શું છે FASTTAG ? જાણો ફાસ્ટટેગ વિષે ની દરેક વિગત

how fastag works shown in this diagram

૧ ડિસેમ્બર થી પૂરા દેશ માં ટોલ ટેક્સ ભરવા માટે તમારી કાર માં ફાસ્ટટેગ હોવું ફરજીયાત છે. અથવા તમારે બમણો ટેક્સ ભરવો પડી શકે છે. શું છે આ ફાસ્ટટેગ? કેવી રીતે કામ કરે છે ? ક્યાથી મેળવશો આ ટેગ? જેવી દરેક માહિતી વિષે જાણો.

how fastag works shown in this diagram

કેવી રીતે કામ કરે છે FASTag

શું છે FASTag?

sample fastag

FASTag નું સેમ્પલ સ્ટીકર

FASTagએ એક ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સીસ્ટમ છે. જે ભારત ની સરકારી સંસ્થા નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા ચલાવવામાં આવે છે. આ એક RFID (રેડીયો ફ્રિક્વન્સી આઇડેંટીફીકેશન)ઉપર ચાલતી ટેક્નોલૉજી છે. આ ટેક્નોલૉજી ની મદદ થી તમારે ટોલ બૂથ ઉપર કેશ કે કાર્ડ ને વાપરવાની જરૂર રેહતી નથી. ટોલ ટેક્સ સીધા તમારા ખાતા માથી કપાઈ જાઈ છે. અને આ માટે તમારે તમારી કાર ને ટોલ બુથ ની લાંબી લાઇન માં ઉભવાની કોઈ જરૂર નથી. તમારી કાર ઉપર એક સ્ટિકર હોય જેમાં RFID ચિપ લાગેલું હોય છે. જે ટોલ બુથ ના સંપર્ક માં આવતા આ સીસ્ટમ એક્ટિવેટ થઈ જાય છે અને તમારા ડિજિટલ વોલેટ અથવા બેન્ક ખાતા માથી ચાર્જ ચૂકવાય જાય છે.

વાંચો: કેવી રીતે એડ કરવો ગુગલ મેપ ઉપર તમારો બીઝનેસ 

શું છે આ FASTagના ફાયદા?

  • સરળ રીતે ટોલ પેમેન્ટ.
  • તમારે ટોલ ટેક્સ ની લાબી લાઇન થી છુટકારો મળશે. તમારે ટેક્સ ભરવા કાર ને ઊભી રાખવી નહીં પડે.
  • તમે આ ના માટે ઓનલાઈન રિચાર્જ કરવી શકો છો.
  • તમારા કેટલો ટોલ ચૂકવ્યો એને તમે SMS દ્વારા જાણી શકશો.
  • એક ફાસ્ટટેગ ની આયુષ્ય ૫ વર્ષ ની હશે.
  • આનથી પર્યાવરણ ને પણ ફાયદો થશે. પેપર ની બચત થશે.

કાર ની વિન્ડ શિલ્ડ ઉપર લાગેલું FASTag stikr

ક્યાં થી મેળવશો આ FASTag ?

FastTagતમે મેળવી શકશો ટોલ નાકા ઉપર, અથવા બેન્ક્સ માથી, અથવા રાજીસ્ટ્ર્ડ એજન્સી પાસે થી, અથવા તમે આ ટેગ એમેજોન, ફ્લિપકાર્ટ, અથવા payTMમાથી પણ મંગાવી શકો છો. અથવા MyFastagની ઓફિસિયલ એપ દ્વારા મંગાવી શકો છો.

તમારી સૌથી નજીક ના FastTagવેચતા સેન્ટર નું સ્થાન તમે આ લિન્ક IMHCL ઉપર ક્લિક કરી ને મેળવી શકો છો. જેમાં તમારા રાજ્ય અને જિલ્લા પ્રમાણે અથવા તમારા પિનકોડ એંટર કરશો તા તમને એ સ્થાન બતાવશે જ્યાં આ ટેગ તમે મેલી શકશો.ક્લિક કરો અહી

આ ટેગ માટે તમારે આ ડૉક્યુમેન્ટ ની જરૂર પડશે.

  • વાહન નું રજીસ્ટ્રેશન સર્ટી (RC book)
  • વાહન માલીક નો પાસપોર્ટ સાઈજ ફોટો
  • KYC માટે કોઈ પણ ડૉક્યુમેન્ટ(PASSPORT,AADHAR,ડ્રાઇવિંગ લાઇસન્સ, વગેરે.)

FASTagમાટે તમારી બેન્ક કે એજન્સી દ્વારા ૨૦૦ રૂપિયા ડિપોજીત, ૨૦૦ રૂપિયા FASTagના અને ૧૦૦ રૂપિયાનું બેલેન્સ મળશે. આ ચાર્જ વાહન પ્રમાણે અલગ અલગ હોય શકે છે.

 

કેવી રીતે શરૂ કરવું તમારું ટૅગ ?

તમારું ટૅગ આવ્યા પછી તમારે એને એક્ટિવેટ કરવું પડશે. જેના માટે તમે My FASTagનામની એપ નો ઉપયોગ કરશો. તેમાં તમારી આપેલી ડિટેલ ને ભરી તેમાં ટેગ સાથે લિન્ક કરી તેને તમારા બેન્ક એકઉન્ટ સાથે લિન્ક કરવું પડસે. તમારે પછી આ વોલેટ માં રિચાર્જ કરવી શકસો મિનિમમ રિચાર્જ ૧૦૦ નું થશે.

My FASTag app :  Android,

 

  • જો તમે લિમિટેડ KYC Fastagહોલ્ડર છો. તો તમે વોલેટ માં મેક્સિમમ ૨૦,૦૦૦ રૂપિયા નું રિચાર્જ કરવી શકો છો.
  • જો તમે Full KYC હોલ્ડર છો તો તમે તમારા fastagવોલેટ માં ૧ લાખ સુધી રાખી શકો છો.

 

આ કર્યા પછી તમારે આ ટૅગ સ્ટિકર તમારી કાર માં લગાડવાનું રહશે. આ ટેગ તમે કાર ની વિન્ડ શિલ્ડ ઉપર અંદર ની તરફ થી લગાવી શકો છો. જ્યાં તે ડેમેજ ના થાય.

તમે એક ટેગ સ્ટિકર બે કાર માં વાપરી નહીં શકો એના માટે તમારે બે ટેગ ખરીદવા પડશે.

fastatg on car

કાર ઉપર લાગેલું FASTag

 

વધારે માહિતી માટે તમે આ વેબસાઇટ ihmcl.com ની મુલાકાત લેવી.  બીજા વધારાની FASTag માહિતી માટે આ FAQ ને વાંચો.