Comments

ભારત નું લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (L.C.A.) તેજસ વિમાન

 

ભારત નું સ્વદેશી બનવાટ નું વિમાન L.C.A એટલે કે તેજસ વિમાન પ્રથમ વાર વાયુસેના માં સામેલ કરવામાં આવશે. ૧ જુલાઈ એ ભારતીય ઈતીહાસ માં સૌથી યાદગાર દિવસ રેહશે. તો ચાલો જાણીએ શું છે ખાસ આ વિમાન માં ?

LCA તેજસ

LCA તેજસ

તેજસ વિમાન એ સિંગલ પાઈલોટ અને સિંગલ જેટ એન્જીન ધરાવતુ ફાઈટર એરક્રાફ્ટ છે. વિદેશી વિમાનો ને બદલે ભારતે પોતાના ડીઝાઇન બનાવવા નું નક્કી કર્યું. અને લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) એવા નામ સાથે આ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો. આ પ્લેન વિશ્વ નું સૌથી હળવું લડાયક વિમાન છે. અને સાથે સુપરસોનીક પણ છે. ભારત ના તમામ જુના થઇ ગયેલા મિગ-૨૧ વિમાન ની જગ્યા આ વિમાન પુરશે. સન ૨૦૦૩ માં આ વિમાન નું નામ તેજસ રાખવામાં આવ્યું
Continue Reading

Comments

રફાલ ફાઈટર જેટ – ભારતીય વાયુસેના નું નવું ઘાતક વિમાન

રફાલ, Rafale fighter jet

રફાલ વિમાન

આજ કાલ ભારત અને ફ્રાંસ વચ્ચે રફાલ વિમાન ની ડીલ સમાચાર માં ખુબ આવી રહી છે. એવું તે શું છે આ ફાઈટર જેટ માં જેના માટે ભારતીય વાયુસેના આતુરતા થી રાહ જોઈ રહી છે? તો ચાલો જાણીએ રફાલ લડાયક વિમાનો વિષે.

સુખોઈ -૩૦, મીગ-૨૯, મિરાજ-૨૦૦૦, જેગુઆર જેવા એક થી એક ચડિયાતા ફાઈટર વિમાન નો કાફલો ધરાવતી ભારતીય વાયુસેના માં સામેલ થશે એકદમ નવું અને રફાલ ફાઈટર વિમાન. ભારત આવા કુલ ૩૬ વિમાનો ફ્રાંસ પાસે થી તૈયાર લેશે. કુલ ૫૮૦૦૦ કરોડ માં આ સોદો થશે. Continue Reading

Comments

મીગ ૨૧ – ભારત નુ પ્રથમ સુપર સોનિક લડાયક વિમાન

મીગ ૨૧ એ ભારતીય વાયુસેના નુ એક ખુબજ મહત્વનુ લડાયક વિમાન છે. ભારત નુ સૌપ્રથમ સુપરસોનિક ફાઈટર વિમાન છે. તો ચાલો જાણીએ આ રશિયન વિમાન ની ખાસિયતો વિશે.

Image result for mig 21 hd, મીગ ૨૧

મીગ -૨૧

મીગ ૨૧ એ સુપરસોનિક જેટ વિમાન છે. રશિયા દ્વારા બનાવામાં આવેલું એક અત્યંત સફળ જેટ વિમાન છે. જેનો ઉપયોગ ૬૦ થી વધારે દેશો કરે છે. શરૂઆત ના કેટલાક વર્ઝન ૨ પેઢી ના ગણાય છે. એ પછી ના તમામ વર્ઝન ૩ પેઢી ના છે. મીગ-૨૧ એ વિશ્વ નુ સોથી વધારે સંખ્યામાં બનાવામાં આવેલું ફાઈટર પ્લેન છે.

મીગ ૨૧ એ ફાઈટર અને ઇન્ટરસેપ્ટર બંને પ્રકાર ના કામ કરી શકે છે. ભારત નુ સૌપ્રથમ સુપરસોનિક જેટ જેની મહતમ સ્પીડ ૨૧૦૦કિમી/કલાક છે.  તેની પાંખો નો આકાર ત્રિકોણાકાર એટલે કે ડેલ્ટા જેવો રાખવામાં આવ્યો છે. ઉડાડવા માં એકદમ સરળ હોવાથી તે અનેક દેશો ની વાયુસેના માં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

 

નામ

મીગ-૨૧

પ્રકાર

ફાઈટર જેટ

કંપની

મીકોયાન ગુરુવીચ

દેશ

રશિયા

સ્ટેટસ

ચાલુ

પ્રથમ ફ્લાઈટ

૧૯૫૬

ભારતીય વાયુસેના માં સામેલ વર્ષ

૧૯૬૩

પેઢી

બીજી/ત્રીજી

અત્યાર સુધી માં બનેલા પ્લેન

૧૨૦૦૦(પુરા વિશ્વ માં)

મુખ્ય વપરાશકર્તા દેશ

રશિયા,ભારત, લીબિયા

નાટો માં નામ

ફીશ્બેડ

ભારતીય નામ

વિક્રમ

ભારત એ મીગ-૨૧ નો પ્રથમ ૧૯૬૩ માં ખરીદવામાં આવ્યું હતું.  રશિયા દ્વારા આ પ્લેન ની આખી ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં આવી હતી. અને તે પછી ભારતીય કંપની HAL (હિન્દુસ્તાન એરોનોટીક્સ લિમીટેડ) દ્વારા આ પ્લેન ની ભારત માં બનાવામાં આવે છે. ભારત માં બનેલા આવા મીગ-૨૧ ની સંખ્યાં ૧૨૦૦ વધારે છે.  ભારત ની વાયુસેના માં આ પ્લેન ૫૦ વર્ષ થી વધારે થયા છે.  પણ સમય જતા આ પ્લેન ને ધીમે ધીમે રીટાયર્ડ કરી કરી દેવામાં આવ્યા છે.  આજે આ પ્લેન ની સંખ્યાં ૨૫૦ જેટલી જ છે. વખત જતા આ પ્લેન નુ સ્થાન તેજસ વિમાન લઇ લેશે. ભારત માં મુખ્ય ૪ પ્રકાર ના મીગ-૨૧ વપરાય છે. જેમાં છે BIS, M, MF, bioson, મુખ્ય છે.

 

પાઈલોટ ની સંખ્યાં
લંબાઈ ૧૪.૫ મીટર
ઉંચાઇ ૪ મીટર
પાંખ ની પોહાળાઈ ૭.૧ મીટર
પાંખ નુ ક્ષેત્રફળ ૨૩ ચોરસ મીટર
વજન ૮.૮ ટન
એન્જીન ૧ x  Tumanski R25-300
મહતમ ઝડપ ૨૧૭૫ કિમી/કલાક અથવા માક૨.૦
રેન્જ ૧૨૧૦ કિમી
ઉડવાની મહત્તમ ઉંચાઇ ૧૭૮૦૦ મીટર અથવા ૫૮૦૦૦ ફૂટ

ભારત માં મીગ-૨૧ પ્લેન માં સોથી વધારે અક્સમાત થયા છે. જેથી આ પ્લેન ભારત માં “ફ્લાઈંગ કોફ્ફીન” તરીકે વધારે ઓળખાય છે. ભારતે લગભગ ૩૮૦ થી વધારે મીગ-૨૧ અકસ્માત માં ગુમાવ્યા છે.  આ પ્લેનએ ૧૯૭૧ ના યુદ્ધ માં ખુબ જ અગત્ય નો ભાગ ભજવેલો. મીગ-૨૧ એ પાક વાયુસેના ના અમેરિકન બનાવટ ના ૧૦ સ્ટાર ફાઈટર વિમાનો તોડી પાડેલા અને ભારત ની જીત થઇ.

 

હથિયારો ૧x ૨૩ mm ની GSH-૨૩ તોપ
મિસાઈલ ૨x R-27R1,
4x Vympel R-77,
4x R-60M,
4x R-73E AAM
બોમ્બ ૨x 500 kg

ભારત ૨૦૨૧ સુધી માં દરેક મીગ ૨૧ વિમાન ને રીટાયર્ડ કરી દેશે જેનું સ્થાન તેજસ વિમાન(LCA ) અને રાફેલ વિમાન લેશે.