IP Address

IP એડ્રેસ નું આખું નામ છે “ઇન્ટરનેટ પ્રોટોકોલ” એડ્રેસ. આ એક પ્રકાર નું લોજીક્લ એડ્રેસ છે જેને કોમ્પ્યુટર નેટવર્ક અથવા ઇન્ટરનેટ  સાથે જોડાયેલ હોય. IP ADDRESS એક પ્રકાર નું ઓળખાણ છે જેંમા કોમ્પ્યુટર અથવા તેની લોકેશન ની જાણકારી હોય છે. IP ADDRESS ઈન્ટરનેટ ની મહત્વ ની સીસ્ટમ છે.  IP એડ્રેસ માં કુલ ૨ પ્રકાર ના વર્ઝન હોય છે. એક છે IPV4 જેમાં  IP Address ૪ ના ગ્રુપ માં હોય છે અને દરેક ગ્રુપ એક ડોટ થી અલગ પડે છે example તરીકે 192.168.1.1 , આ દરેક ગ્રૂપ માં 0 થી 255 ની વેલ્યૂ વચ્ચે હોય છે. બીજું છે IPv6 આ વર્ઝન માં એડ્રેસ ૮ ના ગ્રૂપ માં હોય છે. દરેક ગ્રુપ માં ૪ અક્ષર અથવા નંબર નો હોય છે. અને આ હેક્ષા ડેસીમલ ફોર્મેટ માં લખવા માં આવે છે દાખલા તરીકે 2001:0db8:85a3:0000:0000:8a2e:0370:7334 . IP એડ્રેસ ના પણ અનેક પ્રકાર હોય છે જેવા કે Consumer IP addresses, Private IP addresses, Public IP addresses, Dynamic IP addresses, Static IP addresses. વગેરે વગેરે 

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.