વિશ્વ ની ટોપ ૧૦ ફ્રી ઇમેલ સર્વિસ

ઇમેલ સેવાએ આજ ના ડીજીટલ યુગ  ની સૌથી ઉપયોગી સેવા છે. આજે દરેક વ્યક્તિ નું એક ઇમેલ એકાઉન્ટ હોવું જરૂરી છે. વિશ્વ ની ઘણી મોટી ઈન્ટરનેટ કંપની ફ્રી ઇમેલ સુવિધા આપે છે. અહી પ્રસ્તુત છે વિશ્વ ની ટોપ ૧૦ ફ્રી ઇમેલ સર્વિસ જેનો તમે લાભ લઇ શકો છો.

top-10-free-email-service૧:Gmail

Gmail iconજીમેલ એ અત્યારે વિશ્વ ની સૌથી લોકપ્રિય ફ્રી ઇમેલ સેવા છે.  આ ગુગલ કંપની ની પણ સૌથી વધુ લોકપ્રિય સર્વિસ માની એક છે. પોતાના એકદમ સરળ યુઝર ઇન્ટરફેસ માટે આ સેવા જાણીતી છે અને બીજા ઘણા ફાયદા આ સેવા માં મળે છે. આ ફ્રી ઇમેલ સેવા માં યુઝર ને ૧૫ જીબી સુધી નું સ્ટોરેજ ક્ષમતા મળે છે. અને તમે ગુગલ ની બીજી દરેક સેવા નો લાભ તમને મળી શકે છે. વિશ્વ માં લોકો હમેશા ગુગલ ને પ્રથમ પસંદગી આપે છે. તમે ગુગલ ડ્રાઈવ સાથે જોડી અને ૧૦ જીબી સુધી ની ફાઈલ ટ્રાન્સફર કરી શકો છો.

૨: Outlook.com

outlook આ સર્વિસ એ માઈક્રોસોફ્ટ દ્વારા શરુ કરવામાં આવી હતી. પહેલા આ સેવા ને હોટમેલ તરીકે પણ ઓળખવામાં આવતી. આ વિશ્વ ની બીજા નંબર ની સોથી લોકપ્રિય ઇમેલ સેવા છે. ગુગલ ની જેમ આ સેવા પણ માઈક્રોસોફ્ટ ની દરેક સેવા માટે ઉપયોગી છે. સ્કાયપેય માટે આ સેવા ખુબ ઉપયોગી છે. અને આની મદદ થી તમે તમારા ફેસબુક મિત્રો સાથે સીધી ચેટ કરી શકો છો.

૩:Yahoo Mail:

yahoo!-boxયાહૂ મેલ એ પણ વિશ્વ ની લોકપ્રિય ફ્રી ઇમેલ સર્વિસ માની એક છે. યાહુ કંપની ની આ સેવા ખુબ જ લોકપ્રિય છે. અને તમને યાહુ ની દરેક સેવા નો લાભ લઇ શકો છો. જેમકે ફ્લિકર, આન્સર વગેરે. આ એક વેબ બેઝ ઇમેલ સર્વિસ છે. આ નો ઇન્ટરફેસ Outlook ને મળતો આવે છે.

૪:Aol Mail:

aol .comઆ સર્વિસ નું આખું નામ અમેરિકા ઓનલાઈન છે. યાહુ ની જેમ આ પણ એક વેબ બેઝ ઇમેલ સર્વિસ છે. અમેરિકા માં આ સેવા ખુબ લોકપ્રિય છે. આ સેવા POP3, IMAP અને SMTP જેવા પ્રોટોકોલ સપોર્ટ કરે છે.

૫:Zoho Mail:

zoho mail boxઆ સર્વિસ પોતના પ્રાઈવસી સેટીંગ માટે ખુબ લોકપ્રિય છે. અને વેબ બેઝ ઇન્ટરફેસ માટે આ સેવા જાણીતી છે.  પોતાની ફ્રી સેવા માં આ ૫ જીબી સુધી નું સ્ટોરેજ આપે છે.

૬:Mail.com:

download (3)આ સેવા પણ એક વેબ બેઝ ઇમેલ સેવા છે. જર્મન કંપની યુનાઇટેડ ઈન્ટરનેટ દ્વારા આનું સંચાલન કરવામાં આવે છે. આ સેવા અનલિમિટેડ સ્ટોરેજ ક્ષમતા આપે છે. અને તમે ૨ જીબી  સુધી ની ફાઈલ ઇમેલ સાથે જોડી શકો છો.

૭:Yandex Mail:

imagesઆ સેવા રશીયા ની સૌથી મોટી કંપની દ્વારા આપવા માં આવે છે. રશિયા નું ૬૦% ઇમેલ માર્કેટ પર આ કંપની નો કબજો છે. આ ઇમેલ સર્વિસ માં તમને અનલિમિટેડ સ્ટોરેજ, અને ૧૦ જીબી સુધી નું મેલબોક્ષ મળે છે.અને  ૩૦ એમબી સુધી ની ફાઈલ તમે સીધી જોડી શકો છો. આ સેવા માં તમે ફ્રી ઈ-કાર્ડ મોકલી શકો છો. આની અંદર તમને ઇનબિલ્ટ ટ્રાન્સલેટ ની સુવિધા અને વિડીયો પણ મોકલી શકો છો.

૮:Inbox.com:

2017-inbox.com-boxInbox.com એ તમને ૫ જીબી સુધી ની ફ્રી ઇમેલ સ્ટોરેજ ક્ષમતા આપે છે. પોતાના એકદમ સરળ ઇન્ટરફેસ માટે જાણીતી આ સેવા બેઝીક સર્વિસ આપે છે. આ સેવા માં ઘણા ફીચર્સ નથી જે આજ ના આધુનિક ઇમેલ માં હોવા જોઈએ.

૯:GMX Email:

54634-gmx-boxઆ સેવા એટલી બધી લોકપ્રિય નથી જેટલી બીજી છે. છતા આ એક બેઝીક ઇમેલ સેવા માં હોય તે દરેક ફીચર્સ આ સેવા માં ઉપલબ્ધ છે. આ સર્વિસ નો સૌથી મોટો ફાયદો એ છે કે તમે આને સીધું ફેસબુક જોડે ઇન્ટીગ્રેટ કરી શકો છો. આ સેવા માં ૫ જીબી સુધી નું સ્ટોરેજ તમને મળશે.

૧૦:icloud Mail:

downloadએપલ કંપની ની આ ઇમેલ સેવા તમે એપલ ની કોઇપણ પ્રોડક્ટ સાથે વાપરી શકો છો. icloud mail માં તમને મળશે ૫ જીબી સુધી ની સ્ટોરેજ ક્ષમતા અને એ તમે એપલ ના કેલેન્ડર અને ડોક્યુમેન્ટ સાથે શેર કરી શકો છો.

Comments

comments

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.