ગુગલ મેપ એ આજે ખુબ જ ઉપયોગી સેવા બની ગઈ છે. ગુગલ મેપ પર માત્ર સ્થળ જ નહિ પરતું કોઈ પણ આવશ્યક બિઝનેસ શોધી શકાય છે. તો ચાલો જાણીએ ગુગલ પર તમે તમારો બિઝનેસ કેવી રીતે ફ્રી માં એડ કરી શકો છો.
સ્ટેપ-૧ : સોપ્રથમ ગુગલ માય બિઝનેસ પર જાવ અને ગેટ ઓન ગુગલ નામના બટન પર ક્લિક કરો.
સ્ટેપ-૨ : સર્ચ બોક્ષ પર તમારા બિઝનેસ નું નામ અને સરનામું લખો
સ્ટેપ-૩ : સેલેક્ટ કરો અથવા એડ કરો.
નામ લખી ને એડ બીઝનેસ પર ક્લિક કરો. આમ કરવાથી નવું ફોર્મ ખુલશે જેમાં તમારે બીઝનેસ ને લગતી માહિતી ભરવી પડશે. પછી આ તમારી માહિતી સર્ચ એન્જીન પર આજ નામ ને નંબર ને એડ્રેસ દેખાડશે.
કેટેગરી સિલેક્ટ કરો. તમારા બીઝનેસ ને અનુરૂપ કેટેગરી સિલેક્ટ કરો. જેથી ગુગલ એ પ્રમાણે તમને વર્ગીકૃત કરી શકે.
વાંચો: ગુગલ મેપ ની અગત્ય ની ટ્રીક
સ્ટેપ-૪ :
બીઝનેસ ને વેરીફાય કરો. આ સ્ટેપ દ્વારા ગુગલ એ વાત નક્કી કરે છે કે તમે જ બીઝનેસ ના અસલી માલિક છો. વેરીફાય માટે ગુગલ તમને એક પત્ર મોકલશે જેમાં એક ખાસ પીન નંબર હોય છે જેવો તમે આ પીન નંબર દાખલ કરો તેવો તમારો બીઝનેસ વેરીફાય થઇ જશે. આ પત્ર તમારી પાસે પહોચવામાં ૧૫ દિવસ લાગી શકે છે. અથવા વધારે ઝડપ માટે તમે sms અથવા ઓટોમેટીક ટેલીફોન કોલ પર કરી શકો છો.
સ્ટેપ-૫ બીઝનેસ કન્ફર્મ કરો અને ગુગલ પ્લસ પર એક પેજ બનાવો.
વાંચો: કેવી રીતે કામ કરે છે ગુગલ નું સર્ચ એન્જીન
આમ તમે ખુબ સરળતા થી તમારો બીઝનેસ ગુગલ મેપ પર એડ કરી શકો છો.