાઇનીઝ બઝાર આ કંપની પાસે છે. જેની માર્કેટ વેલ્યુ ૨૩૦ અબજ ડોલર જેટલી છે. એમેઝોન ની સૌથી કટ્ટર હરીફ આ કંપની છે. આ કંપની ની શરૂઆત કરી હતી. જેક માં અને પેંગ લી એ.૧૯૯૯ માં