બાઈટ, મેગાબાઈટ,ગીગાબાઈટ – ચાલો જાણીએ ડેટા માપવા ના એકમ વિશે

data unit

તમે આવારનવાર સાંભળતા જ હશો કે પેલો ફોન માં ૩૨ જીબી નું મેમરી કાર્ડ છે. તેના કોમ્પ્યુટર માં ૧ ટેરાબાઈટ ની હાર્ડ ડિસ્ક છે. તો શું છે આ બધા ડેટા માપવા ના એકમો? ચાલો જાણીએ તેના વિષે.

 

૧ બીટ (BIT) ૧ બાયનરી ડીજીટ
૮ બીટ(BIT) ૧ બાઈટ (BYTE)
૧૦૨૪ બાઈટ (BYTE) ૧ કિલોબાઈટ (Kilobyte)
૧૦૨૪ કિલોબાઈટ(Kilobyte) ૧ મેગાબાઈટ (MEGABYTE)
૧૦૨૪ મેગાબાઈટ(MEGABYTE) ૧ ગીગાબાઈટ (GIGABYTE)
૧૦૨૪ ગીગાબાઈટ(GIGABYTE) ૧ ટેરાબાઈટ (TERABYTE)
૧૦૨૪ ટેરાબાઈટ (TERABYTE) ૧ પેટાબાઈટ (PETABYTE)
૧૦૨૪ પેટાબાઈટ (PETABYTE) ૧ એક્ષાબાઈટ (EXABYTE)
૧૦૨૪ એક્ષાબાઈટ(EXABYTE) ૧ ઝેટાબાઈટ (ZETTABYTE)
૧૦૨૪ ઝેટાબાઈટ(ZETTABYTE) ૧ યોટાબાઈટ (YOTTABYTE)
૧૦૨૪ યોટાબાઈટ(YOTTABYTE) ૧ બ્રોન્ટોબાઈટ (BRONTOBYTE)
૧૦૨૪ બ્રોન્ટોબાઈટ(BRONTOBYTE) ૧ જીઓપીબાઈટ (GEOPBYTE)

 

ચાલો જાણીએ દરેક એકમ વિષે ડિટેલ માં

બીટ:

ડેટા માપવા નો સોથી નાનો એકમ એટલે બીટ. ૧ બીટ માત્ર ૧ જ માહિતી સ્ટોર કરી શકે છે. જેમ કે ૦ અથવા ૧.

બાઈટ:

૮ બીટ ભેગા મળી ને ૧ બાઈટ બને છે. ૧ બાઈટ એટલે એક અક્ષર થાય છે. ૧૦ બાઈટ એટલે અંદાજીત ૧ શબ્દ થાય અને ૧૦૦ બાઈટ એટલે અંદાજીત એક વાક્ય જેટલું થાય છે.

કિલોબાઈટ:

૧૦૨૪ બાઈટ એટલે ૧ કિલોબાઈટ થાય છે. ૧ કિલોબાઈટ અથવા એ નાના પેરાગ્રાફ જેટલી સાઈઝ છે. અને ૧૦૦ કિલોબાઈટ એક આખા વેબપેજ બરાબર છે.

વાંચો:ગુગલ કેવી રીતે કામ કરે છે.

મેગાબાઈટ:

૧ મેગાબાઈટ એટલે અંદાજીત ૮૦૦ પેજ ની એક પુસ્તક બરાબર થાય છે. શરૂઆત કોમ્પ્યુટર માત્ર ૧.૪૪ મેગાબાઈટ ની ફ્લોપી ડ્રાઈવ પર ચાલતા. આજે એક સીડી-રોમ પર ૬૫૦ મેગાબાઈટ જેટલો ડેટા સમાવી શકાય છે.

ગીગાબાઈટ:

અંદાજીત ૧૦૦૦ મેગાબાઈટ એટલે ૧ ગીગાબાઈટ ૨૦૦ પેજ ની એક એવી કુલ ૪૫૦૦ બુક ,૩ એમબી એવરેજ સાઈઝ ધરવતા ૩૫૦ ફોટો, અથવા ૨૬૦ ગીતો બરાબર થાય છે.

ટેરાબાઈટ:

આજ ના દરેક કોમ્પ્યુટર માં એક ટેરાબાઈટ ની હાર્ડડિસ્ક સામાન્ય બની ગઈ છે. ૧૦૨૪ ગીગાબાઈટ બરાબર ૧ ટેરાબાઈટ થાય છે. ૩,૫૦,૦૦૦ ફોટો,અથવા  ૨,૬૨,૦૦૦ mp૩ ગીત, અથવા  ૧૬૦૦ DVD , અથવા ૪૦ બ્લુ-રે ડિસ્ક જેટલો ડેટા થઇ શકે છે. ૧૦ ટેરાબાઈટ માં વિશ્વ ની સોથી મોટી લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ની તમામ બુક નો સમાવેશ થઇ શકે છે.

પેટાબાઈટ:

પેટાબાઈટ એટલે ૧૦૨૪ ટેરાબાઈટ એટલો વિશાળ ડેટા માત્ર આજ ની મોટી ટેકનોલોજી કંપની ના સર્વર માં હોય છે. ગુગલ, વીકીપીડીયા, ફેસબુક વગેરે જેવી કંપની ના સર્વર દરોજ ના પેટાબાઈટ ના હિસાબે ડેટા પ્રોસેસ કરવામાં આવે છે. ૧ પેટાબાઈટ ડેટા માટે અંદાજીત ૪૨૦૦૦ જેટલી બ્લુ-રે ડિસ્ક અથવા ૨,૪૦,૦૦૦ ડીવીડી ની જરૂર પડે છે.

એક્ષાબાઈટ :

૨૪ કરોડ ડીવીડી માં સમાય એટલો ડેટા. એક અંદાજ પ્રમાણે ૫ એક્ષાબાઈટ ડેટા એ વિશ્વ ના તમામ માનવ જાતી ના આખી જિંદગી દરમ્યાન બોલાયેલા કુલ અવાજ બરાબર છે.

ઝેટાબાઈટ :

૧૦ લાખ પેટાબાઈટ જેટલો ડેટા ૧ ઝેટાબાઈટ માં થાય છે. ૧.૩ ઝેટાબાઈટ માં આખા ઈન્ટરનેટ પર રહેલો ડેટા થઇ જાય છે.

યોટાબાઈટ :

૧૦૨૪ ઝેટાબાઈટ. આ યુનિટ સુધી હજુ કોઈ પોચી શક્યું નથી.

બ્રોન્ટોબાઈટ :

૧ ની પાછળ ૨૭ ઝીરો લગાવો એટલો ડેટા આ યુનિટ માં આવે છે.

જીઓપિબાઈટ :

આ યુનિટ એટલે ૧૦૦૦ બ્રોન્ટોબાઈટ.