TaihuLight – જાણો વિશ્વ ના સૌથી ઝડપી અને પાવરફુલ ચાઈનીઝ સુપરકોમ્પ્યુટર વિશે

અમેરીકા અને ચીન વચ્ચે ચાલતી સૌથી ઝડપી અને પાવરફુલ સુપરકોમ્પ્યુટર બનાવવાની રેસ માં ફરી એક વાર ચીન એ બાજી મારી લીધી છે. ચીને બનાવ્યું છે વિશ્વ નું નવું સૌથી પાવરફુલ સુપરકોમ્પ્યુટર જેનું નામ છે. TaihuLight. તો ચાલો જાણીએ શું છે આ સુપરકોમ્પ્યુટર માં.

TaihuLight super computer

TaihuLight super computer

TaihuLight ની સ્પીડ ૯૩ પેટાફ્લોપ છે. મતલબ કે આ કોમ્પ્યુટર પ્રતી સેકન્ડ ૯૩ હજાર કરોડ ની ગણતરી કરી શકે છે. આ કોમ્પ્યુટર તેના પાછલા સુપરકોમ્પ્યુટર Tiahane-2 કરતા ડબલ સ્પીડ ધરાવે છે. આ કોમ્પ્યુટર એ ચીન એ પોતે ડીઝાઇન કરેલા અને બનાવેલા શેનવેઈ પ્રોસેસર નો ઉપયોગ કરેલો છે. અમેરીકા અને ઇન્ટેલ કંપની એ પોતાના લેટેસ્ટ ચીપ ચીન ને આપવા નો ઇનકાર કરતા ચીન એ પોતાના પ્રોસેસર બનવ્યા છે. TaihuLight માં  કુલ ૪૧૦૦૦ પ્રોસેસર છે. અને દરેક પ્રોસેસર માં બીજા ૨૬૪ કોર આવેલા છે. એટલે કે કુલ મળી ને ૧૦ કરોડ થી પણ વધારે કોર આ કોમ્પ્યુટર માં છે. જયારે અમેરીકા ના સૌથી પાવરફુલ કોમ્પ્યુટર માં ૫,૬૦,૦૦૦ કોર છે, આ કુલ ૧.૪ પેટાબાઈટ ની રેમ ધરાવે છે. આ સુપરકોમ્પ્યુટર  કુલ મળી ને ૧૫ મેગાવોટ ની વીજલી નો ઉપયોગ કરે છે.આટલી વિદ્યુત થી કુલ ૧૫૦૦૦ ઘર ને રોશન કરી શકાય છે. સૌથી ખાસ વાત એ કે આના માટે ચીન એ પોતાના માઈક્રોપ્રોસેસર વિક્શાવ્યા છે.

આ સિસ્ટમ ને ચીન ની નેશનલ સુપરક્મ્પ્યુંટીંગ સેન્ટર અને વુક્ષી શહેર ખાતે રાખવામાં આવ્યું  છે. અને આ કોમ્પ્યુટર National Research Center of Parallel Computing Engineering & Technology દ્વારા બનાવામાં  માં આવ્યું છે. આ સિસ્ટમ નો ઉપયોગ અણુબોમ્બ ના અસર માપવા, મોસમ વિભાગ, બીગ ડેટા એપ્લીકેશન , સાયબર સુરક્ષા, અને પૃથ્વી નો અભ્યાસ કરવામાં માટે ખુબ ઉપયોગી થશે. આ સિસ્ટમ સાથે ચીન સુપરકોમ્પ્યુટર ની સંખ્યામાં અમેરીકા થી આગળ નીકળી ગયું છે. ચીન પાસે કુલ મળી ને ૧૬૭ સુપરકોમ્પ્યુટર છે. જયારે અમેરીકા પાસે ૧૬૫ સુપરકોમ્પ્યુટર છે. અને યુરોપ માં કુલ ૧૦૫ સુપર કોમ્પ્યુટર છે.

 

sources: ૧ http://www.extremetech.com/extreme/230458-meet-the-new-worlds-fastest-supercomputer-chinas-taihulight

http://www.top500.org/system/178764

 

Comments

comments

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.