જાણો વિવિધ પ્રકાર ના કોમ્પ્યુટર વિષે.

Last updated on નવેમ્બર 28th, 2021 at 07:58 પી એમ(pm)

આજ ના દિવસો કોમ્પ્યુટર લગભગ આપની જિંદગી નો એક ભાગ બની ગયો છે. કોમ્પ્યુટર વગર ની આજ ની દુનીયાનો  વિચાર કરવો જ અશક્ય છે.

શરૂઆત વર્ષો ના કોમ્પ્યુટરો ખૂબ મોટા હતા, અને તેનો કોમ્પ્યુટીંગ પાવર પણ ઓછો હતો. પણ જેમ જેમ ટેક્નોલૉજી આગળ વધતી ગઈ તેમ તેમ તેની સાઇઝ નાની થઈ ગઈ. આજ ના કોમ્પ્યુટર આપણી હથેળી માં સમાઈ જાય એટલા નાના થઈ ગયા છે.

ચાલો જાણીએ કોમ્પ્યુટર ના પ્રકાર વિષે

કોમ્પ્યુટર ના પ્રકારો:

ડેસ્કટોપ કોમ્પ્યુટર:

આ પ્રકાર ના કોમ્પ્યુટર ખૂબ કોમન પ્રકાર છે. આનો મુખ્ય ઉપયોગ પર્સનલ વપરાશ માટે અથવા ઑફિસ કામ માટે થાય છે. આ કોમ્પ્યુટર ને અલગ થી મોનીટર હોય છે. અને એક મોટું ટાવર બોક્સ હોય જેમાં તેના મધરબોર્ડ અને પ્રોસેસર હોય છે. એક અલગ થી કીબોર્ડ હોય છે. આ કોમ્પ્યુટર ને એક સ્થાન થી બીજા સ્થાન એ ફેરવવા માં ખૂબ તકલીફ પડે છે. આ પ્રકાર ના કોમ્પ્યુટર બેઝિક કામ જેવા કે વર્ડ પ્રોસેસીંગ માટે, મ્યુઝીક સાંભરવા, ઇન્ટરનેટ સર્ફ કરવા વગેરે માટે થાય છે.

desktop computers
ડેસ્કટોપ કોમ્પ્યુટર

નોટબુક અથવા લેપટોપ કોમ્પ્યુટર:

નોટબુક અથવા આજે આપણે વધારે લેપટોપ કોમ્પ્યુટર તરીકે પણ જાણીએ છે. આ પ્રકાર કોમ્પ્યુટર પોતાની પોર્ટબિલિટી માટે લોકપ્રીય છે. તમે આને તમારી સાથે કોઈ પણ સ્થાને લઈ જઈ શકો છો. તમારા ઓફિસ નું દરેક કામ આમાં કરી શકો છો. ઇન્ટરનેટ ને વાપરી શકો છો. લેપટોપ ને બીજા મેકબુક,નેટબુક,અલ્ટ્રાબુક,ક્રોમબુક વગેરે નામે પણ કહેવામા આવે છે.

કોમ્પ્યુટર ના પ્રકારો : લેપટોપ કોમ્પ્યુટર
લેપટોપ કોમ્પ્યુટર

વર્કસ્ટેશન કોમ્પ્યુટર:

આ પ્રકાર ના કોમ્પ્યુટર ખૂબ પાવરફૂલ હોય છે. દેખાવ માં આ ડેસ્કટોપ જેવા જ હોય છે પણ તેનો પ્રોસેસીંગ પાવર ખૂબ વધારે હોય છે. કેટલાક ખાસ પ્રકાર ના સૉફ્ટવેર જેવા કે CAD/CAM કે એનીમેશન સૉફ્ટવેર હોય છે. આનો મુખ્ય  ઉપયોગ સ્ટુડિયો અથવા ઓફિસ માં થાય છે.

કોમ્પ્યુટર ના પ્રકારો : વર્ક સ્ટેશન કોમ્પ્યુટર
વર્કસ્ટેશન કોમ્પ્યુટર

સર્વર કોમ્પ્યુટર:

આ પ્રકાર ના કોમ્પ્યુટર નો મુખ્ય ઉપયોગ ડેટા ના સ્ટોરેજ માટે કરવામાં આવે છે. આ કોમ્પ્યુટરો ખાસ નેટવર્ક સાથે જોડાયેલા હોય છે. આવા સર્વર કોમ્પ્યુટર માં ડેટાબેજ સર્વર, મેઇલ સર્વર, વેબ સર્વર તરીકે કામ આપે છે. તમે જ્યારે ઇન્ટરનેટ ઉપર કોઇ વેબસાઈટ જુવો છો તો તે કોઈ સર્વર કોમ્પ્યુટર ઉપર જ સ્ટોર થયેલ હોય છે. સર્વર કોમ્પ્યુટર એક સાથે રેક ઉપર ગોઠવવા માં આવે છે અને તેનો એક સ્પેશિયલ રૂમ રાખવામા આવે છે. મોટી કંપની જેવી કે ગૂગલ, ટ્વિટર જેવી કંપની ના પોતાના સર્વર હોય છે જેમાં આવા લાખો કોમ્પ્યુટર આવેલા હોય છે.

કોમ્પ્યુટર ના પ્રકારો : સર્વર કોમ્પ્યુટર
સર્વર કોમ્પ્યુટર

વાંચો: કોમ્પ્યુટર ના મહત્વ ના ભાગ CPU વિષે.

મેઇનફ્રેમ કોમ્પ્યુટર:

મેઇનફ્રેમ કોમ્પ્યુટર ખૂબ મોટા અને પાવરફૂલ કોમ્પ્યુટર હોય છે. એવી કંપની જેને રોજ ના હજારો યુજર હોય અને લાખો ની સંખ્યા માં ટ્રાંજેકશન થતાં હોય છે. જેને પ્રોસેસ કરવા માટે હજારો પ્રોસેસર ની જરૂર પડે છે.

આવા એક પાવરફૂલ કોમ્પ્યુટર સાથે બીજા નાના હજારો કોમ્પ્યુટર નેટવર્ક થકી જોડાયેલા છે. આવા કોમ્પ્યુટર ને આજકાલ એન્ટરપ્રાઈજ કોમ્પ્યુટર પણ કહેવા માં આવે છે.

કોમ્પ્યુટર ના પ્રકારો : મેઇનફ્રેમ
મેઇનફ્રેમ કોમ્પ્યુટર

સુપરકોમ્પ્યુટર:

આ સૌથી પાવરફૂલ અને સૌથી મોટા કોમ્પ્યુટર હોય છે. જેનો મુખ્ય ઉપયોગ સાઈટિફિક કે રિસર્ચ માટે થાય છે. જેવા કે હવામાન ની આગાહી, દવા બનાવવાની રિસર્ચ, કોઈ વાયરસ ઉપર રિસર્ચ, શત્રો ની કોમ્પ્યુટર, A.I. ના પરીક્ષણ વગેરે માટે થાય છે.

આ પ્રકાર ના કોમ્પ્યુટરો મેગાવોટ ના હિસાબે વીજળી નો વપરાશ કરે છે. આવા કોમ્પ્યુટર માં લાખો પ્રોસેસર હોય છે, અને હજારો પેટાબાઇટ ની સ્ટોરેજ કેપેસીટી હોય છે. સુપર કોમ્પ્યુટરો માટે ખાસ પ્રકાર ના સૉફ્ટવેર વાપરવામાં આવે છે. ખાસ પ્રકાર ના ટ્રેઇન થયેલા લોકો ની જરૂર પડે છે.

supercomputers
સુપરકોમ્પ્યુટર

SBC અથવા સિંગલ બોર્ડ કોમ્પ્યુટર:

આ એક ખૂબ નાના કોમ્પ્યુટર હોય છે જે તમારી હાથ માં સમાઈ જાય, માત્ર એક જ બોર્ડ માં તેમાં પ્રોસેસર, રેમ, I/o કનેક્શન બધુજ આવી જાય છે. આવા કોમ્પ્યુટર નો ઉપયોગ એજ્યુકેશન માટે અથવા કોઈ નવા પ્રકાર ની સિસ્ટમ નો ડેમો બનવા થાય છે. રાસ્પબેરી પાઇ અને આર્ડ્યુનો આવા કોમ્પ્યુટર ના ઉદાહરણો છે.

કોમ્પ્યુટર ના પ્રકાર: સિંગલ બોર્ડ કોમ્પ્યુટર
સિંગલ બોર્ડ કોમ્પ્યુટર

વાંચો: કેવી રીતે કોમ્પ્યુટર માં ગુજરાતી માં લખી શકાય 

વેરબલ કોમ્પ્યુટર :

તમે આજ સુધી એવ કોમ્પ્યુટર જ જોયા હસે જેને ટેબલ ઉપર જ રાખી ને કામ કરી શકાય. પણ જેમ ટેક્નોલૉજી આગળ વધતી ગઈ તેમ આ કોમ્પ્યુટર ખૂબ નાના થઈ ગયા પરિણામે એવ કોમ્પ્યુટર નો ઉદય થયો જેને પેરી શકાય, ઉદાહરણ તરીકે એપલ ની સ્માર્ટ વોચ, ગૂગલ ગ્લાસ, સ્માર્ટ લેન્સ, વગેરે અનેક પ્રકાર ના વેરેબલ કોમ્પ્યુટર છે.

કોમ્પ્યુટર ના પ્રકારો : વેરેબલ કોમ્પ્યુટર
વેરેબલ કોમ્પ્યુટર

images sources: wikimedia commons

If you like this article follow us on Twitter , Facebook and Instagraam

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.