Last updated on ઓગસ્ટ 21st, 2022 at 05:17 પી એમ(pm)
આપણે જાણીએ છીએ કે ઈન્ટરનેટ માહિતી નો ભંડાર છે. તેમાં કરોડો વેબસાઈટ છે. અલગ અલગ વિષય ઉપર તમને ઘણી વેબસાઈટ ઉપલબ્ધ છે. તો આ લીસ્ટ છે એવી ટોપ વેબસાઈટ ની જેમાં તમને મળશે ઘણું બધું જાણવા જેવું. અને વિદ્યાથી હોય કે પ્રોફેસર આ બધી વેબસાઈટ તમને ખુબ ઉપયોગી થશે.
Table of Contents
(૧)WIKIPEDIA:
આ વેબસાઈટ વિશ્વ ની સૌથી લોકપ્રીય વેબસાઈટ માં છે. વિશ્વ નો સૌથી મોટો ફ્રી એન્સાઈક્લોપીડિયા છે. વિશ્વ ની ૨૯૫ ભાષા માં આ ઉપલબ્ધ છે. કોઈ પણ વ્યક્તિ આમાં પોતની રીતે કોઈ પણ લેખ લખી શકે છે. અંગ્રેજી માં કુલ મળી ને ૫૩ લાખ થી પણ વધારે આર્ટિકલ્સ છે. આ વેબસાઈટ સંપુર્ણ રીતે ફ્રી છે. આ વેબસાઈટ ની શરૂઆત ૨૦૦૧ માં જીમી વેલ્સ અને લેરી સેંગર દ્વારા કરવામાં આવી હતી. ગુગલ અને ફેસબુક પછી સૌથી વધુ વિઝીટ વિકિપીડિયા પર થાય છે.
(૨)HowStuffworks:
ઘણી વાર આપણે અમુક વસ્તુ કે મશીન જોઇને અચરજ થાય કે આ કેવી રીતે કાર્ય કરે છે? તો આ વેબસાઈટ એના માટે છે. આ અમેરીકન વેબસાઈટ દ્વારા તમે ઘણું જાણવા મળશે. પોતાની આ વેબસાઈટ ફોટોગ્રાફ્સ, ડાયાગ્રામ, વિડીયો અને એનીમેશન નો ઉપયોગ કરી ને સમજાવે છે. માટે આ એક ખુબ ઉપયોગી વેબસાઈટ છે. અને વિશ્વ માં ખુબ જ લોકપ્રીય છે. ૧૯૯૮ માં નોર્થ કેરોલીના યુનિવર્સીટી ના પ્રોફેસર માર્શલ બ્રેન એ માત્ર પોતાના શોખ માટે આ વેબસાઈટ ની શરૂઆત કરી હતી. આજે આ વેબસાઈટ પર દર મહીને ૩ કરોડ વિઝીટર આવે છે.
(૩)WikiHow:
આ વેબસાઈટ એક “How-to” પ્રકાર ની વેબસાઈટ છે. મતલબ કે કોઈ પણ કામ કેવી રીતે કરવું તેનું સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપી હોય છે. જેમ કે પેપર ના પ્લેન કેવી રીતે બનાવવા, જેવા અનેક અલગ અલગ પ્રકાર ના વિષય પર આર્ટીકલ તમે વાંચી શકશો. આ વેબસાઈટ વિકિપીડિયા ની જેમ કોમ્યુનીટી વેબસાઈટ છે. આ વિશ્વ ની સૌથી લોકપ્રિય વેબસાઈટ માની એક છે અને પોતાના ક્વાલીટી આર્ટીકલ્સ માટે જાણીતી છે. આ હિન્દી સહીત વિશ્વ ની ૧૬ ભાષા માં ઉપલબ્ધ છે. તમે પણ આ વેબસાઈટ પર જોડાઈ ને તમે આર્ટીકલ લખી શકો છો. આ વેબસાઈટ જેક હેરીક દ્વારા ૨૦૦૫ માં શરુ કરવામાં આવી હતી. દર મહીને ૨ કરોડ થી વધારે વિઝીટર આ વેબસાઈટ ની મુલાકાત લે છે.
(૪)eHow:
આ વેબસાઈટ પણ wikiHow ની જેમ How-to પ્રકાર ની છે. તેમાં આર્ટીકલ ની સાથે વિડીયો પણ છે. આ વેબસાઈટ ની શરૂઆત wikihow ના સંસ્થાપક જેક હેરીક દ્વારા કરવામાં આવી હતી. પણ બીજી કંપની એ ખરીદી લેતા તેઓ તેમાં થી અલગ થઇ ગયા અને બીજી વેબસાઈટ શરૂઆત કરી હતી. આ વેબસાઈટ પોતાના વિડીયો માટે જાણીતી છે.
(૫)Instructables:
આ વેબસાઈટ ની શરૂઆત બે MIT ગ્રેજ્યુએટ એરિક વિલ્હેલ્મ અને સાઉલ ગ્રીફન દ્વારા ૨૦૦૫ કરવામાં આવી હતી. સૌ પ્રથમ આ વેબસાઈટ પોતાની કંપની ના એમ્પ્લોયી ની મદદ માટે અને કોઈ પ્રોજેક્ટ ઈન્ટરનેટ દ્વારા સાથે મળી ને બનાવી શકાય એ માટે કરવામાં આવી હતી. બાદ માં એક ખુબ જ લોકપ્રીય વેબસાઈટ બની ગઈ. આજે આ વેબસાઈટ ઓટોડેસ્ક કંપની પાસે છે. આ સાઈટ માં ૩ડી પ્રિન્ટીંગ, કાસ્ટીંગ, ઇલેક્ટ્રોનિક્સ, જેવા વિષય થી લઇ ને ક્રાફ્ટીંગ, અને ફૂડ, જેવા વિષય પણ રાખવામાં આવ્યા છે. આ સાઈટ પર થી તમે કોઈ પણ પ્રોજેક્ટ ના સ્ટેપ પણ ડાઉનલોડ કરી શકો છો.
(૬)britanica:
તમે કદાચ બ્રિટાનિકા ના એન્સાઈક્લોપીડિયા ની બુક જોઈ હશે. આખો સેટ કુલ મળી ને 18 અલગ અલગ બુક માં છે. પણ ૨૦૧૨ થી કંપની એ પુસ્તક છાપવાનું બંધ કરી અને સંપૂર્ણપણે ઓનલાઈન વેબસાઈટ પર આર્ટીકલ્સ મુકવાનું ચાલુ કરી દીધુ છે. કુલ મળી ને ૧,૨૦,૦૦૦ થી વધારે લેખ આ વેબસાઈટ પર છે. અને તેને સમયાન્તરે અપડેટ પણ કરવામાં આવે છે. દરેક દેશ નો ઈતિહાસ અને તેના સ્ટેટીકલ ડેટા આમાં તમને મળી જશે
.
(૭)encyclopedia:
આ વેબસાઈટ પણ એકદમ ઉપયોગી છે. ઈતિહાસ, સ્થળ , લોકો વગેરે ઉપર ખુબ વિશાળ પ્રમાણ માં માહિતી છે.કુલ ૨ લાખ થી વધારે આર્ટીકલ્સ અને ૫૦ હજાર થી વધારે ટોપીક ઉપર તમને માહિતી મળશે.
(8) infoplease:
આ સાઈટ ઉપર અલગ પ્રકાર ની માહિતી ઉપલબ્ધ છે. જેમ કે વિવિધ દેશ ઉપર, લોકો ના જીવન ઉપર, અને વિવિધ પ્રકાર ની લીસ્ટ જેમ કે વિશ્વ ની સૌથી મોઘી પેન્ટિંગ કઈ કઈ છે. અમેરીકા ના પ્રમુખ ની લીસ્ટ, વગેરે વગેરે સ્ટુડન્ટ માટે અને વિવિધ પરીક્ષા ની તૈયારી કરતા લોકો માટે આ વેબસાઈટ ખુબ ઉપયોગી છે.
(9)biography:
આ વેબસાઈટ માત્ર અને માત્ર લોકો ની બાયોગ્રાફી ઉપર છે. વિશ્વ ના તમામ પ્રસિદ્ધ લોકો ની જીવન ની માહિતી મળશે. વેબસાઈટ પ્રમાણે કુલ મળી ને ૭૦૦૦ થી વધુ લોકો ની બાયોગ્રાફી આ સાઈટ પર આવેલી છે.
(૧૦)about:
આ સાઈટ ૧૯૯૭ માં શરુ કરવામાં આવી હતી. આ વેબસાઈટ ને ૩૬ વિભાગ માં ૭૦૦ ટોપીક અને ૫૦,૦૦૦ થી વધારે આર્ટીકલ્સ છે. દર મહીને કુલ ૬ કરોડ લોકો આ સાઈટ ની મુલાકાત લે છે.
(11) reference:
જો તમારા મન માં કોઈ સવાલ હોય તો તમે સીધો આ વેબસાઈટ ઉપર મુકી શકો અથવા એનો જવાબ મેળવી શકો છો. જેમ કે ફેબ્રુઆરી માં ૨૮ દિવસ કેમ હોય છે? જેવા અનેક સવાલ અને કોઈ પણ વિષય ઉપર તમે મેળવી શકશો. કુલ ૨૦ વિભાગ માં અનેક ટોપીક અને વિષય ઉપર તમને આર્ટીકલ્સ મળી શકશે.
#internet #topten #referencewebsites #techgujarati