ઘણી વાર આપણે કોઈ ને કોઈ હોટેલ, રેલવે સ્ટેશન, કે ઘણી જગ્યાઓ એ ફ્રી વાઇ-ફાઈ નો બોર્ડ જોયો હશે. ઘણા લોકો ના ઘરે પણ હવે વાઇ-ફાઈ હોય છે. યો શુ છે આ ટેકનોલોજી ને કેવી રીતે કામ કરે છે ચાલો જાણીએ.
વાઈ-ફાઈ એ આજ કાલ આપણા જીવન માં એક અગત્યની ટેકનોલોજી સાબિત થઈ રહી છે. આજ કાલ ના દરેક ડિજિટલ ગેજેટ જેવા કે કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન, પ્રિન્ટર, ટેબ્લેટ કોમ્પ્યુટર, સ્માર્ટ ટીવી, દરેક ગેજેટ Wi-Fi ટેકનોલોજી થી લેસ હોય છે. કોઈ સામાન્ય ઘર હોય કે મોટી અનેક માળ ની બિલ્ડીંગ, સામાન્ય નગર હોય કે મોટું મેટ્રો શહેર તમને દરેક સ્થળે આ ટેકનોલોજી જોવા મળશે.
આ Wi-Fi નો ઉપયોગ ખાસ તો ઇન્ટરનેટ ને વાયરલેસ રીતે ઉપયોગ કરવા માં થાય છે. લાંબા લાંબા વાયરો ની જફા માંથી મુક્તી આપે છે. તમારા અનેક ડિજિટલ ઉપકરણો ને એક સાથે જોડી ને એક નેટવર્ક બનાવી દે છે. માટે તમે જો તમારા ઘર માં એક રૂમ માં ઇન્ટરનેટ હોય તો તેને તમે બીજા રૂમ વાપરી શકો. અને બીજા રૂમ માં પડેલા પ્રિન્ટર માં પ્રીન્ટ કરી શકો છો. તમારા લેપટોપ મા આવેલી મુવી ને તમારા સ્માર્ટ ટીવી માં પ્લે કરી શકો છો.
Wi-Fi નો અર્થ સામાન્ય રીતે Wireless-Fidility કરવામાં આવે છે. પરંતુ આ સત્ય નથી. આ શબ્દ એક માર્કેટિંગ કંપની દ્વારા વાપરવામાં આવ્યો હતો પછી દરેક મોટી ટેક કંપની ઓ પણ આ શબ્દ ને વર્ગી રહી.
વાંચો: કેવી રીતે કામ કરે છે ગુગલ સર્ચ એન્જીન?
વાઇફાઇ એક રેડિયો ફ્રિકવાનસી આધારીત ટેક્નોલોજી છે. જે ડેટા ને રેડિયો વેવ્સ માં ટ્રાન્સમીટ કરે છે. સામાન્ય રીતે 2.4 GHz અને 5.0 GHz ની ફ્રિકવનસી નો ઉપયોગ કરે છે. વાઇફાઇ એ IEEE ના પ્રોટોકોલ 802.11 નો ઉપયોગ કરે છે. અને એક સંસ્થા જેને WI-FI Alliance કહેવામાં આવે છે . જે વિશ્વ ની મોટી ટેકનોલોજી કંપની નો સમુહ છે. એ આ ના માટે ના સ્ટાન્ડર્ડ નક્કી કરે છે. આની રચના 1999 માં કરવામાં આવી હતી. સામાન્ય રીતે વાઈ-ફાઈ ની રેન્જ 20 મીટર થી લઈ ને 150 મીટર હોય છે. પણ જો વચ્ચે દીવાલ, કે બીજા વાયરલેસ ને લીધે રેન્જ માં ઘટાડો થાય છે. સામાન્ય રીતે WI-FI ની સ્પીડ ને Mbit/s (Megabit per second ) થી Gbit/s (Gigabit per second) માં માપવામાં આવે છે.
વાઈ-ફાઈ સ્ટાન્ડર્ડ ના પ્રકારો
Standard | વર્ષ | ફ્રિક્વન્સી | મેક્સ ડેટા રેટ |
802.11a (Wi-Fi 1) | 1999 | 5Ghz | 54 Mbps
|
802.11b (Wi-Fi 2) | 1999 | 2.4 Ghz | 11 Mbps |
802.11g (Wi-Fi 3) | 2003 | 2.4 Ghz | 54 Mbps |
802.11n (Wi-Fi 4) | 2009 | 5Ghz &5Ghz | 600 Mbps |
802.11ac (Wi-Fi 5) | 2014 | 5Ghz &5Ghz | 1.3 Gbps |
802.11ax (Wi-Fi 6) | 2019 | 5Ghz &5Ghz | 10-12 Gbps |
802.11a or WI-Fi 1:
આ વાઇ-ફાઈ 1999 માં બનવામાં આવ્યું હતું. જે ૫ GHZ ની ફ્રિક્વન્સી ઉપર કામ કરે છે. આ ની મેકસીમ ડેટા રેન્જ ૫૪ mbps જેટલી છે. પણ આ ૫ ghz ની ફ્રિક્વન્સી ઉપર કામ કરતાં તે આડે આવતા ઓબ્જેક્ટ ને લીધે ઘણી વાર ખરાબ સિગ્નલ અને ડેટા મળે છે.
802.11b or Wi-Fi 2:
આ પણ ૧૯૯૯ માં બનાવવા માં આવ્યું હતું. પણ આ 2.4 Ghz ના બેન્ડ ઉપર કામ કરે છે. પણ આની ટોપ સ્પીડ છે 11 Mbps ની છે. આ વાઇ-ફાઈ ને લીધે તે બહુ પોપ્યુલર થયું છે.
802.11g or Wi-Fi 3:
આ સ્ટાન્ડર્ડ 2003 માં આવ્યું હતું. મેક્સીમમ ડેટા સ્પીડ છે. 54 mbps છે. અને 5Ghz ની ફ્રિક્વન્સી પર કામ કરે છે. આ સ્ટાન્ડર્ડ ને લીધે પૂરા વિશ્વ માં વાઇ-ફાઈ એકદમ પોપ્યુલર થઈ ગયું છે.
802.11n or Wi-Fi 4:
2009 માં આવેલું આ વાઇ-ફાઈ વર્જ્ન બન્ને ફ્રિક્વન્સી ઉપર એટલે કે 2.4 અને 5 GHZ ઉપર ચાલી શકે છે. માટે આની મેક્સીમમ ડેટા સ્પીડ 600 mbps ની છે.
802.11ac or Wi-Fi 5:
આ સ્ટાન્ડર્ડ આજ ના સમય નું સૌથી વધુ વપરાતુ સ્ટાન્ડર્ડ છે. આ સ્ટાન્ડર્ડ ને 2014 માં આવેલું છે. આ વાઈફાઇ MIMO ટેક્નોલૉજી સપોર્ટ કરે છે. માટે આની મેક્સીમમ ડેટા સ્પીડ છે ૧.૩ Gbps જેટલી છે.
802.11ax or Wi-Fi 6:
આજ નું સૌથી લેટેસ્ટ સ્ટાન્ડર્ડ છે 802.11ax અથવા વાઇ-ફાઈ 6 કહેવામા આવે છે. આ સ્ટાન્ડર્ડ અને લોકો નામ સાથે ક્ન્ફ્યુસ ના થાય માટે વાઇ-ફાઈ 6 નામ કરણ કરવામાં આવ્યું અને આગડ ના બધા સ્ટાન્ડર્ડ ને 1 થી 6 નો ક્રમ આપવામાં આવ્યો છે. Wi-fi 5 કરતાં આના નેટવર્ક ને 30 થી 40 ટકા વધારે મળે એવિ રીતે બનાવવા માં આવ્યું છે. માટે આ 10 થી 12 Gbps ની સ્પીડ આપી શકે છે.
આ સિવાય પણ આવતા વર્ષો માં સ્ટાન્ડર્ડ ને માન્યતા મળી શકે છે જેમાં છે. 802.11aj, 802.11ak, 802.11ay, 802.11az, 802.11ba આ બધા સ્ટાન્ડર્ડ માન્યતા આવતા વર્ષો માં મળી શકે છે.