વિશ્વ ની ટોપ ફ્રી ઓનલાઈન એજ્યુકેશનલ વેબસાઈટસ

અહી આપેલ છે વિશ્વ ની કેટલીક ટોપ એજ્યુકેશનલ વેબસાઈટ ની લીસ્ટ

top 10

KHAN Acedemy :

ખાન એકેડેમી એ વિશ્વ ની લોકપ્રિય વેબસાઈટ છે. કુલ ૬૩ ભાષા માં અને અલગ અલગ 10,૦૦૦ વિડીયો દ્વારા દરેક પ્રકાર ના ટોપિક તમને અહી સરળતા થી મળી શકે છે. આ વેબસાઈટ પર બેઝીક સરવાળા બાદબાકી થી લઇ ને વિજ્ઞાન ના સૌથી અઘરા ટોપીક તમે અહી સરળતાથી શીખી શકો છો. તમે પણ ખાન એકેડેમી માં તમારા બનાવેલા વિડીયો મુકી શકો છો. આ એક નોન પ્રોફિટ વેબસાઈટ છે.

 

Coursera:

આ એક એવી વેબસાઈટ છે જે massive open online courses (MOOCs) છે. મતલબ કે આ વેબસાઈટ વિશ્વ ની દરેક મોટી યુનિવર્સીટી ના વિડીયો તમને અહી જોવા મળશે. ફિઝીક્સ, એન્જિનિયરીંગ, કોમ્પ્યુટર સાઈન્સ, બીઝનેસ, વગેરે મળી ને કુલ ૧૫૬૩ કોર્સ છે. જેને વિશ્વ ની ૨૮ દેશો નો ૧૪૦ યુનિવર્સીટી માંથી લેવામાં આવ્યા છે. આ વેબસાઈટ ઉપર ૧.૫ કરોડ લોકો રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે.

 

EDX:

અમેરીકા ની સૌથી મોટી બે યુનિવર્સીટી મેસેચુએત્સ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (MIT) અને હાવર્ડ યુનિવર્સીટી દ્વારા સંયુક્ત રીતે બનાવામાં આવેલી આ વેબસાઈટ massive open online courses (MOOCs) છે. જેના પર ૭૦૦ થી વધુ કોર્સ આપવામાં આવેલા છે. ઈંગ્લીશ, હિન્દી, ફ્રેન્ચ, સ્પેનીશ સહીત ઘણી ભાષા માં ઉપલબ્ધ છે. આ વેબસાઈટ ઉપર કુલ ૭૦ લાખ વિદ્યાર્થી ઓં એ રજીસ્ટ્રેશન કરેલું છે. આ વેબસાઈટ ૨૦૧૨ માં શરુ કરવામાં આવી હતી.

 

Udemy :

આ વેબસાઈટ એ બીજી વેબસાઈટ કરતા થોડી અલગ છે. અહી કોઈ પણ વિષય નો એક્સપર્ટ પોતાના કોર્સ બનાવી અને આ વેબસાઈટ ઉપર મુકી શકે છે. જે ફ્રી અથવા ચાર્જેબલ હોય છે. જો તમે કોઈ વિષય માં એક્સપર્ટ હોવ તો તમે પણ આમાં જોડાઈ ને રૂપિયા કમાઈ શકો છો. આ વેબસાઈટ ઉપર કુલ ૪૦,૦૦૦ કોર્સ અને કુલ ૧.૨ કરોડ વિદ્યાર્થી રજીસ્ટર્ડ છે. આ વેબસાઈટ ની શરૂઆત ૨૦૧૦ માં કરવામાં આવી હતી.

 

Academic Earth:

આ વેબસાઈટ ઉપર તમને વિશ્વ ની દરેક મોટી યુનિવર્સીટી ના વિડીઓ લેકચર મળી જશે જેમાં સામેલ છે UC Berkely, UCLA, MIT, Harvad, Princton, Stanford, yale જેવી નામાંકિત યુનિવર્સીટી ના અલગ અલગ વિષયો જેવાકે એસ્ટ્રોનોમી, કેમેસ્ટ્રી, લો, ફિલોસોફી, પોલીટીકલ સાઈન્સ, મેથેમેટિક્સ વગેરે જેવા વિષયો પર મળી શકશે.

 

વાંચો: ટોપ રેફરન્સ વેબસાઈટ ની લીસ્ટ

Alison:

આ એક ઈ-લર્નીંગ પ્લેટફોર્મ છે. ૨૦૦૭ માં મીક ફેરીક દ્વારા કરવામાં આવેલી આ વેબસાઈટ નો મુખ્ય ઉદેશ પ્રાથમીક એજ્યુકેશન અને સ્કીલ્સ ડેવલોપમેન્ટ કરવાનો છે. આ વેબસાઈટ ભારત માં સૌથી વધારે લોકપ્રિય છે. કુલ મળી ને ૭૫૦ કોર્સ આ વેબસાઈટ પર આવેલા છે.

 

NPTEL:

ભારત ની ૭ આઇઆઇટી અને આઇઆઇએસ દ્વારા બનવામાં આવેલી આ વેબસાઈટ છે. જેનું ફંડ ભારત સરકાર દ્વારા આપવા માં આવે છે. આ પ્રોગ્રામ નું નામ The National Programme on Technology Enhanced Learning (NPTEL) રાખવા માં આવ્યું છે. આ માં એન્જીનીયરીગ, સાઈન્સ, ટેકનોલોજી, મેનેજમેન્ટ, સહીત કુલ ૯૨૧ કોર્સ આપવામાં આવેલા છે જે તમામ ફ્રી છે. આ વિડીયો તમે યુટ્યુબ ઉપર પણ જોઈ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકાય છે.

 

MIT OpenCourseWare (MIT OCW):

અમેરીકા ની પ્રખ્યાત મેસેચુએત્સ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી દ્વારા પ્રથમ વખત પોતાના તમામ કોર્સ અને મટીરીયલ, ઈન્ટરનેટ પર ફ્રી માં ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું જેના પર થી બીજી ૨૫૦ યુનિવર્સીટી એ પ્રેરણા લઇ પોતાના તમામ કોર્સ અને મટીરીયલ ઈન્ટરનેટ પર મુકવામાં આવ્યા. MIT ઉપર કુલ ૨૩૦૦ કોર્સ ઉપલબ્ધ છે.

 

 

Comments

comments

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.