Comments

વિશ્વ ની ટોપ ૧૦ બુલેટ ટ્રેન

બુલેટ ટ્રેન એ એક અત્યંત હાઈ સ્પીડ ટ્રેન હોય છે.આખા વિશ્વ માં અત્યારે અનેક દેશો માં આવી હાઈ સ્પીડ ટ્રેન દોડે છે. બુલેટ ટ્રેન ની સ્પીડ ૩૦૦ કિમી/કલાક થી લઇ ૪૦૦ કિમી કલાક સુધી હોઈ શકે છે. અહી વિશ્વ ની સોંથી ઝડપી બુલેટ ટ્રેન ની લીસ્ટ છે.

૧૦ THSR 700T , તાઈવાન

THSR 700T  આ ટ્રેન તાઇવાન ની અત્યંત હાઈ સ્પીડ ટ્રેન છે. જે કલાક ના ૩૦૦ કિમી/કલાક ની ઝડપે દોડે છે. આ ટ્રેન ની શરૂઆત ૨૦૦૭ માં શરુ કરવામાં આવી હતી. આ ટ્રેન તાઈપીઈ શહેર અને કોસિંગ  શહેર વચ્ચે શરુ છે. સાડા ચાર કલાક નો રસ્તો માત્ર ૯૦ મિનીટ માં પૂરો કરે છે. આ ટ્રેન જાપાન ની ૩ મોટી કંપની કાવાસાકી, હિટાચી , અને નિપોન કંપની એ બનાવી છે. આ ટ્રેન ૯૦૦ યાત્રિયો ની ક્ષમતા ધરાવે છે.

૯ ETR 500, ઇટાલી

આ ટ્રેન એ ઇટાલી ની ઝડપી ટ્રેન છે. આ ટ્રેન નું સંચાલન ઇટાલી ની TRENTITALIA નામની કંપની કરે છે. આ ટ્રેન ની મહત્તમ સ્પીડ ૩૦૦ કિમી/ કલાક છે. આ ટ્રેન ઇટાલી ના મિલાન અને રોમ શહેર વચ્ચે દોડે છે. બે શહેર વચ્ચે નો સમય ગાળો તે ૨ કલાક ને ૪૦ મિનીટ માં પૂરો કરે છે. આ ટ્રેન બનાવી છે ઇટાલી ની ત્રણ કંપની ANASALDOBREDA, BOMBARDIER, ALSTOM એ ભેગી મળી ને બનાવી છે.

૮ SNCF TGV DUPLEX,  ફ્રાંસ

TGV ટ્રેન એ ફ્રાંસ ની સૌથી ઝડપી ટ્રેન માં થી એક છે. જે કલાક ના ૩૨૦ કિમી / કલાક ની સ્પીડ પર દોડે છે.  આ ટ્રેન ડબલ ડેકર ની છે. આ ટ્રેન ની શરૂઆત ડીસેમ્બર ૨૦૧૧ ના રોજ થઇ હતી. આ ટ્રેન ૫૦૮ મુસાફરો ની ક્ષમતા ધરાવે છે. આ ટ્રેન ફ્રાંસ ની અલ્સ્ટોમ કંપની એ બનાવી છે. આ ટ્રેન વિશ્વ ની સોથી આરામ દાયક ટ્રેન માં ગણાય છે.

૭ ALSTOM EURODUPLEX, ફ્રાંસ

EURODUPLEX એ ફ્રાંસ ની સૌથી ઝડપી ટ્રેન માની એક છે. આ ટ્રેન ફ્રાંસ ની SNCF કંપની દ્વારા ચલાવા માં આવે છે. આ ટ્રેન યુરોપ ના ફ્રાંસ, જર્મની, અને લક્ઝેમ્બેર્ગ જેવા દેશો ને જોડે છે. આ ટ્રેન ની પેસેન્જર ક્ષમતા ૧૦૦૦ મુસાફરો ની છે. આ ટ્રેન યુરોપ ને જોડે છે.  આ ટ્રેન ની સ્પીડ ૩૨૦ કિમી/કલાક છે.

૬ E5 SERIES SHINKASEN, જાપાન

E5 સીરીઝ ની આ ટ્રેન જાપાન ની સોથી ઝડપી ટ્રેન માની એક છે. કલાક ના ૩૨૦ કિમી/કલાક ની સ્પીડે આ ટ્રેન જાપાન ના બે શેહર એમોરી અને ટોક્યો ને જોડે છે. આ ટ્રેન નું સંચાલન જાપાન EAST  RAILWAY દ્વારા કરવા માં આવે છે. આ ટ્રેન ની બે શહેર વચે નું અતર માત્ર ૨ કલાક અને ૫૬ મિનીટ માં પૂરું કરે છે. આ ટ્રેન ની પેસેન્જર ક્ષમતા ૭૩૦ પેસેન્જર ની છે.

૫ TALGO 350, સ્પેન

TALGO ૩૫૦ એ સ્પેન ની ટ્રેન છે અને સ્પેન ના મેડ્રીડ અને બાર્સેલોના શહેર વચ્ચે ચાલે છે. આ ટ્રેન સ્પીડ ૩૫૦ કિમી/કલાક છે. કુલ ૧૨ ડબ્બા ધરવતી આ ટ્રેન યુરોપ ની સોથી ઝડપી ટ્રેન માં ની એક છે.

૪ SIEMEN VELARO E/AVS 103 , સ્પેન

આ ટ્રેન પણ સ્પેન ની છે. આ ટ્રેન ની સ્પીડ ૩૫૦ કિમી/કલાક ની ઝડપે દોડે છે. આ ટ્રેન બાર્સેલોના અને મેડ્રીડ વચ્ચે દોડે છે. આ ટ્રેન એ પરીક્ષણ દરમિયાન ૪૦૩ કિમી ની ઝડપ પ્રાપ્ત કરેલી છે. કુલ ૪૦૦ પેસેન્જર ની ક્ષમતા ધરવતી આ ટ્રેન માં કુલ ૮ ડબ્બા ધરાવે છે.

૩ AGV ITALO ઇટાલી

આ ટ્રેન ઇટાલી ની સોથી ઝડપી ટ્રેન માં ની એક છે. આ ટ્રેન ની સ્પીડ ૩૬૦ કિમી/કલાક ની છે. આ ટ્રેન એ પરીક્ષણ દરમિયાન ૫૭૪ કિમી/કલાક ની ઝડપ પ્રાપ્ત કરેલી છે. પણ સલામતી ના કારણોસર આ ટ્રેન ને ૩૬૦ કિમી ની સ્પીડ પાર દોડે છે. આ ટ્રેન ઇટાલી ના રોમે અને નેપલ્સ શેહર વચ્ચે દોડે છે.  આ ટ્રેન ની શરુઆત ૨૦૦૭ માં કરવામાં આવી હતી.

૨ HARMONY CRH 380A, ચીન

આ ટ્રેન ચીન ની બીજા નંબર ની ટ્રેન છે.  જે કલાક ના ૩૮૦ કિમી ની ઝડપે દોડે છે. આ ટ્રેન સાંઘાઇ અને નાન્જીંગ સહેર વચ્ચે દોડે છે. આ ટ્રેન એ ચીન ની ૨ કંપની CSR QUINGDAO ANE ROLINGSTOCK સાથે મળી ને બનાવી છે. આ ટ્રેન કુલ 500  મુસાફરો ની ક્ષમતા ધરાવે છે.

૧ SHANGHAI MAGLEV, ચીન

શાંઘાઈ મેગ્લેવ એ દુનિયા ની સોઉથી ઝડપી ટ્રેન માં ની એક છે. આ ટ્રેન વિશ્વ ની એક માત્ર એવી ટ્રેન છે જે મેગ્નેટિક લેવીતેસન ટેકનોલોજી ઉપર કાર્યરત છે. આ ટ્રેન વ્હીલ ને બદલે મેગ્નેટિક ફિલ્ડ ઉપર દોડે છે. જેથી આ ટ્રેન ટ્રેક થી કોઈ કોન્ટેક નથી હતો. આ ટ્રેન ની શરૂઆત ૨૦૦૪ માં કરવામાં આવી હતી. કુલ ૫૭૪ પેસેન્જર ની ક્ષમતા ધરાવતી આ ટ્રેન ની ટ્રેક ની લંબાઈ ૩૫ કિમી ની છે.  કૂલ ૫૭૪ પેસેન્જરને ક્ષમતા ધરાવતી આ ટ્રેન ૪૩૦ કિમી/કલાક ની સ્પીડ પર દોડે છે. આ ટ્રેન આખો પ્રવાસ ૭ મિનીટ અને ૨૦ સેકન્ડ માં પૂરો કરે છે.

Comments

comments

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.