કિબોર્ડ એક પ્રકાર નું ઈનપુટ ડિવાઈસ છે.જેના દ્વારા તમે કોમ્પ્યુટર ને કમાન્ડ શકો છો. ડેટા ની એન્ટ્રી કરી શકાય છે. કીબોર્ડ માં અલગ અલગ પ્રકાર ની કી એટલે કે સ્વીચ હોય છે. જે ટાઇપ રાઈટર જેવી હોય છે.સામાન્ય રીતે કીબોર્ડ માં A થી Z, 0 થી 9, કેટલીક ખાસ સિમ્બોલ કી, ફન્કશન કી, ઉપરાંત ખાસ કી જેવી કે ALT, SHIFT,CAPS LOOK, ENTR. કી હોય છે. સામાન્ય રીતે એક કીબોર્ડ માં ૧૦૪ કી હોય છે. પણ સાઈઝ અને મોડેલ પ્રમાણે અલગ અલગ ૮૪ થી લઇ ને ૧૧૦ કી સુધી હોઈ શકે છે. કીબોર્ડ એની કી ની ગોઠવણ પ્રમાણે ઓળખાય છે. સામાન્ય રીતે સૌથી વધારે QWERTY કીબોર્ડ વપરાય છે. જે એના અક્ષર ની પેલી લાઈન પ્રમાણે છે. બીજા અનેક પ્રકાર ના કીબોર્ડ માં DVORAK પ્રમાણે ગોઠવણ હોય છે.