ઘણી વાર લોકો ને એવા ઇમેલ કે મેસેજ આવે છે જેમાં તમને લાખો ડોલર ની લોટરી લાગી હોય અથવા બીજી કોઈ અત્યંત લોભામણી સ્કીમ ના મેસેજ હોય છે. જો તમને પણ આવા કોઈ મેસેજ આવ્યા હોય તો ચેતી જજો કારણ કે એ એક પ્રકાર નો સ્કેમ હોઈ શકે છે. અહી છે ઈન્ટરનેટ ઉપર ચાલતા આવા કેટલાક કોમન સ્કેમ ની લીસ્ટ જેના થી તમારે બચી ને રેહવુ.
ઈન્ટરનેટ એક ઉપયોગી વસ્તુ છે. આજ ના યુગ માં ઈન્ટરનેટ વગર આપણા ઘણા કામકાજ અટકી પડે છે. ઘણા લોકો એના ઉપર કામ કરી શકે છે. પણ આ ઈન્ટરનેટ ની બીજી બાજુ પણ છે. ઈન્ટરનેટ નો ઉપયોગ ઘણા ખોટા કામ માટે પણ થઇ શકે છે. જો તમે ધ્યાન ના આપો તો તમે આ પ્રકાર ના સાઈબર ક્રિમીનલ તમને ખુબ મોટું આર્થીક નુકસાન પોહચાડી શકે છે. માટે ઈન્ટરનેટ નો ઉપયોગ ધ્યાન રાખીને કરવો હિતાવહ છે.
આ છે ઈન્ટરનેટ ઉપર ચાલતા કેટલાક કોમન સ્કેમ ની લીસ્ટ જેના થી બચી ને રેહવુ.
(૧)ફીશીંગ સ્કેમ:
આ જાત ના સ્કેમ માં ઇમેલ અથવા સોસીઅલ નેટવર્ક ઉપર તમને એવા ખોટા મેસેજ મોકલવામાં આવે છે. ક્રિમીનલ તમને એવા મેસેજ મોકલે છે જેની ટ્રીક માં તમે ફસાઈ શકો છો. આ પ્રકાર ના મેસેજ માં તમારી બેંક ની કે પર્સનલ ડીટેલ માંગવામાં આવે છે. અને ઇમેલ માં મોકલેલી લીંક ઉપર ક્લીક કરવાનું કહેવામાં આવે છે. આ પ્રકાર ની લીંક તમને એવી ભળતી વેબસાઈટ ઉપર લઇ જઈ શકે જે દેખાવ માં અસલ ઓરીજીનલ વેબસાઈટ જેવી હોય છે. જેવું તમે આ વેબસાઈટ ઉપર પોતાનુ યુઝરનેઈમ અને પાસવર્ડ નાખો એ ભેગું એ સાયબર ક્રિમીનલ પાસે પોહચી જાય છે. આ પ્રકાર ના મેસેજ તમને ખુબ જલ્દી કરવાનું કહે છે માટે તમને વિચારવાનો પણ સમય નથી મળતો. માટે કોઈ પણ અજાણી વેબસાઈટ કે ઇમેલ ની લીંક ઉપર ક્લીક કરશો નહી. અમેરીકા અને બ્રિટન માં છેલ્લા વર્ષ માં આ પ્રકાર ના સ્કેમ માં કુલ ૧૫૦% નો વધારો આવ્યો છે.
(૨)નાઈજેરીયન સ્કેમ:
આ સ્કેમ ને ૪૧૯ સ્કેમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રિમીનલ દ્વારા છેતરવાની આ એક જુની રીત છે. તમને એક એવો ઇમેલ મોકલવામાં આવે છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હોય છે કે તે ગવર્મેન્ટ નો કોઈ મોટો અધીકારી છે. અથવા ખુબ મોટો બીઝનેસ મેન છે અથવા તે ખુબ આંમીર પરીવાર નો છે. સરકારી કામ માં તેના નાણા ફસાઈ ગયા છે. અને જો તમે એની થોડીક ફી ચૂકવી દેશો તો બદલા માં તમને મોટી રકમ નું વળતર આપવા માં આવશે. હકીકત માં આવું કશુજ નથી થતુ જો તમે એક વાર ફી ચૂકવશો તો બીજા કોઈ અલગ અલગ બહાના હેઠળ તમારી પાસે ફી માંગવાનું ચાલુ રાખવામાં આવશે. માટે આવા કોઈ પણ મેસેજ નો વિશ્વાસ કરવો નહી.
(૩)ગ્રીટીંગ કાર્ડ સ્કેમ:
આ પ્રકાર ના સ્કેમ માં ઇમેલ દ્વારા તમને એવું કહેવામાં આવે છે કે તમારા કોઈ જાણીતા મિત્રો કે સગા એ તમને એક ગ્રીટીંગ કાર્ડ મોકલ્યું છે. અને તમને ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે. પણ આ પ્રકાર ના ડાઉનલોડ તમારા પીસી માં વાયરસ ફેલાવી શકે, એની ફાઈલ ને નુકસાન પોહચાડી શકે. પીસી ને લોક કરી શકે છે. અથવા કોઈ તમારા બ્રાઉઝર પર એક સાથે ઘણી બધી એડ ખુલવા લાગે છે. માટે કોઈ પણ અજાણ્યા વ્યક્તી ઉપર થી આવેલા આવા ઇમેલ ને ની વસ્તુ ડાઉનલોડ કરવી નહી.
(૪)બેંક લોન અથવા ક્રેડિટકાર્ડ સ્કેમ:
આ પ્રકાર ના સ્કેમ માં તમને કહેવામાં આવે છે કે કોઈ XYZ કંપની કે બેંક એ તમારા માટે આટલી રકમ ની લોન અથવા ક્રેડીટ કાર્ડ મંજુર કરેલ છે. તમારે માત્ર અમુક ફી ચુકવવાની રહેશે. વિચારવા જેવી વાત છે કે કોઈ પણ બેંક કે અજાણી કંપની તમારી ડીટેલ જાણ્યા વગર તમને કેવી રીતે લોન આપી શકે છે? માટે આવી કોઈ પણ જાત ની સ્કીમ માં પડવું નહી.
(૫)લોટરી સ્કેમ:
તમને ઘણા લોકો ને એવા મેસેજ કે ઈમેલ આવ્યા હશે કે ફલાણી કંપની દ્વારા તમને અટલા લાખ ડોલર કે રૂપીયા ની લોટરી લાગી છે. અને મોટી લોટરી ની ઇનામ ના લાલચ માં ઘણા લોકો ફસાઈ જાય છે. આવા કોઈ પણ મેસેજ કે ઇમેલ નો જવાબ આપવો નહી.
(૬)હીટમેન સ્કેમ:
આ પ્રકાર માં તમને એક ધમકી ભર્યો ઇમેલ મોકલવામાં આવે છે. કે કોઈ અજાણી વ્યક્તી એ તમને મારવા માટે મને આટલી રકમ આપી છે. જો તમારે બચવું હોય તો મને તમે આટલી રકમ આપો અથવા અથવા તમારા કોઈ ફેમીલી મેમ્બર ને કિડનેપ કરવાની ધમકી આપવા માં આવે છે. જો આવા ઈમેલ માં તમારી કોઈ પર્સનલ ડીટેલ હોય હોય તો એ હેકર એ તમારા સોસીઅલ નેટવર્ક વેબસાઈટ ઉપર થી માહિતી ભેગી કરેલી હોય છે. આ પ્રકાર ના ઇમેલ માત્ર એક સ્કેમ છે. અહી એક વસ્તુ એ ધ્યાન રાખવી કે તમારી વધુ પડતી પર્સનલ માહિતી નેટવર્ક વેબસાઈટ ઉપર મુકવી નહી.
(૭)રોમાન્સ સ્કેમ:
આ પ્રકાર ના સ્કેમ ડેટીંગ વેબસાઈટ કે ફેસબુક ઉપર કરવામાં આવે છે. અલગ અલગ ખોટા પ્રોફાઇલ બનાવી બીજી કોઈ વ્યક્તિ કે સ્ત્રીઓં ના ફોટા રાખવામાં આવે છે. સૌથી પહેલા ટાર્ગેટ ને રોમાન્ટિક મેસેજ મોકલવામાં આવે છે. પછી ધીમે ધીમે તેને પ્રેમ જાળ માં ફસાવવામાં આવે છે. પછી ધીમે ધીમે ટાર્ગેટ વ્યક્તી પાસે થી અલગ અલગ ડીમાંડ કરવામાં આવે છે જેમ કે મોઘા પ્રકાર ના મોબાઈલ ફોન અથવા પૈસા ની ડીમાંડ કરવામાં આવે છે. જો કોઈ સમય તમને મુલાકાત કરવાનું કહેવામાં આવે તો વ્યક્તી ને કિડનેપ પણ કરી લેવામાં આવે છે. માટે આવા કોઈ પણ ઇમેલ નો જવાબ દેવો નહી.
(૮)નકલી એન્ટી વાયરસ સ્કેમ:
તમે ઘણી વાર ઈન્ટરનેટ ઉપર સર્ફિંગ કરતા કરતા જોયું હશે કે અમુક વેબસાઈટ ની મુલાકાત લેતા બાજુ માં એક નવું પેજ એની મેળે ખુલી જાય છે અને એમ કહેવામાં આવે છે કે તમારો એન્ટી વાયરસ પ્રોગ્રામ જુનો થઇ ગયો છે માટે તાત્કાલિક આ નવો એન્ટી વાયરસ ડાઉનલોડ કરો. તમારા પીસી માં એન્ટી વાયરસ પ્રોગ્રામ હોવા છતા પણ આ મેસજ આવે છે. જો તમે ભૂલ થી પણ આવો કોઈ નકલી એન્ટી વાયરસ ડાઉનલોડ કર્યો તો પૂરી શક્યતા છે કે એ તમારા પીસી ને નુકસાન પોહચાડી શકે. માટે માત્ર નામાંકિત કંપની ના એન્ટીવાયરસ જ ઇન્સ્ટોલ કરવા.
(૯)ઝડપથી પૈસા કમાવાના સ્કેમ:
ઘણી વ્યક્તી ઈન્ટરનેટ ઉપર થી કામ કરી ને પૈસા કમાવા માંગે છે. પરંતુ યોગ્ય માહિતી ને અભાવે અથવા ખુબ જલ્દી થી લાખો રૂપીયા કમાવાની લાલચ માં આવા સ્કેમ માં ફસાઈ જાય છે. તમને એવી ખોટી કંપની કે ખોટી પોસ્ટ ની ઓફર આપવામાં આવે છે જે હોતી જ નથી. માટે આવી કોઈ જાત ની લલચામણી ઓફર ને સ્વીકારતા નહી.
(૧૦)ટ્રાવેલ સ્કેમ:
આ પ્રકાર ના સ્કેમ લોટરી સ્કેમ જેવા જ હોય છે. તમને વેકેશન ગાળા માં આવા ખોટા ઇમેલ આવે છે કે તમને આ દેશ માં એટલા દિવસ ને રાત રોકવાની ટ્રીપ ની ટીકીટ ઇનામ માં લાગી છે.તમારે માત્ર અમુક શરૂઆતી ફી ચૂકવાની રેહશે. આ પણ એક પ્રકાર ના સ્કેમ છે. જો કોઈ ઓફર વધુ પડતો સારો હોય તો પૂરી શક્યતા છે કે એ કોઈ સ્કેમ હોઈ શકે. માટે આવા વધુ પડતા સારા ઓફર ની લાલચ માં પડશો નહી.
(11)ખોટા ન્યુઝ ના સ્કેમ:
ઈન્ટરનેટ ઉપર આવતી દરેક ન્યુઝ સાચી હોતી નથી માટે કોઈ પણ અજાણી વેબસાઈટ ઉપર મુકવા માં આવતી ન્યુઝ ને સાચી માની લેવી નહી. આ પ્રકાર ની વેબસાઈટ તમને ખોટી માહિતી આપી ને તમને ખોટી પ્રોડક્ટ ખરીદી કરવા મજબુર કરી શકે છે. ઘણી વાર તમે તમારા કાર્ડ ના નબર અને પાસવર્ડ કોઈ હેકર ને ભૂલ થી આપી શકો માટે કોઈ પણ અજાણી કે ખોટી ન્યુઝ ના વિશ્વાસ કરવા નહી.
(૧૨)ખોટી વેબસાઈટ સ્કેમ:
આજે ઈન્ટરનેટ ઉપર થી શોપીંગ કરવું એ એક પ્રકાર નો ક્રેઝ થઇ ગયો છે. પરંતુ જો શોપીંગ ધ્યાન રાખી ને ના કરવામાં આવે તો તમને ખુબ મોટું આર્થીક નુકસાન થઇ શકે છે. હેકર અથવા સાયબર ક્રિમીનલ ઘણી વાર ખુબ લોકપ્રીય વેબસાઈટ ની ડુપ્લીકેટ વેબસાઈટ બનાવી ને સોસીઅલ નેટવર્ક ઉપર આવી ખોટી લીંક મુકવામાં આવે છે. માટે ગમે તેવી વેબસાઈટ પર થી શોપીંગ ના કરવું બંને ત્યાં સુધી સારી વેબસાઈટ પર થી જ ખરીદી નો આગ્રહ રાખવો.
(૧૩)જોબ ઓફર ના સ્કેમ:
આ પણ એક પ્રકાર ના સ્કેમ છે. તમને એવો ઇમેલ આવે છે કે અમે XYZ કંપની ના રિક્રુટમેન્ટ ઓફિસર છીએ અને તમને નોકરી ઉપર રાખવા માંગીએ છે. આવા કોઈ મેસેજ કે ફોન આવે તો ચેતી જવું આ એક પ્રકાર ના સ્કેમ હોઈ શકે છે. આમાં સાચા ખોટા ની પરખ માટે એટલું કરવું કે કંપની વિષે ની માહિતી એકત્રિત કરવી. જે વ્યક્તી એ તમારો કોન્ટેક કર્યો છે તે કોઈ સોસીઅલ મીડિયા પર છે કે નહી તેની તપાસ કરવી. તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ કે વિસ્વવાસ પાત્ર વ્યક્તિ અઓનો રેફરન્સ લેવો.
આ બધા તો અમુક જાણીતા સ્કેમ છે. પરંતુ ક્રિમીનલ કે હેકર સમય ની સાથે નવી નવી છેતરવાની ટ્રીક શોધી કાઢે છે. માટે આવી સ્કેમ થી બચવા અમુક વાત નું ધ્યાન રાખવું.
(૧) જો કોઈ પણ ઓફર વધારે પડતો સારો હોય તો અણી લાલચ માં પડવું નહી.
(૨)જો કોઈ પણ ઇમેલ કે મેસેજ શંકાસ્પદ જણાય તો પેલા એને ગુગલ ઉપર સર્ચ કરો અને એના વિષે માહિતી મેળવો જો એ સ્કેમ હશે તો તરત ખબર પડી જશે.
(૩)આવા કોઈ પણ અજાણ્યા ઇમેલ નો રિપ્લે નો આપવો તેમજ કોઈ બીજા ને ફોરવર્ડ ના કરવો
(૪)તમારી કોઇપણ પર્સનલ ડીટેલ કે બેંક ની ડીટેલ કોઈ પણ અજાણી વ્યક્તી કે ઈમેલ ઉપર કોઈ સાથે શેર કરશો નહી.