કોમ્પ્યુટર માઉસ એક પ્રકાર નું ઈનપુટ ડિવાઇસ છે. આજ ના ગ્રાફિકલ યુજર ઇન્ટરફેસ ધરવતા કોમ્પ્યુટર માં આ ખૂબ ઉપયોગી છે. માઉસ એ કોમ્પ્યુટર ની X અને Y સ્થિતિ ઉપર ચાલે છે. જ્યારે તમે એને ચાલવો છો ત્યારે કોમ્પ્યુટર માં એક કર્સર પણ ચાલે છે. માઉસ નો ઉપયોગ સિલેક્ટ કરવામાં માટે, ફોલ્ડર કે ફાઇલ ને ઓપન કરવા માટે, ડ્રેગ અને ડ્રોપ માટે, રાઇટ ક્લિક મેનૂ ઓપન કરવામાં માટે પણ થાય છે. આની શોધ ૧૯૬૩ માં ડગલસ એંજેલબાર્ટ દ્વારા કરવામાં આવી હતી. માઉસ માં બે બટન જેને રાઇટ અને લેફ્ટ બટન કહેવા માં આવે છે અને વચ્ચે એક વ્હીલ જેવુ સ્ક્રોલ વ્હીલ હોય છે જેને થી ફાઇલ આગળ પાછળ કરી શકાઈ છે. માઉસ અનેક પ્રકાર હોય છે. જેમાં મિકેનિકલ માઉસ, led માઉસ, લેસર માઉસ બ્લૂટુથ માઉસ વગેરે નો સમાવેશ થાય છે.