Last updated on જાન્યુઆરી 23rd, 2021 at 06:17 પી એમ(pm)
ગુગલ નું સર્ચ એન્જીન વિશ્વ નું સૌથી પાવરફુલ સર્ચ એન્જીન છે. કેવી રીતે ગુગલ એક સેકન્ડ થી પણ થોડા સમય માં આપણને જોઈતી માહિતી સર્ચ કરી દે છે? તો ચાલો જાણીએ કેવી રીતે કામ કરે છે ગુગલ નું સર્ચ એન્જીન.
ગુગલ નું સર્ચ એક ખાસ પ્રકાર ના અલ્ગોરીધમ પર આધારિત છે. આ અલ્ગોરીધમ ને PageRank કહેવામાં આવે છે. આ એક મેથ્સ આધારિત ફોર્મુલા છે વેબસાઈટ ના લીંક ના આધારે તેને નંબર આપવા માં આવે છે. આ અલ્ગોરીધમ ગુગલ ના સ્થાપક લેરી પેજ અને સર્ગેઈ બ્રીન દ્વારા બનાવવામાં આવેલો છે. વિશ્વ નું સૌથી પાવરફુલ સર્ચ એન્જીન કેવી રીતે કામ કરે છે તેને સરળ રીતે સમજીએ. આ સર્ચ એન્જીન એક ખાસ જાત નો પ્રોગ્રામ કે જેને વેબ ક્રોલર અથવા સ્પાઈડર કહેવામાં આવે છે. આ પ્રોગ્રામ દરેક વેબસાઈટ ને સ્કેન કરે છે અને દરેક વેબપેજ ને ઇન્ડેક્સ કરે છે. દરેક શબ્દ અને તેને વેબપેજ ને તેના SERP એટલે કે સર્ચ એન્જીન રીઝલ્ટ પેજ ઉપર દેખાય છે.
આને સરળ શબ્દ માં સમજીએ તો ગુગલ ૩ સ્ટેપ અનુસરે છે વેબસાઈટ માટે આ સ્ટેપ છે
વાંચો: ગુગલ અને તેની ૩૦ ઉપયોગી વેબસાઈટ
(૧)જયારે વેબસાઈટ ગુગલ પર રજીસ્ટ્રેશન કરે છે ત્યારે ગુગલ નો ખાસ સોફ્ટવેર કે જેને “ગુગલબોટ” તરીકે ઓળખવામાં આવે છે. આ બોટ આખી વેબસાઈટ ને આખી પેજ બાય પેજ સ્કેન કરે છે.
(૨)ડેટા ને વ્યવસ્થીત કરવો: ગુગલબોટ દ્વારા સ્કેન કરેલ ડેટા ને ઇન્ડેક્સ કરી ને તેના સર્વર પર સ્ટોર કરે છે.
(૩)ડેટા ને રજુ કરવો: ડેટા ને વ્યવસ્થીત રીતે રજુ કરવા તે કેટલાક પરીબળો ઉપર આધાર રાખે જે તમને તમારા સર્ચ ની સૌથી વધારે એકયુરેટ માહિતી આપે છે.
ક્યાં ક્યાં પરીબળો ગુગલ ધ્યાન માં રાખે છે?
આમ તો ગુગલ નું સર્ચ એન્જીન ૨૦૦ થી વધારે પરીબળ ધ્યાન રાખે છે જે વધારે એકયુરેટ માહિતી આપે છે પરંતુ દરેક ને આપણે જાણવાની ની જરૂરત નથી. મુખ્યત્વે આટલા પરીબળ ધ્યાન માં રાખવા.
(૧)કન્ટેન્ટ ના પ્રકાર
(૨)કન્ટેન્ટ ની ક્વોલિટી
(૩)કન્ટેન્ટ ની નવીનતા:
(૪)યુઝર નો પ્રદેશ
(૫)વેબસાઈટ નું નામ અને એડ્રેસ
(૬)સર્ચ કરવાના શબ્દો નું સમાંતર શબ્દ
(૭)સોસિયલ મીડિયા ઉપર પ્રમોશન :
(૮)બીજી વેબસાઈટ ઉપર જાતી લીંક
(૯)એ લીંક ની વેલ્યુ
વાંચો ગુગલ વિષે ની અજાણી વાતો
આ મુખ્ય પાસા ને ધ્યાન માં રાખી ને ગુગલ તમારી વેબસાઈટ ને રેન્ક કરે છે. જેમ કે જો મારી વેબસાઈટ પર બીજી વેબસાઈટ ની લીંક હોય અને કોઈ તેના પર ક્લીક કરી ને એને ઓપન કરે તો મારી વેબસાઈટ નો રેન્ક વધે છે અને તેને પ્રથમ ડિસ્પ્લે કરવામાં આવે છે. તો આવી રીતે કામ કરે છે ગુગલ નું વેબ સર્ચ એન્જીન
#Google #howgoogleworks #ગુગલ