મોબાઇલ ડેટા સેવ કરવાની કેટલીક ટ્રીક્સ

આજે આપનો મોબાઇલ પૂરો દિવસ ઈન્ટરનેટ સાથે જોડાયેલ રહે છે. સાથે ઘણીવાર આ માં બહુ વિશાળ પ્રમાણ માં આપણો ડેટા વપરાય જાય છે. આને બહુ થોડા સમય માં આપણો ડેટા પ્લાન પૂરો થઇ જાય છે. આના થી બચવા માટે અહી આપેલ ડેટા સેવિંગ રીત અપનાવી અને ખોટો ડેટા નો વપરાશ અટકાવો.

(૧) મોબાઇલ ડેટા લીમીટ સેટ કરો:

mobile data usage screenshot in android

                જો તમારો ફોન તમારા ધ્યાન વગર બહુ જ ડેટા નો વપરાશ કરતો હોય અને તમારો ડેટા પ્લાન બહુ લીમીટેડ હોય તો તમે તમારા એન્ડ્રોઈડ ફોન ઉપર ડેટા લીમીટ સેટ કરી શકો છો. આ ઓપ્શન તમને મળશે SETTING-> CONNECTION-> DATA USAGE માં. અહી તમે તમારી જરૂરીયાત પ્રમાણે લીમીટ આપી શકો છો. આ લીમીટ તમે તમારી રીતે વધારી અથવા ઘટાડી શકો છો. અહી થી તમે એ પણ જાણી શકશો કે તમારી કઈ એપ્સ કેટલો ડેટા વાપરે છે.

(૨) ઓટો અપડેટ એપ્સ બંધ કરી દેવી.

screenshot of playstore settings

playstore settings

auto update option in playstore

 

ડેટા વપરાઈ જવાનું સૌથી મોટું કારણ એન્ડ્રોઈડ માં એપ્સ નું ઓટોમેટીક અપડેટ હોય છે. ફેસબુક અને ગુગલ ની દરેક એપ લગભગ દરોજ અપડેટ થયા કરે છે. જે આપણો મોટા પ્રમાણ માં ડેટા વાપરી નાખે છે. આ ના માટે તમારા પ્લેસ્ટોર ચાલુ કરો તેમાં  સેટીંગ માં જાવ અહી ઓટો અપડેટ નું સેટીંગ દેખાશે. તેને બંધ કરી દેવું. તમે પછી તમારી એપ્સ ને ગમે ત્યારે અપડેટ કરી શકશો. આના થી તમારો ડેટા બહુ મોટા પ્રમાણ માં સેવ કરી શકશો.

(૩) ઓટો વિડીયો પ્લે બંધ કરી દેવા.

આજે ફેસબુક અને ટ્વીટર,ઇનસ્ટાગ્રામ જેવી વેબસાઈટ પર ખુબ મોટા પ્રમાણ માં વિડીયો શેર કરવામાં આવે છે. જયારે આપણે આ વિડિયો જોયે ત્યારે આ ઓટોમેટીક પ્લે થવા મંડે છે. આવા ઓટો પ્લે ઓપ્શન થી પણ ખુબ મોટા પાયે ડેટા વપરાય જાય છે. આ ઓટો પ્લે બંધ કરવાથી તમારા ડેટા બચી શકે છે. આ તમને દરેક એપ્સ ના સેટીંગ માં ઓટો વિડીયો પ્લે નું ઓપ્શન આપેલું હોય છે. અહી થી તમે તે બંધ કરી શકો છો.

(૪) વોટ્સએપ નું ઓટો ડાઉનલોડ બંધ કરી દેવું.

whatsapp setting screenshot                                  stop media auto download in whatsapp

વોટ્સ એપ પર પણ આજે તમે ફોટો વિડીયો અથવા ઓડિયો એકબીજા ને મોકલી શકો છો. ઘણી વાર આ વિડીયો અને ઓડિયો ઓટોમેટીક ડાઉનલોડ માં હોવાથી ખુબ મોટા પ્રમાણ માં આપણો ડેટા વપરાય જાય છે. આવા માટે તમારે વોટ્સ એપ નું ડાઉનલોડ બંધ કરી દેવું. આ ઓપ્શન તમને મળશે SETTINGS-> DATA USAGE  માંથી.

(૫) મોબાઈલ ગેમ્સ ની એડ બંધ કરવી.

જયારે આપણે મોબાઈલ પર ગેમ રમીએ છીએ ત્યારે ઘણી વાર ઓટોમેટીક કોઈ જાહેરાત કે વિડીયો પ્લે થવા લાગે છે. આવી જાહેરાત કે વિડીયો થી બચવા તમારે ડેટા કનેક્શન બંધ કરી દેવું. જેથી ડેટા નું બહુ ઉપયોગ ના થાય.

(૬) મ્યુઝીક સ્ટ્રીમ એપ ને ઓફ લાઈન સેવ કરવું.

          જો તમને સંગીત સાંભળવું પસંદ હોય અને તમે ગાના.કોમ કે એના જેવી બીજી કોઈ એપ પર ઓનલાઈન મ્યુઝીક સાંભળો છો. તો સોંગ ને ઓફલાઈન સેવ કરી લેવું. જેથી તમારે માત્ર એક જ વાર આ સોંગ ડાઉનલોડ કરી ને ગમે ત્યારે સાંભળી શકશો.

#mobiledatasavingtricks, #datasaving, #techgujarati.com

Comments

comments

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.