BHIM એ ભારત સરકાર દ્વારા બનાવેલી એક ડિજીટલ પેમેન્ટ એપ છે. તો શું છે આ BHIM એપ માં ખાસ અને કેવી રીતે તેને ફોન પર ઇન્સ્ટોલ કરવી અને કેવી રીતે તેનો વપરાશ કરવો એ અંગે જાણો. અને બીજી દરેક બાબત આ એપ વિષે ની.
શું છે આ BHIM એપ?
UPI એ એક પ્રકાર ની પેમેન્ટ સિસ્ટમ છે. જેને સરકાર ની NPCI એટેલે કે “નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા” દ્વારા બનાવવામાં આવી છે. આ UPI નું આખું નામ “યુનીફાઇડ પેમેન્ટસ ઇન્ટરફેસ” થાઈ છે. આની શરૂઆત ૨૦૧૬ માં કરવામાં આવી હતી. આજે આ દેશ ની સૌથી લોકપ્રીય સેવા માની એક છે. આ સિસ્ટમ માં આજે દેશ ની ૧૬૮ બેન્ક સામેલ છે. અને દર વર્ષે કુલ મળી ને ૧.૬ અબજ ટ્રાન્જેકશન થાઈ છે જેની કુલ કિમત ૩ લાખ કરોડ રૂપિયા છે.
BHIM નું આખુ નામ છે “ભારત ઇન્ટરફેસ ફોર મની” આ એક પેમેન્ટ એપ છે. જેને ભારત સરકાર ની NPCI એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ બનાવેલી છે અને RBI ની સહયોગ થી બનેલી છે.
આ એક UPI એટલે કે “યુનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ” છે. કેશલેસ વ્યવહારો ને વધારવા માટે સરકાર દ્વારા ૩૦ ડીસેમ્બર ૨૦૧૬ ના રોજ આને લોન્ચ કરવામાં આવી હતી. આ એપ ની મદદ થી તમે કોઈ ને પણ બહુ જ સરળ રીતે રૂપિયા મોકલી શકો અને મેળવી શકો છો
એપ બીજી એપ જેવી કે paytm કરતા ઘણી અલગ છે. paytm એ એક ડિજીટલ વોલેટ છે. જેમાં તમે તમારા પૈસા ને રાખી અને તેમાં થી વાપરી શકો છો અને પાછા તમે તમારા એકાઉન્ટ માં લઇ શકો છો. જેમાં તમારે કદાચ ચાર્જ ચૂકવવો પડે. જયારે આ એપ સીધા તમારા ખાતા માંથી રૂપિયા લઇ ને સામે વાળા ના ખાતા માં સીધા જમા કરી શકો છો. આ એપ એક UPI એડ્રેસ બનાવશે જે એકદમ યુનિક હોય છે
જેમ આપણું ઇમેલ એડ્રેસ હોય છે. આ સિવાય તમે QR કોડ ની મદદ થી અથવા આધાર કાર્ડ ની મદદ થી અથવા આમાં થી કાઈ પણ ન હોય તો તેનું બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડ દ્વારા પણ વહીવટ કરી શકો છો. જેમાં દેશ ની દરેક મોટી બેંક નો સમાવેશ થાય છે.
(૧) તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર જે તમારા બેંક ખાતા સાથે લીંક હોય અને જો આધાર કાર્ડ ની મદદ ના નંબર ની મદદ થી વ્યવહાર કરવાનો હોય તો એ પણ તેના ખાતા સાથે લીંક થયેલો હોવો જરૂરી છે.
(૨) એટીએમ કાર્ડ/ડેબીટ કાર્ડ હોવું જરૂરી છે.
1 એક જ એપ ની મદદ થી તમે પૈસા મોકલી શકો છો અને મેળવી શકો છો.
2 કેશલેસ વહીવટ માટે સૌથી સરળ એપ છે.
3 સેફટી અને સિક્યુરિટી માટે ટુ ફેક્ટર પાસવર્ડ પ્રોટેકશન છે. મતલબ કે આ એપ માટે બે પાસવર્ડ જરૂરી છે એક છે એપ ને ચાલુ કરવા અને બીજો છે ટ્રાનજેક્શન ને કમ્પ્લીટ કરવા.
4 મોબાઈલ નંબર અને vpa ની મદદ થી પૈસા ને લેતીદેતી થઇ શકે છે.
5 જેની પાસે bhim એપ નથી તેને પણ પેમેન્ટ મોકલી શકાય છે.
6 આધાર નંબર ની મદદ થી લેતીદેતી થઇ શકે છે.
7 24X7,365 દિવસ વાપરી શકો છો.
8 BHIM એપ થી તમે હવે તમારા બીજનેસ માટે મર્ચન્ટ એકાઊંટ પણ ખોલી શકો છો.
IPO, બિલ, ટેક્સ વગેરે ની ચુકવણી કરી શકો છો.
1 એક વાર માં ૧૦,૦૦૦ સુધી નો વહીવટ થઇ શકે છે.
2 ટોટલ એક દિવસ માં ૨૦,૦૦૦ સુધી ના વહીવટ થઇ શકે છે.
3 કુલ ૨૦ બેંક ટ્રાન્જેક્સ્ન આખા દિવસ માં થઇ શકે છે પ્રતી બેંક
4 મરચંટ એકાઉંટ માટે ૧ લાખ ની લિમિટ છે.