Last updated on મે 25th, 2022 at 11:01 પી એમ(pm)
Table of Contents
સર્ચ એન્જીન એ આપણી જિંદગી નો એક ભાગ બની ગયા છે. તમારે કોઇપણ વિષય, વ્યક્તી, પ્રોડ્કટ વિષે જાણવા માટે પ્રથમ આપણે સર્ચ એન્જીન નો ઉપયોગ કરીયે છે. તમારા ઘણા સવાલ ના જવાબ આપી શકે છે આજ ના સર્ચ એન્જીન. તો ચાલો જાણીએ વિશ્વ ના ટોપ ના ૧૦ સર્ચ એન્જીન વિશે
૧. Google :
એમાં કોઈ શંકા નથી કે ગુગલ એ વિશ્વ નું નું નંબર ૧ સર્ચ એન્જીન છે. સર્ચ એન્જીન ના ૭૦% થી વધારે માર્કેટ ઉપર ગુગલ નો કબજો છે. દરરોજ ની ૩ અબજ થી વધારે સર્ચ ક્વેરી ના જવાબ આપે છે. ૧૯૯૮ માં આ સર્ચ એન્જીન બે મિત્રો લેરી પેજ અને સર્ગેય બ્રીન દ્વારા આ ચાલુ કરવામાં આવ્યું હતું. આજે પણ ગુગલ તેના અલ્ગોરીધમ માં ફેરફાર કરી ને વધારે ને વધારે પાવરફુલ બનાવે છે.
૨. BING:
ગુગલ ની સામે ટક્કર આપવા માઈક્રોસોફ્ટ દ્વારા બનાવવમાં આવ્યું છે બિંગ સર્ચ એન્જીન. માઈક્રોસોફ્ટ ના દરેક વેબ બ્રાઉઝર પર મુખ્ય સર્ચ એન્જીન તરીકે બિંગ કામ કરે છે. ૨૦૦૯ માં લોન્ચ કરવામાં આવ્યું હતું. બિંગ ની ટીમ આ એન્જીન ને લોકપ્રિય બનવાની ખુબ પ્રયત્ન કરે છે પણ ગુગલ ને તે ટક્કર નથી આપી શકતું.
૩. YAHOO:
યાહુ એ એક જમાના માં સોથી લોકપ્રિય હતું. પણ ગુગલ ની સામે ટકી ના શક્યું. છતાં પણ આ સર્ચ એન્જીન હજી પણ લોકપ્રિય છે. વિશ્વ માં ફ્રી ઇમેલ સેવા આપવા માં યાહુ લોકપ્રિય છે. આ સર્ચ એન્જીન ૧૯૯૪ માં શરુ કરવામાં આવ્યું હતું. ૨૦૦૯ યાહુ એ માઈક્રોસોફ્ટ સાથે કરાર કરી ને બિંગ ને પોતાનું બેકગ્રાઉન્ડ એન્જીન બનાવ્યું છે. યાહુ નો માર્કેટ શેર ૧૦% જેટલો છે.
૪. Baidu:
બેઈદુ એ એક ચાઈનીઝ સર્ચ એન્જીન છે. ચાઈના માં સર્ચ એન્જીન ખુબ લોકપ્રિય છે. જાન્યુઆરી ૨૦૦૦ માં શરુ કરવામાં આવ્યું હતું એલેક્ષા રેન્ક પ્રમાણે આ સર્ચ એન્જીન ૪ નંબર પર છે.
૫. AOL :
આ એક ખુબ પોપ્યુલર સર્ચ એન્જીન છે. આ સર્ચ એન્જીન નો માર્કેટ .૫૯% છે. અમેરિકા માં ખુબ લોકપ્રિય છે. પછી અમેરિકન કંપની વેરીઝોન એ ૪.૪ અબજ ડોલર માં કંપની ખરીદી લીધી છે.
વાંચો: વિશ્વ ની ટોપ રેફરન્સ વેબસાઈટ વિષે.
૬. ASK.com:
આ વેબસાઈટ એ એક સવાલ જવાબ વેબસાઈટ ની જેમ કામ કરે છે. આ વેબસાઈટ ની શરૂઆત ૧૯૯૬ માં કરવામાં આવી હતી. પણ ગુગલ સામે ટકી નહિ શકતા તેણે સર્ચ એન્જિન બંધ કરી ને સવાલ જવાબ ની વેબસાઈટ બનાવી લીધી આજે આ વેબસાઈટ ખુબ લોકપ્રિય છે.
૭. Excite:
આ વેબસાઈટ એ વિવિધ જાત ની ઓનલાઈન સેવા પૂરી પાડતી વેબસાઈટ છે. જેમાં ઇમેલ, સર્ચ, મેસેજ સેવા, હવામાન ની આગાહી આપતી સેવા નો સમાવેશ થાય છે. આ વેબસાઈટ ને ૧૯૯૫ માં શરુ કરવામાં આવી હતી.
૮.DuckDuckGo:
આ સર્ચ એન્જિન ધીમે ધીમે ખુબ લોકપ્રિય થઇ રહ્યું છે. યુઝર ની પ્રાઈવસી નો ખ્યાલ રાખતું આ સર્ચ એન્જિન ખુબ લોકપ્રિય છે. આ વેબસાઈટ એ યાહૂ અને યમ્લી કંપની સાથે કરાર કરેલા છે. જેના થી આ સર્ચ એન્જીન ચાલે છે. આને જાહેરાત દ્વારા તેના ઇન્કમ થાય છે.
વાંચો: વિશ્વ ની ટોપ ફ્રી એજ્યુકેશનલ વેબસાઈટ ની લીસ્ટ’
૯.WolframAlpha:
બધા સર્ચ એન્જિન થી અલગ આ સર્ચ એન્જીન એ એક કોમ્પ્યુટેશનલ સર્ચ એન્જિન છે. જે વેબ ને બદલે તેના ફેક્ટ અને ડેટા રજુ કરે છે. ધારો કે મારે ભારત વિષે સર્ચ કરવું છે તો આ વેબ મને તેના દરેક ફેક્ટ અને ફિગર રજુ કરે છે.
૧૦.Yandex:
આ સર્ચ એન્જીન એક રશીયન સર્ચ એન્જીન અને કંપની છે. જે રશિયા માં ખુબ લોકપ્રિય છે. આ ઉપરાંત બેલારૂસ, કઝાખીસ્તાન, અને યુક્રેન માં સોથી વધારે લોકપ્રિય છે. આ વેબ, મેપ, મ્યુઝીક, ઇમેલ. જેવી અનેક સેવા આપે છે.