Comments

હવે ભારત માં બનશે અમેરીકા નું સૌથી ખતરનાક લડાયક હેલીકોપ્ટર અપાચે AH-64

થોડા સમય પેહલા અમેરીકા ની બોઇંગ કંપની અને ભારત ની ટાટા કંપની નું સંયુક્ત કંપની ટાટા બોઇંગ એરોસ્પેસ લીમીટેડ નું હેદ્રાબાદ માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કંપની ભારત માટે અને તમામ વિશ્વ માટે ના ફાઈટર હેલીકોપ્ટર બોઇંગ ના AH-64 અપાચે ના ફ્યુસ્જલાજ બનાવશે. તો ચાલો જાણીએ થોડા સમય માં ભારત ની સેના માં સામેલ થનારું  Apache AH-64 Longbow.

ભારત એ કારગીલ યુદ્ધ માંથી શીખ લઇ ને સેના ને એકદમ નવા અને ખતરનાક હેલીકોપ્ટર ખરીદવાનું નક્કી કર્યું હતું. જેમાં ૨૨ હેલીકોપ્ટર લડાયક અને ૧૫ હેવી લીફ્ટ હેલીકોપ્ટર ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું. સેના એ પોતાની પસંદગી ઉતારી અમેરીકા ના સૌથી ખતરનાક એવા અપાચે AH-64E ઉપર આ ઉપરાંત આર્મી માટે પણ આવા 6 અપાચે ખરીદવા માં આવશે. આ Apache AH-64 હેલીકોપ્ટર વિશ્વ નું સૌથી ખતરનાક હેલીકોપ્ટર ગણવામાં આવે છે.

વાંચો: ભારત નું નવું ફાઈટર વિમાન રફાલ 

નામ

અપાચે AH-64

કંપની

બોઇંગ

પાયલટ

૨, એક પાયલટ અને એક કો-પાયલટ અથવા હથિયાર ચલાવનાર

લંબાઈ

૧૭.૭૩ મીટર

ઉંચાઈ

૩.૮૩ મીટર

ખાલી વજન

૫.1 ટન

ફૂલ વજન

8 ટન

એન્જીન

2 x General Electric T700-GE-701D turboshafts

મહતમ સ્પીડ

૩૦૦ કિમી/કલાક

ક્રુઝ સ્પીડ

૨૭૫ કિમી/કલાક

ઉડવાની મહતમ ઉંચાઈ

૬.૪ કિલોમીટર

રેંજ

૫૦૦ કિલોમીટર

શસ્ત્રો

ગન- ૧- ૩૦ mm ની M-230, કુલ ૧૨૦૦ રાઉન્ડ

રોકેટ : Hydra 70 70 mm, અને CRV7 70 mm air-to-ground rockets

મિસાઈલ:16 x AGM-114L Hellfire-2 missiles

4 x AIM-92 Stinger,

2 x AIM-9 Sidewinder air-to-air missiles,

2 x AGM-122 Sidearm anti-radiation missiles

રેડાર

AN/APG-78 Longbow fire-control રેડાર

આ હેલીકોપ્ટર અનેક યુદ્ધ માં પોતાની કાબિલિયત નો પરિચય આપી ચુક્યું છે. અને અમેરીકા સહીત ઇઝરાયેલ, બ્રિટન, નેધરલેંડ, યુએઈ, ગ્રીસ અને જાપાન જેવા દેશો નું આ મુખ્ય હેલીકોપ્ટર છે. આ ફાઈટર હેલીકોપ્ટર નું પ્રોડક્શન આજે બોઇંગ કંપની કરે છે. આ હેલીકોપ્ટર પ્રથમ વાર ૧૯૮૪ માં અમેરીકા ની સેના માં સામેલ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ એના અનેક વર્ઝન બન્યા છે. આ હેલીકોપ્ટર ના કુલ 4 વર્ઝન છે. A, B, C, D, અને E. ભારત આમાં થી સૌથી લેટેસ્ટ મોડેલ E મળશે.

 

વાંચો: ભારત ની સેના દ્વારા વાપરવામાં આવતા વિવિધ પ્રકાર ના શસ્ત્રો 


આ લડાયક હેલીકોપ્ટર ની સાથે ભારત ખરીદશે ૮૧૨ AGM-114L Hellfire-2 એન્ટી ટેંક મિસાઈલ,
૫૪૩ AGM-114R-3 HELLFIRE II મિસાઈલ , ૨૧૪ Stinger Block 1-92H મિસાઈલ, ૧૨ AN/APG-78 ફાયર કન્ટ્રોલ રેડાર, ૫૦ T700-GE-701D હેલીકોપ્ટર એન્જીન, ૨૩ ટાર્ગેટ સીસ્ટમ અને પાયલટ માટે નાઈટ વિઝન ડીવાઈઝ, વગેરે પણ સાથે મળશે.


આ અપાચે હેલીકોપ્ટર ને બે લોકો ચલાવે છે. એક હોય છે પાયલટ અને બીજો હોય છે ગનર અથવા કો-પાયલટ હેલીકોપ્ટર માં પ્રથમ કો-પાયલટ હોય છે અને એની પાછળ મેઈન પાયલટ બેઠો હોય છે. આ હેલીકોપ્ટર ને પાવર આપે છે ૨ એન્જીન જે અમેરીકા ની જનરલ ઇલેક્ટ્રિક બનાવે છે. આ હેલીકોપ્ટર એક અતિ આધુનિક ડીજીટલ સીસ્ટમ થી સજ્જ છે. અને આ હેલીકોપ્ટર એક સાથે ૨૫૦ ટાર્ગેટ ને ઓળખી તેની ઉપર ફાયર કરી શકે છે. આ રેડાર ખુબ નબળી પરીસ્થિતિ માં પણ એકદમ ચોકસાઈ પૂર્વક કામ આપી શકે છે. આ હેલીકોપ્ટર ની મશીન ગન એક મિનીટ માં ૬૦૦ રાઉન્ડ ફાયર કરી શકે છે. અને આ ગન જોડાયેલી હોય છે પાયલટ ના હેલ્મેટ સાથે મતલબ પાયલટ ને નિસાન લગાવવા માટે આખું હેલીકોપ્ટર ફેરવવું નો પડે માત્ર પાયલટ પોતની હેલ્મેટ ને ટાર્ગેટ ઉપર લોક કરી ને ફાયર કરી શકે છે. આ અપાચે હેલીકોપ્ટર ની ખાસ TADS સીસ્ટમ એટલે કે target acquisition designation sight. લોકહીડ માર્ટીન કંપની એ બનાવી છે. આ સીસ્ટમ દુર ના ટાર્ગેટ ને જોઈ શકે છે છે. એના પર નિશાન લગાવી શકે છે. આ સીસ્ટમ હેલીકોપ્ટર સૌથી આગળ લગાડવા માં આવી છે.


આ હેલીકોપ્ટર ખાસ તો દુશ્મન ઉપર એટેક માટે બનાવેલ છે. માટે આ અનેક પ્રકાર ના શસ્ત્રો અને મિસાઈલ થી લેસ કરી શકાય છે. આ મિસાઈલ માં છે AGM-114L Hellfire-2 આ મિસાઈલ ખાસ દુશ્મન દેશ ની ટેન્કો ને નષ્ટ કરવા માટે વપરાય છે. આ 4 ના ગ્રુપ માં આવી કુલ 16 મિસાઈલ આ હેલીકોપ્ટર પર ફીટ થઇ શકે છે. આ ઉપરાંત AGM-114R-3 HELLFIRE II, સ્ટીંગર મિસાઈલ , અથવા સ્પાઈક મિસાઈલ પણ એટેચ કરી શકાય છે. તે ઉપરાંત ૭૦ mm ના હાઈડ્રા અનગાઈડેડ રોકેટ અથવા CRV૭ રોકેટ થી સજ્જ કરી શકાય છે.



આ હેલીકોપ્ટર લગભગ ૨૦૧૯ માં પ્રથમ વાર ભારત ની સેના માં સામેલ થશે. અને આ હેલીકોપ્ટર ના કેટલાક ભાગ ભારત માં જ બનેલા હશે. આ હેલીકોપ્ટર ઉપરાંત ભારત એક પોતાનું લાઈટ કોમ્બેટ હેલીકોપ્ટર પણ બનાવી રહ્યું છે. જેનું હમણાં ટેસ્ટીંગ ચાલુ છે. આ હેલીકોપ્ટર ભારત ની મારક ક્ષમતા માં અનેક ગણો વધારો કરી દેશે.

Photos: www.tactical-life.com