Last updated on જાન્યુઆરી 23rd, 2021 at 06:17 પી એમ(pm)
તમે ગુગલ ઉપર સર્ચ કરવાની બેઝીક ટ્રીક જાણતા જ હસો પણ અહી આપેલ છે કેટલીક એડવાન્સ ટ્રીક જે તમને ગુગલ સર્ચ માં માસ્ટર બનાવી દેશે. આ ટ્રીક માં આપણે જાણશું કેટલાક એડવાન્સ ઓપરેટર વિષે.
ગુગલ ના આ એડવાન્સ ઓપરેટર ની મદદ થી તમે ઘણું સર્ચ કરી શકો છો. તમારા રીઝલ્ટ ને ખુબ ચોકસાઈ થી સર્ચ કરી શકો છો. તમે નીચે આપેલા ઓપરેટર ને એક એક કરીને અથવા એક સાથે બે ઓપરેટર ને ભેગા કરીને પણ સર્ચ કરી શકો છો.
(૧) OR: આ ઓપરેટર ની મદદ થી તમે એવી સાઈટ સર્ચ કરી શકો જેમાં આપેલા બંને કીવર્ડ માંથી એક હોય અથવા બંને હોય તેવા રીઝલ્ટ જ બતાવશે. OR હમેશા કેપીટલ લેટર માં જ લખવાનો રેહશે. અથવા તમે પાઈપ સાઈન | પણ વાપરી શકો છો.
Microsoft OR Apple અથવા Microsoft | Apple
(2)AND : આ ઓપરેટર ની મદદ થી તમે એવા પેજ સર્ચ કરી શકો જેમાં બંને શબ્દો નો સમાવેશ થતો હોય. આ પણ એક લોજીકલ ઓપરેટર છે.
(3)* : આ એક વાઈલ્ડકાર્ડ ઓપરેટર છે. આ ઓપરેટર નો ઉપયોગ જે શબ્દો પછી આ વાઈલ્ડકાર્ડ ઓપરેટર વાપરો તેના ગુગલ બદલે તેને મળતા રીઝલ્ટ બતાવશે.
(4)- (માઈનસ) : આ ઓપરેટર ની મદદ થી તમે કોઈ એવા રીઝલ્ટ સર્ચ કરી શકો જેમાં તમારે આ કોઈ શબ્દ નથી સર્ચ કરવો. ખુબ જ ઉપયોગી ઓપરેટર છે.
(5)”” : જો તમારે કોઈ શબ્દ નો એકઝેટ મેચીંગ કરતા રિઝલ્ટ સર્ચ કરવા છે તો તમારે એ શબ્દ ને ક્વોટ માં લખવો. આ હમેશા એકઝેટ એવા જ વેબ સર્ચ કરશે જેમાં આખો શબ્દ આવતો હોય.
વાંચો: ગુગલ અને તેની ઉપયોગી વેબસાઈટ ની લીસ્ટ
(6)define: આ ની મદદ થી તમે કોઈ પણ શબ્દ નો અર્થ શોધી શકો છો. આ એક મીની ડિક્સનરી ની જેમ કામ કરે છે.
(7)site: આ ઓપરેટર ની મદદ થી તમારે જો કોઈ એક જ વેબસાઈટ માંથી સર્ચ કરવું છે. તો આ ઓપરેટર કામ લાગે છે. તમારા બધા રીઝલ્ટ આ એક જ વેબસાઈટ અથવા ડોમેઇન માંથી સર્ચ થઇ છે.
(8)related: આ ઓપરેટર ની મદદ થી તમે આપેલી વેબસાઈટ જેવી બીજી વેબસાઈટ ને સર્ચ કર શકો છો. જો મારે કોઈ ટેકનોલોજી ની સાઈટ છે અને તેના જેવી બીજી કોઈ સાઈટ સર્ચ કરવી છે તો આ ઓપરેટર નો ઉપયોગ થાય છે.
(9)filetype: જો તમારે સર્ચ રીઝલ્ટ માં કોઈ ખાસ પ્રકાર ની ફાઈલ જોઈતી હોય ધારોકે pdf,doc,ppt જેવી કોઈ ફાઈલ સર્ચ કરવી હોય તો આ ઓપરેટર નો ઉપયોગ થાય છે.
(10)source: આ ઓપરેટર ગુગલ ન્યુઝ ના સોર્સ માંથી તમે આપેલી કીવર્ડ ને સર્ચ કરી ને તેના રીઝલ્ટ આપે છે.
(11).. : કોઈ ખાસ રેંજ ની અંદર જો કોઈ માહિતી સર્ચ કરવી હોય ધારોકે બે વર્ષ ની વાંચે, કે બે રકમ ની વચે તો આ આ ડબલ ડોટ ઓપરેટર વપરાય છે.
tesla announcement 2015..2017
(12)AROUND(X): આ ઓપરેટર આપેલા શબ્દ ને એવી રીતે સર્ચ કરે છે કે x માં આપેલી સંખ્યા કરતા વધારે ન હોય. ધારોકે નીચે ના એપલ અને આઈફોન વચ્ચે માત્ર ૪ શબ્દ જ આવે છે.
વાંચો: એપલ ના વોઈસ અસીસટન સીરી ના વોઈસ કમાંડ ની લીસ્ટ
(13)intitle: માત્ર એવા પેજ ના રીઝલ્ટ આપશે જેના ટાઈટલ માં એ શબ્દ આવતો હોય.
intitle:apple
(14)allintitle: માત્ર એવા રીઝલ્ટ આપશે જેમાં પૂરો શબ્દ આવતો હોય
allintitle:apple iphone
(15)inurl: એવા સર્ચ રીઝલ્ટ આપશે જેના URL માં આપેલો શબ્દ આવતો હોય.
(16)alliurl: Inurl ની જેમ આ એવા સર્ચ રીઝલ્ટ આપશે જેમાં આખો સર્ચ શબ્દ આવતો હોય.
(17)intext: કોઈ વેબસાઈટ માં થી આવેલા તેક્ષ્ત માંથી સર્ચ કરે છે.
(18)allintext: intext ની જેમ આ આપેલ અખા શબ્દ ને સર્ચ કરે છે.
Sources: moz.com searchenginejournal.com