ભારત ની સેના વિશ્વ ની ટોચ ની ૧૦ સેના ઓં માં સામેલ છે. જેમાં આર્મી, વાયુસેના, નેવી, ઉપરાંત BSF,ITBP,CRPF જેવી પેરા મીલીટરી ફોર્સ પણ છે. અહી સેના દ્વારા લડાઈ માં વપરાતા અનેક શસ્ત્રો વિષે જાણો જેમાં રાઈફલ, તોપ, ટેંક,ફાઈટર વિમાનો, યુએવી, રેડાર, નેવી ના જહાજો,સબમરીન વગેરે જેવા અનેક શસ્ત્રો છે.
શસ્ત્ર |
નામ |
નોટ |
![]() |
ગ્લોક-૧૭ |
આ ગન ભારતીય સ્પેશીયલ ફોર્સીસ દ્વારા વાપરવામાં આવે છે આ ગન ૫૦ મીટર ની રેંજ સુધી નિસાન લગાવી શકે છે. આની કાર્ત્રિજ માં ૧૭ કારતુસ મી કેપેસિટી ધરાવે છે. SPG, NSG, MARCOS, PARA કમાન્ડો દ્વારા યુઝ થાય છે. |
![]() |
SPAS-15 |
આ એક ઈટાલિયન શોટગન છે જે સેમી ઓટોમેટીક છે. આની રેંજ છે ૪૦ મીટર છે. |
![]() |
માઈક્રો UZI |
ઇઝરાયેલ બનાવટ ની આ ગન એક મિનીટ માં ૨૦૦ ગોળી ફાયર કરી શકે છે. અને આ ગન ની રેંજ છે ૨૦૦ મીટર સુધી ની. |
![]() |
MP-5 |
આ ગન વિશ્વ ની દરેક સ્પેશીયલ ફોર્સ દ્વારા વાપરવામાં આવે છે. આ ગન બીજા ઘણા સબ વર્ઝન છે. આ ગન ૮૦૦ રાઉન્ડ પર મિનીટ સ્પીડ થી ફાયર કરી શકે છે. અને રેંજ છે ૨૦૦ મીટર સુધી ની. |
![]() |
MP-9 |
આ એક સ્વીસ બનાવટ ની ગન છે. ક્લોસ કોમ્બેટ માટે આ ગન નો યુઝ કરવામાં આવે છે. |
![]() |
Tavor-TAR 21 |
ભારતીય સ્પેશીયલ ફોર્સ ની મનપસંદ એસોલ્ટ રાઈફલ. વિશ્વ ની સૌથી ખતરનાક ગન માની એક છે. આ ગન ૫૫૦ મીટર સુધી દુર ના ટાર્ગેટ ને ખત્મ કરી શકે છે. |
![]() |
AKM |
આ ગન AK-47 નું આધુનીક રૂપ છે. એક મિનીટ માં ૬૦૦ રાઉન્ડ પર મિનીટ ની સ્પીડ થી ફાયર કરી શકે છે. અને રેંજ છે ૩૫૦ મીટર |
![]() |
AK-103 |
આ ગન AK-74 નું આધુનીક રૂપ છે. આ ગન ની ઉપર એક ગ્રેનેડ લોન્ચર અથવા નાઈટ વિઝન ડીવાઈઝ એટેચ કરી શકાય છે.૭.૬૨ mm ની આ ગન ૬૦૦ રાઉન્ડ પર મિનીટ ની સ્પીડ થી ફાયર કરી શકે છે. |
![]() |
M4A1 |
આ એક અમેરીકન રાઈફલ છે. ખાસ સ્પેશીયલ ફોર્સ માટે બનાવેલી આ ગન ૭૦૦ રાઉન્ડ પર મિનીટ ની સ્પીડ થી ફાયર કરી શકે છે. |
![]() |
M-16 |
આ પણ એક અમેરીકન બનાવટ ની ગન છે. નાટો ના સ્ટાનડરડ પ્રમાણે બનેલી છે. ૯૫૦ રાઉન્ડ પર મિનીટ ની સ્પીડે આ ગન ૫૫૦ મીટર દુર ના ટાર્ગેટ ને ખત્મ કરી શકે છે. |
![]() |
MCIWS |
આ ગન ની ડીઝાઇન ભારત ની ARDE લેબોરેટરી એ બનાવેલી છે. આ ગન ને જરૂરીયાત પ્રમાણે બેરલ બદલી શકાય છે. માટે એક જ ગન બે પ્રકાર ના રાઉન્ડ ફાયર કરી શકે છે. આ ગન ૬૫૦ રાઉન્ડ પર મિનીટ ની સ્પીડ પર ફાયર કરી શકે છે. અને આ નો ઉપયોગ BSF, ITBP, અને CRPF દ્વારા કરવામાં આવશે. |
![]() |
Excalibur |
આ ગન પણ ભારત ની ARDE દ્વારા ડેવલોપ કરવામાં આવી છે. જે INSANS રાઈફલ નું સ્થાન લેશે. આ રાઈફલ ૬૫૦ RPM ની સ્પીડ થી ફાયર કરો શકે છે. અને રેંજ છે ૪૫૦ મીટર |
![]() |
Amogh |
આ એક ટુકી રેંજ ની રાઈફલ છે જેને ભારતે ડેવલોપ કરી છે. ૨૦૦ મીટર રેંજ ધરાવતી આ રાઈફલ ૭૦૦ rpm ની સ્પીડ થી ફાયર કરી શકે છે. હાલ માં નેવી દ્વારા યુઝ કરવામાં આવે છે. |
![]() |
INSAS |
આજે ભારતીય સેના નું મુખ્ય રાઈફલ છે જેને ૧૯૯૮ માં ડેવલોપ કરવામાં આવી હતી આ ના કુલ ૩ અલગ અલગ વર્ઝન છે. ૪૦૦ મીટર સુધી દુર ના ટાર્ગેટ ને ખત્મ કરી શકે છે. ધીરે ધીરે આ રાઈફલ ને સેના માંથી રીટાયર્ડ કરી દેવામાં આવશે. |
![]() |
SSG-69 |
આ એક સ્નાઈપર રાઈફલ છે જે ૮૦૦ મીટર દુર ના ટાર્ગેટ ને નિસાન લઇ ને વીંધી શકે છે. |
![]() |
SSG-3000 |
આ પણ એક સ્નાઈપર રાઈફલ છે. જેની રેંજ 900 મીટર સુધી ની છે. |
![]() |
PSG-1 |
આ સ્નાઈપર રાઈફલ ની રેંજ છે ૮૦૦ મીટર. આ એક જર્મન કંપની દ્વારા ડીઝાઇન કરવામાં આવી છે. |
![]() |
GALIL |
આ એક ઇઝરાયેલ બનાવટ ની ગન છે જેનું ખાસ વર્ઝન સ્નાઈપર રાઈફલ તરીકે યુઝ કરવામાં આવે છે. ૫૦૦ મીટર ની રેંજ છે આ ગન ની. |
![]() |
Dragunov SVD |
રશીયન બનાવટ ની આ સ્નાઈપર ગન સૌથી ખતરનાક ગન માં થી એક ગણવા માં આવે છે. આની રેંજ છે ૮૦૦ મીટર ની. |
![]() |
વિધ્વંશક |
આ એક લોંગ રેંજ સ્નાઈપર ગન છે અને ભારત દ્વારા બનાવવામાં આવી છે. જેની રેંજ છે. ૧૮૦૦ મીટર. આ ગન BSF દ્વારા યુઝ કરવામાં આવે છે. |