About US
TechGujarati.com
TechGujarati બ્લોગ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું - ટેકનોલોજીની દુનિયાને ગુજરાતી ભાષામાં સરળ બનાવતું તમારું વિશ્વસનીય ડિજિટલ સ્થળ.
મારી યાત્રાની શરૂઆત એક સરળ વિચારથી થઈ. મને હંમેશા લાગતું હતું કે ગુજરાતી ભાષામાં ટેકનોલોજી વિશેની ગુણવત્તાસભર માહિતીની ખૂબ જ ખોટ છે. આ ખોટને પૂરી કરવા મેં 2024માં TechGujarati બ્લોગની શરૂઆત કરી.
મારો ધ્યેય છે ટેકનોલોજીને દરેક ગુજરાતી વાચક સુધી તેમની માતૃભાષામાં પહોંચાડવાનો. અહીં તમને મળશે નવીનતમ ટેક ન્યૂઝ, ટ્યુટોરિયલ્સ ,ટેક ટિપ્સ - ઉપરાંત ઓટો, સ્પેસ, ડિફેન્સ, ના ટોપીક પણ કવર કરવાં આવશે છે.
તે પણ સરળ ગુજરાતી ભાષામાં. હું માનું છું કે ટેકનોલોજીનું જ્ઞાન માત્ર અંગ્રેજી જાણનારાઓ સુધી જ સીમિત ન રહેવું જોઈએ.
તમારા સપોર્ટ અને વિશ્વાસ બદલ આભાર. આ બ્લોગ દ્વારા હું તમારી સાથે મારું ટેક જ્ઞાન અને અનુભવો શેર કરતો રહીશ.
કોઈપણ સૂચન માટે સોસિયલ મીડિયા દ્વારા અથવા કોન્ટેક પેજ દ્વારા મોકલવી.