Comments

જાણો શું શું નવું લોન્ચ થયું સીઈએસ ૨૦૧૮ માં ?

સીઈએસ ૨૦૧૮

અમેરીકા ના લાસ વેગસ શહેર માં દર વર્ષે થાય છે વિશ્વ નો સૌથી મોટો ટેકનોલોજી ગેજેટ ને લગતો શો જેને ces એટલે કે “કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનીક્સ શો”. દર વર્ષે યોજાતા આ શો ની મુલાકાત લાખો લોકો લે છે અને વિશ્વ ની તમામ દિગ્ગજ કંપનીઓ આ માં પોતાના પ્રોડ્કટ અને ભવિષ્ય ની ટેકનોલોજી ને લગતા પ્રોડ્કટ અહી પેહલી વાર દર્શાવવામાં આવે છે. તો ચાલો જાણીએ આ વર્ષે શું નવું લોન્ચ થયું આ શો માં.

 

LG નું ૬૫ ઇંચ નું રોલેબલ TV

એલજી નું રોલેબલ ટીવી

એલજી નું રોલેબલ ટીવી

LG કંપની એ લોન્ચ કર્યું છે વિશ્વ નું પ્રથમ ૬૫ ઇંચ નું OLED 4K ટીવી જેને કોઈ કાગળ ની જેમ રોલ થઇ શકે છે. આ ટીવી એ આખા વિશ્વ નું ધ્યાન આકર્ષીત કર્યું છે. આ માત્ર સામાન્ય ટીવી નહિ પરંતુ એ સ્માર્ટ ટીવી છે. પરંતુ આ ટીવી નું માત્ર પ્રોટોટાઈપ છે. માટે આ ટીવી ને પ્રોડક્શન માં હજી ૨ થી ૩ વર્ષ લાગી શકે છે. જુવો વિડીયો

સેમસંગ નું ૧૪૬ ઇંચ નું MicroLED બેઝ મોડ્યુલર TV “ The Wall”

સેમસંગ ધ વોલ

સેમસંગ કંપની એ પોતાનું નવું ટીવી ces માં મુક્યું છે નામ છે “The Wall”. અને સાઈઝ છે ૧૪૬ ઇંચ. સેમસંગ કંપની નો દાવો છે કે આ એક મોડ્યુલર ટીવી છે. એટલે કે કોઈ પણ આ ટીવી ની સાઈઝ પોતાની મરજી મુજબ વધારી કે ઘટાડી શકે છે. ટીવી ના પરફોર્મન્સ ને તેનાથી કઈ વાંધો નહિ આવે. આ ટીવી માટે સેમસંગ કંપની એ પોતાની ખાસ એક માઈક્રો એલઈડી ટેકનોલોજી વિકસિત કરી છે. જે સામાન્ય OLED ટેકનોલોજી કરતા અલગ છે. આ ટીવી આ વર્ષ ના અંત સુધી માં માર્કેટ માં આવી જશે.

સોની નું LSPX A1 4K પ્રોજેક્ટર

સોની LSPX1 પ્રોજેક્ટર

સોની કંપની એ પોતાનું પ્રોજેક્ટર લોન્ચ કર્યું છે. આ કોઈ સામાન્ય પ્રોજેક્ટર નથી પણ એક 4K પ્રોજેક્ટર છે મતલબ હવે તમે તમારા ઘર ને પણ એક થીએટર માં બદલી શકો છો. આ પ્રોજેક્ટર ને દીવાલ થી માત્ર ૧૦ ઇંચ જ દુર રાખવું પડે છે અને તે ૧૨૦ ઇંચ ની ઈમેજ ઉભી કરી શકે છે. સ્પીકર પણ ભેગા ઇનબિલ્ટ આપવા માં આવ્યા છે. આ પ્રોજેક્ટર ની કીમત ૩૦,૦૦૦ ડોલર એટલે અંદાજીત ૨૦ લાખ રૂપીયા રાખવામાં આવી છે.

HIsense નું ૧૦૦ ઇંચ નું પ્રોજેક્ટર “લેસર tv”

આ ચાયનીઝ કંપની એ પોતાનું નવું પ્રોજેક્ટર લોન્ચ કર્યું છે નામ છે લેસર ટીવી. વાયરલેસ સબવુંફર અને એલક્સા ના સ્માર્ટ વોઈસ કન્ટ્રોલ સાથે આ પ્રોજેક્ટર આવે છે અને કીમત છે ૧૦,૦૦૦ ડોલર આ પ્રોજેક્ટર પણ દીવાલ થી માત્ર થોડા અંતરે રાખી શકાય છે. આની અંદર ઘણી એપ્સ પણ છે.

 

લોરીઆલ નું UV સેન્સ

લોરીઆલ નું UV સેન્સ

લોરીઅલ કંપની આમ તો પોતાના બ્યુટી પ્રોડ્કટ માટે જાણીતી છે. છતાં આ વર્ષે તેણે આ એક ખાસ સેન્સર માર્કેટ માં ઉતાર્યું છે, આ સેન્સર માત્ર તમારા નખ ની સાઈઝ જેટલું છે. અને તેમાં કોઈ બેટરી નથી. પરંતુ તેને ફોન સાથે કનેક્ટ કરી શકાય છે. આ સેન્સર નું કામ એ જાણવાનું છે કે વ્યક્તિ કટલા સમય સુધી બહાર સૂર્ય નીચે રહે છે અને તે પ્રમાણે તે ડેટા કલેક્ટ કરે છે.

લેનોવો નું સ્માર્ટ ડિસ્પ્લે

લેનોવો સ્માર્ટ ડિસ્પ્લે

      લેનોવો એ લોન્ચ કર્યું છે સ્માર્ટ ડિસ્પ્લે. આ એક વોઈસ કન્ટ્રોલ ડિવાઈસ છે, જે તમારા સ્માર્ટ હોમ ને એક સ્થાને થી કન્ટ્રોલ કરી શકે છે. આ ની અંદર છે ગુગલ નું વોઈસ કન્ટ્રોલ જેને ગુગલ હોમ કહેવામાં આવે છે.

હોન્ડા ના ૩e રોબોટીક્સ

હોન્ડા ૩e રોબોટીક્સ

          હોન્ડા કંપની એ આ વખતે પોતાના એક સાથે ચાર રોબોટ ના કોન્સેપ્ટ રજુ કર્યા છે. ૩E નું નામ પ્રમાણે Empower, Empathy, Experience. અલગ અલગ કામ કરવા માટે આ રોબોટ ને ડીઝાઇન કરવામાં આવ્યા છે.

 

વ્યુઝીક્સ બ્લેડ AR ગ્લાસ

વ્યુઝીક્સ બ્લેડ ગ્લાસ

      ગુગલ ના ગ્લાસ જેવી જ ટેકનોલોજી ધરાવતા આ ચશ્માં એક AR ગ્લાસ છે મતલબ કે Augmented Reality મતલબ કે જો તમે આ ચશ્માં માં જ બધું કોમ્પ્યુટર ની જેમ જોઈ શકો છો. ધારો કે તમે કોઈ કાર જોઈ અને તમે એના વિષે જાણવા માગો છો તો તમારું આ કામ કરશે તમારા આ ચશ્માં જે તમને તમારા ચશ્માં ની સ્ક્રીન પર જ બધી ડીટેલ આપી દેશે. આ ગ્લાસ માં છે એક નાનું પ્રોજેક્ટર, GPS, ૬૪ જીબી ની સ્ટોરેજ ક્ષમતા, બ્લુટુથ 4.૦એક ટચ પેડ અને વોઈસ એનેબલ કમાંડ.

બાયટન ની નવી કોન્સેપ્ટ કાર

બાઈટન ની કોન્સેપ્ટ કાર

      બાઈટન ની આ કાર ખરેખર એક કોન્સેપ્ટ કાર છે. જો તમારે જોવું હોય કે આવતા ભવિષ્ય ની કાર કેવી હશે અને એમાં શું શું હોઈ શકે તો આ રહી એ કાર બાઈટન કંપની ની ઇલેક્ટ્રિક કાર. આ કાર પોતાના ડ્રાઈવર ને ઓળખી શકે છે. આખી કાર ઈન્ટરનેટ સાથે કનેક્ટ હશે. એમઝોન નું અલેકસા વોઈસ આસિસ્ટન્ટ, અને એક વાર માં ૨૫૦ માઈલ ની સફર કરી શકે છે. અને લેવલ ૩ નું સેલ્ફ ડ્રાઈવીંગ હશે. આ કાર ૨૦૨૦ માં માર્કેટ માં આવશે.

સોની નો AIBO

સોની AIBO

      કેવાય છે કે ડોગ માણસ ના બેસ્ટ ફ્રેન્ડ હોઈ છે અને જો ડોગ કોઈ રોબો હોઈ તો. હા સોની કંપની પોતાનો રોબો ડોગ AIBO ને નવા અવતાર સાથે લોન્ચ કર્યો છે. આ રોબો ડોગ AI ની મદદ થી તમારા દરેક ફેમીલી મેંબર ને ઓળખી શકે છે. સોની કંપની ઘણી મેહનત કરી છે કે આ ડોગ એકદમ રીઅલ ડોગ ની જેમ વર્તન કરે. આ ડોગ ની કીમત છે ૧૭૦૦ ડોલર એટલે કે ૧,૧૦,૦૦૦ રુપયા. હજી આ રોબો માત્ર જાપાન માજ વેચાય છે.

HTC નું વાઈવ પ્રો 

htc વાઈવ પ્રો

      આ ડિવાઈસ VR એટલે કે વર્ચ્યુઅલ રીઆલીટી માટે છે. આ પેહરી ને તમે એક વર્ચ્યુઅલ દુનીયા એટલે કે એક નકલી દુનીયા માં સફર કરી શકો છો. આ ના ઉપયોગ બીજા ક્ષેત્ર જેવા કે મેડીકલ ટ્રેનીંગ, ઓટો ઇન્ડસ્ટ્રી જેવા અનેક ફિલ્ડ માં ઉપયોગી થઇ શકે છે.

લેનોવો નું મિરાજ સોલો

લેનોવો મિરાજ સોલો

        લેનોવો અને ગુગલ કંપની એ સાથે મળી ને બનાવ્યું છે VR હેન્ડસેટ જેને ડે-ડ્રીમ હેન્ડ સેટ પણ કહેવાય છે. બીજા VR હેન્ડસેટ ની જેમ આ માં મોબાઇલ ફોન ની જરૂરીયાત નથી પડતી. આ ની અંદર છે 6DOF એટલે કે six Degree of Freedom. આનો કેમેરો ૧૮૦ ડીગ્રી માં ૩ડી વિડીયો કે ફોટો લઇ શકે છે.

hp નો Z-૩ડી કેમેરો:

      હવે કોઈ પણ વસ્તુ ને તમે તમારા કેમરા ની મદદ થી થ્રી ડી માં સ્કેન કરી શકો છો. આ કેમેરો ને તમે તમારા સ્ક્રીન ની ઉપર એક સામાન્ય વેબ કેમ ની જેમ માઉન્ટ કરી શકો છો. આની અંદર ૧૪ મેગા પિક્સેલ કેમરો આપેલ છે.

નીવીડા ના BFG મોનીટર

      નીવાડા કંપની આમ તો પોતાના ગ્રાફિકસ કાર્ડ માટે જાણીતી છે. નીવાડા કંપની એ HP, acer, અને asus કંપની સાથે મળી ને લોન્ચ કાર્ય છે ખાસ ગેમીંગ માટે ના ટીવી.. કુલ ૬૫ ઇંચ ની સ્ક્રીન અને 4K સપોર્ટેડ છે. bfg નું નામ જ છે big format gaming display.

રેઝર નું  લેપટોપ

        રેઝર કંપની એ ઉતાર્યું છે પોતાનું એકદમ નવું લેપટોપ આ ની ખાસ વાત એ છે કે આ ઇન્ટેલ ના cpu ને બદલે ક્વોલકોમ કંપની ના સ્નેપડ્રેગન પ્રોસેસર પર ચાલે છે અને આની અંદર એટેચ કરી શકાય છે રેઝર નો મોબાઇલ ફોન માર્લબ ફોન અને લેપટોપ બંને સાથે.

ટોયોટા ની ઈ-પેલેટ

ટોયોટા કંપની ની આ કોન્સેપ્ટ ભવિષ્ય ની ગાડી ના આભાસ કરાવે છે. ટોયોટા કંપની એ પાંચ કંપની સાથે મળી ને એક એલાયન્સ બનાવ્યું છે જેમાં છે. ઊબેર, પીઝા હટ, એમેઝોન, મઝદા અને ડીડી, e પેલેટ ગાડી કુલ અલગ અલગ સાઈઝ માં બનશે જેનો ઉપયોગ પિઝ્ઝા ડીલીવરી થી લઇ ચાલતા ફરતા શોપ અને ગેરેજ માટે પણ થઇ શકે છે. સંપૂર્ણ પાને ઓટોમેટીક અને સેલ્ફ ડ્રાઈવીંગ હશે.

 

નિસાન ની B2V ટેકનોલોજી

 

નિસાન કંપની એ ડેવલોપ કરી છે એવી ટેકનોલોજી જે તમારા મગજ ને વાંચી ને તમારી કાર ને ડ્રાઈવ કરી શકે છે. હા B2V એટલે કે “બ્રેન ટુ વ્હીકલ” ટેકનોલોજી. નિસાન કંપની દાવો કરે છે કે માણસ ના મુવમેન્ટ કરતા આ ટેકનોલોજી અડધી સેકન્ડ ઝડપથી નિર્ણય લઇ શકે છે.

એઓલસ રોબોટ

એઓલ્સ કંપની એ બનાવ્યો છે એવો રોબોટ જે તમારા ઘર ના અમુક સામન્ય કામ કરી શકે છે. જેમ કે વેક્યુમ ક્લીનર લઇ ને રૂમ ની સફાઈ અથવા તમારા કહેવા પ્રમાણે તે કિચન માંથી પાણી ની બોટલ કે બીજી કોઈ વસ્તુ તમને લાવી આપી શકે છે. આ રોબોટ હજી પ્રોટોટાઇપ સ્ટેજ માં છે.

lg નું Cloi

LG કંપની પોતાના તમામ સ્માર્ટ હોમ ડીવાઈઝ સાથે જોડી ને એક સ્માર્ટ રોબો સીસ્ટમ બનાવે છે જે એક રોબો ની જેમ તમારી દરેક વાત માનશે. આ ટેકનોલોજી ને LG ThinQ ટેકનોલોજી કહે છે. તમારા વોઈસ કમાંડ થી તમારા ઘર ના દરેક ઈક્વિપમેન્ટ ચાલશે.

બડી રોબોટ:

આ રોબોટ ને કોમ્પેનીયન રોબોટ પણ કહેવામાં આવે છે. આ રોબોટ તમારી સાથે વાત ચિત કરી શકે છે. પોતાની સ્ક્રીન ઉપર થી એના હાવભાવ બતાવી શકે છે. આ ની અંદર ગુગલ હોમ ના વોઈસ કન્ટ્રોલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. બહુ જલ્દી આપણે હોલીવુડ મુવી ના કાલ્પનીક રોબોટ ની જેમ સાચા રોબોટ સાથે આપને કામ પાર પડવાનું થશે.

Vivo in-display fingerprint scanner

વિવો કંપની એ પોતાના આ નવા ફોન થી અનેક લોકો ને આશ્ચર્ય માં નાખી દીધા છે. વિવો કંપની એ સૌ પ્રથમ વાર એક ફિંગરપ્રિન્ટ સ્કેનર ને મોબાઇલ ની ટચસ્ક્રીન માં સમાવી દીધું છે. આ સ્કેનર આવી રીતે કામ કરે છે જયારે તમે તમારી ફિંગર સ્ક્રીન ઉપર રાખો છો ત્યારે તે તેમાં થી લાઈટ તમારા ફિંગરપ્રિન્ટ ઉપર મોકલે છે અને તેનું રીફ્લેક્શન પોતાની સ્ક્રીન માં નોંધે છે. આમ તમારો ફિંગરપ્રિન્ટ ને સ્કેન કરવામાં આવે છે.

AirSelfie 2

હવે સેલ્ફી પાડો ડ્રોન થી. હા આ એક પોકેટ સાઈઝ ડ્રોન છે જે જેને એરસેલ્ફી-૨ કહેવામાં આવે છે એકદમ નાની સાઈઝ નું આ ડ્રોન કેમેરો ૧૨ મેગાપિક્સેલ નો કેમેરો ધરાવે છે. આ કુલ ૬૦ ફૂટ ઉંચાઈ સુધી જઈ શકે છે. આં ડ્રોન ની બેટરી એક વાર ચાર્જ માં માત્ર 4.૫ મિનીટ ચાલે છે.

Ubtech Walker

આ એક બે પગે ચાલતો રોબોટ છે જે સીડીઓ ચડી શકે છે, તમારી સાથે ફૂટબોલ રમી શકે છે. તમારા ઘર ની ચોકીદારી કરી શકે છે. આ ની સાથે વોઈસ કમાંડ થી તમે આદેશ આપી શકો છો. આ રોબોટ તમારા માટે વિડીયો કોલ પણ કરી શકે છે.

Smacircle S1 folding eBike

એક ચાયનીઝ સ્ટાર્ટઅપ કંપની એ લોન્ચ કરી છે એક સૌથી હળવી e-સાયકલ. માત્ર 6.8 કિલો ની આ સાયકલ ને તમે ફોલ્ડ કરીને ગમે ત્યાં લઇ જઈ શકો છો. આને તમે તમારા મોબાઈલ ની મદદ થી લોક પણ કરી શકો છો.

 

Whill Model Ci

આ એક પર્સનલ મોબીલીટી ચેર છે જેમાં ઉપર તમે બેસી ને ટ્રાવેલ કરી શકો છો. એક વાર ચાર્જ માં ૧૦ માઈલ સુધી ચાલે છે.

ForwardX CX-1 suitcase

શું તમે તમારી સામાન ની સુટકેસ ઉપાડી ને થાકી ગયા છો તો આ સ્માર્ટ સુટકેસ છે તમારા માટે. આ સુટકેસ ને એવી રીતે બનાવવામાં આવી છે કે એ જાતે જ તમારી સાથે ચાલી શકે છે. આ સુટકેસ હજી પ્રોટોટાઈપ મોડ માં છે.