કેવી રીતે ઈંટરનેટ પર થી પૈસા કમાઈ શકાય છે?

Last updated on જુલાઇ 5th, 2024 at 07:18 પી એમ(pm)

તમે કદાચ સાંભળ્યું હશે કે તમે ઈંટરનેટ થી ઘર બેઠા તમે કમાણી કરી શકો છો પણ કેવી રીતે એ તમને ખ્યાલ નહી હોય તો ચાલો જાણીએ કે કેવી રીતે તમે અને કેટલી રીતે ઘર બેઠા કમાણી કરી શકો છો.

કેવીરીતે ઈન્ટરનેટ થી પૈસા કમાવા

ઓનલાઈન પૈસા કમાવવાની કેટલીક રીત અહી આપી છે.પરંતુ એક વાત યાદ રાખવી કે આના થી જો તમે એમ સમજતા હોય કે તમે ૨ થી ૩ મહિના માં હજારો કે લાખો ની કમાણી થઇ જશે તો આ ખ્યાલ મગજ માંથી કાઢી નાખજો. કદાચ તમારે થોડા ઘણા પૈસા પણ ઇન્વેસ્ટ કરવા પડે. અને આ કામ પણ તમારે સીરીયસ થઇ ને કરવું પડશે. પણ જો તમને આ કામ ગમે તો આગળ જતા તમે એને ફૂલ ટાઇમ અપનાવી શકો છો પણ શરૂઆત માં તમારે આને પાર્ટ ટાઈમ માં કરવું હિતાવહ છે. એવા ઘણા લોકો છે જેણે પેલા પોતાના પાર્ટ ટાઈમ માં શરુ કરેલું કામ સફળ થયું અને તેને આગળ જતા ફુલ ટાઇમ અપનાવી ને કમાણી કરે છે. બીજી વાત તમને જે કામ ગમતું હોય એ એક ઉપર જ પોતાનું ફોકસ કરો એક સાથે બધા ઉપર કરશો તો સફળતા નહી મળે.

વાંચો: વિશ્વ ની ટોપ રેફરન્સ વેબસાઈટ ની લીસ્ટ

(૧)તમારો બ્લોગ બનાવો:

આજે બ્લોગ કોઈ પણ બનાવી શકે છે. જો તમને લખવાનો શોખ હોય તો તમે પણ બ્લોગ બનાવી શકો છો. બ્લોગ એ WEB LOG નું ટુંકુ નામ છે. ઘણા લોકો ને પોતાની રોજીંદી જીવન ની વિષે ડાયરી લખવાની આદત હોય છે. બ્લોગ એ એનું જ આધુનીક રૂપ છે.તમે બ્લોગ પર કોઇપણ વિષય વિષે લખી શકો છો અથવા તમારા પોતાના અનુભવ પણ લખી શકો. અથવા તમે કોઈ વિષય જેવા કે સંગીત, પોલીટીક્સ, ટેકનોલોજી,ફેશન,બોલીવુડ માટે લખી શકો છો અને પછી ગુગલ એડ સેન્સ ની મદદ થી કમાણી કરી શકો છો. જો પેહલા તમે બ્લોગ નો અનુભવ કરવા માંગતા હોય તો ગુગલ નું બ્લોગસ્પોટ પ્લેટફોર્મ સૌથી સરળ છે. અને જો પ્રોફેશનલ બ્લોગ બનાવા માંગતા હોય તો WordPress ના પ્લેટફોર્મ ઉપર બનાવી શકો છો.

(૨)ઈ-બુક્સ લખી ને:

આજે કોઇપણ પોતાની ઈ-બુક્સ લખી શકે છે. અને ઈ-બુક્સ નું માર્કેટ આજે ખુબ મોટું છે. જો તમારી અંદર કોઈ લેખક હોય તો આજે જ તમે તમારી ઈ-બુક્સ લખી ને એમેઝોન ઉપર મૂકી શકો છો. તમારા ઈ-બુક્સ ની કીમત પણ તમે જ નક્કી કરી શકો છો અને એના પર રોયલ્ટી કમાઈ શકો છો. ઈ-બુક્સ ની કીમત તમે ફ્રી થી લઇ ને કોઈ પણ રાખી શકો છો. ઈ-બુક્સ માટે તમે માત્ર M.S. Word માં લખી ને અપલોડ કરી શકો છો. એમેઝોન નું કિન્ડલ ડેસ્કટોપ પબ્લીશીંગ પ્રોગ્રામ અથવા ગુગલ નું પ્લેયબુક અથવા એપલ નું i-સ્ટોર પર કરી શકો છો. અથવા આવી ઈ-બુક્સ વેબસાઈટ જેવી કે Smashwords.com, pothi.com  જેવી વેબસાઈટ ની મદદ લઇ શકો છો.

(૩)YouTube ઉપર ચેનલ બનાવી ને:

આજ કાલ યુટ્યુબ સ્ટાર બનવાનો જમાનો છે. જો તમારી પાસે કોઈ પણ ક્રિએટિવ આઈડિયા છે. તો તેનો વિડીયો બનાવી ને યુટ્યુબ ઉપર અપલોડ કરો. તમે આ વિડીયો માં કાઈ પણ બનાવી શકો છો જેમ કે સિંગીંગ, રસોઈ બનાવવાનો, એક્ટીંગ, ટીચિંગ વગેરે જેવા અનેક ક્રિએટીવ કામ ને તમે વિડીયો બનાવો અને અપલોડ કરો. પછી તમે તમારી ચેનલ ને એડ સેન્સ પ્રોગ્રામ સાથે જોડી ને આવક ઉભી કરી શકો છો. કેટલાક પ્રોફેશનલ યુટ્યુબર પોતાના ચેનલ થી આજે લાખો કમાઈ છે જેમ કે નિશા મધુલિકા જે પોતાની રસોઈ ની ચેનલ યુટ્યુબ ઉપર ચલાવે છે. સાહિલ ખટર જે એક કોમેડી સ્ટ્રીટ ઇન્ટરવ્યુ કરે છે. તન્મય ભાટ જે કોમેડી માટે જાણીતો છે. ગીકી રણજીત જે ની ચેનલ પર તમે લેટેસ્ટ ગેજેટ ઉપર જોઈ શકો છો. શ્રુતિ અર્જુન આંનદ જેની ફેશન ચેનલ ઉપર તમે ફેશન ને લગતી માહિતી મળશે, આ બધા ભારત ના ટોપ ના યુટ્યુબર છે અને એની વિડીયો લાખો લોકો જુવે છે આલોકો ભારત ના લખપતિ યુટ્યુબર ગણાય છે. અમુક દર મહીને ૧૦ લાખ સુધી કમાઈ છે.

(૪)એફીલેટ માર્કેટીંગ:

જો તમે કોઈ વેબસાઈટ કે બ્લોગ ચલાવો છો અને તમારા બ્લોગ ઉપર હજારો વિઝીટ આવે છે. તો તમે એમેઝોન ના એફીલેટ માર્કેટીંગ સાથે જોડાઈ શકો છો. ઉદાહરણ તરીકે ધારોકે હું એક ટેક વેબસાઈટ ચલાવું છું અને હું મારી વેબસાઈટ પર એક નવા આવેલા મોબાઇલ ફોન વિષે આર્ટીકલ લખું કે એમાં શું સારું છે અથવા તમારે શું કામે એ લેવો જોઈએ જો કોઈ વિઝીટર મારી આપેલી એ લીંક ઉપર જઈ ને એ ખરીદે છે તો એના અમુક ટકા કમીશન મને મળે છે. આ પણ વિશ્વ માં એક ખુબ પોપ્યુલર પ્રોગ્રામ છે અને એમેઝોન નો છે. અનેક લોકો અને વેબસાઈટ આની મદદ થી પૈસા કમાય છે. ફ્લીપકાર્ટ નો પણ પોતાનો આવો એક પ્રોગ્રામ છે.

(૫)ઓનલાઈન ફોટોગ્રાફ્સ વેચી ને:

જો તમને ફોટોગ્રાફી નો શોખ હોય તો તમે તમારા પાડેલા ફોટોગ્રાફ્સ ઓનલાઈન વેચી શકો છો. ઘણી વાર મોટી કંપની કે બ્લોગર ફોટોસ ખરીદે છે. આવી વેબ પર માત્ર ફોટો જ નહી પરંતુ તમે બનાવેલા લોગો, ઇન્ફોગ્રાફિક્સ, પણ મૂકી શકો છો. આવી વેબસાઈટ માં છે. GETTY IMAGES, ISTOCKSPHOTO, FLICKER, shutterstock, Fotolia જેવી વેબસાઈટ પર અપલોડ કરી શકો છો. અને પૈસા કમાઈ શકો છો.

 

(૬)ડોમેન નેમ અથવા વેબસાઈટ ખરીદી-વેચાણ

આ એકદમ પ્રોપર્ટી માર્કેટ જેવું છે. જો તમારી પાસે કોઈ ડોમેન નેમ ખરીદેલું હોય અને બીજા કોઈ ને તે નામ પસંદ હોય તો તમે એ ડોમેન નેમ તેને વેચી શકો છો. ડોમેન નેમ એટલે વેબસાઈટ નું નામ કે જેનું વેબ એડ્રેસ, ડોમેન નેમ રૂપિયા ૩૦૦ થી શરુ કરી ને લાખો સુધી ના હોય છે જેને ઘણી વાર પ્રીમીયમ ડોમેન પણ કહેવા માં આવે છે. કોઈ અતી લોકપ્રીય વેબસાઈટ ને મળતું આવતું ડોમેન પણ ઘણી વાર કીમતી થઇ જાય છે. જો તમને વેબસાઈટ બનાવતાં આવડતી હોય તો તમે એક આખી વેબસાઈટ ને શરુ કરી ને કોઈ ને પણ વેચી શકો છો. ડોમેન નેમ ખરીદવા તમે GoDaddy.COM, hostgator.com, Bigrock.com જેવી વેબસાઈટ પર થી ખરીદી શકો છો. આખી વેબસાઈટ વેચવા માટે તમે FLIPPA ની મદદ લઇ શકો અથવા godaddy auction ઉપર વેચી શકો છો.

વાંચો વિશ્વ ની ટોપ એજ્યુકેશન વેબસાઈટ ની લીસ્ટ

(૭)મોબાઇલ એપ બનાવી ને:

જો તમારી પાસે એપ બનાવવાનું ટેકનીકલ જ્ઞાન હોય તો તમે તમારી એપ બનાવી શકો છો. અને ગુગલ ના પ્લેસ્ટોર અથવા એપલ ના આઈ સ્ટોર પર મૂકી શકો છો. તમે કોઈ પણ પ્રકાર ની એપ બનાવી શકો છો જેમ કે બુક ની એપ, કોઈ માહિતી આપતી એપ, ફોટો એપ, ગેમ ની એપ જેવી અનેક પ્રકાર નીએપ  બની શકે છે.

 

(૮)ફ્રીલાન્સ કામ કરી ને:

જો તમારી પાસે અમુક ખાસ આવડત કે ટેકનીકલ જ્ઞાન હોય જેમ કે ફોટોશોપ કે વિડીયો એડીટીંગ, ડીઝાઇનગ, અથવા ટ્રાન્સલેટીંગ, પ્રુફ રીડીંગ, જેવું કાર્ય આવડતું હોય તો તમે આ વેબસાઈટ ની મદદ થી કાર્ય કરી શકો છો. આવી વેબસાઈટ ના નામ છે Upwork, Elance, Freelancer, Guru, 99designs, Peopleperhour જેવી વેબસાઈટ પર કામ કરી શકો છો વિશ્વ ની અનેક કંપની પોતાના અમુક કામ આઉટસોર્સ કરવા આવી વેબસાઈટ પર પોતાના પ્રોજેક્ટ મુકે છે. અને વિશ્વ ના અનેક ફ્રીલાન્સ આવા પ્રોજેકટ પુરા કરીને ઇન્કમ મેળવે છે.

 

(૯)તમારું મકાન કે રૂમ AIRBNB ઉપર અથવા OYO ઉપર ભાડે આપી ને :

જો તમારી પાસે કોઈ વધારા નો રૂમ કે ફ્લેટ હોય તો તમે એને ગેસ્ટહાઉસ ની જેમ વાપરી શકો છો. AIRBNB એ વિશ્વ ની સૌથી લોકપ્રીય સેવા છે. આ સેવા ભારત માં પણ છે આવી જ બીજી સેવા છે OYO રૂમ્સ ની. તમારી પાસે જો કોઈ વધારા નો ફ્લેટ હોય તો તમે આ બંને ની મદદ લઇ શકો છો.

 

(૧૦)M-turk ઉપર માઈક્રો જોબ કરી ને :

M-turk એ એમેઝોન ની સેવા છે આમાં યુઝર એ અમુક એકદમ નાના કામ કરવાના હોય છે. જે ને સોફ્ટવેર દ્વારા નો કરી શકાય આવા કામ ને હ્યુમન ઈન્ટેલીજન્સ ટાસ્ક અથવા HIT કહેવા માં આવે છે. ભારત અને USA માં આ ખુબ જ લોકપ્રીય છે. આ સેવા ના કુલ ૨૦% વર્કેર ભારત માં છે. જે બીજા કોઈ પણ દેશ કરતા વધારે છે.

વાંચો: વિશ્વ ના ટોપ ટેન સર્ચ એન્જીન 

 

તો આ બધી રીતે તમે ઘરે બેઠા પણ કામ કરી ને થોડી ઘણી સાઈડ ઇન્કમ મેળવી શકો છો. આ બધી વેબસાઈટ વિશ્વ માં ઘણી લોકપ્રીય છે. વેબસાઈટ પર કામ શરુ કરતા પેહલા તેના દરેક નિયમ વિષે જાણી  લેવું આવશ્યક છે. જેમ કે પેમેન્ટ કેવી રીતે થશે, શું ધ્યાન માં રાખવું વગેરે જેવી બાબત પૂરી રીતે વાંચી ને સમજી ને પછી જ જોડાવું.

 

#onlinework #makemoney #earnfrominternet #ઈન્ટરનેટકમાણી #કેવીરીતે

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.