સ્ટુડન્ટ માટે ઉપયોગી એવી ૨૨ એપ

Educational apps

આજકાલ દરેક વિદ્યાર્થી પાસે મોબાઈલ હોય છે. પણ ઘણા વિદ્યાર્થીઓં માત્ર ગેમ નો ઉપયોગ વધારે કરે છે. તો અહી આપેલી આ ૨૨ એપ ની મદદ થી તમે સ્ટુડન્ટ તમારી કાર્યક્ષમતા વધારી શકો છો. અને સ્ટડી ને એન્જોય કરી શકો છો.

 

Educational apps

1: Google ClassRoom:

ગુગલ ક્લાસરૂમ એક નવો જ રસ્તો છે પેપરલેસ સ્ટડી નો. આની મદદ થી ટીચર અને તેમના સ્ટુડન્ટ ભણી શકે છે. ટીચર આ એપ ની મદદ થી પોતાના વિદ્યાર્થી ઓં માટે એસાઈમેન્ટ બનાવી શકે છે. અને સ્ટુડન્ટ તેને સોલ્વ કરી ને પાછો ટીચર ને ગ્રેડીંગ માટે મોકલી શકે છે. આમાં તમે ગુગલ ની બીજી એપ જેવી કે ગુગલ સ્યુટ, કેલેન્ડર, ડ્રાઈવ સાથે વાપરી શકો છો. આ એપ અને તેની સર્વીસ ગુગલ દ્વારા ફ્રી આપવામાં આવે છે.

Download: Android Version    IOS Version

2: Google Drive:

ગુગલ ડ્રાઈવ એક ઓનલાઈન ફાઈલ સ્ટોરેજ સર્વીસ છે. જે તમારા ગુગલ એકાઉન્ટ ભેગી હોય છે. ફ્રી એકાઉન્ટ માં તમને 15 GB જેટલી સ્પેસ મળે છે. પણ તમે વધારે સ્પેસ ખરીદી શકો છો. જેમાં તમે ૩૦ TB સુધી ની સ્પેસ ખરીદી શકો છો. ગુગલ નું G-SUIT ઉપર કામ કરીને તમે એને ફાઈલ તેના પર સેવ કરી શકો છો. તમે કોઈ ફાઈલ નું બેકઅપ લઇ શકો છો. ફાઈલ ને બીજા સાથે શેર કરી શકો છો. આજે આ સર્વિસ કુલ ૧ અબજ થી વધારે લોકો વાપરે છે.

Download: Android Version    IOS Version

3: Google Keep:

ગુગલ કીપ એક નોટ ટેકિંગ એપ છે. મતલબ તમારે કોઈ લીસ્ટ બનાવવી છે, કોઈ આર્ટીકલ સેવ કરવો છે, ઈમેજ સેવ કરવી છે, અથવા કોઈ ઓડિયો કલીપ સેવ કરવી છે. તો આ એપ ની મદદ થી કરી શકો છો. તમે આને તમારા કોમ્પ્યુટર થી વેબસાઈટ દ્વારા પણ એક્સેસ કરી શકો છો. આ એપ હવે ગુગલ વોઈસ ની મદદ થી પણ વાપરી શકો છો.

Download : Android Version    IOS Version

વાંચો:ગુગલ ની ઉપયોગી વેબસાઈટ ની લીસ્ટ 

4: Google translate:

આજ ના સમય માં જો તમને કોઈ ભાષા નથી આવડતી તો કોઈ જ પ્રોબ્લેમ નથી. ગુગલ ની ટ્રાન્સલેટ એપ તમામ સવાલ ના જવાબ છે. આ એપ ૧૦૩ ભાષા ને સપોર્ટ કરે છે. આ ઉપરાંત પણ ઘણા ફીચર છે આ એપ ના. વિશ્વ ના ૨૦ કરોડ થી પણ વધારે લોકો આ એપ નો દરોજ ઉપયોગ કરે છે. અમુક લેન્ગવેજ માટે લાઈવ ટ્રાન્સલેશન પણ કરી શકે છે. અને ગુગલ આને વધારે અને વધારે અપડેટ કરી રહ્યું છે.

Download : Android Version    IOS Version

5: Google lense:

ગુગલ લેન્સ એ A.I. થી લેસ એક એપ છે. આ એપ નો ઉપયોગ થી તમે કોઈ વસ્તુ નો ફોટો પાડી તેને ઈન્ટરનેટ થી સર્ચ કરી શકો છો. તમે કોઈ બિલ્ડીંગ, કે ફૂલ, વાહન અથવા કોઈ પણ ઓબ્જેક્ટ નો ફોટો પડી તેના વિષે નેટ માં સર્ચ કરી શકો છો. અત્યાર સુધી આ એપ ગુગલ ના હાઈ એન્ડ પિક્ષેલ ફોન માં જ હતી. પરંતુ હવે આ એન્ડ્રોઈડ અને એપલ ના આઇઓસ ઉપર પણ છે. જેવું તમે આ એપ ડાઉનલોડ કરશો તો તમને ગુગલ ફોટોસ એપ દેખાશે. એ ડાઉનલોડ કરો કોઈ ઓબ્જેક્ટ નો ફોટો પાડો તેને ગુગલ ફોટો સાથે ઓપન કરો નીચે તમને લેન્સ જેવું એક બટન દેખાશે તેને ક્લિક કરો

Download : Android Version    IOS Version

6: Evernote:

આ એપ એક નોટ ટેકિંગ એપ છે. પણ આમાં ઘણી બધી ફીચર છે. આ એક ફ્રીમીયમ સર્વીસ છે. મતલબ કે એક ફ્રી વર્ઝન અને એક પેઈડ વર્ઝન છે. ફ્રી વર્ઝન એ તમામ ફીચર છે જે તમારી દરેક જરૂરીયાત પૂરી કરી શકે છે. તમે નોટ્સ બનાવી શકો છો, લીસ્ટ બનાવી શકો છો, ઈન્ટરનેટ નેટ માંથી કોઈ આર્ટીકલ ને સેવ કરી શકો છો. અને તમારા કોમ્પ્યુટર સાથે સીંક કરી ને કોમ્પ્યુટર પર વાંચી શકો છો. આ એપ આજે વિશ્વ ની સૌથી ટ્રસ્ટેડ એપ છે.

Download: Android Version    IOS Version

7: Camscanner:

જો તમે ક્યારેય કોઈ ન્યુઝપેપર માં કે કોઈ બુક માં સરસ આર્ટીકલ વાંચ્યો હોય અથવા કોઈ અગત્ય ના ડોકયુમેન્ટ ને તમારે એને ડીજીટલ માં કન્વર્ટ કરવો હોય તો? તમારે સ્કેનર જોઇશે. પણ આ એપ ની મદદ થી તમારો ફોન નો કેમેરો જ તમારા માટે સ્કેનર નું કામ કરશે. ખુબ જ ઉપયોગી અને અગત્ય ની એપ છે આ ખાસ સ્ટુડન્ટ માટે.

Download : Android Version    IOS Version

8: Photomath:

ગણિત ના પ્રોબ્લેમ સોલ્વ કરવા હમેશા હાર્ડ હોય છે. પરંતુ આ એપ ની મદદ થી એકદમ સરળતા થી કોઈ પણ મેથ્સ ના દાખલા સોલ્વ કરી શકાય છે. આ એપ ની મદદ થી તમારો કેમેરો સ્ટાર્ટ કરો અને મેથ્સ ના પ્રોબ્લેમ ને સ્કેન કરો. આ ની વિઝ્યુઅલ ટેકનોલોજી ની મદદ થી તેના કેરેક્ટર ને ઓળખી લેશે અને તમારો મેથ  નો પ્રોબ્લેમ સોલ્વ કરી લેશે. એકદમ ગુગલ લેન્સ ની જેમ. તમે આમાં મેથ ના પ્રોબ્લેમ ને લખી પણ શકો છો.

Download: Android Version    IOS Version

વાંચો: ગુગલ કેવી રીતે કામ કરે છે.

9 : My Student homework planner:

શું તમે તમારું હોમ વર્ક કે એસઆઈમેંટ ટાઈમે નથી કરી શકતા તો આ એપ તમારી મદદ જરૂર કરશે. આ એપ તમારા એસઆઈમેન્ટ ને ટ્રેક કરે છે. તમારી પરીક્ષા ની તારીખ ને યાદ રાખી શકે છે. તમારા હોમવર્ક મેનેજ કરે છે આ એપ. આ એપ ના બે વર્ઝન છે ફ્રી અને પ્રીમીયમ.

Download: Android Version    IOS Version

10: Simplemind

આ એક માઈન્ડ મેપીંગ એપ છે. જે નું કામ ડાયાગ્રામ અને રિલેશન બતાવવાનું છે. જો તમે કોઈ પ્રોજેક્ટ પર કામ કરો છો તો તમારે શું કરવું ક્યાંથી સ્ટાર્ટ કરવું.? આ સ્ટાર્ટ થી લઇ એન્ડ સુધી એક વિસ્ઝ્યુલ ફોરમેટ માં તમે એ પ્રોજેક્ટ જોઈ શકો છો. આ પ્રકાર ની માઈન્ડ મેપીંગ સોફ્ટવેર પ્રોફેશનલ દ્વારા પણ યુઝ કરવામાં આવે છે.

Download : Android Version    IOS Version

11: Duo lingo:

શું તમારે ફ્રેંચ, સ્પેનીશ, જર્મન ભાષા ઓં શીખવી છે એ પણ કોઈ ક્લાસ જોઈન્ટ કર્યા વગર તો આ એપ તમારા માટે છે. આ એપ ને “એપ ઓફ ધ યર” નો એવોર્ડ મળેલો છે. બંને ગુગલ ના પ્લે-સ્ટોર માં અને એપલ ના એપ-સ્ટોર માં. આ એપ ની મદદ થી તમે ૩૦ થી વધારે ભાષા શીખી શકો છો. આ એપ ના ૩૦ કરોડ થી વધારે યુઝર છે.

Download : Android Version    IOS Version

12: Hello English:

આ એપ ભારત ની ત્રીજી સૌથી મોટી એજ્યુકેશનલ એપ છે. આ એપ ખાસ ઈંગ્લીશ શીખવા માટે છે. ભારત ની કોઈ પણ ભાષા માંથી તમે આ એપ ની મદદ થી english શીખી શકો છો. આ એપ ૨૨ લેન્ગવેજ સપોર્ટ કરે છે. આ એપ ને “બેસ્ટ મેડ ઇન ઇંડિયા એપ”,”મોસ્ટ ઇનોવેટીવ એપ” ના એવોર્ડ મળેલો છે.

Download : Android Version    IOS Version

13: Wolframalpha

આ એક આન્સર એન્જીન છે ગુગલ ની જેમ સર્ચ એન્જીન નહિ, વિશ્વ નું સૌથી રેપ્યુટેડ એન્જીન છે. આની ઉપર તમે ગણિત, ઇકોનોમિક, ના સવાલો કરી શકો છો. બે વસ્તુ વચે કમ્પેરીઝન કરી શકો છો. આ વેબસાઈટ તેના સાચા અને એકયુરેટ ડેટા માટે જાણીતી છે. વિદ્યાથી ઓં અને ટીચર માટે આ એપ ઘણી ઉપયોગી છે. આ એક પેઈડ એપ છે.

Download : Android Version    IOS Version

14: Khan academy

ખાન એકેડેમી દુનીયા ની સૌથી પ્રસિદ્ધ અને ઓપન સોર્સ ઓનલાઈન લર્નીંગ પ્લેટફોર્મ છે. અને ટોટલી ફ્રી. આ એપ ઘણા વિષય ના વિડીયો તમે જોઈ શકો છો. ખાલી english માં જ ૨૦,૦૦૦ થી વધારે વિડીયો આવેલા છે. અને ગુજરાતી સહીત અનેક ભાષાઓમાં તમે જોઈ શકો છો.

Download : Android Version    IOS Version

15: Ncert app:

CBSE ની દરેક વિષય ની બુક તમે આ એપ થી  વાંચી શકો છો.આ એપ ભારત સરકાર ની મદદ થી ચાલે છે.

Download : Android Version    IOS Version

વાંચો: ગુગલ ઉપર કેવી રીતે એડ કરવો બીઝનેસ

16: Flipboard:

આ એક ન્યુઝ એપ છે. પણ બીજા કરતા થોડી અલગ આ તમને ન્યુઝ બતાવશે તમારા ફેવરીટ ટોપીક ઉપર. એક વાર તમે તમારા ફેવરીટ ટોપીક સિલેક્ટ કરો પછી આ એપ એના ઉપર આર્ટીકલ શોધી આપે છે. જેથી તમારે બીજા કોઈ અલગ અલગ વેબસાઈટ ઉપર જવા ની જરૂરત નથી.

Download : Android Version    IOS Version

17: Feedly

આ એક ન્યુઝ એગ્રેટર એપ છે. મતલબ તમારી ફેવરીટ વેબસાઈટ ના અપડેટ તમને આપે છે. મતલબ તમારે દરેક વેબસાઈટ ઉપર એક પછી એક એમ જવાની જરૂર નથી. તમારી બધી વેબસાઈટ ના અપડેટ તમને એક જ વાર માં મળી જાય છે. આ એક ખુબ જ ઉપયોગી એપ છે.

: Android Version    IOS Version

18: Lastpass:

આ એપ ની મદદ થી તમે તમારા વેબસાઈટ ના પાસવર્ડ મેનેજ કરી શકો છો. એક વાર તમે વેબસાઈટ માટે પાસવર્ડ સેટ કર્યા પછી તમારે એને યાદ રાખવા ની જરૂર નહિ રહે. આ એપ ઓટોમેટીક તમારી એ વેબ્સાઈટ નો પાસવર્ડ થી લોગીન કરી દેશે.આ એપ માં ફ્રી અને પ્રીમીયમ એમ બે સર્વીસ હોય છે. પ્રીમીયમ વર્ઝન તમને ૨૫૦૦ રૂપીયા પ્રતિ વર્ષ ચાર્જ કરે છે. પાસવર્ડ મેનેજમેન્ટ માં આ એપ સૌથી ટ્રસ્ટેડ માનવામાં આવે છે.

Download : Android Version    IOS Version

19: Oxford dictionary:

ઓક્સફોર્ડ ડિક્સનરી હવે તમને તમારી ફોન ની એપ માં પણ મળે છે. આ એપ માં english ના ૩,૫૦,૦૦૦ શબ્દો અને તેના અર્થ આપેલા છે. આ એપ હવે વોઈસ સર્ચ અને વિઝ્યુલ સર્ચ પણ સપોર્ટ કરે છે. પ્રીમીયમ વર્ઝન માં તમને ઓડિયો પ્રોનાઉનસીએસન પણ મળે છે.

Download : Android Version    IOS Version

20: Nasa app:

અમેરિકાની નાસા સંસ્થા ની આ ઓફિસીયલ એપ છે. આ એપ ની મદદ થી તમે નાસા ની 16,૦૦૦ થી વધુ ફોટો જોઈ શકો છો. નાસા ટીવી લાઈવ જોઈ શકો છો. તેમના મિશન વિષે ની જાણકારી મેળવી શકો છો. અને બીજુ ઘણુબધું જાણી શકો છો.

Download : Android Version    IOS Version

21: Science journal :

આ એપ ગુગલ દ્વારા ડેવલપ કરવામાં આવી છે. આ એપ તમારા મોબાઈલ ફોન ને એક વિજ્ઞાન ના ટૂલ્સ માં ફેરવી દે છે. જે તમને વિજ્ઞાન ના અલગ અલગ પ્રયોગ કરી શકો છો. જેમકે અવાજ ની માત્રા માપવી, પ્રકાશ ની બ્રાઈટનેસ માપવી, એક્સેલરોમીટર, બેરોમીટર, કમ્પાસ વગેરે. પરંતુ આ બધા આધાર રાખે છે તમારા ફોન માં ક્યાં પ્રકાર ના સેન્સર છે.

Download : Android Version    IOS Version

22:Expense manger

શું તમારે તમારી આવક અને ખર્ચા ઉપર નજર રાખવી છે તો આ એક એપ ની મદદ થી એકદમ સરળ રીતે કરી શકો છો. આ એપ તમારી આવક ને ખર્ચ નું ડીટેલ એનાલિસિસ કરે છે. તમારા ખર્ચ વિવિધ કેટેગરી માં વેચી શકે છે. જેમ કે તમે પેટ્રોલ માં કેટલો ખર્ચ કરો છો, બીજા બીલ નો ખર્ચો, શોપિંગ, માટે આ માહિતી તમને આગળ ના ડીસીઝન લેવામાં મદદ કરે છે.

Download : Android Version    IOS Version