કેવી હશે કલાક ના ૧૨૦૦ કિલોમીટર ની ઝડપે દોડતી હાઈપરલુપ ટ્રેન?

ચેન્નાઈ થી બેંગ્લોર માત્ર ૨૦ મિનીટ, મુંબઈ થી પુણે માત્ર ૧૫ મિનીટ? શું આટલી ઝડપે કઈ રીતે પોહચી શકાય એ પણ ટ્રેન દ્વારા ? તો જવાબ છે હાઇપરલુપ ટ્રેન. કેવી હશે આ હાઇપરલુપ ટ્રેન ચાલો જાણીએ.

hyperloop concept

હાયપરલુપ નો કોન્સેપ્ટ

વિશ્વ ના સૌથી પ્રખ્યાત ઉદ્યોગ સાહસીક એવા એલોન મસ્ક જે વિશ્વ ની પ્રસિદ્ધ કંપની એવી PAYPAL, SPACEX, અને TESLA જેવી કંપની ના માલિક છે. તેનું સૌથી નવું સાહસ છે.હાયપરલુપ ટ્રેન. આ ના માટે એક ખાસ નવી કંપની બનાવા માં આવી છે જેનું નામ હાઇપરલુપ વન રાખવામાં આવ્યું છે. આ ટ્રેન એક બંધ ટ્યુબ માં હશે અને મેગ્નેટીક લેવીટેશન થી ચાલશે.આ ટ્રેન ની એવરેજ સ્પીડ કલાક ના ૯૭૦ કિલોમીટર/કલાક હશે અને ટોપ સ્પીડ હશે ૧૨૦૦ કિલોમીટર/કલાક. આ ટ્રેન અત્યાર ની સૌથી ઝડપી મેગ્લેવ ટ્રેન કરતા પણ બમણી હશે. આમાં ખાસ પ્રકાર ના પોડ વપરાશે જેમાં પેસેન્જર અથવા માલ સામાન ની હેરફેર કરી શકાશે. બંધ ટ્યુબ હવા નહિ હોય.

elon musk

એલોન મસ્ક

એલોન મસ્ક નું માનવું છે કે આજ ની ટ્રાન્સપોટેશન ટેકનોલોજી જેવી કે રોડ,પાણી,હવા,અને,ટ્રેન જેવી ટેકનોલોજી બહુ ધીમી અને ખર્ચાળ છે. અને પર્યાવરણ ને હાનીકારક પણ છે. અને બુલેટ અને મેગ્લેવ ટ્રેન જેવી ટેકનોલોજી બહુ જ ખર્ચાળ છે. આ સમસ્યા ના હલ માટે ૨૦૧૩ માં એક કોન્સેપ્ટ લાવવા માં આવ્યો. જેનું નામ રાખવામાં આવ્યું હાઇપરલુપ. આ ટ્રેન માં આજ ની જેમ લાંબા કોચ ને બદલે એક પોડ રાખવામાં આવશે. આ પોડ ની નીચે ઇલેક્ટ્રો મેગ્નેટીક હશે. જેથી એ હવા માં તરતુ હશે. અને દરેક પોડ ની આગળ એક જેટ એન્જીન જેવું એર કમ્પ્રેસર હશે જે પોડ ને આગળ ચલાવશે બંધ ટ્યુબ માં હોવા થી તેને હવા ના ઘર્ષણ નો સામનો નહિ કરવો પડે. અને ઇલેક્ટ્રો મેગ્નેટ હોવા થી તે હવા માં તરતુ હશે. જેથી આ ટ્રેન ૧૨૦૦ કિલોમીટર પ્રતી કલાક ના સ્પીડે દોડી શકે છે. હાઇપરલુપ ટ્રેન ખાસ તો એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હોવાનો દાવો કરવામાં આવે છે. કંપની ના કહેવા મુજબ આ ટ્રેન ની ઉપર સોલર પેનલ લગાવામાં આવશે જેથી તે ખુબ ફાયદો થશે.

 

હાઈપરલુપ કંપની એ આવા પોડ બનાવવા માટે એક કોમ્પિટિશન કરવામાં આવ્યું જેને ધારણા કરતા વધારે પ્રતિસાદ મળ્યો વિશ્વ ની ૧૧૫ ટીમ દ્વારા આવા ડીઝાઇન સબમિટ કરવામાં આવી. જેમાં થી ૩૦ ડીઝાઇન ને કંપની ના એન્જીનીયરો દ્વારા સીલેક્ટ કરવામાં આવી. આ ટીમ દ્વારા એક પ્રોટોટાઈપ બનાવવામાં આવ્યો અને જેને કંપની ના પ્રાયોગીક ટેસ્ટ મોડલ ઉપર ચકાસવા માં આવ્યા. અને છેલ્લે અમેરિકાની MIT યુનિવર્સીટી ની ટીમ ને વિજેતા જાહેર કરવામાં આવી છે.

hyperloop-project-005-970x546-c

આ ટ્રેન આજે આખા વિશ્વ નું ધ્યાન ખેચી રહી છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા આટલા રૂટ ની પસંદગી કરવામાં આવી છે. જેમાં ભારત પણ છે.બીજા દેશો માં દુબઈ,ચીન દક્ષીણ કોરિયા, દક્ષીણ આફ્રિકા, બ્રિટન અને બીજા યુરોપી દેશો.,ઓસ્ટ્રેલિયા માં કુલ અલગ અલગ ૩૪ રૂટ પસંદ કરવામાં આવ્યા છે. દુબઈ વિશ્વ ની પ્રથમ હાઈપરલુપ ટ્રેન શરુ કરે એવી શક્યતા ખુબ વધારે છે.

021_14A_HYPERLOOP ART

કંપની દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે તેની આ ટેકનોલોજી આજ ની બીજા ટ્રેન ટેકનોલજી જેવી કે બુલેટ અને મેગ્લેવ કરતા ખુબ સસ્તી પડશે. આ ટ્રેન પર ૭૨ કરોડ રૂપયા પ્રતી કિલોમીટર ખર્ચ થશે. જયારે બુલેટ કે મેગ્લેવ ટ્રેન પ્રતી કિલોમીટરે ૩૦૦ કરોડ એ પડે છે. જો બધું સમયસર ચાલે તો આ ટ્રેન ચાર થી પાંચ વર્ષ માં બનાવી શકશે.

હાઇપરલુપ ની ટ્યુબ

હાઇપરલુપ ની ટ્યુબ

hyperloop

image sources: digitaltrends.com, dailymail.co.uk

Comments

comments

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.