Last updated on માર્ચ 26th, 2019 at 10:37 પી એમ(pm)
જાણો ગુગલ વિષે ની થોડી અજાણી અને આશ્ચર્યજનક માહિતી
(૧) ગુગલ એ દરોજ નો ૨૦ પેટાબાઈટ જેટલો ડેટા વાપરે છે. ૧ પેટાબાઈટ મતલબ ૨૦,૦૦૦ ટેરાબાઈટ જેટલો ડેટા, ૧ પેટાબાઈટ ડેટા જો ડીવીડી બનાવીએ તો ૨,૪૦,૦૦૦ DVD થાય.
(૨) ગુગલ નું પ્રથમ નામ “BACKRUB” રાખવામાં આવ્યું હતું.
(૩)૧૯૯૯ માં ગુગલ કંપની એ પોતાની કંપની ને ૧૦ લાખ ડોલર માં EXCITE ને વેચવાની ઓફર કરી હતી. પરંતુ તેણે ખરીદવાની ના પાડી દીધી.
(૪)ગુગલ ના મતે પરીક્ષા ના સ્કોર અને GPA એમ્પ્લોઇઝ સિલેક્ટ કરવાના સૌથી ખરાબ વસ્તુ છે. ગુગલ માં ૧૪% એમ્પ્લોઇઝ એવા છે જે કોઈ દિવસ કોલેજ નથી ગયા.
(૫)જયારે કોઈ ગુગલ ના એમ્પ્લોયી નું અવસાન થાય છે ત્યારે ગુગલ કંપની તેમની પત્ની ને તેમની અડધી સેલેરી ૧૦ વર્ષ સુધી આપે છે. અને તેમના બાળકો ને દર મહીને ૧૦૦૦ ડોલર આપે છે. જ્યાં સુધી તે ૧૯ વર્ષ ના થઇ જાય.
(૬)ગુગલ પોતાની એડ્સ થી વર્ષે 66 બિલિયન ડોલર ની આવક કરે છે. જે અમેરિકાની ટોચ ની NBC,CBS,ABC અને FOX ના કુલ આવક કરતા પણ વધારે છે.
(૭) ગુગલ પર દર મિનીટ માં ૨૦ લાખ સર્ચ થાય છે.
(૮)ગુગલ નું પ્રથમ કોમ્યુટર એક લીગો ના રમકડાં માંથી બનાવવામાં આવ્યું હતું. આ આજે સ્ટેનફોર્ડ કોલેજ ના મ્યુઝીયમ માં રાખવામાં આવ્યું છે.
(૯)૧૩ ઓગસ્ટ ૨૦૧૩ ના રોજ ગુગલ ના સર્વર માં કોઈ ખામી આવી જતા તે ૫ મિનીટ પુરતું બંધ થઇ ગયું હતું આને લીધે વિશ્વ નો ૪૦% ઈન્ટરનેટ બંધ થઇ ગયું હતું.
(૧૦) સન ૨૦૧૦ થી ગુગલ દર મહીને ૨ નવી કંપની ખરીદે છે.
(11)ગુગલ ને દર વર્ષે ૨૦ લાખ લોકો જોબ માટે એપ્લાય કરે છે.
(12)આખા વિશ્વ માં ગુગલ ના કુલ ૧૭ ડેટા સેન્ટર છે. જેમાં કુલ ૯ લાખ સર્વર આવેલા છે.
(13) ગુગલ નો સોફ્ટવેર માં કુલ ૨ અબજ લાઈન નો કોડ છે. અને તેની કુલ સાઈઝ ૮૬ ટેરાબાઈટ જેટલી છે.
(14)ગુગલ ના “I am feeling lucky” બટન થી કંપની ને દર વર્ષે 11 કરોડ ડોલર ની ખોટ થાય છે.
(૧૫)ગુગલ સ્થાપક લેરી પેજ અને સર્ગેઈ બ્રીન ના પ્રાઇવેટ જેટ વિમાનો ને નાસા ના રનવે પર ઉતરવાની છુટ આપવામાં આવી છે. આ પ્રકાર ની છુટ બીજા કોઈ ને આપવામાં આવતી નથી.
(૧૬) ગુગલ એ પોતાના નામની કોપી થતી રોકવા પોતાના નામના લગતા દરેક ડોમેન ખરીદી લીધા છે. જેમકે GOOOGLE,GOGLE,GOGLER જેવા ભળતા નામ પોતાની પાસે રાખી લીધા છે.
(૧૭) ગુગલ સ્ટ્રીટ વ્યુ માં કુલ મળી ને ૮૧ લાખ કિલોમીટર લાંબા રસ્તા ના ફોટા નું રેકોડીંગ કરવામાં આવ્યું છે. જેની કુલ સાઈઝ ૨૦ પેટાબાઈટ જેટલી છે.
(18)ગુગલ મેપ માં વિશ્વ ના ૧૯૮ દેશ ના ૪૫ કરોડ કિલોમીટર લાબા રસ્તા ને જોઈ શકાય છે.