જાણો વિવિધ પ્રકાર ના કોમ્પ્યુટર વિષે.

ડેસ્કટોપ કોમ્પ્યુટર

આજ ના દિવસો કોમ્પ્યુટર લગભગ આપની જિંદગી નો એક ભાગ બની ગયો છે. કોમ્પ્યુટર વગર ની આજ ની દુનીયાનો  વિચાર કરવો જ અશક્ય છે.

શરૂઆત વર્ષો ના કોમ્પ્યુટરો ખૂબ મોટા હતા, અને તેનો કોમ્પ્યુટીંગ પાવર પણ ઓછો હતો. પણ જેમ જેમ ટેક્નોલૉજી આગળ વધતી ગઈ તેમ તેમ તેની સાઇઝ નાની થઈ ગઈ. આજ ના કોમ્પ્યુટર આપણી હથેળી માં સમાઈ જાય એટલા નાના થઈ ગયા છે.

ચાલો જાણીએ કોમ્પ્યુટર ના પ્રકાર વિષે

કોમ્પ્યુટર ના પ્રકારો:

Continue Reading

CPU – જાણો કોમ્પ્યુટર ના સૌથી મુખ્ય ભાગ CPU વિષે

Intel processor

ઘણી વાર આપણે કોમ્પ્યુટર ના કેબીનેટ ને CPU તરીકે ઓળખીએ છીએ. પરંતુ એ cpu નહિ પરંતુ જેમાં કોમ્પ્યુટર હાર્ડવેર ના સૌથી અગત્ય ના ભાગ જેમ કે મધરબોર્ડ, હાર્ડ-ડિસ્ક, રેમ વગેરે હોય છે. કોમ્પ્યુટર ના મધરબોર્ડ માં હોય છે CPU એટલે કે “સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનીટ”. તો ચાલો જાણીએ CPU વિષે ની દરેક વિગત વિષે.

Intel processor

CPU એ સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનીટ હોય છે જેનું મુખ્ય કામ આદેશ માનવાનું અને બીજી આવેલા પાર્ટ્સ પાસે થી કામ લેવાનું છે. પ્રોસેસર તમારા પીસી, લેપટોપ, મોબાઈલ ફોન કે ટેબ્લેટ નું મુખ્ય ભાગ છે. તમે તેને કોમ્પ્યુટર નો મગજ તરીકે ગણો તો પણ ચાલે. સામાન્ય રીતે આપણે કોમ્પ્યુટર ના કેબીનેટ ને આખો CPU તરીકે ઓળખીએ છે. પણ ખરેખર તો CPU એક નાની કોમ્પ્યુટર ચીપ છે જેને મુખ્ય સર્કીટ બોર્ડ એટલે કે “મધરબોર્ડ” ઉપર ફીટ કરવામાં આવે છે. પછી કોમ્પ્યુટર ના બીજા પાર્ટ્સ જેવા કે હાર્ડડીસ્ક, રેમ, ગ્રાફિક્સ કાર્ડ, કીબોર્ડ ને તેની સાથે જોડવામાં આવે છે.

CPU માં શું હોય છે?

die of processor
પ્રોસેસર

CPU ની અંદર આવેલા હોય છે ટ્રાન્ઝીસ્ટર. આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે કોમ્પ્યુટર માત્ર ૦ અને ૧ ની બાઈનરી લેન્ગવેજ સમજે છે, આ ટ્રાન્ઝીસ્ટર છે આ ભાષા સમજે અને એ પ્રમાણે કામ કરે છે. આવા ટ્રાન્ઝીસ્ટર સેકડો નહિ પરંતુ અબજો ની સંખ્યા માં હોય છે. ઇન્ટેલ ના પ્રોસેસર I7 સામાન્ય રીતે ૧.૭૫ અબજ જેટલા ટ્રાન્ઝીસ્ટર હોય છે અને દરેક પ્રોસેસર માં આ અલગ અલગ હોય શકે છે. આટલા ટ્રાન્ઝીસ્ટર હોવા છતા આ ચીપ ની સાઈઝ માત્ર અમુક મીલીમીટર ની જ હોય છે. આ આજ ની હાઈ ટેક ટેકનોલોજી નો કમાલ છે જે એટલા નાની સાઈઝ માં અબજો ટ્રાન્ઝીસ્ટર ફીટ કરી દે છે. આની પાસે એક નિયમ કામ કરે છે જેને સામાન્ય રીતે “મુર નો નિયમ” કહેવામાં આવે છે. તેમને આવું કહેલું કે દર બે વર્ષે ટ્રાન્ઝીસ્ટર ની સંખ્યા બમણી થઇ જશે અને એની સાઈઝ નાની થઇ જશે.

જો મોબાઈલ ના પ્રોસેસર ની વાત કરીએ તો તે કોમ્પ્યુટર ના પ્રોસેસર કરતા થોડા અલગ હોય છે. મોબાઈલ ના પ્રોસેસર ને સામાન્ય રીતે “SOC” એટલે કે “સીસ્ટમ ઓન ચીપ” પણ કહેવામાં આવે છે. કારણ કે મોબાઈલ માં બધા અલગ અલગ કામ માટે ચીપ ન આવી શકે માટે તેના દરેક કામ માટે એક જ ચીપ માં તેના બધા ફન્કશન કામ કરી શકે એવી રીતે બનાવવા માં આવે છે. આ માં પ્રોસેસર ની અંદર જ CPU,GPU,MODEM,RAM,ROM, WIFI, blutooth વગેરે એક જ ચીપ થી કામ કરે છે.

મોબાઈલ પ્રોસેસર soc
મોબાઈલ પ્રોસેસર soc

CPU વિષે

તમે જો ક્યારેય CPU નું ડીસ્ક્રીપસન વાંચ્યું હોય તો તે કઈક આવું હશે.

Intel Core i7 4700 K quad core Skylake   2.4 GHZ , shared L2, L3 cache, 47 W , BGA 1364 ,

ઇન્ટેલ પ્રોસેસર નું નામ
ઇન્ટેલ પ્રોસેસર

હવે આપણે તેને સમજીએ.

પેહલું છે કંપની નું નામ ઇન્ટેલ

 I7 એ એના પ્રોસેસર નું નામ છે, આવી રીતે તેના I3, i5, જેવા ઘણા અલગ અલગ પ્રોસેસર આવે છે.

4700 માં પેહલો 4 પ્રોસેસર ની જનરેશન બતાવે છે મતલબ કે એ 4 જનરેશન નું પ્રોસેસર છે, બાકી ના ૩ ડીજીટ તેના SKU કોડ બતાવે છે,

K એ એક સફીક્સ છે તેનો મતલબ છે કે CPU ને ઓવરકલોક કરી શકાય છે. આ સફીક્સ ઇન્ટેલ ની બધા જનરેશન માં અલગ અલગ હોય છે. માટે તેને વેબસાઈટ ઉપર ચેક કરવું.

QUAD CORE :  આ તેમાં આવેલા કોર વિષે કહે છે DUAL મતલબ ૨ ,QUAD નો મતલબ ૪ ,HEXA એટલે ૬ ,OCTA એટલે 8. એક કોર એક પ્રોસેસર ની જેમ કામ કરે છે. માટે QUAD core માં તમને એકસાથે ૪ પ્રોસેસર નો પાવર મળે છે. આની મદદ થી કોમ્પ્યુટર ની મલ્ટી-ટાસ્ક કેપેસીટી વધી જાય છે.

Skylake: આ પ્રોસેસર નું કોડ નેમ બતાવે છે. ઇન્ટેલ હમેશા પોતાના દરેક પ્રોસેસર ને એક કોડનેમ આપે છે જે નવી ટેકનોલોજી પ્રમાણે અલગ અલગ હોય છે.

2.4 GHZ એ પ્રોસેસર ની સ્પીડ બતાવે છે ઘણીવાર એને કલોક સ્પીડ પણ કહેવામાં આવે છે. ગીગા મતલબ અબજ. આ પ્રોસેસર ૨.4 અબજ instruction પ્રતી સેકન્ડ એ કામ કરે છે.

L2, L3 Cache:  આ એક ખાસ પ્રકાર ની મેમરી છે જે પ્રોસેસર માં આવેલી હોય છે. સામાન્ય રીતે આની સાઈઝ અમુક મેગાબાઈટ ની જ હોય છે પરંતુ આ એકદમ ફાસ્ટ હોય છે. આ મેમેરી માં પ્રોસેસર દ્વારા વાપરવાની માહિતી હોય છે. કઈ માહિતી પછી કઈ માહિતી આવશે એ પેહલા આ કેશ મેમરી માં આવે છે પછી ત્યાં થી પ્રોસેસર દ્વારા એના ઉપર પ્રોસેસ થાય છે. આની મદદ થી પ્રોસેસર કામ કરવાની સ્પીડ એકદમ વધી જાય છે.

47W: આ પ્રોસેસર ને જોઈતો પાવર નો અંદાજ આપે છે. આ પ્રોસેસર માટે ૪૭ વોટ નો પાવર જોઈએ છે.

BGA 1364: આ પ્રોસેસર આવેલો સોકેટ નો પ્રકાર બતાવે છે. તમે જયારે કોઈ પ્રોસેસર પસંદ કરો ત્યારે તે એવા મધરબોર્ડ ઉપર ચાલશે જે આ સોકેટ પ્રકાર સપોર્ટ કરતુ હોય.

તમને સવાલ જરૂર થતો હશે કે CPU નું ઉત્પાદન કેવી રીતે કરવામાં આવતું હશે?

તો જુવો નીચે નો વિડીયો

જુવો આવી રીતે બને છે કોમ્પ્યુટર ના પ્રોસેસર

ઇન્ટેલ ની જેમ એએમડી કંપની પણ આવી જ રીતે દરેક પ્રોસેસર માટે અલગ અલગ નામ અને કોડ વાપરે છે. છતા બેઝીક બંને માં એક સરખું જ હોય છે.

કોમ્પ્યુટર માટે INTEL અને AMD કંપની ના પ્રોસેસર અગ્રેસર માનવામાં આવે છે. જયારે મોબાઈલ માટે ની કંપની માં Qualcom, TSMC, Samsung, MEDIATEK જેવી અનેક કંપની બનાવે છે.

બાઈટ, મેગાબાઈટ,ગીગાબાઈટ – ચાલો જાણીએ ડેટા માપવા ના એકમ વિશે

data unit

તમે આવારનવાર સાંભળતા જ હશો કે પેલો ફોન માં ૩૨ જીબી નું મેમરી કાર્ડ છે. તેના કોમ્પ્યુટર માં ૧ ટેરાબાઈટ ની હાર્ડ ડિસ્ક છે. તો શું છે આ બધા ડેટા માપવા ના એકમો? ચાલો જાણીએ તેના વિષે.

 

૧ બીટ (BIT) ૧ બાયનરી ડીજીટ
૮ બીટ(BIT) ૧ બાઈટ (BYTE)
૧૦૨૪ બાઈટ (BYTE) ૧ કિલોબાઈટ (Kilobyte)
૧૦૨૪ કિલોબાઈટ(Kilobyte) ૧ મેગાબાઈટ (MEGABYTE)
૧૦૨૪ મેગાબાઈટ(MEGABYTE) ૧ ગીગાબાઈટ (GIGABYTE)
૧૦૨૪ ગીગાબાઈટ(GIGABYTE) ૧ ટેરાબાઈટ (TERABYTE)
૧૦૨૪ ટેરાબાઈટ (TERABYTE) ૧ પેટાબાઈટ (PETABYTE)
૧૦૨૪ પેટાબાઈટ (PETABYTE) ૧ એક્ષાબાઈટ (EXABYTE)
૧૦૨૪ એક્ષાબાઈટ(EXABYTE) ૧ ઝેટાબાઈટ (ZETTABYTE)
૧૦૨૪ ઝેટાબાઈટ(ZETTABYTE) ૧ યોટાબાઈટ (YOTTABYTE)
૧૦૨૪ યોટાબાઈટ(YOTTABYTE) ૧ બ્રોન્ટોબાઈટ (BRONTOBYTE)
૧૦૨૪ બ્રોન્ટોબાઈટ(BRONTOBYTE) ૧ જીઓપીબાઈટ (GEOPBYTE)

 

ચાલો જાણીએ દરેક એકમ વિષે ડિટેલ માં

બીટ:

ડેટા માપવા નો સોથી નાનો એકમ એટલે બીટ. ૧ બીટ માત્ર ૧ જ માહિતી સ્ટોર કરી શકે છે. જેમ કે ૦ અથવા ૧.

બાઈટ:

૮ બીટ ભેગા મળી ને ૧ બાઈટ બને છે. ૧ બાઈટ એટલે એક અક્ષર થાય છે. ૧૦ બાઈટ એટલે અંદાજીત ૧ શબ્દ થાય અને ૧૦૦ બાઈટ એટલે અંદાજીત એક વાક્ય જેટલું થાય છે.

કિલોબાઈટ:

૧૦૨૪ બાઈટ એટલે ૧ કિલોબાઈટ થાય છે. ૧ કિલોબાઈટ અથવા એ નાના પેરાગ્રાફ જેટલી સાઈઝ છે. અને ૧૦૦ કિલોબાઈટ એક આખા વેબપેજ બરાબર છે.

વાંચો:ગુગલ કેવી રીતે કામ કરે છે.

મેગાબાઈટ:

૧ મેગાબાઈટ એટલે અંદાજીત ૮૦૦ પેજ ની એક પુસ્તક બરાબર થાય છે. શરૂઆત કોમ્પ્યુટર માત્ર ૧.૪૪ મેગાબાઈટ ની ફ્લોપી ડ્રાઈવ પર ચાલતા. આજે એક સીડી-રોમ પર ૬૫૦ મેગાબાઈટ જેટલો ડેટા સમાવી શકાય છે.

ગીગાબાઈટ:

અંદાજીત ૧૦૦૦ મેગાબાઈટ એટલે ૧ ગીગાબાઈટ ૨૦૦ પેજ ની એક એવી કુલ ૪૫૦૦ બુક ,૩ એમબી એવરેજ સાઈઝ ધરવતા ૩૫૦ ફોટો, અથવા ૨૬૦ ગીતો બરાબર થાય છે.

ટેરાબાઈટ:

આજ ના દરેક કોમ્પ્યુટર માં એક ટેરાબાઈટ ની હાર્ડડિસ્ક સામાન્ય બની ગઈ છે. ૧૦૨૪ ગીગાબાઈટ બરાબર ૧ ટેરાબાઈટ થાય છે. ૩,૫૦,૦૦૦ ફોટો,અથવા  ૨,૬૨,૦૦૦ mp૩ ગીત, અથવા  ૧૬૦૦ DVD , અથવા ૪૦ બ્લુ-રે ડિસ્ક જેટલો ડેટા થઇ શકે છે. ૧૦ ટેરાબાઈટ માં વિશ્વ ની સોથી મોટી લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ની તમામ બુક નો સમાવેશ થઇ શકે છે.

પેટાબાઈટ:

પેટાબાઈટ એટલે ૧૦૨૪ ટેરાબાઈટ એટલો વિશાળ ડેટા માત્ર આજ ની મોટી ટેકનોલોજી કંપની ના સર્વર માં હોય છે. ગુગલ, વીકીપીડીયા, ફેસબુક વગેરે જેવી કંપની ના સર્વર દરોજ ના પેટાબાઈટ ના હિસાબે ડેટા પ્રોસેસ કરવામાં આવે છે. ૧ પેટાબાઈટ ડેટા માટે અંદાજીત ૪૨૦૦૦ જેટલી બ્લુ-રે ડિસ્ક અથવા ૨,૪૦,૦૦૦ ડીવીડી ની જરૂર પડે છે.

એક્ષાબાઈટ :

૨૪ કરોડ ડીવીડી માં સમાય એટલો ડેટા. એક અંદાજ પ્રમાણે ૫ એક્ષાબાઈટ ડેટા એ વિશ્વ ના તમામ માનવ જાતી ના આખી જિંદગી દરમ્યાન બોલાયેલા કુલ અવાજ બરાબર છે.

ઝેટાબાઈટ :

૧૦ લાખ પેટાબાઈટ જેટલો ડેટા ૧ ઝેટાબાઈટ માં થાય છે. ૧.૩ ઝેટાબાઈટ માં આખા ઈન્ટરનેટ પર રહેલો ડેટા થઇ જાય છે.

યોટાબાઈટ :

૧૦૨૪ ઝેટાબાઈટ. આ યુનિટ સુધી હજુ કોઈ પોચી શક્યું નથી.

બ્રોન્ટોબાઈટ :

૧ ની પાછળ ૨૭ ઝીરો લગાવો એટલો ડેટા આ યુનિટ માં આવે છે.

જીઓપિબાઈટ :

આ યુનિટ એટલે ૧૦૦૦ બ્રોન્ટોબાઈટ.