MAC એડ્રેસ નુ આખુ નામ છે “MEDIA Access Control Address”, આ એક પ્રકાર નું હાર્ડવેર એડ્રેસ છે. જે કોમ્પ્યુટર ના નેટવર્ક કાર્ડ માં હોય છે. ઈન્ટરનેટ માટે બે પ્રકાર ના એડ્રેસ ની જરૂરી છે. IP એડ્રેસ અને MAC એડ્રેસ. સામાન્ય રીતે આ એડ્રેસ યુનિક હોય છે. મતલબ વિશ્વ માં બીજા કોઈ કોમ્પ્યુટર નું મેક એડ્રેસ સરખું ના હોય. અને આ એડ્રેસ ૧૨ આકડા ના હેક્ષા ડેસીમલ ફોરમેટ માં હોય છે. જેવા કે 00:0a:95:9d:67:16 . આ એડ્રેસ કંપની ઓ દ્વારા જ બનાવતા સમયે રાખી દેવા માં આવે છે.