ચન્દ્રયાન-૩ – જાણો ભારત ના ચંદ્ર મિશન વિશે

ભારત નું ઇસરો ટૂક સમય માં લોન્ચ કરશે તેનું સૌથી મહત્વકાંક્ષી મિશન ચન્દ્રયાન-3. ચંદ્ર ઉપર ભારત નું આ ત્રીજું મિશન છે. ચાલો જાણીએ આ મિશન ની તમામ વિગત વિશે.

ચન્દ્રયાન-૩ ઇસરો ની લેબ માં
ચન્દ્રયાન-૩

પરિચય

ભારતીય સ્પેસ એજન્સી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઈજેશન એટલે કે ઇસરો તૈયારી કરી રહ્યું છે તેના નવા ચન્દ્ર મિશન ની નામ છે ચન્દ્રયાન-3. આ મહ્ત્વકાંક્ષી મિશન નો મુખ્ય હેતુ છે ચંદ્ર ઉપર સુરક્ષિત રીતે લેન્ડ કરવાનો અને રોવર જે ચંદ્ર ની સપાટી ઉપર ફરવાનો. આગલા મિશન ચન્દ્રયાન-૨ ની નિષ્ફળતા માથી અનુભવ લીધા પછી આ યાન માં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ મિશન લોન્ચ થી લઈ સેફ લેન્ડ કરવાવા સુધી જો સફળ થશે. ભારત ખાસ દેશો ની લિસ્ટ માં સામેલ થઈ જશે જે ચંદ્ર ઉપર યાન મોક્લવામા સફળ થયા છે. તો ચાલો જાની યે આ ચન્દ્રયાન-૩ મિશન વિષે તમામ ડિટેલ.

મિશન ના મુખ્ય હેતુ.

ચન્દ્રયાન-૩  મિશન ના મુખ્ય 3 હેતુ છે.

૧: સુરક્ષીત અને સોફ્ટ લેંડિંગ : ચન્દ્રયાન ૩ મિશન નો મુખ્ય હેતુ છે યાન ને એકદમ સુરક્ષીત રીતે ચંદ્ર ની જમીન ઉપર ઊતરવું. આખા મિશન માં સૌથી અઘરી અને જોખમી છે યાન ને ઊતરવું. માત્ર વિશ્વ ના અમુક દેશો જ આ સિદ્ધિ હાસિલ કરી શક્યા છે.

૨: રોવર એક્સ્પ્લોરેશન : લેન્ડ થયા પછી. તેમાં એક રોબોટિક રોવર રાખવામા આવેલ છે ૬ પૈડાં વાળા આ રોવર નું નામ પણ “પ્રજ્ઞાન” રાખવામા આવ્યું છે આ નામ પણ ચન્દ્રયાન-૨ નામ ઉપર જ રાખવા માં આવ્યું છે. આ રોવર ચંદ્ર ની ધરતી ઉપર ફરી ને વિવિધ પ્રકાર ના વૈજ્ઞાનિક પરીક્ષણ કરશે. જે ના થી ચંદ્ર વિવિધ રહસ્યો ને સમજવા માં મદદ કરશે.

૩: વૈજ્ઞાનિક પરીક્ષણ: ચન્દ્રયાન-૩ માં અનેક પ્રકાર ના વૈજ્ઞાનિક ઉપકરણો રાખવામા આવ્યા છે. આ ઉપકરણો ની મદદ થી ચંદ્ર ઉપર વિવિધ પ્રકાર ના વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવશે આમાં મુખ્ય છે ચંદ્ર ની ભૂગર્ભ હિલચાલ, પ્લાજમાં, અને લેસર દ્વારા પરીક્ષણ કરવામાં આવશે.

આ હેતુ પૂર્ણ થવા થી ચન્દ્રયાન ૩ મદદ કરશે ચંદ્ર ની બનાવટ ને સમજવામાં, અને ભવિષ્ય ના અનેક મિશન માટે આ માહિતી ઉપયોગી સાબિત થશે.

ડિઝાઈન:

ચન્દ્રયાન-3 ની ડિઝાઈન

ચન્દ્રયાન ૩ ના મુખ્ય ૩ ભાગ માં બનેલું છે. ૧ લેંડર મોડ્યુલ એટલે કે વિક્રમ, ૨ પ્રપલસન મોડ્યુલ, ૩ પ્રજ્ઞાન રોવર. લેંડર મોડ્યુલ અને રોવર મોડ્યુલ બન્ને સાથે રહશે. જ્યારે PM મોડ્યુલ આની અને ઇસરો વચ્ચે સંદેશાવ્યવહાર નું માધ્યમ બનશે.

વિક્રમ મોડ્યુલ (લેંડર મોડ્યુલ)

લેંડર મોડ્યુલ વિક્રમ ની રચના
લેંડર મોડ્યુલ વિક્રમ

         આ મોડયુલ ચન્દ્રયાન ૨ ના મોડ્યુલ જેવુ જ રાખવામા આવ્યું છે. પણ આ વખતે તેમાં થોડા બદલાવ કરી ને બનાવવામાં આવ્યું છે. તેના પાયા વધારે મજબૂત કરવામાં આવ્યા છે. એંજિન માં પણ થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. આના મુખ્ય ફીચર છે.

આધુનિક સેન્સર : આ વખતે વિક્રમ લેંડર ને અતિ આધુનિક એવા અલટીમીટર, વેલોસીમીટર, સ્ટાર સેન્સર અને આધુનિક નેવીગેશન ઉપકરણો થી લેસ કરવામાં આવ્યા છે. જે ચંદ્ર ની સપાટી ઉપર સેફ રીતે ઉતારવામાં મદદ કરશે.

પ્રપલજન સિસ્ટમ : ખાસ પ્રકાર ના એંજિન આમાં ફિટ કરવામાં આવ્યા છે જે કોમ્પ્યુટર ની મદદ થી તેનો પાવર વધઘટ કરી શકે અને પોતાની મેળે તેનો કંટ્રોલ કરી શકે છે.

Hazard detection : આ વખતે તેમાં ખાસ પ્રકાર ના કેમરા લાગેલા છે. જે કોઈપણ પ્રકાર ના જોખમી વસ્તુ ને ડિટેક્ટ કરી શકે છે. ખાસ પ્રકાર ના કોમ્પ્યુટર અલ્ગોરિધ્મ આમાં સેટ કરવામાં આવ્યા છે.

Propulsion Module(PM)

આ મોડ્યુલ ખૂબ જ ખાસ છે. આ જ મોડ્યુલ માં લેંડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન રહશે. આ મોડ્યુલ લેંડર મોડ્યુલ ને ચંદ્ર ની ખાસ ભ્રમણકક્ષા માં લઈ જશે જેના થી ચંદ્ર ઉપર લેન્ડ કરવું સરળ બને. આ મોડ્યુલ લેંડર અને પ્રુથ્વી વચ્ચે સંદેશા વ્યવહાર નું માંધ્યમ બનશે.

આ PM મોડ્યુલ માં એક ખાસ ઉપકરણ લાગવવા માં આવેલ છે. જેને Spectro-polarimetry of Habitable Planet Earth (SHAPE) કહેવામા આવે છે. આ ઉપકરણ વિવિધ ઓર્બિટ નો અભ્યાસ કરશે.

રોવર પ્રજ્ઞાન

રોવર પ્રજ્ઞાન ની ડિઝાઈન
રોવર પ્રજ્ઞાન ની ડિઝાઈન

પ્રજ્ઞાન એક નાનું અને કોમ્પેક્ટ મોબાઈલ વાહન છે. જે ચંદ્ર ની સપાટી ઉપર ચાલવા માટે બનેલું છે. આમાં વિવિધ પ્રકાર ના ઉપકરણો આવેલા છે. જે ચંદ્ર ની બનાવટ અને ભૂસ્તર સપાટી નું અધ્યયન કરશે.

    

મિશન પ્રોફાઇલ

૧: લોન્ચ:  ચન્દ્રયાન 3 13 જુલાઇ એ લોન્ચ કરવામાં આવશે. ઇસરો  ના સૌથી શક્તિશાળી રોકેટ LVM3 એટલે કે લોન્ચ વ્હીકલ મોડ્યુલ ૩ દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ યાન sdsc સેન્ટર શ્રીહરિકોટા થી લોન્ચ થસે.

૨: ચંદ્ર ની ઓર્બિટ માં દાખલ થવું:  આ સ્ટેજ માં PM ચંદ્ર ની ૧૦૦ કિમી ની સર્ક્યુલર ઓર્બિટ માં દાખલ થસે.

૩ ડિસેંટ અને લેંડિંગ :  મિશન નો સૌથી જોખમી પાર્ટ છે. આમાં PM મોડ્યુલ થી અલગ થઈ લેંડર મોડ્યુલ ચંદ્ર ઉપર ધીરે ધીરે નીચે આવશે. અને પોતાના ઉપકરણો અને સેન્સર ની મદદ થી પોતાની મેળે ચંદ્ર ઉપર લેન્ડ કરશે.

૪ રોવર : લેન્ડ થઈ ગયા પછી. તેના રોવર પ્રજ્ઞાન ચંદ્ર ની સપાટી ઉપર આવશે. આ રોવર ચંદ્ર ની સપાટી ઉપર ફરશે.

ચન્દ્રયાન-3 નો માર્ગ
ચન્દ્રયાન-3 નો માર્ગ

મિશન નો સમય :

આ મિશન ની કૂલ સમય ૧ ચંદ્ર દિવસ જેટલો છે એટલે કે આપણાં સમય પ્રમાણે ૧૪ દિવસ પૂરતું છે. આ સમય ગાળા માં આ યાન વિવિધ પ્રકાર ના ડેટા મોકલશે.

રોકેટ

ચન્દ્રયાન-3 ભારત ના સૌથી શકતીશાળી રોકેટ LVM3-M4 નો ઉપયોગ થસે. આ રોકેટ ૪૩ મીટર ઊંચું છે અને ૬૪૨ ટન વજન નું છે. આને ઇસરો ના શ્રીહરિકોટા થી લોન્ચ કરવામાં આવશે.

ચન્દ્રયાન-૩ લઈ ને ઊભું LVM3 રોકેટ
LVM3-M4 રોકેટ

ચન્દ્રયાન-૩ મિશન સાબિત કરશે કે સ્પેસ માં પણ ભારત કોઈ દેશ થી પાછળ નથી. આ મિશન નો અનુભવ ભારત ના ભવિષ્ય ના મિશન માં ખૂબ કામ લાગશે. આગળ જતાં ભારત ની ઇસરો આની થી પણ મોટા મિશન લોન્ચ કરી શકે છે.

photos and source: isro

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.