RAMRAM એટલે કે Random Access Memory આ એક ખ... More એટલે કે Random Access Memory આ એક ખાસ જાત ની મેમરી હોય છે. કોમ્પ્યુટર અને આજકાલ ના દરેક ગેજેટ જેવા કે સ્માર્ટફોન,ટેબલેટ,ગેમીંગ કોન્સોલ, દરેક માં આ રેમ ની જરૂર પડે છે. રેમ એ ડેટા ને ટેમ્પરરી રીતે સ્ટોર કરે છે અને જ્યારે ડેટા ની જરૂર પડે ત્યારે ખૂબ ઝડપ થી પાછો મેળવી શકે છે. જ્યારે તમે પહેલા કોઈ ડેટા કોમ્પ્યુટર ને આપો છો તે સૌથી પેહલા રેમ માં હોય છે ત્યાં થી એ હાર્ડડિસ્ક કે બીજા સ્ટોરેજ માં સેવ થાય છે. રેમ માથી ડેટા એક્સેસ કરવો સહેલો છે. અને તે ખૂબ ઝડપી પણ છે. તમારા કોમ્પ્યુટર ની સ્પીડ નક્કી કરવામાં રેમ નો ખૂબ અગત્ય નો ભાગ છે. રેમ ના અનેક પ્રકાર હોય છે. જેમાં SRAM,DRAM,SDRAM,DDR-RAM જેવા પ્રકાર હોય છે. આજે સૌથી વધારે DDR રેમ વપરાય છે. રેમ ની કેપેસીટી અને સ્પીડ તમારા કોમ્પ્યુટર પ્રમાણે અલગ અલગ હોય શકે છે. રેમ ૪, ૮, ૧૬, ૩૨ GB સુધી ની કેપેસિટી માં મળે છે. જેમ રેમ વધારે તેમ કોમ્પ્યુટર ની સ્પીડ પણ વધારે.